Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 27
________________ સૌંદર્ય પ્રસાધનો, સાબુ, કેન્ડી, વસ્ત્રો, ગાદીતકિયા, પગરખાં, અને રમતગમતનાં સાધનોનો જેમાં સમાવેશ થાય છે એવી મગજ મૂઝવી નાખે તેવી અનેક પેદાશો કતલખાનાંના કચરામાંથી બને છે. બ્રિટનમાં ગાંડી ગાયોનો રોગ નવેમ્બરથી ફાટી નીકળ્યો ત્યારે ભારે મોટો ભય પેદા થઈ ગયો હતો.. વાસ્તવિક્તા એ છે કે કયામતના દિવસનો ખ્યાલ બહુ જ ખરાબ છે. અમેરિકન મીટ ઈન્સ્ટિટ્યુટ માટે સંયોજિત પેદાશોના વેપારી મંડળના ઉપપ્રમુખ ડો. જેરી બ્રીટર હસતાં હસતાં કહે છે, ગાયો અને ડુક્કરોને જીવન વ્યવહારમાંથી બહાર કાઢી લો અને તમે જાણો છો તેમ જીવન જ બદલાઈ જશે. જો કે અમેરિકામાં ગાંડી ગાયોનો રોગ થયો નથી પણ બીજી બાબતો ચિંતાજનક છે. જેકઈન-ધ-બોક્ષ નામના રેસ્ટોરન્ટમાં કાચાપાકા તળેલા હેમ્બર્ગર્સ (સેન્ડવીચ જેવી તળેલી વાનગી) ખાવાથી 1993માં ત્રણ બાળકો મરી ગયેલ તે ઈ-કોલી બેક્ટરિયા અને સાલમોલિયાનો ચેપ કે જે પ્રતિ વર્ષ હજારો અમેરિકનોને લાગુ પડે છે, એ બે કાયમી સમસ્યાઓ છે. માંસ ઉદ્યોગના માલિકો આ ખતરાને દબાવી રહ્યા છે પણ એની અસરો નાબૂદ કરવા એણે ઉપાયો યોજ્યા છે. ઘણા મોટા માંસના કારખાનાવાળા હવે બેક્ટરિયાને મારી નાખવા માટે પશુઓના મડદાં ઉપર પાણીની વરાળનો છંટકાવ કરે છે. તેઓ નિયમિત રીતે બેક્ટરિયા જોવા માટે માંસનું નિરીક્ષણ કરે છે અને તે માટે ચેક-પોઈન્ટસ સ્થાપ્યા છે. ઉપરાંત માંસ ખાનારા લોકો બધું માંસ પૂરેપુરું પકવીને ખાય છે. અને એ રીતે પોતાની જાતનું રક્ષણ કરે છે. આમ છતાં, જેઓ માંસને કતલ કે હિંસા નથી માનતા એવા લોકો માટે પણ કેટલીક કાયમી સમસ્યાઓ છે. મહત્તમ શોષણ કરવાની વસ્તુ પ્રાણીઓ છે એવો આ ઉદ્યોગકારોનો નિર્દય ખ્યાલ ઘણા માણસોને અશાંતિ ઉપજાવનારો તો છે. એ યાદ રાખવા જેવું છે કે ફલોર વેક્ષ કે લિપસ્ટીક બનાવવા માટે પ્રાણીઓની કતલ કરવામાં આવતી નથી. 80 થી 90 ટકા ગાય કે ડુક્કરનું માંસ તો લોકો ખાઈ જાય છે. છેલ્લા દશકામાં ઢોરની કિંમત એટલા નીચા સ્તરે પહોંચી છે કે ગયા સપ્તાહમાં

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92