Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 56
________________ સ્વસ્થ આહાર કરવો જોઈએ. કોઈને પણ મોટે ભાગે ખબર જ હોતી નથી કે તે જ્યારે માંસાહાર કરે છે ત્યારે પ્રોટીનની સાથે સાથે કેટલાંક રાસાયણિક દ્રવ્યો કે જે પ્રાણીઓને જાડા કરવા માટે તથા તેમના રોગો તથા જીવાણુઓને મટાડવા આપેલ દવાઓ ઈજેક્શનોમાં હોય છે, તે પણ શરીરમાં જાય છે. તેઓ એ પણ ભૂલી જાય છે કે માંસમાં દુઃખ, ભય અને અસ્વીકારના નકારાત્મક તરંગો પણ હોય છે અને તે આપણા પ્રત્યેક કોષમાં દુઃખ, ભય અને નકારાત્મક લાગણીઓ પેદા કરે છે. જ્યારે દુઃખથી ભરપૂર, રસાયણયુક્ત નકારાત્મક તરંગો શરીરમાં કાર્યરત હોય ત્યારે સ્વસ્થતા, સુખ અને સ્વસ્થ મન/મગજની સુંદર ભાવનાયુક્ત જીવનની આશા કઈ રીતે રાખી શકાય ? મન/મગજ અને શરીરના જીવલેણ રોગો થવાનાં આ કારણો છે. આપણે ઘણા લોકોને ભાવનાત્કમ રીતે, માનસિક અને શારીરિક રોગોથી પીડાતા જોઈએ છીએ તેનું આ જ કારણ છે. આંકડાકીય રીતે દર વર્ષે લગભગ 20 લાખ અમેરિકનો મૃત્યુ પામે છે. તેમાંથી 68% લોકો, ઘર કરી ગયેલ મુખ્ય ત્રણ રોગો કે જેમાં આહાર જ મુખ્ય કારણ હોય છે, તે હૃદય રોગ, કેન્સર અને આઘાત/મગજનું હેમરેજના કારણે હોય છે. આ રોગો સાથે વિશિષ્ટ સંબંધ ધરાવતા વિશિષ્ટ ખોરાકમાં ઈંડાં, માંસ, પૉસ્ટ્રી ફાર્મનો આહાર, દરિયાઈ પ્રાણીઓનો આહાર, પ્રાણિજ ચરબી અને અન્ય જોવા મળે છે. તેથી જો આપણે જેમાં ઓછામાં ઓછી હિંસા થતી હોય, પર્યાવરણને સૌથી ઓછું નુકશાન થતું હોય અને કુદરતનું અસમતોલન સૌથી ઓછું થતું હોય તેવો ખોરાક લઈએ તો તે આપણામાં આંતરિક અને બાહ્ય સંવાદિતા ઉત્પન્ન કરવામાં મદદ કરશે. આંકડાકીય રીતે 450 ગ્રામ ઘઉં પેદા કરવા 273 લીટર પાણી, 450 ગ્રામ ડાંગર પેદા કરવા 1136.5 લીટર પાણી જોઈએ છે, જ્યારે 450 ગ્રામ માંસ પેદા કરવા લગભગ 9092 થી 27276 લીટર પાણી જોઈએ છે. મરઘા ઉછેર કેન્દ્રો દરરોજ 4540 લાખ લીટર પાણી વાપરે છે જે 25000 મનુષ્યોની જરૂરિયાત પૂરી પાડી શકે છે. વિશ્વમાં વપરાતા

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92