Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee
View full book text
________________
છેવટે ફ્રી રેન્જ મરઘીઓ ઈંડાં આપવાનું બંધ કરે કે તરત તેમને કતલખાને મોકલી દેવામાં આવે છે.
ઘેટાં : ઘેટાંઓમાં સામાન્ય રીતે બહુ ઊન હોતું નથી. ફેક્ટરી ફાર્મની પરિસ્થિતિ હેઠળ વૈજ્ઞાનિક પ્રજોત્પાદન દ્વારા ખૂબજ ઊન પેદા કરવામાં આવે છે. ઘેટાંઓ ઉપરથી બધી જ ઋતુઓમાં સતત ઊન કાપી લેવામાં આવે છે. દર વર્ષે હજારો ઘેટાં ઊન ઊતારી લીધા પછી ઠંડીના કારણે મૃત્યુ પામે છે. નગ્ન મનુષ્ય કરતાં પણ તાજાં જ અને ખૂબ જ ઘસીને ઊન ઊતારી લીધેલાં ઘેટાંને સખત ઠંડી લાગે છે. જે રીતે શાક્ષણિક ફિલ્મોમાં આપણે નિષ્ણાતો દ્વારા ઘેટાં ઉપરથી ઊન ઊતરતાં જોઈએ છીએ તે રીતે સામાન્ય બધાં ઘેટાંઓનું ઊન ઊતારવામાં આવતું નથી. સાચી વાત તો એ છે કે ઘેટાંઓને હિંસક રીતે બાંધી ઝડપથી ઊન ઊતારવામાં આવે છે, અને તે સમયે લોહી વહેતું અટકાવનાર બાજુમાં જ ઊભો હોય છે અને તે ઘા પડે કે તુરત ડામરથી તે પૂરી દે છે. ઘરડાં ઘેટાંઓને છેવટે ખોરાક પાણી વગર અતિ ખરાબ પરિસ્થિતિમાં કતલખાને ધકેલી દેવામાં આવે છે. જો લોકો માંસ અને ઘેટાંના બચ્ચાંનો આહાર બંધ કરી દે તો ફક્ત માત્ર ઊનને
ખાતર જ ઘેટાં રાખવામાં આવે. ગરમ કપડાં ખરીદવાથી જાણ્યે અજાણ્ય આ નિર્દયતાને ટેકો અપાય છે.
મધમાખી : વ્યાપારી ધોરણે મધમાખીઓનું પ્રજોત્પાદન કરી ઉછેરી તેમની પાસેથી મધ અને મધપૂડાં લેવામાં આવે છે અને તે મધમાખીઓને અવેજીમાં સસ્તી ખાંડ આપવામાં આવે છે જે તેઓને જીવાડી શકતા નથી. હજારો