Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 82
________________ લીધે તે ગાય-ભેંસને આંચળમાં સખત દુઃખાવો થાય છે. આ લાંબી બિમારી દરમ્યાન માંદી ગાય-ભેંસને એન્ટિબાયોટિક્સ દવાઓ, હોર્મોન્સ અને બીજી દવાઓ આપીને જીવાડવામાં આવે છે. આ બધી દવાઓ આપણને આપવામાં આવતા દૂધમાં પણ આવે છે. દર વર્ષે ડેરીની ગાય-ભેંસમાંથી 20% ગાય-ભેંસને રોગના કારણે કે વસુકી જવાના કારણે દૂર કરવામાં આવે છે. ત્યારપછી એ ગાય-ભેંસને ભૂખે મારવામાં આવે છે અથવા તો કતલખાને મોકલી દેવામાં આવે છે. જ્યાં, જેઓ માંસ ખાવામાં કાંઈ ખોટું માનતા નથી એવા લોકો માટે માંસ પૂરૂં પાડવા માટે કતલ થઈ જાય છે. આ રીતે દૂધ ઉત્પાદન માંસના ધંધા સાથે ખૂબ જ ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. કોઈપણ ગાય-ભેંસ તેનું સર્વ સામાન્ય આયુષ્ય ક્યારેય પૂરું કરી શક્તિ નથી. ગાય-ભેંસને પ્રથમ દોહી લેવામાં આવે છે અર્થાત્ જ્યાં સુધી દૂધ આપે છે ત્યાં સુધી પાળેપોષે છે. તે દરમ્યાન/ત્યારબાદ તે માંદી પડે છે અને છેવટે તેને મારી નાખવામાં આવે છે. તે ગાય-ભેંસનાં વાછરડાં- વાછરડી, પાડા-પાડીનું શું થાય છે ? તે ખબર છે ? મોટા ભાગના વાછરડાં-વાછરડી, પાડાપાડીને ફક્ત ત્રણ જ દિવસમાં તેની માતા ગાય-ભેંસથી છૂટાં પાડી દેવામાં આવે છે. જો વાછરડી-પાડી તંદુરસ્ત હોય તો ડેરીના ગાયભેંસની જગ્યાએ તેને મૂકવા માટે દૂધના વૈકલ્પિક ખોરાક ઉપર તેને રાખવામાં આવે છે. પણ એ નવું બચ્ચું જો વાછરડો કે પાડો હોય તો તેને બાંધી રાખવામાં આવે છે અને છેવટે ભૂખે મારી નાખવામાં આવે છે, જે સામાન્ય રીતે ઘણી પીડા ભોગવીને એક અઠવાડિયામાં મૃત્યુ પામે છે. કેટલાંક વાછરડાં-વાછરડી, પાડા-પાડીને તો ટ્રકોમાં એક-બીજા ઉપર નાખીને ગેરકાયદેસર કતલખાને મોકલી દેવામાં આવે છે જ્યાં તેની રેસ્ટોરન્ટ/હોટલો માટેના માટેના કોમળ માંસ માટે કતલ થઈ જાય છે અને હોટલોમાં પણ આ ગેરકાયદેસર જ ચાલતું હોય છે. કેટલાંક વાછરડાં-વાછરડી, પાડા-પાડીને પનીરના ઉદ્યોગવાળાને વેચી દેવામાં આવે છે. જ્યારે આ વાછરડાં-વાછરડી, પાડા-પાડી જીવતાં હોય છે ત્યારે તેની હોજરીમાં કાણું પાડી તેમાંથી રેનેટ (Rennet) નામનો

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92