Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee
View full book text
________________
આ અબજો ડોલરનો ધંધો છે અને તેને રાજકારીઓનું પીઠબળ છે, અને તે જબરદસ્ત છે. રાજ્યોની માલિકીની રેલવે ખાસ ગાય-ભેંસને કતલખાને મોકલવા માટેની Death Train ચલાવે છે. પશ્ચિમ બંગાળ અને કેરાળામાં થતી ગાય-ભેંસની વિનાશક હત્યાનો વિરોધ સંભવતઃ આમાં કોઈ મદદ કરશે નહિ કારણ કે તે ગેરકાયદેસર નાની નાની શેરીઓમાં ચાલતાં કતલખાનાંની સંખ્યા જ વધારે છે. ફક્ત ગાયભેંસની રક્ષા માટેની રાષ્ટ્રીય સમિતિ નીમવાની અને પ્રાણીઓ તરફ આચરવામાં આવતી ક્રૂરતા બદલ આકરો દંડ કરવાની જોગવાઈ જેવી પ્રાણી ચાહકોની અન્ય માંગણીઓ સંતોષવાનું નવી દિલ્હીની કેન્દ્ર સરકારને સરળ લાગે છે. (અત્યારે અસ્તિત્વ ધરાવતા કાયદા પ્રમાણે ફક્ત 1 ડોલર / રૂપિયા 45નો જ દંડ થઈ શકે છે.) આનો સીધો સાદો ઉકેલ એ જ છે કે સમગ્ર ભારતમાં ગાય-ભેંસના હત્યારાઓને બાનમાં લઈને રાજ્યની સરહદને પેલે પાર ગેરકાયદેસર મોકલવામાં આવતાં ગાય-ભેંસને અટકાવવાં. બેંગ્લોર પ્રાણી કલ્યાણ વિભાગના કાર્યકર્તા સુપર્ણા બક્ષી-ગાંગુલી કહે છે “ગામડાના ખેડૂતો નકામાં ગાય-ભેંસને રાખતા જ નથી, તેઓ કાંઈ સંતો નથી.’ પ્રાણીઓની કતલને વધુ સરળ અને ખાનગી બનાવવી તે પ્રાણીઓ પ્રત્યેની નિર્દયતા / પ્રાણીઓના દુઃખમાં વધારો જ કરવા જેવો છે. એ સિવાય આવું પગલું ગાય-ભેંસના ચાહકો – જીવદયા પ્રેમીઓને ઉશ્કેરવા માટે પૂરતું છે અને કોઈપણ રાજકીય પક્ષ આ જોખમ લેવા તૈયાર નથી. તેથી જ્યાં પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ આદર છે તેવી ભૂમિમાં જ ગાયભેંસને તેની પવિત્રતાની ઊંચી કિંમત ચૂકવવી પડશે.