Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 55
________________ સમય પાક્યો નથી ? હિંસામાંથી હિંસા પેદા થાય છે અને પ્રેમમાંથી પ્રેમ પેદા થાય છે. હિંસાનો અંત લાવવા માટે દરેક પ્રાણીને ફક્ત મનુષ્યના ઉપયોગ માટે બનાવેલી વસ્તુ તરીકે નહિ પણ એક સજીવ પ્રાણી તરીકે જુઓ. જે રીતે આપણે દુઃખ અને આનંદ અનુભવીએ છીએ તે જ રીતે તે પ્રાણીઓની જિંદગી પણ લાગણીઓથી ભરપૂર હોય છે. ‘A Place of Revelation' નામના પુસ્તકમાં તેના લેખ, નોબેલ પ્રાઈઝ વિજેતા ડૉ. આલ્બર્ટ સ્વાઈત્ઝર કહે છે કે “તમે જ્યાં પણ જીવન જુઓ ત્યાં તમારી જાતને જુઓ.” જ્ઞાની, ખૂબ જ વિદ્વાન અને બાળક જેવા સાવ નિર્દોષ લોકોએ આપેલ સમજ રૂપ આ ઓળખ શું છે ? તે જીવ માત્ર પ્રત્યેનો આદરભાવ છે. આપણને આ વિશ્વમાં મળેલ ગૂઢ જ્ઞાન/ગુપ્ત વિદ્યા પ્રત્યેનો પૂજ્યભાવ છે, જે બાહ્ય દ્રષ્ટિએ આપણી જાતથી ભિન્ન જણાતું હોવા છતાં આપણી સાથેના ચારિત્રની અંતર્ગત છે. તે અતિશય સમાન અને દારુણ રીતે સંબંધિત છે. આપણી અને અન્ય પ્રાણીઓ વચ્ચેની આ અસમાનતા, અજ્ઞાનતા/અજાણપણું અહીં દૂર થઈ જાય છે. “અનંત જીવો પ્રત્યેનો પૂજ્યભાવ એટલે જ, અજાણપણાને દૂર કરવું, દયા કરુણાની તથા અન્ય જીવો સાથેના સમાન અનુભવની પુનઃસ્થાપના.” આ રીતે આપણએ જો પ્રાણીઓને આપણા જેવાં જ સમજીશું તો, આપણી તેઓ અંગેની માન્યતાઓ અને પ્રતિક્રિયા બદલાઈ જશે અને તેમના તરફ દયાળુ બનીશું. જ્યારે ખરેખર આપણામાં આવી સમજ ઉત્પન્ન થશે ત્યારે તેની સૌ પ્રથમ અસર આપણી આહાર પદ્ધતિ ઉપર થશે. ત્યાર પછી તે કોઈપણ ચીજ, આ શરીર જે આત્માનું ઘર છે તેમાં નાખતાં પહેલાં વિચારશે નિરીક્ષણ કરશે. આપણો જે ખોરાક છે તે અંગે આપણે જાણીશું. આપણે જે ખાઈએ છીએ તેની સીધી અસર આપણા વિચારમાં આવે છે અને આપણા વિચારોની અસર આપણા વર્તન/આચરણમાં આવે છે. જો આપણે સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન/મગજ ઈચ્છતા હોઈએ તો, રક્તરંજિત અને નકારાત્મક આંદોલનો/તરંગોયુક્ત આહારનો ત્યાગ કરી શુદ્ધ, સાત્ત્વિક/પવિત્ર અને

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92