Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee
View full book text
________________
જીવન છે ત્યાં દુ:ખની અનુભૂતિ છે અને તે દૂર કરવાની સતત પ્રેરણાની પ્રતિક્રિયા પણ છે.
જૈન દર્શન પ્રમાણે બધા જ પ્રાણીઓનું વર્ગીકરણ તેઓને પ્રાપ્ત ઈન્દ્રિયોના આધાર પાંચ વિભાગમાં થાય છે. 1. એકેન્દ્રિય, 2. બેઈન્દ્રિય, 3. તેઈન્દ્રિય, 4. ચઉરિન્દ્રિય અને 5. પંચેન્દ્રિય, પાંચ ઈન્દ્રિયનો ક્રમ નીચે પ્રમાણે છે. - 1. સ્પર્શનેન્દ્રિય – ત્વચા, 2. રસનેન્દ્રિય – જીભ, 3.
—
–
ઘ્રાણેન્દ્રિય – નાક, 4. ચક્ષુરિન્દ્રિય – આંખ અને 5. શ્રોતેન્દ્રિય – કાન. જેમ ઈન્દ્રિય વધુ તેમ તેમ જીવની કક્ષા વધુ ઊંચી, વનસ્પતિ એકેન્દ્રિય છે અને તેને ફક્ત એક સ્પર્શનેન્દ્રિય જ છે. જ્યારે પ્રાણીઓ, પશુ-પક્ષીઓ પંચેન્દ્રિય છે, તેથી તેને પાંચેય ઈન્દ્રિયો છે. કોઈપણ જીવને એકેન્દ્રિયની કક્ષામાંથી પંચેન્દ્રિયની કક્ષામાં આવવા માટે ખૂબ જ પરિશ્રમવાળી અને જોમવાળી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. કોઈપણ પશુ-પક્ષીને મારી નાખવાં એટલે તેણે ઘણી પીડા અને દુઃખપૂર્વક પ્રાપ્ત કરેલ ઊંચી કક્ષાનો સંપૂર્ણપણે નાશ કરવો. વનસ્પતિમાં, મનુષ્યમાં અને પ્રાણીઓમાં હોય છે તેવું લોહીયુક્ત ચૈતન્ય હોતું નથી, તેથી તેને દુઃખ પણ ઓછું અને અવ્યક્ત/અસ્પષ્ટ થાય છે. જ્યાં લોહી હોય ત્યાં વધુ લાગણીઓ, વધુ ભાવનાઓ અને દુઃખની ઊંડી અનુભૂતિ પણ હોય છે. તેથી જ્યારે અમુક અંશે હિંસા અનિવાર્ય હોય ત્યારે ઓછામાં ઓછી હિંસા કરવી જોઈએ.
2600 વર્ષ પૂર્વે અહિંસા અને કરુણાના પુરસ્કર્તા ભગવાન મહાવીરસ્વામીએ જણાવ્યું છે કે આપણા વિચારો જે આપણા કાર્યમાં અભિવ્યક્ત થાય છે તે આપણા આહારમાંથી નિષ્પન્ન થાય છે. જેવું અન્ન તેવું મન.' આપણે જે આહાર લઈએ છીએ તેની મનુષ્યના વ્યક્તિત્વ ઉપર શારીરિક રીતે તેમજ ભાવનાત્મક, માનસિક અને આધ્યાત્મિક રીતે ચોક્કસ અસર થાય છે. સ્વસ્થ, પવિત્ર અને નુકસાન ન થાય તેવો ખોરાક સ્વાસ્થ્ય, પવિત્રતા અને સારા વિચારોમાં ઉત્ક્રાંતિ લાવે છે. એક વખત જો વિચારો સ્વસ્થ, પવિત્ર અને ઉન્નત થાય એટલે