Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 62
________________ - પ્રમોદા ચિત્રભાનુ 7. ચાંદીના વરખ તમને ખબર છે કે ચાંદીના વરખ જે ઘણાં દેરાસરોમાં અને મૂર્તિ ઉપર અને ધાર્મિક મહોત્સવોમાં વપરાય છે તે શાકાહારી છે કે નહિ ? તમને ખબર છે કે તમારી મીઠાઈઓ ઉપર લગાડવામાં આવેલ ચાંદીના વરખ કઈ રીતે બને છે ? મને યાદ છે કે બાળપણમાં હું હંમેશાં એવી જ મીઠાઈ માગતી કે જેના ઉપર ચાંદીના વરખ લગાડેલ હોય. આજે પણ બાળકો અને કેટલાક પ્રૌઢોને પણ મીઠાઈ ઉપર ચાંદીના વરખ જોઈએ છે. એવી લોકપ્રિયતાએ લોકોના મગજમાં એવી મજબૂત પક્કડ જમાવી છે કે દિવસે દિવસે એની માંગ વધતી જ જાય છે. જો લોકોને એ ચાંદીના વરખ કઈ રીતે બનાવવામાં આવે છે તેની માહિતી પ્રાપ્ત થાય તો, મને ખાતરી છે કે તેઓ કોઈ દિવસ ચાંદીની વરખ લગાડેલ મીઠાઈનો ઉપયોગ કરશે નહિ. બ્યૂટી વિધાઉટ ક્રુઅલ્ટી'ની ભારતમાંની શાખાએ પ્રકાશિત કરેલ લેખમાંથી ચાંદીના વરખ કઈ રીતે બનાવવામાં આવે છે, એની પ્રક્રિયા હવે આપણે જોઈએ. આવી કિંમતી માહિતી આપવા બદલ અમે તેમનો આભાર માનીએ છીએ. ચાંદીના વરખની ચમકને પેલે પાર, જ્યાં તે બનાવવામાં આવે છે ત્યાં તમે જોશો અને પ્રાણીઓ જેમનાં બલિદાનથી આ શક્ય બને છે, તે તમે જાણશો તો ચાંદીના વરખવાળી મીઠાઈ ખરીદતાં પૂર્વે તમે બે વાર વિચાર તો કરશો જ. ચાંદીના વરખનો ઉપયોગ સામાન્ય રીતે ભારતમાં ભારતીય મીઠાઈઓ, સોપારી, પાન (નાગરવેલ), ફળો ઉપર શોભા માટે લગાડવા માટે થાય છે. તદુપરાંત આયુર્વેદિક ઔષધિઓ અને ઘણાં જૈન દેરાસરોમાં દેવ દેવીની પ્રતિમાઓ ઉપર પણ તે લગાડવામાં આવે છે. ધાર્મિક અને પવિત્ર, શુભ પ્રસંગોએ હિન્દુ મંદિરોમાં ચાંદીના વરખ લગાડેલ મીઠાઈ

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92