Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah Publisher: JAINA Education Committee View full book textPage 8
________________ વિવિધ લેખોમાં અપાયેલી માહિતી ઘણાં વર્ષો દરમ્યાન વિવિધ સ્રોતો દ્વારા એકત્ર કરવામાં આવી છે. ખાસ કરીને, અમે મહત્ત્વની માહિતી PETA (Ingrid Newkrik), બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટી (ભારત), ડૉ. નીલ ડી. બર્નાડનાં પુસ્તકો તથા કેસેટો, જ્હોન રોબીન્સના લેખો તથા સાહિત્ય, ડૉ. ડીન ઓરનીસ, ડૉ. નરેન્દ્ર શેઠ, સંગીતાકુમાર અને ડૉ. ક્રિસ્ટોફર ચેપલ પાસેથી પ્રાપ્ત કરી છે. અહિંસા, વાતાવરણના સંદર્ભમાં જીવન પદ્ધતિ, પર્યાવરણ અને કરુણાના ક્ષેત્રમાં તેમના તેમજ અન્યોના પ્રદાન બદલ અમો સૌનો આભાર માનીએ છીએ. આ યોજનામાં અમને સતત ઉત્તેજન આપનાર ગુરુદેવ શ્રી ચિત્રભાનુજીના અમો અત્યંત ઋણી છીએ. અમો આશા રાખીએ છીએ કે આ પુસ્તિકાનો ભારતમાં તેમજ અન્ય દેશોમાં બહોળા પ્રમાણમાં પ્રચાર થશે અને વિશાળ સંખ્યામાં જગતના પ્રજાજનોને પ્રશિક્ષિત- જાગૃત કરવાનો એનો મૂળ ધ્યેય સિદ્ધ થશે. જો આપની પાસે વધુ કાંઈ માહિતી હોય કે સૂચના કરવા જેવી હોય અથવા કોઈ લેખમાં ક્યાંય ભૂલ જણાય તો અમારું ધ્યાન દોરવા વિનંતી છે. અમો અમારા લેખોને સતત નવું સ્વરૂપ આપતા રહીશું. આ પુસ્તકના બધાં આર્ટિકલોનું સંકલન અંગ્રેજીમાં અમે જૂન 2000માં પ્રકાશિત કરેલ અને થોડા સમયમાં જ તેની બીજી આવૃત્તિ ઓક્ટોબર 2000માં પ્રકાશિત કરી ત્યારપછી લોકોની ભાવનાને માન આપીને તેનું ગુજરાતી અનુવાદન કરાવીને તેને પ્રકાશિત કરવાનું કાર્ય પણ ઘણી જ વ્યક્તિઓના સહકારથી પૂર્ણ કરીએ છીએ. આ પુસ્તક પ્રિન્ટીંગ કરવામાં અમૃત ગ્રાફિક્સના શ્રી હેમંતભાઈ પરીખના સહકારનો ખૂબજ આભાર વ્યક્ત કરીએ છીએ. પ્રમોદા ચિત્રભાનું Jain Meditation International Centre, New York, USAPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 92