Book Title: $JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book Author(s): Pramoda Chitrabhanu, Pravin K Shah Publisher: JAINA Education Committee View full book textPage 7
________________ ગેરઉપયોગ – શોષણ કરી, તેમને ખૂબ જ પીડા આપી જુલ્મ ગુજારે છે. પરિણામે, તેઓની વાસ્તવિક – કુદરતી અપેક્ષિત આયુષ્યની મર્યાદા આવતાં પૂર્વે જ મૃત્યુ પામે છે અથવા કતલ કરવામાં આવે છે. અલબત્ત, ઘણાં ભારતીયો શાકાહારી છે તેમ છતાં ડેરી પેદાશોનો ઉપયોગ તેઓ અચૂક કરે છે. તેમાનાં કેટલાક રેશમી તથા ગરમ વસ્ત્રો વાપરે છે. આ ઉપરાંત અન્ય પ્રાણિજ પદાર્થોનો તેઓ ખોરાકમાં તથા કેન્ડી, વસ્ત્રો, પગરખાં, ઘરની જરૂરી ચીજ વસ્તુઓ, સાફ કરવાના પદાર્થો, સૌંદર્યપ્રસાધનો, દવાઓ તથા ધાર્મિક પૂજાવિધિમાં જરૂરિયાતો તરીકે ઉપયોગ કરે છે. બધા જ પ્રાણીઓ પ્રત્યે આચરવામાં આવતી ઉચ્ચ તકનીકી-યાંત્રિકી નિર્દયતા તરફ લાગણીપૂર્વક વાચકોને જાગૃત કરવા એ જ આ પુસ્તિકાનું ધ્યેય છે. આ પુસ્તિકામાં આપેલ લેખો વાંચીને આપને ચોક્કસ ખ્યાલ આવશે કે પ્રાણીઓ પ્રત્યેની નિર્દયતા-ક્રૂરતા અમેરિકા, ભારત તથા તેના નાનાં મોટાં શહેરો અને સમગ્ર વિશ્વમાં એક સરખી જ છે. આપણે ડેરી પદાર્થો (દૂધ, દહીં, છાશ, ઘી, પનીર, માખણ, આઈસ્ક્રીમ વગેરે)નો તથા ઊન અને રેશમી કપડાઓનો ઉપયોગ કરીને, આપણે સૌ સીધી રીતે પ્રાણીઓ પ્રત્યે મોટા પ્રમાણમાં આચરવામાં આવતી નિર્દયતાને ટેકો આપીએ છીએ. ભારતીયો ખૂબજ દયાળુ પ્રજા તેમજ શિક્ષિત છે પરંતુ તેઓએ પ્રાણીઓ પ્રત્યે માત્ર ભાવનાત્મક રીતે નહિ પરંતુ પ્રાણીઓને તેમની રીતે જીવવા માટેની સ્વતંત્રતા આપીને અને તેમને પોતે નિર્માણ કરેલ ભાગ્યદાને આધીન રાખીને મદદ કરવી જોઈએ. વાચકોને અમારી આગ્રહભરી વિનંતી છે કે તેઓએ ડેરી પેદાશો, (પૂજા માટે દૂધ, મીઠાઈ, દીવા માટે ઘી), રેશમ, ઊન, વરખનો જૈન દેરાસરો તથા જૈન ધાર્મિક વિધિઓ-કાર્યક્રમોમાં ઉપયોગ ન કરવો જોઈએ પરંતુ સંપૂર્ણ વનસ્પતિજન્ય ખાદ્ય પદાર્થોનો જ ઉપયોગ કરવો જોઈએ.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 92