________________
હવે એ કહેવું જરૂરી નથી કે ડેરી ફાર્મની મુલાકાતે મને તાત્કાલિક સંપૂર્ણ શાકાહારી (Vegan) બનાવી દીધો.
ભારતીય ડેરી :
નવેમ્બર, 1995માં, ભારતમાં, મુંબઈ નજીક એક ડેરી ફાર્મની મેં મુલાકાત લીધી હતી. તેમાં મેં એક હકીકત એ જોઈ કે સરેરાશ બધી જ બાબતો અમેરિકાની ડેરી કરતાં વધુ ખરાબ હતી કારણ કે અહીં તેનું નિયંત્રણ કરવાના કાયદાઓ પણ બહુ ઓછા છે અને મેં મારી 1997 તથા 1998ની ભારતની મુલાકાત વખતે ભારતીય ડેરી પ્રક્રિયા અંગે વધુ માહિતી મેળવી.
ભારતમાં ઘણી ડેરીઓ પાસે પોતાની ગાય-ભેંસ જ નથી. સ્થાનિક ગોપાલકો જેઓ પાસે પોતાની ગાય-ભેંસ છે તેઓ તે ડેરીઓને દૂધ પૂરું પાડે છે. સ્થાનિક ગોપાલકો પાસે સામાન્ય રીતે 10 થી 15 ગાય઼ભેંસ હોય છે અને તેઓ ગાય-ભેંસને દોહવા માટે મશીનનો ઉપયોગ કરતા નથી.
આમ છતાં સ્થાનિક ગોપાલકો ડેરીઓને સતત દૂધ મળી રહે તે માટે તેઓ ગાય-ભેંસને સતત સગર્ભા રાખે છે. અને પ્રત્યેક વર્ષે દરેક ગાયભેંસ વાછરડા-પાડાને જન્મા આપે છે. સ્થાનિક ગોપાલકો દરેક વર્ષે જન્મતા બધા જ વાછરડાં-પાડાઓનું પાલન કરતા નથી. તેમાંથી 70 થી 80% વાછરડા-પાડાને તેઓ માંસ ઉદ્યોગવાળાને વેચી દે છે, જ્યાં ફક્ત ત્રણ કે ચાર વર્ષમાં તેની કતલ કરી દેવામાં આવે છે અને ગેરકાયદેસર ચાલતાં કતલખાનાંમાં તો તેની ફક્ત છ મહિનામાં જ કતલ થઈ જાય છે. પુખ્ત વયની ગાય-ભેંસ ચાર પાંચ પ્રસૂતિ બાદ ઘણું જ ઓછું દૂધ આપે છે એટલે ગોપાલકો તે ગાય-ભેંસનાં સ્થાને યુવાન ગાય-ભેંસ મૂકી તે ગાય-ભેંસને કતલખાનામાં વેચી દે છે, જ્યાં સસ્તા માંસ માટે તેની કતલ થઈ જાય છે. ફક્ત થોડીક જ (5% કરતાં પણ ઓછી) ગાય-ભેંસ પાંજરાપોળો અથવા ગૌશાળામાં આવે છે.
—