Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 42
________________ The Times of India Tuesday 11 April, 2000 By Pritish Nandy 4. દૂધ : આરોગ્ય, નિર્દયતા અને પ્રદૂષણની દ્રષ્ટિએ આયુર્વેદ ખરેખર દૂધને પાંચ પ્રકારનાં સફેદ ઝેરમાંનું એક ગણાવે છે. દૂધની સામેના જંગ દ્વારા તેણી (શ્રીમતી મેનકા ગાંધી) એ લોકોના મધપૂડાને છંછેડ્યો છે. ચુસ્ત પરંપરાગત શાકાહારી (Hardcore veggies) લોકોએ પણ શ્રીમતી મેનકા ગાંધી ઉપર શાબ્દિક આક્રમણ કર્યું છે અને ધાર્મિક નેતાઓએ પણ ખુલ્લી રીતે શ્રીમતી મેનકા ગાંધીનો વિરોધ કર્યો છે. શ્રીમતી મેનકા ગાંધીના પક્ષે વૈશ્વિક સંશોધન અને આધુનિક વિજ્ઞાન છે જેનું તેણીએ ઘણા સમય સુધી સમીક્ષાત્મક અધ્યયન કર્યું છે. તેઓ જ અત્યારે શ્રીમતી મેનકા ગાંધીના પક્ષમાં છે. પ્રશ્ન : તમે ખૂબ જ સખત રીતે દૂધનો વિરોધ કરો છો. તમને દૂધની તરફ આટલી બધી શત્રુતા કેમ છે ? ઉત્તર : તેનાં ત્રણ કારણો છે. 1. દૂધના કારણે લોકોની તંદુરસ્તી જોખમાય છે. 2. ગાય-ભેંસ પ્રત્યે નિર્દયતા આચરવામાં આવે છે. 3. દૂધમાં પ્રદૂષિત પદાર્થો આવે છે. આરોગ્યની દ્રષ્ટિએ : પ્રશ્ન : દૂધ આરોગ્યને હાનિકર્તા કઈ રીતે છે ? તે સમજાવી શકશો ? ઉત્તર :એક માન્યતા એવી છે કે દૂધમાં સંપૂર્ણ આહાર છે અને તેમાંથી સારા એવા પ્રમાણમાં પ્રોટીન, લોહ અને કેલ્શયમ મળે છે. પરંતુ – દૂધમાં લોહ તત્વ જ નથી, તદુપરાંત લોહ તત્વને તે લોહીમાં ભળવા દેતું નથી. દૂધમાંથી આપણું શરીર ફક્ત 32% જ પ્રોટીન મેળવી શકે છે, જ્યારે કોબીજમાંથી 65% અને ફૂલગોબીજમાંથી 69% કેલ્શયમ મેળવી શકે છે.

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92