Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 57
________________ પાણીના કુલ જથ્થામાંથી 80% જથ્થો માત્ર પશુપાલનમાં જ વપરાય છે. એક લીટર પાણી એટલે સાડા ચાર કપ પાણી. પશુઓ દ્વારા ઉત્સર્જિત પદાર્થોમાંથી ઉત્પન્ન થતો મિથેન વાયુ સમગ્ર વિશ્વના વાતાવરણની ગરમીમાં વધારો કરે છે અને ઓઝોન વાયુના સ્તરને જાડુ કરે છે. PETA ના સંશોધકોએ બતાવ્યું છે કે એકલા અમેરિકામાં દર વર્ષે 260 કરોડ પ્રાણીઓને (90 કરોડ જમીન પરનાં અને 170 કરોડ દરિયાઈ પ્રાણીઓ) ફક્ત ખોરાક માટે મારી નાંખવામાં આવે છે. આ રીતે મનુષ્ય જ્યારે પુષ્કળ હિંસાયુક્ત જિંદગી જીવતો હોય ત્યારે તેની જાતથી અને સમગ્ર પૃથ્વીથી ડરે છે. ફક્ત એક જ મનુષ્ય શાકાહારી બને તો તે આખી જિંદગી દરમ્યાન 2400 પ્રાણીઓને અભયદાન આપે છે અને આ રીતે તે પોતે આશીર્વાદ મેળવે છે અને સમગ્ર પૃથ્વી માટે પણ આશીર્વાદરૂપ બને છે. આજે વિશ્વમાં લોકો પ્રાણીઓના દુરુપયોગ અને તેની ઉપરના ત્રાસ અંગે ધીરે ધીરે જાગૃત બની રહ્યા છે અને તેઓ શાકાહારી બને છે. કેટલાક ધાર્મિક દ્રષ્ટિએ, તો કેટલાક નૈતિકતાથી, તો કેટલાક કુદરતના કારણે, તો કેટલાક આરોગ્ય અથવા પર્યાવરણની દ્રષ્ટિએ જાગૃત થાય છે. દિવસે દિવસે આ જાગૃતિમાં વધારો થઈ રહ્યો છે. જો કોઈપણ વ્યક્તિ થોડાક મહિના માટે પણ આ રીતે ખોરાકમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરશે તો તેના શરીરની અને મનની પરિસ્થિતિમાં ફેરફાર થતો અનુભવશે. આજના વિશ્વમાં શાકાહાર શું છે તે જોઈએ. ‘Vegetarian’ શબ્દ લેટિના ભાષાના ‘Vegetus' શબ્દ ઉપરથી આવ્યો છે જેનો અર્થ છે – સંપૂર્ણ, ચૈતન્યયુક્ત, સ્વસ્થ, તાજું. આ રીતે શાકાહારી મનુષ્ય કોઈપણ જાતનું માંસ, માછલી, મરઘઈ કે પક્ષી વગેરે કે ઈંડાં ખાતાં નથી. આમ છતાં અમેરિકામાં એવા કેટલાક લોકો છે જેઓ ઈંડાં ખાય છે અને છતાં પોતાને શાકાહારી કહેવડાવે છે. તેથી અત્યારે શાકાહારીઓમાં ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. Ovo-lacto-vegetarian :

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92