Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 81
________________ and Tails' પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે અને તેમાં તેણીએ ગાયભેંસનું ભાગ્ય અને વિનાશ બતાવ્યા છે. આ બધું ભારતમાં અને વિશ્વના બીજા દેશોમાં જ્યાં ગાય-ભેંસનું શોષણ થાય છે અને અત્યંત ખરાબ રીતે તેમનો દુરુપયોગ થાય છે ત્યાં બને છે. ડેરી ઉદ્યોગની ગાય-ભેંસ પાસેથી સતત એક સરખું દૂધ મેળવવા માટે, તે બે વર્ષની થાય ત્યારથી દર વર્ષે સગર્ભા બનાવવામાં આવે છે. બચ્ચાને તે જન્મ આપ્યા પછી દસ મહિના સુધી તે દૂધ આપે છે પરંતુ તે દરમ્યાન ત્રીજે જ મહિને તે ગાય-ભેંસને કૃત્રિમ ગર્ભાધાન દ્વારા ફરીથી સગર્ભા બનાવવામાં આવે છે અને બાકીના સાત મહિના તે સગર્ભા હોવા છતાં તેનું દૂધ મેળવવામાં આવે છે. બચ્ચાના જન્મ અને પુનઃ ગર્ભાધાન વચ્ચે ફક્ત છથી આઠ અઠવાડિયાનો જ ગાળો રાખવામાં આવે છે. તે ગાય-ભેંસને દિવસમાં બેથી વધુ વાર દોહવામાં આવે છે. ભારતીય દૂધ ઉદ્યોગની સરેરાશ દરેક ગાય-ભેંસને લગભગ પાંચ વખત પ્રસૂતિ કરાવવામાં આવે છે અથવા જ્યાં સુધી આનુવંશિક રીતે સગર્ભાવસ્થામાં મોટાં અને કોમળ આંચળ ધરાવતી હોય ત્યાં સુધી સગર્ભા બનાવવામાં આવે છે. વધુ દૂધ મેળવવા માટે ગાય-ભેંસને સોયાબીનના રોટલા કે ધાન્ય જે ઘણા મનુષ્યોનો ખોરાક છે તે ખવડાવવામાં આવે છે. આમ છતાં પણ જોઈતું દૂધ ઉત્પાદન તેની ભૂખને પણ ટપી જાય છે અર્થાત્ તે ગાયભેંસને જેટલું ખવડાવવામાં આવે છે તેના કરતાં ય દૂધની માંગ વધુ હોય છે. તેથી તે વધુ દૂધ પેદા કરતાં તેના શરીરના કોષોનો નાશ થવા માંડે છે પરિણામે તે ગાય-ભેંસને કીટોસીસ (Kitosis) નામનો રોગ થાય છે. રુમેન એસીડોસીસ (Rumen Acidosis) નામનો બીજો એક રોગ ગાય-ભેંસને વહેલી સંકોચી નાંખે છે અને આ રોગ ઉતાવળે તૈયાર કરવામાં આવતા કાર્બોહાઈડ્રેટસના કારણે જલદી થાય છે. આ રોગ તે ગાય-ભેંસને પંગુ બનાવે છે. દિવસનો મોટો ભાગ તે ગાય-ભેંસને એક સાંકડી જગ્યામાં, તેનાં પોતાનાં મળમૂત્રની વચ્ચે બાંધી રાખવામાં આવે છે અને તેનાં આંચળોમાં Mastitis નામના રોગનો ચેપ લાગે છે, જેના

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92