Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee
View full book text
________________
પ્રોટીનવાળો આહાર કરે છે તેઓના પેશાબમાં કેલ્શ્યમ ખૂબ હોય છે પરંતુ જેઓ સંપૂર્ણ શાકાહારી છે તેઓના પેશાબમાં કેલ્શ્યમ હોતું નથી.
વનસ્પતિ જન્ય પ્રોટીન કરતાં પ્રાણિજ પ્રોટીન કે જે દૂધ, ચીઝ, માંસ વગેરેમાં હોય છે તે વધુ તેજાબીય – અમ્લતાયુક્ત (acidic) હોય છે. આ અમ્લતાને શરીર પોતાનાં હાડકાંમાંનાં કેલ્શ્યમ દ્વારા તટસ્થ (neutral) કરે છે. પરિણામે, જેઓ ડેરીની બનાવટો તથા માંસનો ઉપયોગ કરે છે તેઓનાં હાડકાંમાંથી કેલ્શ્યમ ઓછું થાય છે અને તેઓને ઓસ્ટીયોપોરોસીસ (osteoporosis) નામનો રોગ થાય છે અને લોહીમાંનાં કેલ્શ્યમને દૂર કરવા મૂત્રપિંડ (કિડની)ને વધુ કામ કરવું પડે છે. આથી તેઓની કિડની કામ કરતી બંધ થઈ જવાની શક્યતાઓ પણ વધુ રહે છે. તદુપરાંત પેશાબની પથરી જેવા રોગો થાય છે.
શાકાહારીઓને પોતાના ખોરાકમાંથી પૂરતું પ્રોટીન મળે છે, વધારે મળી શકતનું નથી. વળી વનસ્પતિજન્ય પ્રોટીન, પ્રાણિજ પ્રોટીન કરતાં ઓછું તેજાબીય હોય છે, તેથી તે પોતાના હાડકામાંનાં કેલ્શ્યમનો વધુ ઉપયોગ કરતું નથી. તાજા લીલાં શાકભાજી અને બીજા શાકાહારમાંથી પ્રાપ્ત કેલ્શ્યમ ઊંચા પ્રકારનું હોવાથી હાડકાંને વધુ મજબૂત અને ટકાઉ બનાવે છે. ઉપરાંત તેઓના પેશાબમાં કેલ્શ્યમ હોતું નથી. ઘણાં વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે મજબૂત હાડકાં માટે દૂધ જરૂરી નથી.
આમ છતાં, દરેકે યાદ રાખવું જોઈએ કે મનુષ્ય દૂધનો ઉપયોગ કરે કે નકરે, તો પણ ઘડપણમાં તેઓનાં હાડકાં પાતળાં અને નબળાં પડે જ છે. ઘરડાં લોકો જેઓ પ્રાણિજ (ડેરીની) બનાવટો તથા માંસનો ઉપયોગ કરે છે તેઓમાં આ રોગ વધારે પ્રમાણમાં હોય છે અને તેનું કારણ ઉપર બતાવ્યું તેમ વધારાના પ્રાણિજ પ્રોટીનના કારણે હાડકામાંથી ઓછું થયેલ કેલ્શ્યમ છે. સ્ત્રીઓમાં મેનોપોઝની પૂર્વાવસ્થામાં ઓસ્ટીયોપોરોસીસ (osteoporosis) નામનો રોગ થવાની સંભાવના વધારે હોય છે. વૃદ્ધાવસ્થામાં પણ દૂધ હાડકાંનુ રક્ષણ કરવા સમર્થ નથી.