Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 20
________________ રહિત આહાર તંદુરસ્તી માટે શ્રેષ્ઠ છે. નીચે જણાવેલા આહાર કેન્સરને રોકવામાં ઉપયોગી છે. શાકભાજી : શક્કરિયાં, ગાજર, ફૂલગોબી, પાલખની ભાજી, કોથમીર (ધાણા) ફળો : સ્ટ્રોબેરી, સાકરટેટી, તરબૂચ, કેળાં, સફરજન ધાન્ય : ઘઉંની રોટલી, ચોખા, ઓટનો લોટ વગેરે કઠોળ : વાલ, વટાણા, મસૂરની દાળ મારી તંદુરસ્તીનો અહેવાલ : જ્યારે હું સંપૂર્ણ શાકાહારી થયો ત્યારે મારી ઉંમર 55 વર્ષની હતી અને ત્યારે મને એવો વહેમ હતો કે જો હું દૂધ, ઘીની બનાવટોનો ત્યાગ કરીશ તો મારી તંદુરસ્તી જોખમાશે. હું સંપૂર્ણ શાકાહારી (Vegan) થયો તે પહેલાંનો અને તે પછીનો અહેવાલ નીચે પ્રમાણે છે : સંપૂર્ણ શાકાહારી (Vegan) સંપૂર્ણ શાકાહારી (Vegan) થયા પૂર્વે 1995 થયા પછી 1997 કોલેસ્ટેરોલ 205 160 HDL 34 42 ટ્રાયગ્લિસરાઈડ 350 175 શાકાહારી થયા પછી મારા શરીરમાં વધુ તાકાત આવી છે. મારા શરીરમાં કેલ્શયમની ઉણપ વર્તાતી નથી. મારાં હાડકાંની મજબૂતાઈ બરાબર છે. અલબત્ત, સૌએ શાકાહારી બન્યા પછી શરીરના રાસાયણિક બંધારણની સતત તપાસ રાખવી જોઈએ. મારા ડોક્ટર મારાં પરિણામોથી ખૂબ ખુશ થયા અને તેઓએ મને અન્ય કોઈ વિટામીન્સ કે કેલ્શયમ લેવાની સલાહ પણ આપી નથી. 1998માં પણ મારો આરોગ્ય અહેવાલ એટલો જ સારો છે.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92