Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee
View full book text
________________
મધમાખીઓ મૃત્યુ પામે છે. મધમાં પણ ટૉક્સિક (ઝેરી) પદાર્થ હોય છે જે આપણને નુકસાન કરે છે.
રુંવાટીવાળાં પ્રાણીઓ :
મોટે ભાગે રુંવાટીવાળા પ્રાણીઓના ફાંસલામાંથી તે પ્રાણીનું જલદી મૃત્યુ થતું નથી. સામાન્ય રીતે ઉપયોગ કરાતા ફાંસલા લોખંડના તારથી ગૂંથેલ હોય છે. આ ફાંસલામાં ફસાયેલ પ્રાણી મોટા ભાગે ઘણા દિવસો સુધી, જ્યાં સુધી તે ફાંસલાની તપાસ કરવામાં ન આવે ત્યાં સુધી ભૂખ્યાં અને તરસ્યાં ત્યાં જ પડ્યા રહે છે. ઘણાં પ્રાણીઓ છટકવા માટે પોતાના હાથ પગ ચાવી નાખે છે.
આ પ્રાણીઓને ફસાવવાનું પરિણામ ફક્ત તે પ્રાણીઓ માટે શારીરિકમાનસિક દુઃખદાયક હોતું નથી પણ તેમનાં વગર તેમનાં બચ્ચાં પણ ભૂખે મરે છે.
વ્યાપારી ધોરણે ઉછેરવામાં આવતાં મિંક (Mink) જેવાં રુંવાટીવાળાં પ્રાણીઓને ચિંતા તણાવ પેદા કરે તેવા અત્યંત સાંકડા અને ગીચ ડબ્બાઓ – પાંજરાઓ – વાડાઓમાં રાખવામાં આવે છે. વળી ઘાના ડાઘા, લસરકા વગરના કિંમતી કોટ, વસ્ત્રો બનાવવા માટે તે પ્રાણીઓને મારી નખવાની પદ્ધતિ અત્યંત દુઃખદાયક હોય છે.
સૌંદર્ય પ્રસાધનો અને તેના પ્રાણીઓ ઉપરના પ્રયોગો : ટૂથપેસ્ટ, શેમ્પૂ, માઉથવૉશ, ટેલ્કમ પાઉડર, વિવિધ પ્રકારનાં હાથનાં લોશન, લિપસ્ટીક, આંખના સૌંદર્ય માટેની ચીજો, ચહેરા ઉપર લગાવવાના વિવિધ ક્રીમ, વાળ રંગવાના હેઅર ડાઈઝ, વિવિધ પ્રકારનાં સુગંધી દ્રવ્યો અને કોલન્સ (Colognes) નો સમાવેશ સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે.
મોટા ભાગનાં સૌંદર્ય પ્રસાધનોની વસ્તુઓ પ્રાણીજ દ્રવ્યોમાંથી બને છે અને પ્રયોગશાળામાં પ્રાણીઓ ઉપર તેના અખતરા કરવામાં આવે છે. જો કે FDA ને આવા અખતરા કવાની જરૂર લાગતી નથી, છતાં તેઓ