Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee
View full book text
________________
- પ્રમોદા ચિત્રભાનું 11. દૂધ અંગેની કાલ્પનિક વાતો બાળપણથી આપણને એવું ઠસાવવામાં આવે છે કે દૂધ પોષણ આપે છે અને હાડકાં માટે તે સારું છે. હા, માતાનું દૂધ બાળક માટે શ્રેષ્ઠ આહાર છે પરંતુ કોણ કહે છે કે આપણી બાકીની જિંદગી માટે, આપણને બીજાં પ્રાણીઓના દૂધની આવશ્યકતા છે ? અરે, પ્રાણીઓ પણ પોતાની માતાનું ધાવણ છોડી દીધા પછી બીજાં પ્રાણીઓના દૂધનો આહાર કરતાં નથી તો આપણે શા માટે અન્ય પ્રાણીઓના દૂધનો આહાર કરવો જોઈએ ? શું દૂધ જરૂરી છે ? અથવા આપણે આ પરિસ્થિતિ અને ટેવોમાંથી બહાર ન આવી શકીએ ? તમને ખબર છે ? તમારા ટેબલ ઉપર દૂધનો ગ્લાસ છે તે ખરેખર કોઈક અજ્ઞાત વાછરડા માટેનો છે. જો તમારા જ નાના બાળકને એની માતાનું દૂધ આપવા દેવામાં ન આવે તો તમને કેવું લાગે ? આપણે આવા પ્રશ્નોને પ્રાણી જગત સાથે સાંકળવાનો પ્રયત્ન જ કર્યો નથી. અલબત્ત, પ્રાણીઓ માનવશોષણનું એક સાધન જ છે એમ માની આપણે તેમનો દુરુપયોગ જ કરીએ છીએ. આપણે જે દૂધ પીએ છીએ તે ગાય ભેંસનું જ હોય છે જેને બધી જ રીતે શારીરિક અને માનસિક પીડા આપવામાં આવે છે અને જેનું શોષણ કરવામાં આવે છે. જો આપણા જીવન વ્યવહારમાં જ હિંસા હોય તો આપણે અહિંસાની વાત પણ કઈ રીતે કરી શકીએ ? નોબેલ પ્રાઈઝ વિજેતા આઈઝેક સિંગરે (Isaac Singer) એક વખત કહ્યું હતું : જો આપણે બીજા પ્રત્યે દયા ન રાખતા હોઈએ તો આપણે ઈશ્વર પાસે દયાની ભીખ કઈ રીતે માણી શકીએ ? આપણે જે બીજાને આપીએ છીએ તે જ આપણને મળે છે. જો આપણે બીજાને આનંદ-સુખ આપીએ તો આપણને પણ આનંદ-સુખ મળે છે. પણ જો આપણે બીજાને દુઃખ આપીએ તો તેના બદલામાં આપણને માત્ર દુઃખ જ મળે છે. તેથી દૂધ ઉદ્યોગની વાસ્તવિક કથાની આપણે તપાસ કરીએ અને કેવી ત્રાસદાયક પરિસ્થિતિમાં ગાય-ભેંસ પાસેથી દૂધ મેળવવામાં આવે છે તે જાણીએ. નીચેનું અવતરણ શ્રીમતી મેનકા ગાંધી લિખિત 'Heads