Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 14
________________ દૂધના ઉત્પાદનમાં નીચે જણાવેલ પ્રક્રિયામાં સૌથી વધુ નિર્દયતા જણાય છે જે ભારત, અમેરિકા અને બાકીના સમગ્ર વિશ્વમાં સમાન છે. દૂધની પેદાશ માટે ગાય-ભેંસને સતત સગર્ભા રાખવામાં આવે છે અને સગર્ભા અવસ્થામાં તેનું દૂધ કાઢવામાં આવે છે. ફક્ત છ મહિનામાં જ કોમળ માંસ ઉદ્યોગમાં અથવા પાંચ જ વર્ષમાં માંસ ઉદ્યોગમાં 70 થી 80% વાછરડાં-પાડાઓને કતલ કરવામાં આવે દૂધ આપતી ગાય-ભેંસને ફક્ત ચાર જ પ્રસૂતિ બાદ અર્થાત પાંચ જ વર્ષ બાદ કતલખાને મોકલી દેવામાં આવે છે, જ્યારે તેનું સામાન્ય આયુષ્ય 15 વર્ષનું હોય છે. ઓરગેનીક દૂધ : સામાન્ય રીતે ઓરગેનીક દૂધ માટેની ગૌશાળાઓ મોટાં ફેક્ટરી સ્વરૂપ ડેરી ફાર્મ કરતાં નાની હોય છે. આવું દૂધ ઉત્પન્ન કરવામાં તેઓ એન્ટિબાયોટિક્સ દવાઓ, પેસ્ટીસાઈડ્ઝ અને હોર્મોન્સનો ઉપયોગ કરતા નથી. તેઓ ગાય-ભેંસના દૂધમાં બીજા પદાર્થો ઉમેરતા નથી. અલબત્ત, ગોપાલકો કે ખેડૂતોને દૂધમાં ભળતા પદાર્થો ઉમેરતા અટકાવવા માટે કે પ્રાણીઓનું શોષણ કે દુરુપયોગ કરતાં અટકાવવા માટે કોઈ કાયદેસરના નિયમો નથી. ગાય-ભેંસને બાંધવા અંગે અને ગાય-ભેંસને દોહવા માટેનાં ઈલેક્ટ્રિક મશીનોના ઉપયોગ અંગે પણ કોઈ કાયદા નથી. થોડીક જ એવી ગૌશાળાઓ છે જ્યાં ગાય-ભેંસને તેની દૂધ આપવાની ક્ષમતાના પાંચ – છ વર્ષ સુધી યોગ્ય રીતે રાખવામાં આવે છે. આમ છતાં સતત એક સરખું દૂધનું ઉત્પાદન જળવાઈ રહે તે માટે ઓરગેનીક ગૌશાળામાં કૃત્રિમ ગર્ભાધાન કે અન્ય સાધનોની મદદથી ગાય-ભેંસને સતત સગર્ભા રાખવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92