Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 35
________________ - પ્રવિણ કે. શાહ 3. કતલખાનાંઓના કચરાનો પુનઃઉપયોગ (માંસના રૂપાંતર કરનારાં કારખાનાં) આ લેખ વાંચીને તમને ખ્યાલ આવશે કે ડેરી ફાર્મની ગાય-ભેંસ વનસ્પત્યાહારી/ શાકાહારી રહેલ નથી. ડેરી ફાર્મમાં ગાય-ભેંસને તેમના નિયમિત આહારની સાથે કતલખાનાનાં કચરામાંથી બનાવેલ રીસાઈકલ્ડ માંસનો આહાર મિક્સ કરીને આપવામાં આવે છે. આ રીસાઈકલ્ડ માંસ, મરેલાં પ્રાણીઓ (સહજ રીતે મૃત્યુ પામેલાં કૂતરાં, બિલાડાં વગેરે.), કતલખાનાનો નહિ ઉપયોગમાં આવેલ પ્રાણીઓના અંગો અને સુપર માર્કેટના બગડી ગયેલા માંસના કચરામાંથી બનાવવામાં આવે છે. માંસના રૂપાંતર કરનારાં કારખાનાં : રૂપાંતરકારી માંસના કારખાનાં આ પૃથ્વી ઉપર ઘણાં અગત્યનાં કાર્યોમાંથી એક કાર્ય કરે છે. તેઓ મૃત પ્રાણીઓ, કતલખાનાંની વિવિધ બનાવટોના બહિષ્કૃત પદાર્થો, હાડકાંમાંથી બનાવેલ પશુ આહાર, પશુચરબી વગેરેને રૂપાંતર કરવાનું કાર્ય કરે છે. આ બધા પદાર્થો પ્રોટીન અને અન્ય પૌષ્ટિક આહાર રૂપે ડેરીના પ્રાણીઓ (ગાયો), પૉસ્ટ્રી ફાર્મની મરઘીઓ, ડુક્કર, ગાય-ભેંસ, ઘેટાં, તથા પાળેલાં પશુઓના આહારમાં મેળવવામાં આવે છે. એક અનુમાન પ્રમાણે દર વર્ષે 400 કરોડ રતલ કતલખાનાંનો કચરો જેવો કે લોહી, હાડકાં અને આંતરડાં વગેરે તથા દર વર્ષે લાખોની સંખ્યામાં આવતાં મૃત કૂતરાં, બિલાડાંનો પશુ આહારમાં ઉપયોગ કરવામાં આવે છે. આ કારણે ડેરી ફાર્મનાં ગાય-ભેંસ, અન્ય પશુઓ અને ડુક્કરો, જે કુદરતી રીતે જ શાકાહારી છે તેઓને બિનજરૂરી રીતે માંસાહારી બનાવી દેવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92