Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 77
________________ - પ્રમોદા ચિત્રભાનુ 10. મોતી પ્રાચીન કાળમાં ચળકતાં અને સુંદર કુદરતી મોતી એ એના ધનિક માલિકોની સંપત્તિ અને ગૌરવની નિશાની હતાં. આપણે જ્યારે પણ પૂર્વના મહારાજ અને મહારાણીઓનાં તૈલચિત્રો જોઈએ તો તેમાં તેઓનાં ગળામાં લાંબાં મોતીના હાર (necklaces) તથા કાંડાંની આજુબાજુ મોતી જડેલાં કંકણ (Bracelets) જોવા મળે છે, જે આ જ વાતનું ફરી ફરી સૂચન કરતાં હોય છે. આજની વાત જુદી છે. આપણે જોઈશું કે વિશ્વના કોઈક જ એવા ખૂણા બાકી રહ્યા હશે કે જ્યાં વૈર, વિરોધ અને હિંસાનું વાતાવરણ ન હોય. જો આપણે મોતી પાછળની સઘળી વાત જાણીએ તો ભાગ્યે જ આપણે પોતાની સંપત્તિ અને ગૌરવની નિશાની ગણીશું એટલું જ નહિ જેમને જીવન-જિંદગીની કિંમત છે તેના માટે તો તે દુઃખ અને પીડાની નિશાની છે. દંતકથાઓ અને પરીકથાઓ મોતી સંબંધી કડવી વાસ્તવિક્તાઓ છુપાવે છે. વસ્તુતઃ ઊંડા દરિયામાં રહેલી છીપોના જીવોની પીડામાંથી મોતી આવે છે. મોતી એ જીવતી છીપોનો કુદરતી ભાગ નથી પરંતુ એ છીપ માટેના અણગમતા આગંતુક કણ-પદાર્થની પીડા-અણગમામાંથી તૈયાર થતી વસ્તુ છે. જ્યારે કોઈ રેતીનો કણ, કોઈ કાચલાનો ઝીણો ટુકડો કે અણગમતી પરોપજીવી જીવાત આકસ્મિક રીતે જ ખુલ્લી છીપના કોચલામાં આવી પડે છે ત્યારે તેમાંથી મોતી તૈયાર થાય છે. જે રીતે મનુષ્યની આંખમાં કોઈ સૂક્ષ્મ રજકણ પડે અને તે નીકળી ન જાય ત્યાં સુધી જેવી પીડા થાય છે એવી જ પીડા મોતી તૈયાર કરતી છીપને થાય છે. મોટે ભાગે તો છીપ આ નવા આગંતુક બહારના કણને બહાર કાઢી શકતી નથી, તેથી નવા આગંતુક કણ દ્વારા થતી પીડાને ઓછી કરવા એની આસપાસ ચાંદી જેવું ચળકતું કેલ્શ્યમ કાર્બોનેટનું પ્રવાહી ફેલાવી

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92