Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 31
________________ 2350ના ભાવથી) દવાઓ બનાવવામાં તથા સંશોધન માટેનું એક અગત્યનું માધ્યમ બની રહે છે. ગાય-ભેંસની વિવિધ ગ્રંથિઓમાંથી હોર્મોન્સ (જાતિય રસો) અને બીજાં દ્રવ્યો મેળવીને ઔષધીઓ બનાવવામાં આવે છે. ગાય-ભેંસની પિચ્યુટરિ ગ્રંથિ (એક રતલના $19.50 અર્થાત્ રૂ. 925) ભેગી કરી તેમાંથી લોહીના દબાણને કાબૂમાં લાવવાની તથા હૃદયના ધબકારા નિયમિત કરવાની દવાઓ બનાવવામાં આવે છે. ગાય-ભેંસની (એક રતલના $3 અર્થાત્ રૂ. 135 ના ભાવથી) અંતઃસ્રાવિ (એડ્રિનલ) ગ્રંથિઓ ભેગી કરી તેમાંથી કાઢેલા પ્રવાહી રસોમાંથી 20 જુદા જુદા પ્રકારના સ્ટીરોઈડ્સ બનાવવામાં આવે છે. ગાય-ભેંસના ફેફસાં (એક રતલનાં 6 સેન્ટના ભાવથી) લોહી વગેરેને ઘટ્ટ થતું અટકાવવા માટેના ઔષધ હિપેરિન (Heparin) માં જાય છે અને (એક રતલના 6.3 સેન્ટના ભાવથી) ગાય-ભેંસના પેન્ક્રિયાસ ભેગાં કરી તેમાંથી ઈન્સ્યુલિન કાઢી ડાયાબીટીસના દર્દીઓને આપવામાં આવે છે. ડાયાબીટીસનો એક દર્દી આખા વર્ષ દરમ્યાન કુલ 26 ગાયોના પેન્ક્રિયાસમાંથી મેળવેલ ઈન્સ્યુલિન વાપરે છે. સૌથી વધુ કિંમત ઉપજાવે એવી અનિશ્ચિત પેદાશ ગાય-ભેંસના પિત્તાશયની પથરી (Gallstone) છે, જેના ફક્ત એક ઔંસના $ 600 ના ભાવથી દૂર પૂર્વના વેપારીઓ જેઓ પોતાને વૈદ્ય (Aphrodisiac) ગણાવે છે, તેઓ લઈ જાય છે. એ નાનોસૂનો વિરોધાભાસ નથી કે ગાયની ચરબી એવી કંપનીઓને વેચવામાં આવે છે કે જે લોકોને સુંદર બનાવવા લિપસ્ટીક વગેરે મેકઅપનાં દ્રવ્યો, સૌંદર્યપ્રસાધનો, આઈલાઈનર, ભ્રમર રંગવાની પેન્સિલ, વાળ દૂર કરવાના મલમ અને સ્નાન માટેના પદાર્થો, જીભ ન ચચરે તેવા બટાઈલ સ્ટીઅરેટ, ગ્લાઈકોલ સ્ટીઅરેટ અને PEG 150 ડાઈસ્ટીઅરેટ બનાવે છે. Collagen નામનું પ્રોટીન જે ચામડાં, ખરી અને હાડકાંમાંથી મેળવવામાં આવે છે તે સૌંદર્યપ્રસાધનોમાં આવતા લોશનમાં ભેજશોષક ઘટક તરીકે અગત્યનું હોય છે. ત્વચા નિષ્ણાતો આંખોના ખૂણાઓ તરફની

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92