Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee
View full book text
________________
ઉત્તર : ICMR એ સાત વર્ષ સુધી સંશોધન કર્યું છે અને ભારતભરમાંથી હજારો દૂધના નમૂના મેળવ્યા છે.
પ્રશ્ન : તેમાં તેમણે શું જોયું ?
ઉત્તર : દૂધમાં (DDT) નું ખૂબજ ઊંચું પ્રમાણ, HCH નામના ઝેરી પેસ્ટીસાઈડઝ જેનું પ્રમાણ ખાદ્ય નિયમન ધારા હેઠળ ફક્ત 0.01 mg/kg હોવું જોઈએ તેને બદલે સરેરાશ 5.7 mg/kg જોવા મળ્યું.
તેઓને દૂધમાં આર્સેનિક, ક્લાઈ તથા સીસુ જોવા મળ્યાં. આને લીધે કિડનીમાં બગાડ, હૃદય રોગ, મગજની કોશિકાઓનો નાશ અને કેન્સર પણ થઈ શકે છે. તેઓએ સંશોધન માટે દૂધના 50,000 નમૂના લીધા હતાં અને એ અહેવાલ પત્રકાર પરિષદમાં પણ રજૂ થયો હતો.
પ્રશ્ન :
આ અંગે ડૉ. કુરિયન અને શ્વેત ક્રાંતિના સમર્થકો શું કહે છે ? ઉત્તર : વધુ નમૂનાઓ લઈને પરીક્ષણ કરવું જોઈએ. તદુપરાંત દૂધમાં ગટરનું પાણી, વનસ્પતિ તેલ અને પ્રવાહી સાબુ પણ જોવા મળ્યાં. કેટલાક નમૂનાઓમાં અળસિયાં પણ જોવા મળ્યાં કારણ કે દૂધમાં તેઓ ચૂનો કે સફેદ માટી પણ ઉમેર છે, જે દૂધની ઘનતા વધારે છે.
પ્રશ્ન : તમે કહ્યું કે દૂધ પીવું એટલે ગાય-ભેંસનું લોહી પીવું, તે કઈ રીતે
?
ઉત્તર : દૂધ અને લોહી બંનેનાં સ્રોતો એક જ છે અને તે ગાય-ભેંસના શરીરના કોષો. યાદ રાખો, પ્રત્યેક દૂધનો પ્યાલો જે તમે પીઓ છો તે ખિન્નતા – ઉદાસીથી ભરપૂર પીડા પામતી માતા સ્વરૂપ ગાય-ભેંસમાંથી આવે છે. જેનું પોતાનું વાછરડું તેની પોતાની જ નજર સામે મારી નાખવામાં આવ્યું હોય અને જેને ખુદને જ્યારે તે દૂધ આપતી બંધ થાય ત્યારે મારી નાખવામાં આવે છે.
પ્રશ્ન : દૂધ અને ડેરી ઉદ્યોગ બંધ કરી દેવામાં આવે તો હજારો લોકો બેકાર બની નહિ જાય?