Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 37
________________ અમેરિકામાં આ રૂપાંતરકારો દરરોજ 10 કરોડ રતલ કચરાનો નિકાલ કરે છે. જેમાં 50% તો કસાઈઓએ કતલ કરેલાં ગાય-ભેંસનો અને 33% ડુક્કરનો સમાવેશ થાય છે, જેનો મનુષ્યોએ ઉપયોગ કર્યો હોતો નથી. અર્થાત 50% ગાય-ભેંસ અને 33% ડુક્કરના શરીરના અંગોનો ઉપયોગ મનુષ્યના આહાર માટે થતો નથી. ન્યૂયોર્ક શહેરની અમેરિકન સમાજની પ્રાણીઓ તરફની ક્રૂરતાની વિરોધી સંસ્થાના પ્રવક્તા જેફ ફ્રેશ (Jeff Frace) કહે છે : “દર વર્ષે પશુ આશ્રયોમાં 60 થી 70 લાખ કૂતરાં બિલાડાં મરી જાય છે.' ઉપર જણાવેલ પદાર્થોની સાથે સાથે રૂપાંતર કરનારાં કારખાનાંઓની પ્રક્રિયાઓમાં બિનજરૂરી પદાર્થોનું પણ ભેળસેળ થાય છે. જે નીચે પ્રમાણે છે. – બિનજરૂરી ઝેરી પદાર્થોનું કાચા માલની અંદર ભેળસેળ : મૃત પશુઓ અને અન્ય કાચા પુરવઠાની સાથે સાથે નીચે જણાવેલાં બિનજરૂરી ઝેરી ઘટક દ્રવ્યો પણ ભેળવાઈ જાય છે. 1. ઝેરી પદાર્થોનો ઉપયોગ કરીને મરેલાં પશુઓમાં રહેલ પેસ્ટીસાઈડ્ઝ 2. સહજ મૃત્યુ લાવે તેવી ઝેરી દવાઓ, જે પાળેલા પ્રાણીઓને આપવામાં આવે છે. 3. કેટલાંક મૃત પ્રાણીઓમાં ચાંચડયુક્ત પટ્ટા હોય છે તેમાંથી ઓર્ગેનોફોસ્ફટ ઈન્સેક્ટીસાઈડ નામનું ઝેરી જંતુનાશક દ્રવ્ય પેદા થાય 4. ગેરકાયદેસર ડી.ડી.ટી. દ્વારા વિકૃત બનેલ માછલીનું તેલ 5. જંતુનાશક પશુમલમના સ્વરૂપમાં જંતુનાશક દ્રવ્ય (Dursban) 6. પશુઓને આપવામાં આવેલ એન્ટીબાયોટિક્સમાંથી બીજાં ઝેરી રસાયણો ઉત્પન્ન થાય તે. 7. બૂટ વગેરેની દોરીઓ, સર્જિકલ પીનો, સોયો વગેરેના સ્વરૂપમાં ભારે ધાતુઓ

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92