________________
દૂધના ઉત્પાદનમાં નીચે જણાવેલ પ્રક્રિયામાં સૌથી વધુ નિર્દયતા જણાય છે જે ભારત, અમેરિકા અને બાકીના સમગ્ર વિશ્વમાં સમાન છે. દૂધની પેદાશ માટે ગાય-ભેંસને સતત સગર્ભા રાખવામાં આવે છે અને સગર્ભા અવસ્થામાં તેનું દૂધ કાઢવામાં આવે છે. ફક્ત છ મહિનામાં જ કોમળ માંસ ઉદ્યોગમાં અથવા પાંચ જ વર્ષમાં માંસ ઉદ્યોગમાં 70 થી 80% વાછરડાં-પાડાઓને કતલ કરવામાં આવે
દૂધ આપતી ગાય-ભેંસને ફક્ત ચાર જ પ્રસૂતિ બાદ અર્થાત પાંચ જ વર્ષ બાદ કતલખાને મોકલી દેવામાં આવે છે, જ્યારે તેનું સામાન્ય આયુષ્ય 15 વર્ષનું હોય છે. ઓરગેનીક દૂધ : સામાન્ય રીતે ઓરગેનીક દૂધ માટેની ગૌશાળાઓ મોટાં ફેક્ટરી સ્વરૂપ ડેરી ફાર્મ કરતાં નાની હોય છે. આવું દૂધ ઉત્પન્ન કરવામાં તેઓ એન્ટિબાયોટિક્સ દવાઓ, પેસ્ટીસાઈડ્ઝ અને હોર્મોન્સનો ઉપયોગ કરતા નથી. તેઓ ગાય-ભેંસના દૂધમાં બીજા પદાર્થો ઉમેરતા નથી. અલબત્ત, ગોપાલકો કે ખેડૂતોને દૂધમાં ભળતા પદાર્થો ઉમેરતા અટકાવવા માટે કે પ્રાણીઓનું શોષણ કે દુરુપયોગ કરતાં અટકાવવા માટે કોઈ કાયદેસરના નિયમો નથી. ગાય-ભેંસને બાંધવા અંગે અને ગાય-ભેંસને દોહવા માટેનાં ઈલેક્ટ્રિક મશીનોના ઉપયોગ અંગે પણ કોઈ કાયદા નથી. થોડીક જ એવી ગૌશાળાઓ છે જ્યાં ગાય-ભેંસને તેની દૂધ આપવાની ક્ષમતાના પાંચ – છ વર્ષ સુધી યોગ્ય રીતે રાખવામાં આવે
છે.
આમ છતાં સતત એક સરખું દૂધનું ઉત્પાદન જળવાઈ રહે તે માટે
ઓરગેનીક ગૌશાળામાં કૃત્રિમ ગર્ભાધાન કે અન્ય સાધનોની મદદથી ગાય-ભેંસને સતત સગર્ભા રાખવામાં આવે છે.