Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 21
________________ જૈન ધાર્મિક દૃષ્ટિકોણ : અહિંસા એ જૈન ધર્મનો ઉચ્ચત્તમ આદર્શ છે. અલબત્ત, આપણા જીવન નિર્વાહ માટે જૈન ધર્મ તેના ગૃહસ્થ અનુયાયી શ્રાવક-શ્રાવિકાઓને અમુક મર્યાદિત હિંસાની છૂટ આપે છે. જૈન ધર્મ ગ્રંથો સ્પષ્ટ રીતે દર્શાવે છે કે : આપણા જીવન નિર્વાહ માટે, આપણા સાધુ જીવનની/સાધુસાધ્વીજીઓના જીવન નિર્વાહ માટે, આપણા શાસ્ત્રો-ધર્મગ્રંથો ગ્રંથાલયો, જિનાલયો અને ઉપાશ્રયોના સંરક્ષણ માટે અત્યંત આવશ્યક અને મર્યાદિત પ્રમાણમાં પૃથ્વી અર્થાત્ માટી, રેતી, ચૂનો, પથ્થર વગેરે પાણી, અગ્નિ અર્થાત્ દીવા વગેરે, વાયુ અને વનસ્પતિકાય વગેરે એકેન્દ્રિય જીવોની હિંસા કરવાની શ્રાવક-શ્રાવિકા સ્વરૂપ ગૃહસ્થોને અનુમતિ આપે છે. બેઈન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના કોઈપણ ત્રસ જીવો દા.ત. પશુ, પક્ષી, જીવજંતુઓ અને મનુષ્ય વગેરેની કોઈપણ સંજોગોમાં તેઓને ત્રાસ કે તેમની હિંસા કરવાની છૂટ શ્રાવક શ્રાવિકાઓને પણ આપવામાં આવી નથી. સાધુઓ માટે સંપૂર્ણ પણે અહિંસક બનવું જરૂરી છે. સાધુઓ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ સહિત કોઈપણ સ્થાવર અને ત્રસ જીવોની હિંસા કરતાં નથી. ગાય-ભેંસ વગેરે દૂધ આપતા પ્રાણીઓ પંચેન્દ્રિય છે અને તેઓ સંત્તી હોવાથી મન/મગજ પણ ધરાવે છે. જૈન ધર્મગ્રંથોમાં આવાં પ્રાણીઓ પ્રત્યેની નિર્દયતા અને તેમની હિંસાને સૌથી મોટું પાપ ગણવામાં આવ્યું છે. આજના આધુનિક ઉચ્ચ યાંત્રિકી પર્યાવરણના માહોલમાં માંસ મેળવવા આચરાતી નિર્દયતા અને દૂધ મેળવવા આચરાતી નિર્દયતામાં કોઈ ફેર જણાતો નથી. માંસ મેળવવા માટે ગાય-ભેંસની તુરતમાં કતલ કરવામાં આવે છે, જ્યારે દૂધ મેળવવા માટે ગાય- ભેંસને મારવામાં આવતી

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92