________________
વગેરેને ફલોર વેક્સ, પાલતુ પ્રાણીઓ માટેના ખોરાક, દવાઓ, ઈસ્યુલીન, જિલેટીન, પગની મોજડીઓ, ગાદીતકિયા, બિછાના, સોફા, સૌંદર્યપ્રસાધનો, મીણબત્તીઓ અને સાબુ વગેરેમાં ઉપયોગ કરવા માટે મોકલાય છે. ગાય-ભેંસ એના જીવન દરમ્યાન દૃષ્ટિકોણ ચાર વાછરડાંને જન્મ આપે છે અને આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ એક ગાયના બદલામાં ફક્ત એક જ ગાય-ભેંસની જરૂર પડે છે એટલે બાકીનાં ત્રણ બચ્યાં નર હોય કે માદા, તે બધાંને માંસ ઉદ્યોગમાં કતલખાને મોકલી દેવાય છે. જ્યાં ફક્ત છ સાત મહિનામાં જ તેઓની સ્વાદિષ્ટ વાનગી-રસોઈ માટે કતલ કરાય
જે ક્રૂરતા – નિર્દયતા મેં ડેરી ઉદ્યોગમાં સાંભળી અને જોઈ, એ પહેલીવાર તો માની ન શકાય તેવી છે. મારી અંગત માન્યતા પ્રમાણે મને ડર લાગ્યો કે મારા માટે સંપૂર્ણપણે ડેરી પેદાશોનો ત્યાગ કરવો અશક્ય છે અને સંપૂર્ણપણે શાકાહારી (Vegan) થવું અશક્ય લાગ્યું. મારા ખોરાકમાંથી દૂધ, દહીં, છાશ, માખણ, ઘી અને ચીઝને કઈ રીતે દૂર કરવા ? સંપૂર્ણ શાકાહારી (Vegan) બનવા માટે મારે દૂધવાણી ચા, ભારતીય મીઠાઈઓ, પીન્ઝા, દૂધની ચોકલેટ, આઈસ્ક્રીમ, ઈડાં વગરની પરંતુ ડેરીની બનાવેલ કેક, બિસ્કીટ અને બીજી ઘણી બધી વાનગીઓનો ત્યાગ કરવો પડે. આ સમયે મને મારી પુત્રી શિલ્પા કે જે થોડા સમય પહેલાં જ સંપૂર્ણ શાકાહારી (Vegan) બની હતી તેના શબ્દો યાદ આવ્યા, : “પપ્પા ! ગાય-ભેંસનું દૂધ ગાય-ભેંસનાં વાછરડાં માટે જ હોય છે પણ તે મનુષ્ય માટે નથી. બીજાં કોઈપણ પ્રાણી અન્ય પ્રાણીઓના દૂધનો ઉપયોગ કરતાં નથી. બીજાં પ્રાણીઓને પીડા આપીને કે તેઓનું શોષણ કરીને તેઓના દૂધનો ઉપયોગ કરવાનો આપણને જરાય અધિકાર નથી. તદુપરાંત, દૂધ અને દૂધની બનાવટો આપણા તંદુરસ્ત જીવન માટે જરૂરી પણ નથી.”