Book Title: Vaheli Sawarno Shankhanad
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna
Catalog link: https://jainqq.org/explore/009091/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક વહેલી સવારનો શંખનાદ લેખક : વહેલી સવારનો શંખનાદ : મુનિશ્રી પ્રશમરતિવિજયજી : ધર્મચેતનાના લેખો : પ્રથમ વિષય આવૃત્તિ મૂલ્ય : ૨૫-૦૦ : PRAVACHAN PRAKASHAN, 2006 પ્રાપ્તિસ્થાન લેખક તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય મુનિશ્રી પ્રશમરતિવિજયજી પૂના : પ્રવચન પ્રકાશન ૪૮૮, રવિવાર પેઠ, પૂના-૪૧૧૨ ફોન : ૦૨૦-૩૨૯૨૨૦૬૯ મો. ૯૮૯૮૦૫૫૩૧૦ Email : Pravachan Prakashan@vsnl.net અમદાવાદ : સરસ્વતી પુસ્તક ભંડાર ૧૧૨, હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : ૦૭૯-૨૫૩૫૬૬૯૨ અશોકભાઈ ઘેલાભાઈ શાહ ૨૦૧, ઓએસીસ, અંકુર સ્કૂલની સામે, પાલડી, અમદાવાદ-૩૮૦૦૭ ફોન : ૦૭૯-૨૬૬૩૩૮૫ મો. ૯૩૨૭૦૭૫૭૯ ટાઈપ સેટિંગ : વિરતિ ગ્રાફિકસ, અમદાવાદ-૩૮૦૦૧૬ ફોન : ૦૭૯-૨૨૬૮૪ ૩૨ પ્રવચન પ્રકાશન ૪૮૮, રવિવાર પેઠ, પૂના-૨ Page #2 -------------------------------------------------------------------------- ________________ લાભાર્થી પેજ પ્રાશકીય વિ. સં. ૨૦૬૨. ડીસા શહેરમાં ચાતુર્માસ. તપાગચ્છાધિરાજ પૂજયપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના તેજસ્વી શિષ્યરત્નો પ્રવચનકાર બંધુબેલડી પૂ. મુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજી મ., પૂ. મુનિરાજશ્રી પ્રશમરતિવિજયજી મ. ની નિશ્રામાં સકલશ્રીસંઘ ઉલ્લાસઉમંગથી આરાધનામાં જોડાયો હતો. ડીસાનું “રખેવાળ' દૈનિક પણ ચાતુર્માસથી બાકાત નહોતું. બનાસકાંઠાના તળવિસ્તારો સુધી ફેલાવો ધરાવતાં આ દૈનિકનાં પાને રોજ ચાતુર્માસચિંતનનાં મથાળાતળે એક લેખ છપાતો. ડૉક્ટરો, પ્રૉફેસરોથી માંડીને ગામડાના પૂજારીઓ સુધી આ લેખોએ વર્ચસ્વ જમાવ્યું હતું. ખાસ આ લેખો વાંચવા માટે ‘રખેવાળ' ખરીદનારા હતા. આ લેખો માટે જ રખેવાળ-ને પાડોશીના ઘેરથી ચોરી જનારા પણ હતા. આ લેખો માટે રખેવાળને પહેલું વાંચવાનો મીઠો ઝઘડો કરનારા પણ હતા. આ લેખોની કાપલીઓ ભેગી કરીને ફાઈલ બનાવનારા પણ હતા. આ લેખો આજે પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહ્યા છે તેનો અમને અઢળક આનંદ છે. - પ્રવચન પ્રકાશન Page #3 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ................ ............ ..................... પર્વના દિવસો... આલોચના.... સાધુજીવનનાં ક્ટો....... સદ્ધ ક્રવાની શક્તિ : સદ્ધ ક્રવાની કળ તપસ્યા .. આજકાલ શું વાંચો છો ?..... વીતેલાં વરસનું સરવૈયું. નવાં વરસે નવી વાતો... ............. મિત્રની મુલાકાત. સારા મિત્રો: ખરાબ મિત્રો .... હું ક્ષમા માંગું છું ક્ષમાપના.... ગરીબોં કી સુનો..... દ્રૌપદી અને સીતા દીવડો ધરો રે દીવડો ધરો ....................... રાજા અને ભગવાન............... મૃત્યુ નિશ્ચિત છે.......... ક્યાંક જવાનું છે. પાછ **+++++++++++ પાણીનો ગ્લાસ શું હે છે ? .. વિચાર : આચાર સાચું કારણ : ખોટું કરણ. સુખ અને શાંતિની વાત................... ખોટો સિક્કો................ કલે પાછા મળજો. વહેલી સવારનો સમય ... શરૂઆત સારી ક્રો... આંખોની માણી ...... પુણ્ય શ્રવણ............ પૈસાની પારાશીશી.. શું છે પૈસામાં ? ઉદારતા મનોમંથન, પ્રતિભાવ જોવાની આદત......... પરિવર્તન...... જીવનમાં ત્રણ સ્તર ... તમે કોણ છો ?..... મારું મૃત્યુ મારું સપનું .. બે પૈસાનું લાક્... એક રે દિવસ એવો આવશે !.......... એવું જ માંગુ મોત. પ્રભુને નિવેદન............. ભગવાન પાસે બેસો છો ?... પરમાત્માને પ્રેમપત્ર. પ્રભુજી, અજવાળાં દેખાડો.. ગુરુ ચરણે.... ધર્મ ક્રવાની મોસમમાં ........ ધર્મ ક્રવામાં શું ખૂટે છે ?.... હજુ ઘણું બાકી છે..... ......... * ઇ પS + + +++++++ Page #4 -------------------------------------------------------------------------- ________________ વહેલી સવારનો સમય શખનાદ થાય. મંદિરનો પહેલો ઘંટનાદ દૂર દૂર સંભળાય. સૂરજ ઉગવાને હજી વેળા હોય. પથારીમાં નીંદર ઘેરાયેલી રહે. તારલા છેલ્લો ચમકારો બતાવતા હોય. વાતાવરણને શીતળતા સાથે દોસ્તી થઈ હોય. સમયનો સોનેરી નહીં પણ રૂપાળો મિજાજ. વહેલી સવારે તમે ઉઠો તો ઘોંઘાટ નહીં હોય. દોડધામ કરનારી ગાડીઓ ગેરેજમાં પડી હશે. હવા ચોખ્ખી હશે. ઘરમાં જાણે મંદિર જેવી શાંતિ હશે. વહેલી સવારનું ઘર તાજગીભર્યું હોય છે. તમારાં ઘરના એક ખૂણે બેસજો . આંખો બંધ રાખીને પ્રભુનું નામ કે અભીષ્ટમંત્ર યાદ કરજો. વહેલી સવારને બ્રાહ્મ મુહૂર્ત કહે છે. વાતાવરણની જેમ મન પણ શાંત હોય છે. વહેલી સવારે. ઘરનાં કામકાજ શરૂ કરવાને વાર હોય છે. નહાવાધોવા અને પાણી ભરવા માટેની ઉતાવળ નથી હોતી. આ સમયનો સદુપયોગ કરવાનો છે. મનને પહેલો વિચાર સારો મળે તો આખો દિવસ તેની ધારા જળવાઈ રહે છે. વહેલી સવારનો સૌથી પહેલો વિચાર સરસ હોવો જોઈએ. વિચારોમાં અટવાઈ જવાની તમને આદત છે. જે વિચાર આવે તે મહત્ત્વનો જ લાગતો હોય છે. તમે વિચારોનું મૂળ શોધી શકતા નથી. અઘરું પણ છે. બીજી રીતે કામ કરો. સવારે વિચારવાની શરૂઆત થતી હોય છે. ઊંઘ અને સપના પૂરા કરીને મનમાં તાજગી ભરી લીધી હોય છે. તમે મનને તંદુરસ્ત વિચાર આપો. બને તો મનને વિચારથી દૂર રાખો. વિચારવાથી આત્માને ખલેલ પડે છે. આત્માનો સ્વભાવ નિર્વિચાર રહેવાનો છે. શાંત ચિત્તે મંત્ર સ્મરણ કરો તો ઉત્તમ ? અર્થચિંતન સાથે પ્રતિક્રમણ કરો તો શ્રેષ્ઠ. તમે ધારો છો તેટલા તમે સારા નથી તેમ તમે ધારો છો તેટલા તમે ખરાબ પણ નથી. થોડું નિયંત્રણ ઓછું છે. તે ઊભું કરી. સવારે ચા દૂધ જ લો છો. દાળભાત નથી લેતા તમે. આ જે રીતે નક્કી છે તે જ રીતે સવારે કરવાનો વિચાર નક્કી જ રાખો. સવારે જે નથી વિચારવાનું તે સ્પષ્ટ્ર રાખો. વહેલી સવારે ઝઘડો નહીં કરવાનો, નિંદા નહીં કરવાની, ઇર્ષાનો વિચાર નહીં કરવાનો. વહેલી સવારે રડવાનું નહીં અને વધારે પડતું હસવાનું પણ નહીં. વહેલી સવારે ઉદાસ કે નિરાશ નહીં રહેવાનું. વહેલી સવારે પૈસાની ઝાઝી વાતોમાં ઉતરવાનું નહીં. વહેલી સવારે ખોટું બોલવાનું નહીં. ખોટું લગાડવાનું નહીં. વહેલી સવારે અવાજ ઊંચો ન હોવો જોઈએ અને વિચાર નીચો ન હોવો જોઈએ. વહેલી સવારે મંદિરોમાં પૂજારીજી પૂજાની તૈયારી કરતા હોય ત્યારે તમારે આખા દિવસમાં આવી રહેતા ઘણા સારા વિચારોની પૂર્વતૈયારી કરવાની છે. સારું પ્રવચન આપવા માટે કુદરતી રીતે બોલવું જરૂરી છે તેમ સારો દિવસ વીતાવવા માટે કુદરતી રીતે સારો વિચાર આવે તે જરૂરી છે. વહેલી સવારે પ્રભુની મુલાકાતનો સમય છે. વહેલી સવારે પૂજાનાં વસ્ત્રો જેવા સ્વચ્છ અને ઉજળા વિચારો જ કરવાના. સવારના સથવારે સુરજ આવે છે ને ચારે કોર અજવાસ ફેલાય છે. સવારના સથવારે તંદુરસ્ત ચિંતન આવે છે અને સંપૂર્ણ દિવસ એની સુવાસે મઘમધે છે. સવારનો સમય કેવળ ચા પીતા પીતાં છાપાં વાંચીને બગાડશો નહીં. સવારના સમયે સુંદર વિચારોની નાની સરખી મુલાકાત લેજો . સુપ્રભાતમ્. Page #5 -------------------------------------------------------------------------- ________________ શરૂઆત સારી ક્રો દર વખતે નવો સંકલ્પ કર્યો છે, ઉમંગભેર નવું કામ શરૂ કર્યું છે. થોડું કામ થયું પણ છે. છેવટે પછી સંકલ્પ અને કામનું ફીડલું વળી ગયું છે. તમે સંકલ્પ કરો છો ત્યારે તમારામાં આવેલ હોય છે. આમ કરી નાખું, તેમ કરી નાખું. તમે કામ શરૂ કરો ત્યારે અહં હોય છે, આ તો મારા માટે સહેલું છે. આ ઝનૂન થોડો વખત રહે છે. અસલ તો કંટાળો આવતો હોય છે નવી જવાબદારીનો. કશું નવું ન કરીએ તો નોંધ ન લેવાય માટે કાંઈક કરવું હોય છે, ગજું હોતું નથી. બોજો ઊંચકી લઈએ છીએ, થોડો સમય તો ખેંચી કાઢ્યું. છેલ્લે ઢળી પડ્યા. તમારે જાતે સમજવાનું છે. નવાં કામ કેમ પાર પડતા નથી ? દાનતનો સવાલ છે. દેખાદેખીથી કામ કરી શકાતા નથી. બતાવી દેવા માટે કામ હોતા નથી. કામ કરવા માટે જ કામ હોય છે. કામ શરૂ કરી ત્યારે આ કામ મારે કેટલા સમયમાં પૂરું કરવાનું છે તેની ધારણા બાંધી લો. આ કામ માટે કેટલો વખત મહેનત કરવાની છે તેમાં સ્પષ્ટ બની જાઓ. આ કામ કરવા દ્વારા મને આનંદ મળશે તેવી સમજણ ઘડી લો. કંટાળાનાં કામ હાથમાં ન લેવા, હાથમાં લીધેલાં કામમાં કંટાળો ન કરવો. થોડું કરો, ઓછું કરો, પણ રસથી કરો. ત્રણ કામ ખાસ કરજો. એક : થોડા સુંદર વિચારો શીખવા છે. પૈસા નવા કમાઈએ તો મજા આવે તેમ વિચારો નવા શીખીએ તો મજા આવે. આખો દિવસ એક સરખા ઘટિયાછાપ વિચારોમાં મસ્તાન રહીએ છીએ. કશું નવું વિચારવાનું સૂઝતું જ નથી. સત્સંગ દ્વારા નવા વિચારો શીખવા છે. એ વિચારો જિંદગીને અને મનને શાંતિ આપશે. એ વિચારો આત્માને ટાઢક આપશે. એ વિચારો સંસ્કારોનું ઘડતર કરશે. બે : સ્વાર્થની બહારનો વિચાર કરો, આપણી બધી જ વિચારણા સ્વાર્થમાં બંધાયેલી છે. મને ગમે છે તે હું કરું. મને ફાયદો થાય છે તેમાં રસ લઉં, મને સાચવે છે તેને માન આપું. આ સ્વાર્થ છે. કેવળ સ્વાર્થમાં જ રમ્યા કરવું આપણને ના શોભે, બીજાની સંભાળ લેવાનું લક્ષ્ય સારું છે. એ સંભાળ લેતી વખતે મારે એ વ્યક્તિમાં કોઈ સ્વાર્થ જોવાનો નહીં. મોટી રકમ દાનમાં આપો તો સારું છે. એની પ્રસિદ્ધિ કે પ્રશંસા થાય તેવી અપેક્ષા નહીં રાખવાની. સ્વાર્થ ન સધાય તો નુકશાન સમજવું, એમ દુકાનદાર ભલે માનતો. આપણે દુકાનદાર નથી. આપણે તો જાનદાર માણસ છીએ. સ્વાર્થના ભોગે પરાર્થ કરો તો ઉત્તમ. સ્વાર્થ વિનાનાં સારાં કામો કરી, વળતરની અપેક્ષા વિના સહાય કરો, જાહેરાતની અપેક્ષા વિના સહાય કરો, વાહ વાહની અપેક્ષા વિના સેવા કરો, સ્વાર્થની બાદબાકી કરી શકે તે ખરો શૂરવીર. ત્રણ : થોડો ભગવાન વિશે વિચાર કરો, ભગવાનનું સ્વરૂપ કેવું છે ? ભગવાને આપણી પર કેટલા બધા ઉપકાર કર્યા છે ? ભગવાન ન હોય તો જિંદગીમાં કેટલો બધો ખાલીપો આવી જાય ? હું મારા ભગવાન માટે શું કરી શકું છું ? આ બધું સતત વિચારો. આ ત્રણ રીતે વિચારોને ઘડવા છે. સંકલ્પ કરો, કામ શરૂ કરો. અને મહત્ત્વની વાત. તમે આ વિચારો કરશો તો તમને ભરપૂર લાભ થવાનો છે, એક નવો અને નક્કર આનંદ તમારી પ્રતીક્ષા કરી રહ્યો છે. તમે શરૂઆત સારી કરો. Page #6 -------------------------------------------------------------------------- ________________ આંખોની કમાણી ખોમાં આકાશ નથી સમાતું. આંખો દરિયાને માપી શકતી નથી. આંખો સૂરજથી અંજાઈ જાય છે. આંખોને અજવાળું ગમે છે. આંખોને તડકો નથી ફાવતો. આંખોની દુનિયા મોટી છે. તમારા વિચારો આંખો દ્વારા ઘડાતા હોય છે. તમારે જોવા માટે આંખોની જરૂર પડે છે અને વિચારવા માટે જોવાની જરૂર પડે છે. તમે જે જોયું નથી તેની કલ્પના કરો છો. તમે જોયું છે તેને સમજો છો અને યાદ રાખો છો. તમારી પાસે જોવાની શક્તિ ના હોય તો તમને કશી જ ખબર ના પડે. આંખો વિના, જોવાની શક્તિ વિના જગતુ સૂમસામ બની જાય છે. આંખો છે તો જગત છે. કબીરે એક વખત લખ્યું હતું : દેખન સરિખી બાત હૈ બોલન સરિખી નાહિ, જોવા જેવું જોવા મળે છે ત્યારે શબ્દોની બાદબાકી થઈ જાય છે. તમે જોયું હશે તો તમારે પૂછવું નહીં પડે. તમે જોયું હશે તો તમારે બોલવું નહીં પડે. તમે આત્માને મળ્યા હશે તો તમે શાંત થઈ જશો. તમે પ્રભુને નિહાળી લીધા હશે તો તમારે શબ્દોની જરૂર નહીં પડે. તમે આંખોને વાપરો છો. તમે આંખોથી કમાણી કરતા નથી. આંખોને એક સારી જગ્યાએ અટકાવવાની આદત પાડો. આંખો પાણીના તરંગો પર અટકે તે કરતાં પ્રભુની આંખો પર અટકે તે વધુ સારું છે. આંખો ટીવીના સ્ક્રીન પર અટકે તે કરતાં વધુ સારું એ છે કે કોઈ સારાં પુસ્તક પર અટકે. આંખો માટે સરસ શબ્દ છે. દર્શન. સાક્ષાત્ જોવું તે દર્શન છે. પ્રત્યક્ષ નિહાળવું. સારા માણસોનાં સરનામાં મેળવો. પ્રત્યક્ષ તેમને જોવા પહોંચો. સારા પ્રસંગોના સમાચાર મેળવો. ત્યાં પહોંચીને નજરે નિહાળો. આંખો દ્વારા મન સુધી પહોંચે છે અંગત. આંખો જેની પર સ્થિર હશે તેની સાથે મન સ્થિર બનવાનું છે. આંખો પલક મારે છે કેમ કે આંખોને સતત જોવાનું ગમતું નથી. આંખોને પરિવર્તન આપો. એ જ બધું ઘરબાર ને પરિવારનું દૃશ્ય આંખોને જોવા મળે છે. તો આંખોને મળતું કશું નથી. એક માણસ ભગવાન માટે મહેનત કરે છે. એક માણસ ગુરુની સેવા કરે છે. એક માણસ ગાયને ચારો, કૂતરાને રોટલો આપે છે. આ બધું તમે જોયું નથી. એક માણસે ગુરુની પાસે બેસીને રડતી આંખે બધા જ પાપોની કબૂલાત કરી લીધી. તમે એ જોયું નથી. એક માણસે સંસાર છોડી દીધો કે પાપનો ધંધો છોડી દીધો કે વૈર છોડી દીધું. તમે તે જોવા પામ્યા નહીં. તમે ન જોયું તેને લીધે કોઈ જ કામ અટક્યું નથી. તમે ન જોયું તેને લીધે તમારી કમાણી અટકી છે. આંખો દ્વારા સતત શોધ ચાલવી જોઈએ. સારું હોય, ઉત્તમ હોય, ઉમદા હોય તે શોધી કાઢવાનું. એની પર ધ્યાન આપવાનું. તમે જોતા નથી તો તમને નુકશાન છે. તમે શોધતા નથી તે તમારે ખોવાનું છે. શોધો, મળવો, નિહાળો અને આંખોની કમાણી ચાલુ રાખો. પૈસાની કમાણીમાં રવિવારની રજા હોય છે. આંખોની કમાણીમાં કોઈ રજા ન ચાલે. આંખોની કમાણીમાં કોઈ મર્યાદા નથી. તમે જેટલું ધારો તેટલું કમાઈ શકો. તમે કેટલું કમાઓ છો તે તમારા હાથમાં છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય શ્રવણ સાંભળતા આનંદ મળે તેવી વાતો ઘણી હોય છે. સાંભળતા સમજણ મળે તેવી વાતો ઓછી હોય છે. આપણે સ્વાર્થ માટે સાંભળવાની તૈયારી રાખીશું. સ્વાર્થ વિના સાંભળવાનું આપણું ગજું નથી. સ્વભાવ થઈ ગયો છે. ન ગમે તે ન સાંભળીએ, ન રૂચે તે ન સાંભળીએ. સારું બોલવું જેમ જરૂરી છે તેમ સારું સાંભળવું જરૂરી છે. તમે પરમાત્માનું નામ સાંભળો છો, એ નામની પવિત્રતા તમને સ્પર્શે છે. તમારી સમક્ષ પ્રભુનું નામ મંત્ર બનીને આવે છે, તમે કૃતાર્થ બનો છો. પ્રભુની કથા તમે સાંભળો છો. ઘણાબધા પ્રસંગો આવે છે. એ સાંભળીને આહલાદ સાંપડે. પ્રભુનાં નામનું અને પ્રભુનાં જીવનનું શ્રવણ તે પુણ્ય શ્રવણ. તમે સદ્ગુરુ પાસે બેસો છો. વાર્તાલાપ થાય છે. ગુરુ દ્વારા પ્રેરણા મળે છે. ગુરુ તમને પૂછે છે. ગુરુ તમને જવાબ આપે છે. ગુરુ તમારી સમક્ષ વ્યાખ્યાન ફરમાવે છે. ગુરુનો અવાજ અને ગુરુની વાતો તમે સાંભળો છો તે પુણ્યશ્રવણ છે. તમે તમારા મિત્ર સાથે બેઠા છો. મિત્ર દ્વારા શુભ સમાચાર મળે છે. મિત્ર સાથેનો વાર્તાલાપ સત્સંગ સમો ચરિતાર્થ છે. નાના મોટા માણસોનાં જીવનમાં રહેલા ઉત્તમ સગુણો અને પ્રેરણારૂપ પ્રસંગોની વાતો થાય છે. પૈસા કે પરિવારની વાતો છે જ નહીં. સુંદર અને નિઃસ્વાર્થ વાતો એ પુણ્ય શ્રવણ. તમે પ્રાર્થના કે સ્તવના કે ભજન સાંભળો છો. તેમાં તમે લયલીન બની જાઓ છો. તમે ગાઈ રહ્યાં છો તે અલગ ગણવાનું. તમે સાંભળીને પરમ આનંદ પામો છો તે મુખ્ય બાબત છે. પ્રભુની ભક્તિનાં સ્તવનો સાંભળતા આનંદ આવે તે પણ પુણ્ય શ્રવણ. તમે સાંભળો છો ઘણું. તમે જે શબ્દો કાને ધરો છો તે શબ્દો જ તમારા વિચારોનું ઘડતર કરે છે. તમને સારા સંસ્કાર આપે, તમને સારી ભાવના આપે તમને સારી પ્રેરણા આપે તેવા શબ્દોનું શ્રવણ તમે કરો છો તે તમારું પુણ્ય શ્રવણ છે. સંગીતનો રસિયો ગીતો કે ગઝલો સાંભળીને મજા લે છે. પુણ્ય શ્રવણનો પ્રેમી તત્ત્વચિંતનની વાતોમાં મજા લેશે. તમે જોવામાં આંખનો ઉપયોગ કરો છો તો જે ન જોવું હોય તે ન જોવા માટે આંખો બંધ કરી શકો છો. કાનની બાબતમાં એવું નથી. સાંભળવું હોય અને ન સાંભળવું હોય, શબ્દો તો કાને પડવાના જ છે. શબ્દો દ્વારા ઘડાતો વિચાર કે સંસ્કાર નક્કી કરવામાં આપણે સ્વતંત્ર છીએ. તમે સાંભળેલું જે હોય તે સાંભળ્યા પછી તમારા મનમાં સારી જ અનુભૂતિ પામો તે તમારું પુણ્ય શ્રવણ છે. આપણે બોલીએ તેની અસર બીજાં માણસના મનમાં થાય છે. આપણે ખરાબ કે અયોગ્ય બોલીએ તેની અસર બીજા માણસનાં મનમાં ખરાબ પડે તો એ આપણા તરફથી અપાયેલું કે પાપશ્રવણ છે. આપણે બોલીએ તેની સારી અને સમુચિત અસર બીજા માણસનાં મનમાં પડે તે આપણા તરફથી અપાયેલું પુણ્યશ્રવણ છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ પૈસાની પારાશીશી આ દુનિયામાં પૈસાવાળાનું જ જોર ચાલે છે તે સત્ય હકીકત છે અને બીજી સત્ય હકીકત એ છે કે દુનિયામાં શ્રીમંત લોકોની લઘુમતિ છે. મોટાભાગનો જનસમાજ શ્રીમંતાઈથી દૂર છે. પૈસા સાથે જોડાયેલા શબ્દો કેવા વિચિત્ર છે. મધ્યમવર્ગી એટલે જે ગરીબ નથી અને શ્રીમંત નથી. મતલબ કે પૈસા હોવા છતાં તમે શ્રીમંત નથી ગણાતા. ઘણાબધા પૈસા આવે તો જ તમે શ્રીમંત ગણાઈ શકો છો. પોતાનો ઘરખર્ચો પોતે કાઢી શકે તે છતે પૈસે ગરીબ છે. કેમકે તેને શ્રીમંત ગણવામાં આવતો નથી. પોતાના ઘરખર્ચા ઉપરાંત જેની પાસે ખૂબ બધા પૈસા બચે છે તે શ્રીમંત છે. વાપર્યા છતાં ખૂટે નહીં એટલા બધા પૈસા મેળવો છો તો તમે શ્રીમંત હોવાનો દાવો કરી શકો છો. તમારી પાસે આવેલા પૈસા તમે વાપરો છો. તમારી પાસે આવેલા પૈસા તમે નથી વાપરતા. તમારા પૈસા વપરાય છે. તમારા પૈસા વપરાતા નથી. આમા પારાશીશી નથી રહેતી. તમારું ઘર વરસે ચાલીસ હજારનો ખર્ચ માંગી લેતું હોય અને તમે પચાસ હજાર કમાતા હશો તો રૂ. દસ હજાર બચે છે. તમારું ઘર વરસે પાંચ લાખનો ખર્ચ માંગી લે છે અને તમે પચીસ લાખ કમાઓ છો તો તમારા વીસ લાખ રૂપિયા બચે છે. દસ હજાર બચે તે શ્રીમંતાઈ નથી. વીસ લાખ બચે છે તે શ્રીમંતાઈ છે. ચાલીસ હજાર જ ખર્ચાય તે ગરીબી છે. પાંચ લાખ ખર્ચાય તે શ્રીમંતાઈ છે. પૈસાનું અર્થઘટન ક્યારેય સમજાતું નથી. તમારા માથે દેવું હોય કે તમે ભીખ માંગતા હો તમે ગરીબ ગણાઓ છો તે તો સમજયા, હવે. તમે થોડાક પૈસા બચાવી શકો છો છતાં તમને શ્રીમંત ગણવામાં નથી આવતા. આ તો સરાસર માનસિક પંગુતા છે. ભારતીય સંસ્કૃતિ તો જરૂર પૂરતા પૈસા કમાવાની જ વાત કરે છે. જે પૈસાની જરૂર નથી તે પૈસામાં હાથ ન નાંખવો. પેટપૂરતું અનાજ અને ઘરપૂરતી કમાણી એ ભારતીય પરંપરા છે. બાકીની કમાણી એ અનીતિ છે. બીજાના પેટનો ખાડો પૂરવા જે પૈસા જઈ શક્તા હતા તે તમે બીનજરૂરી કમાણી દ્વારા તમારા ઘરમાં લઈ આવ્યા. બીજા તો ગરીબ જ રહ્યા. તમને પૈસા મળે છે તે અલગ ઘટના છે અને તમે પૈસા પાછળ પાગલની જેમ મચી પડ્યા છો તે બીજી વાત છે. માઇક્રોસોફ્ટમાસ્ટર બિલ ગેટ્સ ભારત આવ્યો. એની જમવાની વ્યવસ્થા મૉટી હોટલમાં રાખવામાં આવી હતી. સવા દસે જમવાનું નક્કી થયું હતું. ભાઈ સાડા દસે પહોંચ્યા. તેમણે ટાઈમ મૅનેજમૅન્ટ તરીકે જમવાનું મોકૂફ રાખ્યું. બધાએ વખાણ કર્યા કે શું સમયની શિસ્ત છે. આ સમાચાર વાંચ્યા ત્યારે મને વિચાર આવ્યો કે “આ માણસ પાસે અબજો રૂપિયા છે, જમવાની પંદર મિનિટ પણ જે મેળવી શકતો નથી તેના પૈસાની કિંમત શું ? પેટ ભરીને ખાવા મળે તે માટે કમાવાનું હોય. આ ભાઈ આટલું કમાયા છે અને હજી પૈસા માટે જ પેટને લાત મારી રહ્યા છે, કમાલ છે.’ પૈસાનું ગણિત સદા અટપટું રહ્યું છે. તમે કાયમ શ્રીમંત રહી શકતા નથી. તમે કાયમ ગરીબ પણ રહી શકવાના નથી. શેરબજાર અને પૈસાબજાર ઉપર નીચે થયા જ કરવાના છે. તમારે જ નક્કી કરવું પડશે. તમારે શ્રીમંત બનવું હશે અથવા શ્રીમંત પૂરવાર થવું હશે તો કેટલા પૈસાની કમાણી કરવી તે નક્કી થઈ શકવાનું નથી. તમે જેટલા કમાશો એટલા ઓછા લાગશે. તમારે ખરેખર ઘર માટે અને પરિવારની જિંદગી માટે કેટલા પૈસા જોઈએ છે તેનો અંદાજ રાખીને કમાણી કરવાની હોય. એમાં પણ પેટ ભરાય તેથી વિશેષ પૈસા ના હોય તો નારાજી રાખવાની નહીં, આ દુનિયામાં શ્રીમંત બનવું કપરું છે. જેટલા પૈસા મળ્યા તેમાં સુખી બની રહેવું સહેલું છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ શું છે પૈસામાં ? તિજોરી શબ્દ સાથે દાગીના પછી જોડાય છે, પૈસા પહેલા જોડાય છે. પૈસા માટેની જૂની કહેવત છે, વસુ વિણ નર પશુ. પૈસા માટેની નવી કહેવત છે, વસુ પાછળ નર પશુ. જનાવરો શિકારને જોયા પછી બીજું બધું ભૂલી જાય છે તેમ માણસ પૈસાને જોયા પછી તેની પાછળ એવા દોડે છે કે બીજું બધું ભૂલી જાય છે. પૈસો અને તમારા સંબંધના ત્રણ તબક્કા છે. પૈસા માટે તમે મહેનત કરો છો તે બીજો તબક્કો. પૈસા જોઈએ છે તેવું તમે નક્કી કરો છો તે પહેલો તબક્કો. તમારા હાથમાં પૈસા આવે છે તે ત્રીજો તબક્કો. તમે પહેલા તબક્કામાં હશો અને પૈસા તો જોઈએ છે પણ કેટલા જોઈએ છે એ નક્કી કરવાનું હશે તો તમારી પાસે આખરી આંકડો નહીં હોય. તમારે પૈસા જોઈએ છે, ઘણા પૈસા જોઈએ છે પરંતુ અંતિમ આંકડો તમારી પાસે નથી. માણસને પૂછો કેટલું જીવવું છે ? તો કહેશે ૧૦૦ વરસ જીવવું છે. તેમ કેટલા પૈસા જોઈએ છે એમ પૂછો તો સ્પષ્ટ જવાબ નથી. જવાબ એ જ હોય છે જેટલા મળે એટલા જોઈએ છે. આમાં અંતિમ લક્ષ્ય નક્કી હોતું નથી. માટે તમારાં મનમાં સતત અસંતોષ રહે છે. એ પછી સ્પર્ધા આક્રમણ, અનીતિ અને એવું બધું ઉમેરાયા કરે છે. પૈસાની બાબતમાં અંતિમ સંખ્યા નક્કી કરવી અને તદ્દન પ્રામાણિકતા સાથે એ સંખ્યા નક્કી કરવી તે ખૂબ અઘરું કામ છે. આમ પહેલે તબક્કે જ પૈસા તમને ગૂંચવી દે છે. પછી બીજો તબક્કો આવે છે. તમે પૈસા માટે મહેનત કરી રહ્યા છો. તમને બે પરિણામ જોવા મળશે. ધાર્યા મુજબ પૈસા મળશે. અથવા ધાર્યા કરતા વધારે કે ઓછા પૈસા મળશે. આ બંને પરિણામોમાં કોઈ જગ્યા એવી નથી કે તમને પૂરેપૂરો સંતોષ થઈ જાય. ઓછા પૈસા મળ્યા હશે તો તમને તીવ્ર અસંતોષ થશે. પૂરતા પૈસા મળ્યા હશે તો તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે વધારે મહેનત કરવા તૈયાર થશો. આમાં પણ અતૃપ્તિ તો રહેવાની જ. સરવાળે પૈસા માટેની મહેનતનું અંતિમ કાંઈ નથી. નવા પૈસા અને નવી મહેનત. નવી મહેનત અને * ૧૧ નવા પૈસા. આ પણ ઍન્ડલૅસ પ્રૉસૅસ છે. તમારા હાથમાં ત્રીજા તબક્કે પૈસા આવે છે. પૈસા આવશે તે વપરાશે. તમને પૈસા વપરાય તેમાં મજા આવશે. તમે પૈસાનો સંગ્રહ કરશો તો પણ અભિમાનને મજા આવશે. તમે પૈસા આપશો તેમાં પણ તમારો અહં જ સંતોષાશે. તમને લાગશે કે આ પૈસા દ્વારા મળી રહેલી મજા છે તો હવે તમે નવી મજા માટે નવા પૈસાનો વિચાર કરશો. અહીં પણ નવી મહેનત ઉપર જ તમારું ધ્યાન રહેશે. આનો અંત ક્યારે આવશે તે સવાલ જ યાદ નથી આવતો. માટે અંતની કશી અવધારણા મનમાં રહેતી નથી. આગળ અને આગળ તમે વધ્યા કરો છો. વધારે અને વધારે મહેનત તમે કરતા રહો છો. પૈસા દ્વારા તમે મેળવી રહ્યા છો તેવું તમને લાગે છે. તમને ખબર નથી હોતી કે તમે પૈસા પાછળ ઘસડાઈ રહ્યા છો. આ જિંદગીનાં વરસો પૈસા મેળવવા માટે અને મળેલા પૈસા વાપરવા માટે વપરાઈ રહ્યાં છે. પૈસાનું મહત્ત્વ ન હોય તેવી જગ્યાઓ જિંદગીમાંથી શોધવાની હતી તે રહી ગઈ છે. પૈસા વિના અને પૈસાને યાદ કર્યા વિના મેળવી શકાય તેવા ઘણા બધા અંતરંગ સુખો તમે ચૂકી ગયા છો. બોટાદના કવિ પ્રવીણ દેસાઈ કહે છે : શું છે પૈસામાં ? પાછળ દોડો મા પૈસા જેવું દુઃખ દેનારું કોઈ નથી દુનિયામાં પૈસા લલચાવે કે પાછળ દોડાવે ધરમને વિસરાવે, શરીરને કરમાવે પાણી થાયે લોહી તણું જે પૈસો મેળવતા એ પૈસાની પછવાડે કોઈ પાગલ થાશો મા શું છે પૈસામાં ? પાછળ દોડો મા. ૧૨ ૨ Page #10 -------------------------------------------------------------------------- ________________ ઉદારતા તમારે સારા માણસ બનવા માટે ગુણો મેળવવાના છે. તમે ગુણોના રાજાને, ઉદારતાને પહેલા મળજો , ઉદારતાનો સામાન્ય અર્થ પૈસો વાપરવાની હિંમત એવો થાય છે. પૈસાની કમાણી કર્યા પછી તમે સારા માર્ગે ન વાપરો તો તમે કંજૂસ છો. તમે તમારા ઘર, પરિવાર અને ધંધા માટે પૈસા વાપરી શકો છો અને સત્કાર્યમાં તમારો હાથ બંધાયેલો રહે છે તો એ સ્વાર્થ છે. પૈસા પુણ્યથી આવે છે. પૈસા વાપરવાથી પુણ્ય ખર્ચાય છે. પૈસા દ્વારા સત્કાર્ય કરવાથી નવું પુણ્ય ઊભું થાય છે. આ મહત્ત્વની વાત છે. પૈસા દ્વારા સ્વાર્થને સાચવે તે સંસારનો માણસ, પૈસા દ્વારા પરાર્થ અને પરમાર્થને સાચવે તે ભગવાનનો માણસ. છૂટા હાથે પૈસાનો સદુપયોગ કરવો તે ઉદારતા છે. અને તમારી સામે જ તમારો પાડોશી ઘણી બધી કમાણી કરીને તમારા કરતા વધુ શ્રીમંત બની જાય તે વખતે તમારા મનમાં ઇર્ષા ન થાય તે મોટી ઉદારતા છે. તમારો દુશમન તમને ખૂબ પરેશાન કરી ચૂક્યો હોય, તમારી સમક્ષ એને ગુનેગાર તરીકે ઊભા રહેવું પડે અને સજા કરવાની સંપૂર્ણ સત્તા તમારા હાથમાં હોય ત્યારે તમે એ ગુનેગારને માફ કરી દો એ ઉદારતા છે. તમને જીત મળે અને સામા પક્ષની ખરી પ્રશંસા કરવી તે ઉદારતા છે. હાથ છૂટો રાખો અને મન મોટું રાખો આ ઉદારતાનું સૂત્ર છે. ઉદારતા માટે ભોળપણ અને સરળતા જેવા શબ્દો વપરાય છે તે ખોટું છે. ઉદાર વ્યક્તિ સામી વ્યક્તિને જાણી જોઈને માફ કરતી હોય છે. ગુજરાતી ભાષામાં રચાતાં ખંડકાવ્યોના બેતાજ બાદશાહ કવિ કાંતનાં જીવનમાં પ્રસંગ બન્યો હતો. તેમણે એક અજાણ્યા સેલ્સમૅન પાસે વસ્તુ ખરીદી એ વસ્તુ ઓછી કિંમતની હતી. સેલ્સમેને તે વધારે રૂપિયા લઈને કાંતને તે વેંચી. કાંત એ વસ્તુ લઈને ઘેર આવ્યા તેમના મિત્ર કહે કે તમે - ૧૩ ભોળા છો. પેલો તમને મૂરખ બનાવી ગયો. કાંતે જવાબ આપ્યો, એ માણસે જરૂર કરતાં વધારે પૈસાની કિંમતમાં વસ્તુ મને આપી તેની મને ખબર છે. એ મને ખબર નથી પડતી એમ સમજીને મને માલ પકડાવી ગયો. મને તો ખબર જ હતી કે આ માણસ બનાવટ કરી રહ્યો છે પરંતુ તેને બીચારાને પૈસાની જરૂર હશે એમ સમજી મેં તેણે માંગ્યા તેટલા પૈસા આપીને વસ્તુ લઈ લીધી. મને જે વસ્તુ જોઈતી હતી મને મળી ગઈ. તેને જે પૈસા જોઈતા હતા તે તેને મળી ગયા. હું મૂરખ બન્યો જ નથી. મૂરખ તો પેલો સૅલ્સમૅન બન્યો. તે મને ઠગવા માંગતો હતો. હું સમજી ગયો હતો. તે મને ઠગી નથી શક્યો. મેં એને ખુશ રાખવા વધારે પૈસા આપ્યા છે. કાંતનો જવાબ એ ઉદારતા છે. પોતાની જીદ છોડી દેવી એ ઉદારતા છે. પોતાનો બચાવ ના કરવો તે ઉદારતા છે. પોતાને બદલે બીજી વ્યક્તિને વિશેષ મહત્ત્વ આપવું તે ઉદારતા છે. તમારા જીવનમાં ઉદારતા આવી હશે તો તમારા નામનો ડંકો દશે દિશામાં વાગશે. Page #11 -------------------------------------------------------------------------- ________________ મનોમંથન ત્રણ શબ્દો છે : દુઃખ, દ્વેષ અને દયા. કોઈ માણસ તમને ન ગમતું કામ કરે, તમારી માટે અસહ્ય હોય તેવો વર્તાવ કરે, તમારી જિંદગીની શાંતિને ખાખ કરી દે. તમે એ માણસને લીધે દુ:ખ અનુભવો. તમે એના તરફથી જે મળ્યું તેને લીધે વેદના અનુભવો છો. તમે એ દુ:ખ સ્વીકારી શકો છો અને માની શકતા નથી. તમે મનમાં હીજરાયા કરો છો. દુ:ખ આવ્યું તે હકીકત છે. દુ:ખ જેમના તરફથી આવ્યું તેનો આંચકો પણ મોટો છે. તમે મનમાં ઘેરી સ્તબ્ધતા અનુભવો છો. તમે ઢીલા પડો છો. તમે નિરાશા પામો છો. તમે ધીરજ કોઈ બેસો છો. તમારાથી કશું સહન થઈ શકે તેવું નથી. તમને દુઃખ અને દુઃખદાતા સતત ખેંચ્યા કરે છે. દુ:ખ નથી ગમતું. દુ:ખદાતા ગમતા નથી. વેદના. તમને દુઃખ દેનારો માણસ તમારી માટે આદરપાત્ર હોઈ શકે નહીં. દુ:ખનો દેનારો ગમે તેટલો પ્રીતિભાજન હોય પરંતુ દુ:ખ આપ્યું તે મુદ્દે તો એમની માટે નારાજગી રહે જ છે. દુઃખ દૂર ન થાય, દુ:ખ બદલ દિલાસો ન મળે તો એ દુ:ખના દેનારા માટે તમને સદ્ભાવ રહેવાનો નથી. તમારાં દુઃખને સમજી ન શકે તેની માટે તમારા મનમાં વિદ્રોહ જાગે છે. તમને મળેલાં નાના કે મોટાં દુ:ખનો હિસાબ તમે માંગો છો. તમને તકલીફ થઈ તેનો તમને સતત ડંખ રહે છે અને એથી વિસ્ફોટ થઈ શકે છે. તમે ધૂંધવાયેલા રહો છો. તમે બદલો લેવા ચાહો છો. તમે આક્રોશમાં આવી ગયા છો. તમે દુ:ખને નાપસંદ કરો છો. તમે દુઃખદાતાને દ્વેષ કરો છો. તમે દુઃખ અને દ્વેષની ધારે ધારે વિચારી રહ્યાં છો. તમારી સમક્ષ તમારા સ્વજન છે. તમને દુ:ખ એમણે આપ્યું. તમારો દ્વેષ તેમની પર બંધાયો. તમારી લાગણીઓ તમારા હાથમાં રહી નથી. તમને આ મુકામ પર છો. તમે એ સ્વજનની સાથે સંકળાઈ ચૂકેલા તમારાં સુખો યાદ આવે છે. એ સુખમાં તેમનો ફાળો હતો. તમને મળેલી કેટલીય સફળતામાં તેમનો હિસ્સો છે. તમે વીમાસણમાં છો. દુ:ખ વાગ્યું તે સચ્ચાઈ છે. સુખનો સથવારો ભૂતકાળનો વાસ્તવિક અંશ છે. તમે ભીંસમાં આવો છો. તમે દ્વેષ છોડી શકતા નથી. તમે લાગણી ટાળી શકતા નથી. તમે તેમને માફ કરી દો છો છતાં તમારા મનમાં જખમ રહે જ છે. તમે પ્રેમ કરી નથી શકતા અને પ્રેમને ભૂંસી નથી શકતા. તમારી કર્તવ્યભાવના તમને ઝઘડો કરતા રોકે છે. તમારી વેદના તમને પહેલાની જેમ હળવાભળવાની ના પાડે છે. તમે તમારાં દુ:ખનો વિચાર કર્યો તેમ તેમનાં દુ:ખનો વિચાર કરો છો. તેમણે તમારી સાથે જે કર્યું છે તે તમારી માટે સ્વીકાર્ય ભલે નથી. તમે સજ્જન માણસ તરીકે તેમને માફી આપી દીધી છે. હવે તમે એમની પાસે કોઈ અપેક્ષા નહીં રાખો. હવે તમારા તરફથી એમને કોઈ રીતે હેરાન કરવામાં નહીં આવે. એમને જે કરવું હોય તે કરે. તમને એમની માટે સહાનુભૂતિ નથી, લાગણી નથી. તમારા હાથમાંથી તમે જે ગુમાવ્યું છે તે તેમને હેરાન કરવાથી પાછું મળવાનું નથી. તમે એમને મુક્ત રાખો. તમે એમની સાથે સંલગ્ન નહીં રહી શકો તે સાચું. તમે તેમના દુશ્મન નહીં બનો તે તમારી ઉદારતા હશે. લીલીછમ હરિયાળીમાં ચાલતા ચાલતા તમને કાંટો વાગી જાય છે તો તમે કાંટો કાઢીને ફેંકી દો છો. તમે હરિયાળીને દોષ દેતા નથી. તમને દુ:ખ આપનાર માટે તમે આક્રમક નહીં બનો. તમે એમને છોડી દો મતલબ તમે એમણે આપેલાં દુ:ખનો જવાબ માંગવાનું છોડી દો. તમે આજે થોડુંક ગુમાવ્યું છે ને તેની સામે ઘણું બધું ગુમાવ્યા વિનાનું મેળવી લીધું છે. તમને જે મળ્યું છે તે પૂરતું છે. તમને જે મળ્યું નથી તે થોડું છે. એને મહત્ત્વ નથી આપવું. દુ:ખ અને દ્વેષ અને દયાનું આ મનોમંથન છે. - ૧૫ Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાવ જોવાની આદત આત્મનિરીક્ષણ વિનાનો ધર્મ એટલે શ્વાસ વિનાનું શરીર, ધર્મ કરો એમાં આત્માને લાભ. ધર્મ દ્વારા આત્માને યાદ કરો કે આત્મા દ્વારા ધર્મને યાદ કરો. તમે શું કરી રહ્યા છો તે સામો માણસ જોઈ શકે. તમે શું કરી રહ્યા છો તે તમને દેખાતું નથી. કરવું છે માટે કરી લો છો. બોલવું છે માટે બોલી નાંખો છો. તમે જે કર્યું તે બીજા જોશે, તમે જે બોલ્યા તે બીજા સાંભળશે, તમે જે કરશો એનો પ્રતિભાવ આવશે. તમે જે બોલશો તેનો પડઘો પડશે. તમને સાનુકૂળ નહીં લાગે પ્રતિભાવ, નારાજ થશો, તમને અનુકૂળ લાગશે પ્રતિભાવ, રાજી થશો. તમારો અભિગમ કોઈ નથી. પ્રતિભાવ મુજબ ખુશ કે નાખુશ થતા રહેવાનું. તમને મળી રહેલા પ્રતિભાવ કડવા હોય અને એ તમને ગમી શકતા ન હોય તો તમે વ્યથા અનુભવશો. આ વખતે આત્મનિરીક્ષણ કરો. તમને જે પ્રતિભાવ નથી ગમ્યો તે પ્રતિભાવ ખરાબ છે એ તમને સમજાઈ રહ્યું છે તો હવે નક્કી કરી લો કે મારા તરફથી બીજાને આવો પ્રતિભાવ નહીં મળે. મને ગાળ સાંભળવી નથી ગમતી તો હું બીજાને ગાળ નહીં આપું. મારી સાથે છળપ્રપંચ થાય એ મને નથી ગમતું તો હું બીજાની સાથે છળપ્રપંચ નહીં કરું. મને ઠપકો સાંભળવો નથી ગમતો તો હું બીજાને ઠપકો નહીં આપું. મને બદનામી નથી ગમતી તો હું બીજાની બદનામી નહીં કરું. મને માર ખાવો નથી ગમતો તો હું બીજાને મારીશ નહીં. સામી વ્યક્તિ તમારી સાથે જે વર્તન કરે છે તે ફક્ત વર્તન નથી. તમે ભૂતકાળમાં એ વ્યક્તિ સાથે જે કાંઈપણ કરી ચૂક્યા છો તેનો જ પ્રતિભાવ છે. તમે ભૂતકાળમાં ત્રાસ આપ્યો હશે તો તમને ત્રાસ મળે છે, તમે ભૂતકાળમાં ઉપેક્ષા કરી હશે તો તમારી ઉપેક્ષા થાય છે. તમે ભૂતકાળમાં બીજાને ફસાવ્યા હશે તો તમારે ફસાવું પડે છે. સાથે રહેલી વ્યક્તિઓ પ્રતિભાવ આપે છે તેમ આપણા વર્તમાન સાથે જોડાયેલો ભૂતકાળ પણ પ્રતિભાવ આપે છે. સહવર્તી લોકો કદાચ ન આપે, ભૂતકાળ તો તમારી કક્ષા મુજબનો પ્રતિભાવ તમને આપશે જ. દસ દિવસ જૂનો ભૂતકાળ. તમે રોજ શ્રીખંડ ખાતા જ રહ્યા. વર્તમાન દિવસ છે અગિયારમો. તમને શરદી થશે જ. ત્રણ રાતનો ભૂતકાળ. ત્રણે રાત સૂતા નહીં, ઊંધ જ ના લીધી. ચોથા દિવસે સખત થાક લાગશે, ભૂતકાળનો પ્રતિભાવ. ભૂતકાળ દૂરનો હોય છે, નજીકનો હોય છે. એ પ્રતિભાવ બતાવે જ છે. કાકા કાલેલકરે સરસ વાત લખી છે. | ‘આ દુનિયામાં બધું બદલાય છે. ભૂતકાળ બદલાતો નથી. બધું અસ્થિર છે, ભૂતકાળ સ્થિર છે.' તમને વ્યક્તિ કે ભૂતકાળ પાસેથી જે મળ્યા કરે છે તે પ્રતિભાવોને ઓળખતા રહો. તમને ના ગમતું તમારી સાથે બને ત્યારે તમે એવું બીજા સાથે ન કરવાનો સંકલ્પ કરો. તમે આગથી દાઝવાનું પસંદ નથી કરતા તો બીજાના ઘરમાં આગ ના લગાડશો. તમારા તરફથી બીજાને મળનારો પ્રતિભાવ ખરાબ હોય તો એ તમારી જવાબદારી બની જશે. તમે બીજાને દુ:ખ પહોંચાડ્યું તે જ ક્ષણે તમારાં ભવિષ્યમાં દુ:ખનો પ્રવેશ થશે તે નક્કી થઈ ગયું. તમારી જવાબદારી એ છે કે તમે તમારા પ્રતિભાવને કાબૂમાં લો. લોકો કહે છે કે સ્વભાવ સુધારવો જોઈએ. હું તો સ્પષ્ટ રીતે માનું છું. પ્રતિભાવ સુધારવા જોઈએ. ખરાબ પ્રતિભાવ હરગિઝ વ્યક્ત ના થવો જોઈએ. પ્રતિભાવ બગાડીને તમે સામા માણસ સાથેનો સંબંધ બગાડો છો, ખુદ તમારી પોતાની છાપ બગાડો છો અને ભવિષ્યના એક ખુણાને અસલામત બનાવો છો. તમને સાંભળવા મળે તે ગમે તેવું હોય કે ના હોય એનો પ્રતિભાવ ખરાબ નીકળે નહીં તેનું ધ્યાન રાખજો. તમારી સાથે થનારું વર્તન સારું હોય કે ના હોય, તમારા તરફથી એનો પ્રતિભાવ ઉગ્ર ના જ હોવો જોઈએ. ખરાબ કે તીખો કે ઉગ્ર કે આક્રમક પ્રતિભાવ એમ પૂરવાર કરે છે કે તમે સારા માણસ નથી. આખા દિવસ દરમ્યાન તમારા તરફથી ખરાબ પ્રતિભાવો કેટલા વ્યક્ત થયા છે તે રાતે સૂતાં પહેલાં શોધી કાઢો. આવતી કાલે એ પ્રતિભાવો રિપીટ નથી કરવાના તેવી ધારણા બાંધો, જાગતા રહેજો. - ૧૩ ૧૮ છે Page #13 -------------------------------------------------------------------------- ________________ પરિવર્તન તમારે આત્મપરિવર્તન કરવું હશે તો ત્રણ કામ કરવા પડશે. આત્મનિરીક્ષણ, આત્મવિશ્વાસ અને આક્રમક અભિગમ. તમારા ખાતે જમા થયેલી ભૂલો તમારે જોવી પડશે. તમે કરી હતી અને તમે કરો છો તે ભૂલોનું લીસ્ટ બનાવો. રીતસર કાગળ અને પેન લઈને બેસો. એક એક ભૂલોને યાદ કરીને લખો. એ ભૂલોનો બચાવ કરવાની દાનત રાખતા નહીં. એ ભૂલો કરી તેનો ખુલાસો પણ આપવાનો નથી. એ ભૂલો થઈ છે તેની અંગત કબૂલાત કરવાની છે. તમે પોતાની જાતને ઠપકો આપી શકો છો. તમે પોતાની પાસે જવાબ માંગી શકો છો. શા માટે આ ભૂલો મેં કરી હશે ? તમે એ દરેક ભૂલો બદલ પસ્તાવો અનુભવો. તમારી ભીતરમાં વલોપાત જગાડો. તમારી લાચારી કે કમજોરી અંગે રંજ અનુભવો. પહેલું કામ આ છે. આત્મ નિરીક્ષણ. તમે વિચારો, હિંમત કે સાથે વિચારો. આ બધી ભૂલો સુધરી શકે તેવી છે કે નહીં ? અમુક ભૂલોમાં સુધારો કરી શકાય તેમ છે. અમુક ભૂલોમાં તમે પોતે લાચાર છો. એ ભૂલ હમણાં રહેવા દો. એનો ઇલાજ પછી થશે. જે ભૂલો સામે તમે લાચાર નથી, જે ભૂલોમાં તમે એકદમ ફસાયેલા નથી તે ભૂલોને જુદી તારવો. આ ભૂલો ખરાબ છે માટે મારે એમાં સુધારો કરવો છે તેવું વિચારો. તમે જો ગભરાશો કે મૂંઝાશો તો મજા નહીં આવે. તમે એ ભૂલોની સામે લડવામાં સફળતા મેળવી શકો છો એવું દૃઢપણે વિચારો. તમે ધારશો તો એ ભૂલો છૂટશે. તમે નક્કી કરશો તો એ ભૂલમાંથી તમે જરૂર બહાર આવી શકશો. તમે ઢીલા હશો તો મેળ નહીં પડે. તમારે મજબૂત બની રહેવાનું. આ બીજું કામ. આત્મવિશ્વાસ. - હવે તમે શરૂઆત કરો. એક ભૂલ તમે છોડી રહ્યા છો. એક ખરાબ કામનું ખાતું તમે બંધ કરી રહ્યા છો. એક પાપ તમે મોકૂફ રાખી રહ્યા છો. કચકચાવીને મહેનત કરજો. તમે ગભરાતા હશો તો પાપ છૂટશે નહીં. તમારી આશા અખૂટ રાખો. તમે નવુ સંસ્કારધન અર્જીત કરી રહ્યા છો. તમે નવાસવા છો તેવું માનો નહીં. તમે આગળ વધી રહ્યા છો. તમે પ્રગતિના પંથે છો. તમે ડરતા નહીં, તમે હારતા નહીં, તમે ટકી રહેજો . તમે નિર્ણયને વળગી રહેજો . ધીમે ધીમે ગોઠવાતું જશે. તમારે પરિવર્તન માટે આ જ દિશામાં ચાલવું પડશે. તમે તમારી ભૂલનો વિચાર નહીં કરો તો તમારા મનમાં પરિવર્તનનો વિચાર નહીં જાગી શકે. તમે પરિવર્તન માટે આત્મવિશ્વાસુ હશો નહીં તો તમારામાં હિંમત નહીં આવે. હિંમત નહીં આવે તો તમારામાં ફરક આવી નહીં શકે, તમે આજ સુધી જિંદગી જેમ તેમ જીવી ચૂક્યા છો. હવે પછી તમે ગંભીરતાપૂર્વક નિર્ણય લઈને જીવનને આગળ વધારવા માંગો છો. તમારે પરિવર્તન પદ્ધતિસર અને સુરેખ ઢબે કરવાનું રહેશે. તમે પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો છે. તમે જીતવાના જ છો. બેસ્ટ ઑફ લક. - ૧૯ ર0 , Page #14 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ત્રણ સ્તર ત્રણ જીવન છે. શરીરનું જીવન. મનનું જીવન. આત્માનું જીવન. શરીર શ્વાસ લે, શ્વાસ મૂકે. શરીરમાં હૃદય ધબકે, રક્તનું પરિભ્રમણ થાય. હોઠ અને જીભ દ્વારા શરીર બોલે છે અને ખાય છે. શરીર આંખો દ્વારા જોઈ શકે છે. શરીર કાન દ્વારા સાંભળી શકે છે. શરીરમાં રોગ થાય છે અને મટે છે. શરીર થાકે છે અને ફ્રેશ થાય છે. શરીર જુવાન થાય છે અને વૃદ્ધ થાય છે. શરીરનું જીવન છે. મન વિચારે છે. મન કલ્પના કરે છે. મનમાં આનંદ અને શોક જાગે છે. મનમાં ડર અને સંતોષ વસે છે. મનમાં ચિંતા અને હિંમત હોય છે.મન પાસે નિર્ણય અને ઉતાવળ છે. મન પાસે આયોજન અને રૂપરેખા છે. મન સમજે છે. મન સ્વીકારે છે. મન અસ્વીકાર જાહેર કરે છે. મન મૂંઝાય છે અને રાહત મેળવે છે. મનની દુનિયા અગોચર છે. મનનું જીવન છે. આત્માનું જીવન, ઈંતે હચમને શરીર. શાશ્વત અને અવિનાશી, ગયા જન્મમાં આત્મા હતો. આ જન્મમાં એ જ આત્મા છે. આવતા જન્મમાં આત્મા આ જ હશે. આત્મા શરીર અને મનનું અધિષ્ઠાન છે. આત્મા ભીતરનો ભેરુ છે. આત્મા પરમાત્માનું પ્રાકટ્ય કરી શકે તેવો સક્ષમ છે. આત્મા ચોર્યાશીનાં ચક્કરમાં રઝળપાટ કરે છે. આત્મા અલખ અને નિરંજન છે. આત્મા અવધૂત છે. આત્મા આંતરચેતના છે. આત્માને જોઈ શકાતો નથી, અનુભવી શકાય છે. આત્માને મળી શકાતું નથી, એને સમજી શકાય છે. શરીરનું જીવન આત્મા ચલાવે છે. શરીર દ્વારા થતી દરેક ક્રિયા આત્મા દ્વારા થાય છે. ઊભા થવું હોય કે બેસવું હોય આત્માની સહાય શરીરને મળે છે. સાંભળવું હોય કે બોલવું હોય આત્મા વિના શરીર નહીં ચાલે. ઊંઘવું હોય કે જાગવું હોય, શરીરમાં વસેલા આત્માનો સાથ લેવો જ પડે છે, લખવું હોય તો આત્માનો સાથ જોઈએ છે, લખેલું વાંચવું હોય તો આત્માની સહાય જોઈએ છે. જીવવું હોય તો આત્માની જરૂર. મરવું હોય તો પણ આત્માની જરૂર. હા, મડદાં નથી મરતાં. જીવતા માણસો જ મરે છે. શરીરનું જીવન આત્મા ચલાવે છે. આત્મા હટી જાય છે અને શરીરનું જીવન પૂરું થઈ જાય છે. હર એક સિકંદરકા અંજામ યહીં દેખા મિટ્ટીમેં મીલી મિટ્ટી પાની મેં મીલા પાની મનને આત્મા જ ચાલતું રાખે છે. મનની યાદશક્તિ એ આત્મારામની કૃપા છે. મનની સમજશક્તિ આત્માનું જ અવતરણ છે. મનની આશા અને નિરાશા, આત્માની ચેતના છે. મનના સંતોષ અને અસંતોષ, આત્માના સથવારે વહે છે. મન પર આત્માની શક્તિનું વર્ચસ્વ છે. સંસારને આત્માનો ટેકો છે. આત્મા શરીર અને મનને કામ લાગે છે. શરીરની એષણા અને મનની માગણીને પંપાળતી વખતે આત્માનો વિચાર થવો જોઈએ. આત્મા શરીરને સાચવે છે. આત્મા મનને સાચવે છે. શરીર આત્માને નથી સાચવતું. મન પણ આત્માને નથી સાચવવું. શરીર માટે આત્માની ઉપેક્ષા થતી જ રહે છે. શરીર પરલોકમાં સાથે નહોતું છતાં તેના ભાવ બોલાય છે. આત્મા પરલોકમાં સાથે હતો છતાં તેની ઉપેક્ષા થાય છે. મન મૃત્યુ પછી બૂઝાઈ જવાનું છે. આત્માની જયોત ઝળહળતી રહેશે છતાં મનની માંગ પૂરી થાય છે અને આત્માની માંગનો વિચાર સુદ્ધાં થતો નથી. આત્માનું જીવન કિંમતી છે. આત્માનું જીવન આપણાં અસ્તિત્વનું મૂળભૂત ઘટક છે. શરીરની કાળજી જેમ લેવાય છે તેમ આત્માની કાળજી લેવી જોઈએ. મનની ભાવના સચવાય છે તેમ આત્માની ચેતનાને સાચવવી જોઈએ. શરીર માટે આત્માની ઉપેક્ષા ન થવી જોઈએ. મનની પાછળ જ નિર્ણય દોડવા જોઈએ નહીં. આત્મા આપણી ઓળખ છે. શરીર અને મને મહોરું છે. આત્મા આપણું કુટુંબ છે. શરીર અને મન કેવળ પાડોશી છે. આત્મા જ સૌથી અગત્યનો છે. આત્મા જ સર્વસ્વ છે. ચિંતા આત્માની કરવી ઘટે, વિચાર આત્માનો જ થવો જોઈએ. - ૨૨ - ર Page #15 -------------------------------------------------------------------------- ________________ તમે કોણ છો ? આજથી થોડાક વરસ પૂર્વે તમે જન્મ લીધો. આજથી થોડાક વરસ પછી તમારું જીવન પૂર્ણ થઈ જવાનું છે. જનમ પૂર્વે તમે જીવતા હતા. મૃત્યુ પછી તમે જીવતા હશો. તમે શરીર નથી, તમે આત્મા છો. તમે આજે પૈસા પાછળ મહેનત કરો છો, એ પૈસા તમારું ઘર સારું ચાલે તે માટે કામ લાગે છે. એ પૈસાના જોરે સમાજમાં તમારું નામ પ્રસિદ્ધ થયું છે. છતાં એ પૈસો તમારી ઓળખાણ નથી. એ પૈસા છેલ્લામાં છેલ્લે તમારી સ્મશાનયાત્રા સુધી કામ લાગશે. પછી તમે એકલા હશો. તમે આજે ઘર અને પરિવાર પાછળ ખાસ્સો બધો સમય ફાળવો છો. તમારી માટે એ જીવનનું લક્ષ્ય બની ગયા છે. ઘરમાં રહેવા મળે છે. પરિવાર સાથે આનંદ મળે છે. ઘર અને પરિવાર સાથેના સંબંધનું આયુષ્ય શાશ્વત નથી. એક દિવસ આ બંનેથી અલગ થઈ જવાનું છે. તમારું ઘર અને તમારી ફેમિલીલાઈફ એ તમારી સાચી ઓળખ નથી. તમને યાદ ન હોય તેવા ઘણાં કામો તમે નાનપણમાં કર્યા છે. તમને ખબર ન હોય તેવી ઘણી ઘટના દુનિયામાં બને છે. એ બંનેનું અસ્તિત્વ જેમ નકારી શકાતું નથી એમ તમારી અંદર એક આત્મા છે તેનું અસ્તિત્વ તમે નકારી ના શકો. તમે એને યાદ નથી કરી શકતા, તમને એની હાજરીની અનુભૂતિ પણ નથી એ જુદી વાત. આત્મા તો અલગ અને અનોખો છે જ. તમારી સમક્ષ ધંધામાં આગળ વધવા માટે દસ કે પંદર વરસનું એક પ્લાનીંગ છે. એ નિશ્ચિત દોરી પ્રમાણે તમે આગળ ચાલો છો. તમને ખબર નથી કે દસપંદર વરસબાદ શું થશે ? તમે ધારો છો તેવું પરિણામ આવશે કે નહીં આવે, તેની જાણ તમને નથી, છતાં તમે એ અણજાણ ભાવિ માટે મહેનત કરો છો. આવી મહેનત આત્મા માટે થવી જોઈએ. આત્માને નજર સમક્ષ રાખીને દસ પંદર વરસ પછીનું કોઈ લક્ષ્ય નથી હોતું. દસ પંદર વરસ પછી નવી સફળતા હાથમાં આવશે કે નહીં આવે તે નક્કી નથી. એ વખતે તમારો આત્મા તમારી સાથે હશે નક્કી છે. તમારી સંવેદના અને તમારી ચેતના શરીર પૂરતી સીમિત નથી. તમારું મન એ તમારી અંતિમ લાગણી નથી. તમારી ઇચ્છા એ તમારો મૂળભૂત અવાજ નથી. તમારી વેદના એ તમારી સાચી ઓળખ નથી. તમારું કોઈ વ્યક્તિત્વ છે. તમારું અસ્તિત્વ છે. તમારી અસ્મિતા છે. તમે હજારો વરસ પછી પણ ચેતનાવાનું હશો. તમારી સાથે તમારી અનુભૂતિ અને સંવેદનાઓ હશે. તમે તમારી આજની જિંદગીને ભૂલી ચૂક્યા હશો. તમારા આજનાં દુઃખે ત્યાં નહીં હોય. તમારા આજનાં સુખ વિના તમે જીવંત હશો. એ હજારો વરસ પછીની તમારી જિંદગીને ચલાવતો હશે એ તમારો આત્મા હશે. તમે કોણ છો? તમે આત્મા છો. તમે શરીરમાં છો. તમે આત્મા છો. તમે શરીર નથી. તમે આત્મા છો. ૨૩ ૨૪ - Page #16 -------------------------------------------------------------------------- ________________ મારું મૃત્યુ મારું સપનું મારા જ શ્વાસ મને દગો દેતો હશે. મારા હૃદયના ધબકારા હાંફતા હશે. મારી આંખોનાં પોપચાં થાકી ગયા હશે. મારા શરીરનું વજન પથારી પર ફેલાઈ ગયું હશે. મારી જીભ પાસે ઉચ્ચારણ નહીં હોય. મારા હોઠો પર શબ્દો ગોઠવાશે નહીં. મારાં જીવનનો છેલ્લો દિવસ હશે. છેલ્લી ઘડી હશે. મારી યાદશક્તિ કમજોર હશે. મનમાં ચાલતા વિચારો શૃંખલાબદ્ધ નહીં હોય અને છતાં મારું એ મૃત્યુ કેવું હોય એ વિશે મારું સપનું છે. મારા મૃત્યુ વખતે મારા બંને હાથ ખાલી હશે. બેફામે લખ્યું છે તેમ – ખાલી રહ્યાં’ ના હાથ મારા પણ કફન નીચે મૃત્યુની પછી હું ય સિકંદર બની ગયો. મારા મરણ સમયે મારું મન ખાલી હશે તે મારું સપનું છે. મને કોઈની માટે દ્વેષ નહીં હોય. સંબંધ માટે નિયત થયેલાં વરસો પૂરા થઈ જાય છે તે ઘડીએ એ સંબંધમાં રહેલી ખારાશ અને કડવાશની વિદાય પણ નક્કી થઈ જાય છે. વિશ્વમાંથી વિદાય લઉં તે પહેલા મારા મનમાંથી મારાં નાનકડાં વિશ્વ માટેની મમતા પણ વિદાય લેશે. મારી પાસે આપવા જેવું શું હતું ? થોડો પ્રેમ, થોડો આક્રોશ, થોડો ગુસ્સો, થોડો જુસ્સો. મેં આપ્યું છે તે બધું સારું જ હતું કે ખરાબ જ હતું તેવી અંતિમ અવધારણા નહીં બાંધી શકું. મૃત્યુના સમયે, આપવાનો વહેવાર પૂરો થઈ જશે. મારા ગયા પછી મેં આપેલું જીવતું રહેશે. હું ભાવના રાખીશ કે મારી પાછળ મારાં સારાં પ્રદાનો જીવે અને મારાં ખરાબ પ્રદાન ભૂંસાઈ જાય. મને ખબર છે કે આ મારા હાથમાં નથી. મેં ન કરવા જેવું જે કરી લીધું છે તે મારા ગયા પછી પણ મારાં સ્વજનોનાં દિલમાં જખમ રૂપે જીવશે. એ લોકો મને માફ ભલે કરી દે. મને તો મારી ભૂલનો રંજ રહેવાનો જ. મરવાની ક્ષણે મને મારી ભૂલો યાદ આવશે. મારો જીવ નીકળે તે પૂર્વે મારી આંખોમાંથી પસ્તાવાનાં અખૂટ આંસુઓ નીકળશે. હું સૌને યાદ કરીને મનોમન માફી માંગીશ. મારા માટેની તમામ ફરિયાદોના ખુલાસા હું કરી શકવાનો નથી. હું મારી તમામ નિર્બળતાઓની કબૂલાત કરી લઈશ. બોલાશે તો નહીં. હું વિચારીશ અને સ્વીકારીશ. મારી પાસે અઢળક પશ્ચાતાપ હશે. મારા મનમાં બીજાની માટે કશો ડંખ નહીં હોય અને સૌનાં મનમાં મારી માટે ગેરસમજ ના રહે તેવી મારી તમન્ના હશે. મને સૌની પાસેથી ખૂબ બધું અને ઘણું બધું અને ખાસ્સે બધું મળ્યું છે. મારે તેનો આભાર માનવાનો બાકી છે. જીવનના આખરી શ્વાસોની સાથે હું સૌને કૃતજ્ઞભાવે નિહાળીશ. મને એ સૌ તરફથી વિશ્વાસ, પ્રેમ, માર્ગદર્શન, સદૂભાવ, સમજદારી અને કેટલુંય મળ્યું છે તે મને યાદ આવશે. મારા રોમાંચ ખડા થઈ જશે. મારા જેવા પામર અને મામૂલી માણસને આટલા બધા ઉપકારો વરસાવીને સંતુષ્ટ રાખનારા મારા તમામ સ્વજનોને હું અત્યંત આદર ભાવે નિહાળીશ. મારા આત્મા પાસે રહેલી સંવેદનામાંથી નીપજેલી મમતા હું વાગોળીશ. સંબંધો પૂરા થઈ રહ્યા હશે તે સાથે જ મારે મમતા પૂરી કરવાની હશે. છેલ્લા શ્વાસ મારી મમતાને મારે વિદાય આપવાની છે. સ્વજનો સાથે નહીં આવે અને એમની મમતા સાથે આવશે તો મારા આત્માને અસંતોષ રહેશે. મારે સંતોષ સાથે જવું છે. મમતા રાખીને જીવવાનું જીવી લીધું. મમતા રાખીને મરવાનું ન હોય. મમતા છોડીને જ મરાય. જીવ સદ્દગતે જાય તે માટે મમતાનું વિમોચન હું કરીશ. મમતા છૂટી જશે પછી મારા આયુષ્યનાં બંધન તૂટશે. આખરે મારું શરીર છૂટશે. મને ખબર નથી હું ક્યાં જઈશ. મને ખબર છે કે હું જયાં જઈશ ત્યાં વધુ સારો બનીને બહાર આવીશ. મારું મૃત્યુ અને મારું સપનું સાકાર થાય તેવી પ્રભુ પ્રાર્થના. ૫ ૨૬ Page #17 -------------------------------------------------------------------------- ________________ બે પૈસાનું લાક્યું એક સરસ ભજન વાંચેલું, વરસો પહેલાં. એના શબ્દો દ્વારા મનમાં હિલ્લોળ સર્જાયેલો. આજે પણ તે અકબંધ છે. ભજનની વાત લાકડાં પર ચાલી હતી. આપણાં જીવનમાં સાચો મિત્ર મળે તે આપણું સભાગ્ય. જીવતા અને મરતાં સાથ આપે તે મિત્ર, જન્મ થયો ત્યારથી છેક મૃત્યુ સુધીમાં સૌથી વધુ કામ લાગ્યું છે લાકડું. જન્મ પૂરો થયો પછી પણ સૌથી વધુ કામ લાગ્યું છે લાકડું. જૂના જમાનાની વાત છે. આપણો જન્મ થાય છે, સૂવા માટે ઘોડિયું રાખ્યું હોય છે તે લાકડાનું હોય છે. રમવા માટેનો ઘુઘરો લાકડાનો. ચાલતા શીખવા માટે ત્રણ પૈડાની નાનકડી ઠેલણગાડી હતી, લાકડાની બનેલી. રમવા માટે વડવાઈઓ પર લટકતા, લાકડું. રમત રમતા તેમાં ગિલ્લીદંડા ફેવરીટ હતો, લાકડું. ગાય ચારવા જતા, લાઠી લાકડાની. ગાય કે ભેંસ તોફાને ચડે તો બે પગ વચ્ચે લાકડું લટકાવતા. બહારગામ જવું હોય તો ગાડું હતું લાકડાનું. ખેતર ખેડવાનું હળ હતું લાકડાનું. મોટા થયા, પૈસા કમાયા, તિજોરીમાં પૈસા મૂકતા. તિજોરીમાં વપરાતું, સીસાનું લાકડું. ઘર તો બનાવ્યું, બારીબારણા વિના સલામતી નહોતી, બારી અને બારણાં બન્યાં લાકડાનાં. ખેતરમાં માંચડા બનાવતા, લાકડું. ઘરમાં રસોઈ માટેનો ચૂલો હતો, લાકડું વપરાતું. પ્રસંગોની ઉજવણીમાં ગામ ભેગું થઈને નાચતું, રાસ માટેના દાંડિયા અને ઢોલ વપરાતા તેની બનાવટ લાકડાની જ રહેતી. ઘે૨ કપડાં મૂકવા માટેના પટારા હતા, લાકડાના, નદી પાર કરવા નાવ કે તરાપો વાપરતા, લાકડું. કડકડતી ઠંડીમાં તાપણું કરતા, લાકડું બાળીને. ભર ઉનાળે વડપીંપળના છાંયડે નીંદર લેતા, લીલું લાકડું, રાતે જંપીને ઊંઘી જવાનો ખાટલો, લાકડાનો જ તો હતો. લાકડું જિંદગીભર સાથે રહ્યું છે. ગામરખોપા માટે હાથમાં રખાતી કડિયાળી ડાંગ લાકડાની. બુઢાપામાં પગ ડગમગતા હતા ત્યારે હાથમાં પકડેલી લાઠી પણ લાકડાની. બે પૈસાનું લાકડું જીંદગીભર દોસ્તી નિભાવે છે. છાપરાનું ઘર અને તેનો મોભ લાકડાનો રહેતો. લાકડું આખા ઘરનો મોભી હતું, આખા જીવનનો મોભી હતું. આજે પ્લાસ્ટિકનો અને સ્ટીલનો સસ્તો જમાનો છે. લાકડાની ભેજભીની દોસ્તી આજની પેઢીનાં નસીબમાં નથી. જૂનો જમાનો લાકડાનો જોરે જીત્યો અને કેવળ જીવવાની વાત નથી. પતિ, ભાઈ, બહેન, માતા, પિતા, મિત્રો, પરિચિતો, આ સૌ સાથે રહે છે, જીવન ચાલે ત્યારે સુધી. મર્યા પછી સૌ આપણને વિદાય આપે છે. મર્યા બાદ આપણી સાથે લાકડું રહે છે. આપણી નનામી લાકડાની હોય છે અને એ લાકડું આપણી સાથે બળી જાય છે. સ્મશાનનું લાકડું પણ આપણી સાથે જ બળે છે. મર્યા પછી પણ આ લાકડું સાથ નિભાવે છે, જિંદગીનો સૌથી સાચો દોસ્ત આ લાકડું છે. ભજન મજાની વાત કરે છે, તમે જેને પોતાના માની રહ્યા છો તે દગો દઈ દે છે. તમે જેની નોંધ પણ લેતા નથી તે સતત તમારી સાથે રહે છે. બે પૈસાનું લાકડું આપણને સતત સાચવે છે. તે તો ઠીક, એ લાકડું આપણી પાસેથી કોઈ જ અપેક્ષા રાખતું નથી. એ લાકડું પોતાનો હકદાવો ક્યારેય નથી નોંધાવતું. આ ભજનના લખનારે વિજ્ઞાનના નિયમનો ઉલ્લેખ કર્યો નથી. વાતાવરણમાં રહેલાં કાર્બનડાયોક્સાઈડને ગળી જનારાં લીલાં પાંદડાને આ લાકડું ઉગાડે છે. ભગવાનના ખોળે મૂકાતા ફૂલોને નાજુક લાકડું ઉગાડે છે. સ્વાદની સહસ્ર વિધા ધરાવતાં ફળોને લાકડું ઉગાડે છે. આપણા હાઈવે પર લીલો કુંજાર છાંયડો આ લાકડું પાથરે છે. ભજનનું કેન્દ્ર લાકડું હોવા છતાં લાકડું નથી. ભજન એમ કહે છે : આ લાક જેવો સાથ અને સહકાર આપે છે તેવો સહકાર પરિવાર કે પરિચિતો પાસેથી મળતો નથી અને મળવાનો નથી. આટલી ચુસ્ત, પ્રામાણિક સેવા આપનારાં લાકડાં માટે મને જો મમતા નથી થતી તો લાકડાં કરતાં ઓછી સેવા કરનારા કુટુંબ અને પરિવાર પર મને મમતા ના થવી જોઈએ. પરિવાર કરતાં લાકડું વધુ ઉપકારી છે. લાકડું બે પૈસાનું લાગે છે. પરિવાર તો પોતાનો સ્વાર્થ ચૂકતો જ નથી. તેની કિંમત શું કરવાની ? ૨૮ - Page #18 -------------------------------------------------------------------------- ________________ એક રે દિવસ એવો આવશે ! સવાર પડી હશે. ઘરમાં ઘણા લોકો ભેગા થયા હશે. સ્મશાને જવાની તૈયારી ચાલતી હશે. ઘરમાં એક નનામી પડી હશે. એક જીવતો માણસ મડદું બની ગયો હશે. તેને નનામી પર બાંધવાનો હશે, એને નવડાવીને દોરીથી બાંધી દેવામાં આવશે. એ તમે હશો. ઘરમાં સૌ રોતા હશે. એક ફોટો મૂકાયો હશે ઘરમાં. એ નવા ફોટા સમક્ષ દીવો અને અગરબત્તી જલાવ્યા હશે. સુખડનો હાર ચડાવ્યો હશે. એ ફોટામાં રહેલી વ્યક્તિ ખુદ તમે હશો. નનામી ઉચકાશે. રોડ પર ચારસો પાંચસો માણસોનું ટોળું ચાલતું હશે. બધા જ માણસો જીવતા હશે. એક જ માણસ જીવતો નહીં હોય. બધા જ ચાલતા હશે. એક માણસ ચાલતો નહીં હોય. એ તમે હશો. ચિતા પર નનામી મુકાશે. લાકડાનો ગંજ ખડકાશે. આગ ચાંપવામાં આવશે. આસપાસ ટોળે વળેલા લોકો વાત કરતા હશે. બધા આગથી દૂર બેઠા હશે. આગમાં એક માણસ સૂતો હશે. એ તમે હશો. આગ શરીર પર પથરાશે. વિરોધ નહીં થાય. ચામડી બળી જશે. વાળ સળગી જશે. આંખો આગમાં હંમેશ માટે ઓગળી જશે. હાડકા સિવાય બધું ખાખ થઈ જશે. એ શરીર જેનું હશે તે વિરોધ નહીં કરે, ચીસો નહીં પડે, ભાગી નહીં જાય. એ તમે હશો. રોજ ઘરમાં વાત કરનારો અવાજ ગાયબ હશે. રોજ સવારે ઊઠી જનારો માણસ ઘરમાં હાજર નહીં હોય. રોજ આખા ઘરને માથે લેનારી વ્યક્તિ ગુમનામ હશે. ઘર એ જ હશે, ઘરનો માલિક હાજર નહીં હોય અને એ તમે હશો. છાપાનાં છેલ્લાં પાને જાહેરાત આવી હશે. બેસણું હશે તેનો સમય જાહેર થયો હશે. પરિવારના સભ્યોની સહી પણ છાપવામાં આવી હશે. જગ્યા અને તારીખ પણ લખાયા હશે. એ જાહેરાત સાથે એક ફોટા છપાયો હશે અને એ તમે હશો. પરિવારજનો એમને યાદ કરતા હશે. મિત્રો એમના સ્વભાવનાં વખાણ કરતા હશે. ઓળખીતાઓ એમની માટે સારા શબ્દો બોલતા હશે. દુશ્મનો પણ એમને માફ કરીને ઘરે બેસવા આવ્યા હશે. એક વ્યક્તિની પાછળ એક નાનકડું વિશ્વ રોતું હશે. એ કોણ હશે ? એ તમે હશો. ઘરમાં ઘડિયાળ ચાલતું જ રહેશે. દિવસમાં દસવાર ઘરનો દરવાજો ઉઘડતો રહેશે. નવા મહેમાનો આવશે. નવા નિર્ણયો લેવાશે. કૅલેન્ડરની તારીખો બદલાતી રહેશે. મહિનાઓ વહેશે. વરસો વહેશે. સૌ પોતપોતાની રીતે ગોઠવાઈ જશે. એક વ્યક્તિ હવે કેવળ ભૂતકાળ બની જશે. એ તમે હશો. તમારું આ એક નિશ્ચિત ભવિષ્ય છે. એક દિવસ એવો આવવાનો જ છે. તમે દવાઓ લીધી હશે, ઑપરેશન કરાવ્યા હશે. સારામાં સારા ડૉક્ટરો સાથે બેઠક યોજી હશે. દેશ-વિદેશના ખ્યાતનામ ચિકિત્સકો દ્વારા તમારો ઉપચાર થયો હશે. જેને જીવવાની ખૂબ ઇચ્છા હશે અને છતાં જે જીવી શક્યો નહીં હોય એ ખુદ તમે હશો. - ૨૯ 30 - Page #19 -------------------------------------------------------------------------- ________________ એવું જ માંગુ મોત પ્રભુ પાસે હકથી માંગી શકાય તેવી ભક્તિ મે કરી નથી. પ્રભુને પૂજા છે, પ્રભુનું માથું રાખ્યા છે, પ્રભુને આત્મસર્પણ કર્યું નથી. પ્રભુ માંગવાની છૂટ આપે તો જ માંગી શકાય. સમજો કે પ્રભુએ માંગવાની છૂટ આપી તો હું શું માંગી શકું ? કરસનદાસ માણેકના શબ્દો છે. એવું જ માગું મોત, હરિ હું તો એવું જ માંગુ મોત. ભગવાનને કહેવું છે કે મારે મૃત્યુ નથી જોઈતું. મારે અમર થઈ જવું છે. પરંતુ મરણ આવવાનું જ છે તો મારે એવું મૃત્યુ જોઈએ છે જે અમર હોય. મૃત્યુ અમર હોય, મૃત્યુ મને અમર બનાવે તેવું હોય, મારી આ ઇચ્છા. મૃત્યુ સમયે શું ન જોઈએ ? આ થયું હોત ને તે થયું હોત ને જો પેલું થયું હોત અંત સમે એવા ઓરડાની હોય ન ગોતાગોત મારા મૃત્યુ સાથે જ જીવન સાથેની તમામ વિચારણાઓ પૂર્ણ થઈ ગઈ હશે. મૃત્યુ એટલે જીવનની ક્ષણોની બાદબાકી. સમય જ નથી તો મુલાકાત શાની ? મુલાકાત જ નથી તો ઓરતા શાના ? મારી અધૂરી ઇચ્છાને લીધે મારાં મનમાં અજંપો જાગવો જોઈએ નહીં. જે કર્યું તે પણ ભૂલી જવાનું. જે કરવાનું બાકી રહ્યું તે પણ ભૂલી જવાનું. શું બાકી રહ્યું છે તે યાદ કરવાની કમજોરી મૃત્યુ સમયે મને ના નડે તેવી કૃપા કરજો ભગવાન. અંતિમ શ્વાસલગી આતમની અવિચલ ચલવું ગોત ઓતપ્રોત હોઉં આપમહી જ્યારે ઉડે પ્રાણકપોત મારા શરીરમાંથી મારા આત્માને બહાર નીકળવું હશે. મારા આત્મા સાથે શરીર અને શરીર સાથે સંકળાયેલો વર્તમાન સંસાર રહેવાનો જ નથી. એ બધું ધુમાડાની જેમ વીખરાઈ જવાનું છે. મારી સાથે આવશે, મેં માગ્યું હશે તો તમારું સાંનિધ્ય. મારા શ્વાસ અટકે ત્યારે પ્રભુ, તમે મારાં હૈયામાં વસજો. મારો જીવ ગભરાય ત્યારે તમે કરુણા કરીને મારામાં કામ પૂરજો બાળમંદિરથી દશમી સુધી એક જ સ્કૂલમાં ભણનારો વિદ્યાર્થી એસ. એસ. સી. પાસ થયા પછી સ્કૂલ છોડે છે. સ્કૂલમાંથી બહાર આવતી વખતે એ સ્કૂલ છોડવા બદલ દુ:ખી હોતો નથી. સ્કૂલ પાસેથી મેળવવાનું હતું એ મેળવી લીધું છે. સ્કૂલમાં જે બાકી રહ્યું તે હવે આગળ વધારવાનું છે. નવી જગ્યા. નવો મુકામ. નવું સ્થાન, નવી ગતિવિધિ. વરસો સુધી એક જ જિંદગીના સંગાથે જીવ્યા પછી જે દિવસે જિંદગીને છોડવાની હશે તે વખતે મારા મનમાં છોડવા માટેની વેદના ન હોય અને આવી રહેલા નવા મુકામની પૂર્ણ તૈયારી હોય. એવું જ માંગુ મોત. - ૧ 3ર છે Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને નિવેદન પ્રભુ મારા મૃત્યુની ક્ષણે તું મારી સાથે રહેજે. મને મરવાનો ડર નથી. તું મળી ગયો છે એનો પરમ સંતોષ છે મને. મારાં મરણ વખતે મારે મારા પૈસા છોડી દેવા પડશે, ઘર અને પરિવાર છોડી દેવા પડશે. મારું શરીર પણ મારે ગુમાવી દેવાનું છે. મારી આખી જિંદગીને, જિંદગીભરની મહેનતને છોડી મૂકીને મારે જતા રહેવું પડશે, મને એની ખાસ ફરિયાદ નથી. મારે તને છોડીને જતા રહેવાનું છે તેનો મને ઘણો રંજ છે. બીજે જન્મ થશે ત્યાં પુણ્ય હશે તેવું સ્થાન મળશે. મને પરવા નથી. સારી જગ્યા મળશે નહીં તો ચાલી જશે. મને ફિકર કેવળ એટલી જ છે કે એ પરલોકમાં તારો ભેટો મને થશે નહીં તો મારું શું થશે ? અત્યારે તો મને તારી આદત થઈ ગઈ છે. તારી પૂજા વિના મને ખાવાનું ભાવતું નથી. તારાં દર્શન વિના મારી સવાર અધૂરી લાગે છે. તારી આરતીના સોનેરી તેજ વિનાની સાંજ મને ગમતી નથી. તું મારા જીવનનો હિસ્સો બની ગયો છે. તારા શબ્દોએ મને સમજણ આપી છે. તારી હાજરી નથી તેનો ખાલીપો તારી વાણી દ્વારા ભૂંસાયો છે. મારા માનસિક સંતાપોને તારી મૂર્તિનાં મનોહર સ્મિત દ્વારા હું ભૂલી શકું છું. મારી દુનિયાદારી નિષ્ફળતાના સમયમાં તારા મંદિરના ખોળે બેસીને બેહદ નિરાંત અનુભવી છે. તારો સાથ મારા જેવા પામર માણસની મોઘેરી મૂડી છે. મરવાની ઘડી આવે ત્યારે હું હૉસ્પિટલમાં હોઈશ કે રોડ ઍક્સીડન્ટમાં જખમી થયેલો હોઈશ કે ઘરની ભીંતો વચ્ચે ભીંસાતો હોઈશ કે બીજી હાલતમાં બેહાલ હોઈશ. શું થયું હશે તેની મને કલ્પના નથી. એ ક્ષણોએ શ્વાસ લેવાતો નહીં હોય. હૃદય ધબકવામાં થાકતું હશે. મગજ વિચારી શકતું નહીં હોય. આંખો પર સફેદ અંધકાર પથરાતો હશે. આ વખતે મારે તમારો સથવારો જોઈશે, મારા નાથ. મેં તમારી માટે કાંઈ કર્યું નથી. મેં તમારી ભક્તિ કરી છે તેથી વધુ અવજ્ઞા કરી છે. હું તમારો ભક્ત ગણાવાને લાયક નથી. મારી જિંદગીને વેરણ છેરણ કરી નાંખવામાં મારા મનહૂસ સ્વભાવે જ ભાગ ભજવ્યો છે. મને મરવાના સમયે મારો સ્વભાવ નડી જશે તેની બીક લાગે છે. મારાં મરણ અને મારા સ્વભાવની ટક્કર થશે ત્યારે મારું મરણ જખમી બનીને બગડી જશે. મારા ભગવાન, મારી તમને વિનંતી છે. કે મરવાની ઘડીએ મારા સ્વભાવને તો તારા કાબૂમાં રાખજે. મારા મનમાં ઉઠતા વિચારો, મારા દિલમાં ઉઠતી લાગણી, મારા ભાવનાતંત્રમાંથી જાગતો અવાજ આ બધું જ ભગવાન તારી સાથે એકરાગ હોય તેવી મારી ઝંખના છે. મને ખબર છે કે છેલ્લી ઘડીએ જેને ભગવાન મળે તેને જનમોજનમ ભગવાન મળે છે. છેલ્લી ઘડીએ પ્રભુથી વિખૂટા રહે તેને પ્રભુ કદાપિ ફરી મળતા નથી. તમારાથી જુદા થવાની આખરી ઘડીએ હું આંખમાં આંસુ ભરીને તમારી માફી માંગીશ, હું પ્રાર્થના કરીશ કે આવતા ભવમાં મને નાનપણથી પ્રભુ મળે. હું વિનંતી કરીશ કે પ્રભુ મને આગામી જન્મારામાં પહેલેથી પોતાની નજીક રાખે. મને પ્રભુની વિદાય લેવાનું નહીં ગમે. મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ રણકાવું છું હું. મારા કાનમાં એ કલાકો સુધી ગુંજે છે. મરવાની ઘડીએ તારાથી દૂર જવાનું હશે, પ્રભુ. તું તારા હાથે છેલ્લી વખત તારા પ્રેમનો રણકાર સંભળાવજે, મને મરવાનું દુ:ખ નથી. મને તારાથી દૂર જવું પડશે તેનું દુ:ખ છે. મર્યા પછી હું ક્યાં જઈશ તેની મને ખબર નથી. મને કેવળ એટલી ખબર છે કે મારો નવો અવતાર જયાં થાય ત્યાં મારા ભગવાને મારો હાથ પકડવાનો છે. મારા વિના પ્રભુનું અટકવાનું નથી. પ્રભુ વિના મારું અવશ્ય અટકવાનું છે. મારા પર પ્રભુને વિશ્વાસ હોય, મારી પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા જો સાચી હોય તો મને આવતા જન્મમાં પ્રભુ ફરીવાર મળવા જોઈએ. મળશોને પ્રભુ ? - 33 ૩૪ છે Page #21 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાસે બેસો છો ? સવારનો સમય છે. મંદિરમાં પ્રભુમૂર્તિ સમક્ષ તમે ઊભા છો. પાછળ ઘંટનાદ થાય છે. ધૂપની ધૂમ્રસેરની સુવાસ મહોરી રહી છે. પ્રાર્થના અને સ્તુતિના શબ્દો સંભળાય છે. નજર મૂર્તિ પર સ્થિર છે. બધું જ સાવ ભૂલી જવાય છે. શરીરમાં હોવાની સભાનતા ખરી પડે છે. મોભો અને મોટાઈના ખ્યાલ પાછળ રહી જાય છે. ભગવાન કેવળ ભગવાન તરીકે જ દેખાય છે. ભગવાન પાસે માંગવાનું યાદ નથી આવતું. ભગવાન પાસે માંગતી વખતે બોટાદકરના શબ્દો યાદ આવે. કદી માગું તોયે વગર અધિકારે નવ મળે. વિના માગ્યું વ્હાલા ! અધિકૃતિ થતા સત્વર જડે. માંગવાનો હક નથી. કયાં મોઢે માંગવાનું ?ભગવાન પાસે ઊભા રહેવાની પણ યોગ્યતા નથી. મારા પાપોનો પડછાયો મારી માંગણીમાં પડે છે. ભગવાન પાસે પૈસા માંગું, દુનિયાદારીની સફળતા માંગું, સોદાબાજીમાં ફાયદો માંગું. મારો સ્વાર્થ સાધવા પ્રભુનો ઉપયોગ કરું, મારી અપેક્ષાને પૂરી કરવા ભગવાનને હાથો બનાવું. ભગવાન મારા કપટને ઓળખે છે. ભગવાન ઠપકો નથી આપતા. ભગવાન તો દુશ્મનને પણ આશીર્વાદ આપે છે. ભગવાને આજ સુધી આપણને ભરપૂર આપ્યું છે. ભગવાન પાસેથી જે મળ્યું તેનો આભાર માંગવાને બદલે ભગવાન પાસે નવી ભીખ માંગી છે. ભગવાન મારી લાલચને જોઈ શકે છે. ભગવાન કરુણામય છે. ભગવાન નારાજ થતા નથી. મારે ભગવાનની દૃષ્ટિ સમજીને બોલવું જોઈએ. ભગવાનનું મંદિર દુનિયાથી અલગ છે. ભગવાન દુનિયાની ઝંઝટને સ્વાર્થી અને અશાંતિમય માને છે. હું ભગવાન પાસે માંગું છું તો સ્વાર્થ અને અશાંતિ માગું છું. મને ભગવાન પાસે આવીને મારું જગત ભૂલતા નથી આવડતું. હું મંદિરમાં આવતા પહેલા ચપ્પલ બહાર ઉતારું છું, પણ સંસાર બહાર ઊતારતો નથી. સંસાર લઈને ભગવાન સામે 34 આવું. ભગવાને પોતાના સ્વાર્થને કચારેય મહત્ત્વ આપ્યું નથી. હું ભગવાનને મહત્ત્વ આપવાને બદલે મારા સ્વાર્થને મહત્ત્વ આપું છું. ભગવાન અને કૃપા મહત્ત્વની નથી, મારો સ્વાર્થ સધાય તે મહત્ત્વનું છે. મારી નજર ભગવાન સામે નથી. મારી નજર મારાં સુખ સામે છે. મારે ભગવાન સામે જોતા શીખવું જોઈએ. મારા ભગવાનની મૂર્તિ સુંદર મુખમુદ્રા મનોહર છે. ભગવાનની આંખોમાં તેજ છે. નિર્દોષતા અને નિર્મળતા છે. ભગવાનનાં હાસ્યમાં સાત્ત્વિકતા છે. ભગવાન પાસે બેસીને એકાગ્ર બનું. આંખો સ્થિરભાવે પ્રભુને જોયા કરે. પ્રભુની મુખરેખા જીવંત છે તેવી અનુભૂતિ પામું. પ્રભુના હોઠો હમણાં બોલી ઉઠશે તેવી ઉત્સુકતા અનુભવું. પ્રભુ મારી વાત સાંભળી રહ્યાં છે એવો સાક્ષાાવ પામું. પ્રભુ મારા આત્માને સંભાળી લેશે તેવી શ્રદ્ધા બાંધું. પ્રભુ પાસે રોજ જઉં છું. મારા સમયનો એક ખૂણો પ્રભુ સાથે જોડાયો હોય છે. પ્રભુને મારી રજેરજ ખબર છે. પ્રભુ સમક્ષ હું રડું છું. પ્રભુ સમક્ષ હું કાકલૂદી કરું છું. પ્રભુ સિવાય તમામ વિચારો વિસારે પડે છે. પ્રભુ જ મારી દુનિયા. પ્રભુ જ સ્વાર્થ. પ્રભુ જ મારું સુખ. પ્રભુ પાસે મને બેસતાં આવડે તો પ્રભુ મારાં હૈયામાં બેસે. ૩૬ • Page #22 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માને પ્રેમપત્ર સરનામું નથી તકલીફ છે. બાકી રોજ લખવા જેવો છે પરમાત્માને પ્રેમપત્ર. આજકાલ ગ્રીટીંગની દુકાનો ખૂબ ચાલે છે. હવે તો ગુરુપૂર્ણિમાનાં ગ્રીટીંગ પણ મળે છે. પ્રભુને આપી શકાય તેવું કાર્ડ વેચનારી દુકાન ખૂલી નથી. પ્રભુને પહોંચાડે તેવો ટપાલી નથી મળ્યો. પ્રભુની કૃપાથી જિંદગી સરસ ચાલી. રહી છે. પ્રભુએ આપણને બધું આપ્યું છે. આપણે પ્રભુને કશું નથી આપ્યું. પ્રભુ તો વરસે છે વાદળ બનીને. આપણે ભીખારીની જેમ માંગતા રહ્યા, લેતા રહ્યા. મોર બનીને કદી ના ભીંજાયા. ચાતક પંખી જેવી એકાંગી ભક્તિ ના કરી શક્યા. પ્રભુ દુનિયાના રાજરાજેશ્વર છે. બધાં સુખો તેમની પાસે છે. પરિપૂર્ણ જ્ઞાનચેતનાના એ સ્વામી છે. આપણે પ્રભુને કાગળ લખવો છે. રમેશ પારેખ તો પ્રભુને કાગળ લખવા વિનંતી કરે છે. શબ્દો મજાના છે. અવર બીજા કોઈના અક્ષર નથી ઉકલતા મને કે કાગળ હરિ લખે તો બને પ્રભુએ આખી જિંદગી લખી છે. પ્રભુએ આપણાં દરેક સુખ પર હસ્તાક્ષર અંકિત કર્યા છે. આપણા સંતોષ પર પ્રભુનો હાથ છે. આપણી શાંતિ પ્રભુનું સર્જન છે. પ્રભુ શું કામ લખે ? પ્રભુએ તો સોના જેવી જિંદગી લખીને આપી જ દીધી છે. આપણે પ્રભુને લખવું જોઈએ, ફેક્સ કે એસ. એમ. એસ. નહીં ચાલે. લાંબો કાગળ લખવાનો. પ્રેમપત્રમાં સામી વ્યક્તિને યાદ કરીએ છીએ તેવાં વાક્યો અવશ્ય હોય છે. પ્રભુને લખવાનું : પ્રભુ વિના ગમતું નથી, પ્રભુનો પ્રસન્ન ચહેરો સતત નજર સમક્ષ રહે છે, મંદિરમાં બેસીને પ્રભુ સાથે ગાળેલો સમય સતત યાદ આવે છે. પ્રભુ પાસેથી હૂંફ અને હિંમત મળ્યા છે એવી કબૂલાત કરવાની. પ્રભુ વિના તો જિંદગી ખાલીખમ છે તેવા એકરાર કરવાનો. પ્રભુ સાથે નથી તો કેટલી બધી તકલીફો પડે છે. પ્રભુજી પાસેથી હજી કેટલી ભાવનાત્મક અપેક્ષા છે તે બધું લંબાણથી લખવાનું. પ્રેમપત્ર વાંચનારને પ્રેમપત્રમાં મજા આવે કે નહીં તે નક્કી ન કહેવાય. પ્રેમપત્ર લખનારને તો પુષ્કળ મજા આવે છે. પ્રેમપત્રની લીટીએ લીટીમાં એ ખોવાઈ જાય છે. પ્રભુમાં ખોવાઈ જવાનું. પ્રભુનાં નામે અક્ષરો અને પ્રભુનાં નામે રજૂઆત. પ્રભુ પર હક રાખવાનો. પ્રભુ સાથે ઝઘડો માંડવાનો. પ્રભુને લખતા લખતા રડી પડવાનું. થોડાં વાક્યો એવા ગોઠવવાના જે વાંચવાથી પ્રભુને પણ હસવું આવી જાય. પ્રભુને પ્રેમપત્ર લખીને હાંસિલ શું થાય છે? પ્રભુ આપણાં સુખોનું મૂળ છે તેવી ભાવના ઘડાય છે પ્રભુના સહાયક સ્વભાવની અસરતળે વિચારવાથી સ્વાર્થભાવના ઘટે છે. પોતાનાં દુ:ખ પ્રભુને જણાવ્યા છે માટે બીજાને દુઃખ આપવાની હિંમત ચાલતી નથી. પ્રભુ પાસે પાપો કબૂલ્યાં છે માટે પાપો ફરીવાર કરવાના હોય તો શરમ આવે છે. પ્રભુને પત્ર લખવાની આ આખી વાત તદ્દન જ કાલ્પનિક છે. પરંતુ મીરાંબાઈ કે શ્રી આનંદઘનજી મહારાજા પ્રભુનાં નામનો પુકાર કરીને દિલની વાતો જાહેર કરી શકે છે તેની જેમ આપણાં મનને પ્રભુ સામે ખોલવાની ભાવના અદ્ભુત આનંદ આપે છે. પ્રેમપત્ર એ અંતરાત્માનું સમર્પણ છે. પ્રેમપત્ર એ સંવેદનાનું આવેદન છે. પ્રભુને પ્રેમપત્ર લખો. પ્રભુ પાસે જઈને એ કાગળ ફરીથી વાંચો. એ કાગળ વાંચવામાં એકાંતની જરૂર પડશે. નિરાંતે બેસવાની ફરજ પડશે. એ કાગળ લખવામાં પોતાની જાત માટે નવેસરથી વિચારવું પડશે. પ્રભુને શું ગમે અને શું ન ગમે એની સુરેખ કલ્પના કરવી પડશે. પ્રભુ સાથે વાતો કરવાની જવાબદારીનો સાચો ખ્યાલ આવશે. પ્રભુ એ કેવળ મૂર્તિ નથી બલ્બ મૂર્તિમાં વસેલો જીવંત આધાર છે તે સમજાશે. પ્રભુની ભક્તિ નક્કર બની જશે. 39 ૩૮ છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રભુજી, અજવાળાં દેખાડો પરમ પ્રભુ. આપની સાથે મારો જનમજનમનો નાતો છે. આપ મને સાચવતા રહ્યા છો. આપ મને ઉગારતા રહ્યા છો. તકલીફોમાં આપનો સંગાથ છે. મુંઝવણમાં આપની હૂંફ છે. મારી ઘણી બધી સમસ્યાઓ એકમાત્ર આપે જ ઉકેલી છે. આપનો સથવારો હોય તો માણસ ગરીબ કે કમજોર હોઈ શકે નહીં. હું એવો પામર છું કે આપનો સથવારો મળ્યો છે છતાં દુ:ખી રહું છું. મને આપની પાસેથી શું અપેક્ષા છે? મને આપની દૃષ્ટિ જોઈએ છે. આપનું જ્ઞાન અનંત છે. મારું જ્ઞાન સીમિત છે. સરખામણીનો કોઈ જ પ્રશ્ન નથી. આપનાં જ્ઞાનનો અંશ એક મને આપી શકો તો મારે ઘણું છે. મારાં જીવનમાં ઘટના અને ભાવનાની જુગલબંદી ચાલી રહી છે. બનવી જોઈએ તેવી ઘટના નથી બનતી. જાગવી જોઈએ તેવી ભાવના નથી જ જાગતી. ન બનવી જોઈએ તેવી ઘટના બને છે. ન જાગવી જોઈએ તેવી ભાવના જાગે છે. ઘટના પર મારો કાબુ ના હોય. સંયોગો અને સાથીદારોનું સંકલન થાય તેમાંથી ઘટના નીપજે છે. સંયોગો પર મારી પકડ ના હોઈ શકે. સાથીદારો પર મારું વર્ચસ્વ, જડ જેવું વર્ચસ્વ હોઈ શકે નહીં. સરવાળે ઘટના કેવી હોઈ શકે છે તેની હું કલ્પના કે તેનું અનુમાન હું કરી શકું છું. ઘટના કેવી હોવી જોઈએ તેનું સર્જન હું નથી કરી શકતો. ઘટના તો બહાર બને છે. ઘટના મારા શરીરથી બહાર, મારા મનથી બહાર આકાર લે છે. ભાવનાનું તેવું નથી. ભાવના મારા મનમાં ઘોળાય છે. ભાવના મારા અંતરાત્માની સારી ખોટી અનુભૂતિ છે. ભાવના મારા કાબૂમાં રહેતી નથી તે હકીકત છે. ઘટનાઓ પ્રમાણે ભાવનાઓ ઘડાય છે. ઘટના બદલાય તેમ ભાવનાઓ બદલાય છે. અપેક્ષા મારી એ છે કે ઘટના પર કાબૂ રહે, એ રાખવાના પ્રયત્નો કરતાં ભાવના પર કાબૂ રાખવાના મારા પ્રયત્નો વધુ * ૩૯ ઉપયોગી છે. ઘટના અને ભાવનામાં સ્વતંત્રતાની દૃષ્ટિએ વિચારું છું તો ભાવના પર કામ કરવામાં વધારે સ્વતંત્રતા છે. ભાવનાનું હોવું અને ન હોવું તે મારી માનસિકતા પર નિર્ભર છે. ઘટનાનું હોવું કે ન હોવું તેમાં મારો કોઈ જ પ્રભાવ નથી. ભાવનાની ઘડામણ મારા હાથમાં છે. ઘટનાને સેન્સર કરી શકતો નથી. ભાવનાને સેન્સર કરી શકું છું. મને પૈસા મળે તે ઘટના છે. મને એ પૈસાથી સંતોષ થાય તે પણ ભાવના છે અને તે પૈસા જોઈને મને અસંતોષની લાગણી થાય તે પણ ભાવના છે. પૈસા તો એક જ છે. ભાવના બે આવી. મારે કંઈ ભાવના રાખવી તે નક્કી કરવાનું મારા હાથમાં છે. હું પૈસાની ઘટનાને સંતોષ તરફ લઈ જાઉં તે મારો વિજય છે. હું પૈસાની ઘટનાને અસંતોષ તરફ લઈ જાઉં તે મારો પરાજય છે. દરેક ઘટના માટે એકથી વધુ ભાવના જાગતી હોય છે. મારી સાથે બનતી ઘટનાઓમાં ભાવનાનો ઢાળ હંમેશા સારી દિશાનો હોય તેવી મારી ઝંખના છે. ઘટના કરતાં ભાવનાનું મહત્ત્વ વિશેષ છે. સુખ અને દુઃખ ઘટનામાં નથી રહેતાં. ભાવનામાં રહે છે. ઘટના અને ભાવનાને તદ્દન જુદા પાડીને જોતા મને નથી આવડતું. ગૂંચવાડા થાય છે. કાળું ભમ્મર અંધારું ઘેરાયેલું રહે છે. પ્રભુજી અજવાળાં દેખાડો. Page #24 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ચરણે અજ્ઞાન અને અલ્પતામાં બંધાયેલા આતમરામને ગુરુ સર્બોધ આપે છે. માબાપ અવતાર આપે છે. ગુરુ સદ્વિચાર આપે છે. ગુરુ શ્રદ્ધા જગાડે છે. ગુરુ, શ્રદ્ધાને જીવંત રાખે છે. ગુરુ આપે છે. ગુરુ વરસે છે. ગુરુ ન મળ્યા ત્યાર સુધી અધૂરા હોઈએ છીએ. ગુરુ મળે છે તે પૂર્ણતાની પા પા પગલી કહેવાય. ગુરુના ખોળે જીવનનું અર્પણ કરીએ તો પણ ઓછું છે. ગુરુએ સંસ્કાર અને સમજણ આપી છે. ગુરુ વિના જગતમાં ભૂલા પડી જવાય છે. મા-બાપ કે ભાઈબહેન લાગણીવશ ભૂલ કરે છે. ગુરુ લાગણીવશ નથી, કણાવશ છે. માટે ગુરુ દ્વારા ભૂલ થાય જ નહીં. ગુરુ પાસે અફાટ જ્ઞાન છે. ગુરુ પાસે અગાધ આસ્થા છે. ગુરુનું જીવન આદર્શભૂત છે. ગુરુ સાથે વાત કરી શકે તે ધન્ય. ગુરુનો જવાબ મેળવે તે કૃતાર્થ. ગુરુની આજ્ઞા શિરે ચડાવે તે મહાભાગ. ગુરુની શોધ કરવી જોઈએ. સમજ્યા વિના ગુરુને મેળવી શકાતા નથી. ગમે તે અજાણ આદમીને ગુરુ તરીકે સ્વીકારી શકાય નહીં. ગુરુમાં ગુણો દેખાવા જોઈએ. ગુરુનો સર્વશ્રેષ્ઠ સગુણ હોય નિઃસ્પૃહતા. ગુરુ વિના આપણને ન ચાલે. ગુરુને આપણા વિના ચાલી શકે. ગુરુ એકલા જીવવા તૈયાર છે. ગુરુ પોતે જ પોતાની જવાબદારી સંભાળી લે છે. ગુરુ આપણી પર આધારિત બની જતા નથી. ગુરુ અંતરની અળગા રહીને જીવે છે. ગુરુથી કશું છુપું રાખ્યું હોય તો ગુરુ નારાજ નથી થતા કેમકે ગુરુ આપણામાં રસ જ લેતા નથી. ગુરુ વ્યક્તિગત સંબંધની વ્યાખ્યામાં બંધાતા નથી. ગુરુ તો જન્મોજન્મના સંબંધની મિલકત છે. ગુરુ સામે આપણે બાળક જેવા છીએ. ગુરુ વડીલ કે વાલી નથી. ગુરુ માર્ગદર્શક છે, કેવળ. ગુરુ આપણને નથી જોતા. ગુરુ આપણાં ભવિષ્યને તાકે છે. ગુરુ આપણી સાથે વાત નથી કરતા. ગુરુ આપણા ભૂતકાળ સાથે વાત કરે છે. ગુરુ વર્તમાન ક્ષણે તમારા નામ નથી પૂછતા, તમારા અવાજને નથી સાંભળતા, ગુરુ તમારા અસ્તિત્વને તપાસે છે. ગુરુને તમારી પાસે કોઈ સ્વાર્થ નથી. ગુરુની નજરમાં ચાલાકી નથી. ગુરુ તમારાં હૃદયમાં ડોકિયું કરે છે. ગુરુ અનુભવી છે. આતમાના અનહદ અનુભવી અને સંસારના અઢળક અનુભવી. ગુરુ તમારાથી પ્રભાવિત નથી થતા. ગુરુ તમારાથી ગભરાતા નથી. ગુરુ તમારી શરમ રાખતા નથી. ગુરુ તમારા મનને સ્પર્શે છે. ગુરુ તમારી ભાવનાને ઢંઢોળે છે. ગુરુ અનુભૂતિના આદમી છે. ગુરુને ભગવાનની ભાળ છે. ગુરુને પ્રેમ પદારથની પ્રતીતિ છે. ગુરુને આપવું અને વરસવું ગમે છે. ગુરુ તો ગાજયા વિના વરસે જ છે. ગુરુનો નિઃસ્પૃહભાવ જ ગુરુની જીત છે. ગુરુની નિઃસ્પૃહદશા ગુરુને ભગવાન જેવી પૂજયતા બક્ષે છે. આપણે સ્વાર્થી અને સગવડિયા માણસો છીએ. ગુરુની ઊંચાઈને ઓળખવાનું આપણું ગજું નથી. ગુરુની દુનિયામાં આપણને સ્થાન મળે છે તે ગુરુની કૃપા છે. ગુરુ પાસે બેસવા મળ્યું. ગુરુ સાથે વાર્તાલાપ થયો અને ગુરુએ પ્રેરણા આપી તે અહોભાગ્યની નિશાની. મીરાંબાઈના શબ્દો છે. વસ્તુ અમોલી દીની મોહે સદગુરુ કિરપા કર અપનાયો. ( ૪૧ ૪૨ - Page #25 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ક્રવાની મોસમમાં રાજ સવારે ભગવાનની પૂજા કરીએ છીએ, સત્સંગ કદી ચૂકતા નથી, સાધુજનોની સેવાનો લાભ લીધો છે, ગરીબોની દયા કાયમ કરીએ છીએ, ધર્મ નિયમિત સાધ્યો છે. હવે ધર્મ તો આનંદ આપે, પ્રસન્નતા આપે. તમારો ધર્મ તમને ખૂબ બધી શાંતિ આપવા માગે છે અને આપી શકે છે. તમે ધર્મ કરવા છતાં એક સરેરાશ આદમી રહ્યા છો. ધર્મ દ્વારા તમે બદલાયા નથી. ધર્મ દ્વારા તમે નવેસરથી ઘડાયા નથી. - રોજ ધર્મ કરવાનો છે. એની સાથે એક માનસિક ભૂમિકા પણ ઘડવાની છે. તમે ધર્મ કરશો. એક નાનું લક્ષ હશે મનમાં. તે પાર પાડશો, બીજું લક્ષ બંધાશે તે પાર પાડશો. ધાર્યા મુજબ ધર્મ થાય તો તેનો આનંદ તમને મળશે. આની સમાંતર એક બીજું કામ કરજો. તમે જે ધર્મ કરો છો તે ધર્મ કરવાની શક્તિ તો તમારામાં છે જ. તમે જે ધર્મ નથી કરી રહ્યા તે ધર્મ કરવાની શક્તિ પણ છે તમારામાં. તમે ધ્યાન આપજો, જે ધર્મ નથી થઈ શક્યો તે તરફ. તમે એકાસણું કર્યું હશે તો યાદ કરજો કે ઉપવાસ નથી થયો. તમે ભગવાનની આરતી કરી હશે તો યાદ કરજો કે આજે મેં મહાપૂજાનો લાભ ન લીધો. તમે વ્યાખ્યાન સાંભળ્યું હશે તો યાદ કરજો કે આજે નવી પ્રાર્થના ગોખી નથી. બિલકુલ ધંધાકીય સમીકરણ છે. તમે હજાર રૂપિયાની કમાણી કરો ત્યારે તમને યાદ હોય છે કે મેં દશ હજારની કમાણી નથી કરી. સારો વિદ્યાર્થી ત્રીજો નંબર લાવે ત્યારે એને યાદ હોય છે કે મારો પહેલો નંબર આવ્યો નથી અને પહેલો નંબર લાવનાર વિદ્યાર્થી પણ યાદ રાખે છે કે મારે સો ટકા મેળવવાના હતા તેને બદલે કેવળ અઠ્ઠાણું ટકા મળ્યા છે. આ અસંતોષ છે, મનમાં બળાપો નથી. મનમાં ઝુરાપો છે, મનમાં ફરિયાદ નથી, મનમાં વેદના છે, મનમાં એક સપનું છે. મારે ધર્મ કરવો છે અને હું ધર્મ કરું છું અને મારા દ્વારા ધર્મ થઈ શકે છે. આ ત્રણ વાક્યો એકબીજાથી જુદા છે. ફરી વાંચી લો. તમે ધર્મ કરવાનું શરૂ કર્યું ત્યારે સાવ થોડો ધર્મ કરતા હતા. આજે તમે ઘણો ધર્મ કરો છો, શરૂઆત કરતાં આજે ધર્મ વધ્યો છે તે બતાવે છે કે તમે ધારો તો ધર્મમાં હજી આગળ વધી શકો છો. તમને એમ લાગતું હોય કે આજે હું ધર્મ કરું છું તેથી વિશેષ ધર્મ કરવાની મારામાં શક્તિ નથી તો એ કેવળ ભ્રમ છે. તમે જો વધુ ધર્મ કરી શકતા ન હોત તો આજે તમે જે ધર્મ કરો છો તે પણ તમે કરી શકતા નહીં. આજે તમે ધર્મ કરો છો તે તમારી ધર્મ કરવાની શક્તિને લીધે. તમારી આ ધર્મ કરવાની શક્તિ વધી શકે છે. આ નિયમ મજાનો છે. ધર્મ કરવાથી ધર્મ કરવાની શક્તિ વધે છે, ધર્મ કરવાની શક્તિથી તમારો ધર્મ વધે છે. તમે આજે કેવળ ધર્મ કરો છો. તમારી જવાબદારી છે કે તમારી ધર્મની શક્તિ વધે. તમારે ધ્યાન આપવું પડશે. તમે આજે જે ધર્મ કરો છો તેના દ્વારા તમારે તમારા ધર્મમાં નવો ઉમેરો કરવાનો છે. આજે પૂજા કરો છો તો વિશેષ પૂજા કરવાની છે. આજે નિયમ લો છો તો વિશેષ વ્રત બાકી રહે છે. આજે ધર્મનું ભણો છો તો સામે ઘણું બધું ભણવાનું બાકી જ છે. આજે ધર્મમાં પૈસા ખરચો છો તો ધર્મનાં ઘણા ક્ષેત્રોમાં પૈસાનું વાવેતર કરવાનું બાકી રહ્યું છે. તમે જે ધર્મ કરો છો તે દ્વારા તમારે નવા ધર્મનું ઘડતર કરવાનું છે. ધર્મનો સરવાળો. ધર્મનો ગુણાકાર. તમે જાણો જ છો કે ગમે તેટલો ધર્મ કરો તેમ છતાં ઘણો બધો ધર્મ કરવાનો બાકી જ રહેવાનો છે. ધર્મ તો દરિયો છે. ગમે તેટલું ખૂંદો, એનો પાર નહીં આવે. તમારા જીવનમાં આજે જે ધર્મ છે તે તમારું સૌભાગ્ય છે. આજે તમારા જીવનમાં જે ધર્મ બાકી છે તે અંગે મનમાં અફસોસ જગાડો. આજે જે ધર્મ કર્યો તે ભગવાનની કૃપા. આજે જે ધર્મ કરવાનો રહી ગયો તે મારી આળસ. પોતાની જાતને મીઠો ઠપકો આપો, ધર્મ કરવાની મોસમમાં. - ૪3 Page #26 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ક્રવામાં શું ખૂટે છે ? ધર્મ ઈશ્વર દ્વારા મળેલી ભેટ છે, સદ્ભાગ્યનો સથવારો છે માટે મળે છે. ધર્મ કરો એટલે ઈશ્વરની કૃપા લેખે લાગે, સદ્ભાગ્યની સુવાસ પ્રસરે. સારા માણસો ધર્મ કરે છે. ધર્મ કરનારા પોતાને સારા માની લે છે. ધર્મ કરવામાં લાભ છે તે સો ટકાની વાત છે. ધર્મનું આચરણ ખુદ ભગવાને કર્યું છે. દરેક આરાધનામાં નવી તાજગી છે. આપણે ધર્મ કરીએ છીએ, ધર્મના પ્રસંગો માણીએ છીએ. ધર્મની તક વધાવતા રહીએ છીએ અને સમાંતરે કાંઈક ખૂટે છે તે ભૂલી જઈએ છીએ. ધર્મ કરવો છે અને ધર્મ કરીએ છીએ અને છતાં ધર્મમાં ખૂટે છે કશુંક. શોધવું પડશે. આપણે ધર્મ કરતી વખતે થોડી બેકાળજી રાખીએ છીએ. ધર્મ રોજિંદી ઘટના બની ગઈ છે. એક રૂટિન. આપણા ધર્મમાં કમજોરી આવી જાય છે. ધર્મનો વાંક નથી, ધર્મ પાસે આવનારનો વાંક છે. ધર્મ કરનારો જે ધર્મ કરવાનું નક્કી કરે છે તે ધર્મ કરીને રાજી થઈ જાય છે. નાનું બાળક સ્કૂલમાં પાસ થાય છે અને રાજી થાય છે તે રીતે. આપણો ધર્મ પૂરતો છે કે નહીં તેની વિચારણા થતી નથી. જીવનના મુકાબલે, જીવનમાં જે હજારો પાપો થયા છે તેના મુકાબલે આપણો ધર્મ સાવ થોડો છે. એમ સમજો કે દસ માળના બિલ્ડિંગને આગ લાગી છે. આપણે એને ઠારવા માટે ફક્ત એક જ બાલદી પાણી રેડીએ છીએ. આટલું પાણી આગ બૂઝવશે નહીં, તેવો વિચાર નથી આવતો. ખાલી સંતોષ માનીએ છીએ કે મારે પાણી નાખવાનું હતું તે મેં નાખ્યું. પરિણામની વિચારણા નથી. કરવા ખાતર કરવાનું થાય છે. વીતી ચૂકેલાં વરસોમાં એટલાં બધાં પાપો કરી લીધા છે કે હિસાબ થઈ શકવાનો નથી. એ પાપ એક દિવસ માથું ઊંચું કરશે. એ પાપ જવાબ માંગશે. એ પાપ પરચો બતાવશે. એક દિવસ તો બધા જ પાપો બંડ પોકારવાના છે. સરેરાશ રોજના ત્રીસેક પાપો થતાં રહે છે. સામે ધર્મનાં ત્રણ ચાર કામો થાય છે. મતલબ રોજ આપણો ધર્મ, આપણાં પાપ સામે • ૪૫ આશરે છવ્વીસ રનથી હાર્યા કરે છે. પાપની દરેક પ્રવૃત્તિ મનમાં પાપના સંસ્કાર પાડે છે. ધર્મની દરેક પ્રવૃત્તિ મનમાં ધર્મના સંસ્કાર પાડે છે. ધર્મ ઓછો છે માટે ધર્મ દ્વારા ઘડાતા સંસ્કારો ઓછા છે. પાપો ઘણાં છે માટે પાપો ઘડાતા સંસ્કારો ઘણા છે. સરખાવીએ. દુકાને છ કલાક બેસાય છે મંદિરમાં અડધો કલાક. ટી.વી. બે ત્રણ કલાક જોવાય છે. સત્સંગ એક કલાક પૈસા પાછળ ખાસ્સી મહેનત થાય છે. ભગવાન પાછળ થોડી. છાપાં નિયમિત વંચાય છે, સદૂગ્રંથો જવલ્લે. ઝઘડા હરહંમેશ થાય છે, ક્ષમાપના કોઈક વાર. જે જે પ્રવૃત્તિ કરીશું તે દરેકની અસર મન પર પડશે. જે પ્રવૃત્તિ વધારે રસથી કરીશું તેની અસર વધુ ઊંડી હશે. આ મુદ્દે સરખામણી કરવા જેવી છે. મીઠાઈ ખાવામાં મજા પડે છે, ઉપવાસમાં થાક લાગે છે. પથારીમાં ઊંઘતા રહેવામાં મજા આવે છે, ચાલીને તીર્થયાત્રા કરવામાં શ્રમ. ગામગપાટામાં રસ છે, પ્રભુકથા હોતી હૈ, ચલતી હૈ. ધર્મ પૂરતો નથી. ધર્મ જે થાય છે તેમાં પણ રસ પૂરતો નથી. કોઈના કહેવાથી ધર્મ કર્યો. કોઈનું જોઈને ધર્મ કર્યો. કરવા ખાતર કરી લીધો છે. ધર્મ કરવાનો જુસ્સો કે ઉત્સાહ ખૂટે છે. ધર્મની દરેક તકને તુરંત વધાવી લેવાની વૃત્તિ ખૂટે છે. ધર્મ કરવામાં માસ્ટરી આવી નથી. ધર્મ તો આત્માની જાગીર છે. ધર્મ એ પરમ પિતા પરમાત્માનો જાજરમાન વારસો છે. ધર્મ કરવામાં થાક ન હોય. ધર્મ કરવામાં કંટાળો ન હોય. ધર્મ કરવામાં ઉતાવળ ન હોય. ધર્મ કરવામાં તીવ્ર આકર્ષણ હોય. આપણું કામ એવું નથી. આપણે ધર્મ કરીએ છીએ પરંતુ આપણે કરેલો ધર્મ અપૂરતો રહે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ હજુ ઘણું બાકી છે પૂરપાટ વેગે ગાડી ભાગે છે. એક ઢાબા પાસે ગાડી ઊભી રહે છે. ગાડીના પ્રવાસીઓ જાણે છે. હજી ઘણું બાકી છે. આરામ કરી લો. ફરીથી દૌડ શરૂ કરવાની છે. અને ગાડી આગળ નીકળે પણ છે. ગાડીને ૫૦૦ કિલોમીટરની મુસાફરી કરવાની છે, ૩0 કિલોમીટર પર ઢાબું આવ્યું. ગાડી અટકી નથી, રોકાઈ છે. ૩0 કિલોમીટર પસાર થયા તેનો સંતોષ છે. ૨૦ કિલોમીટર બાકી છે તેની સાવધાની છે. ગાડી ફરી ગિયરમાં મૂકાય છે. તમે જિંદગીની ગાડીમાં બેઠા છો. કોઈ સફળતા મળે છે. તમે રાજી થાઓ છો. તમને ખુશાલી છે. કામ ધાર્યા મુજબ થયું તેનો સંતોષ છે. તમે જિંદગીની બાબતમાં સભાન છે. એકાદ સફળતા મળી તે સારું છે. આ સફળતાને અંતિમ ના મનાય. હજી નવી સફળતા મળવાની છે. મહેનત ચાલુ રાખો. સારા અને વ્યાજબી નિર્ણય લેતા રહો. રૂપરેખા નિશ્ચિત કરીને થાક્યા વગર કામે લાગો. એક સફળતાથી સંતોષ ન મનાય. આગળ આવી રહેલા દિવસોમાં નવી સફળતા મળવી જોઈએ. ધર્મમાં સૂત્રો ઘણા છે. થોડાક મોઢે થયાં. સફળતા મળી. તમે સંતોષ માની લો છો. શહેરનાં એક મંદિરમાં આરામથી દર્શન કર્યા. આનંદ મળ્યો. તમે સંતોષ માની લો છો. નવાં સૂત્રો ભણવાના બાકી છે. શહેરમાં બીજાં ઘણાં મંદિર છે, તેનાં દર્શન કરવાના બાકી છે. તમે જે કર્યું છે તે સારું છે. તમે જે નથી કર્યું તે ઘણું છે. જે કર્યું તેનો આનંદ થવો જોઈએ. જે કરવાનું બાકી છે તેની યાદ જીવતી રાખવી જોઈએ. તમારું મન જોખમી છે. તમે જે કર્યું છે તેનો સંતોષ બાંધીને એ બેસી જશે. નવું કામ કરવાનો કંટાળો આવશે. નવી મહેનત કરવાની આળસ ચડશે. જે મળ્યું છે તે ઘણું છે તેવું મિથ્યાભિમાન આવી જશે. આવી માનસિકતાને તમારે તોડવાની છે. ૩૦૦ કિલોમીટર પર અટકેલી ગાડીને ડ્રાઇવર ૨૦૦ કિલોમીટર આગળ ન લઈ જાય તો એને તકલીફ પડે છે. પ્રવાસીઓ પણ હેરાન થાય છે. જિંદગીમાં એવું નથી બનવાનું. તમારો જેટલો વિકાસ થયો છે ત્યાં તમે અટકી રહેશો તો તમારી માટે કોઈ આફત સર્જાવાની નથી. તમને તો મજા જ આવશે. મળ્યું છે તે માણવામાં તકલીફ થાય શાની ? યાદ તમારે જ રાખવું પડશે. તમે આટલા આગળ આવી પહોંચ્યા છો તો હજી વધારે આગળ કેમ ન નીકળી શકો. તમે જો દસ હજાર રૂપિયા કમાઈ શક્યા છો તો તમે પચાસ હજાર બનાવી શકો છો. તમે દસહજાર પર અટકી જશો તો તકલીફ કોઈ નથી. કેવળ ચાલીસ હજારની નુકશાની ઊભી રહે છે. તમે આજે ગુણોનાં સ્તરે એક જગ્યાએ આવીને અટકી ગયા છો. ઘરમાં નવા પૈસા આવે છે. ઘરમાં નવુ ફર્નિચર આવે છે. પરિવારમાં નવા સભ્યો આવે છે અને જીવનમાં નવા ગુણો આવતા નથી. તમારું વ્યક્તિત્વ અને તમારી વિચારચેતના નવા ગુણો મેળવવા સક્ષમ છે. તમારી સામે નવા ગુણો મેળવવાની આવડત છે. તમે જે ગુણોનો વિચાર કરશો તે ગુણોને જીવનમાં મેળવી શકશો. તમને નવા ગુણ યાદ નથી આવતા. તમને નવો ધર્મ યાદ નથી આવતો. તમે થોડાક ગુણો પર આવીને અટકી ગયા છે. તમે થોડોક ધર્મ કરી રહ્યા છો. તેની પર જ અટકેલા છો. તમે તમારી ક્ષમતાને અન્યાય કરો છો. તમે ભવિષ્યને ફાયદો નથી કરાવતા. તમે તમારા ભૂતકાળ અને વર્તમાનને સમાન રાખો છો. નવું ભવિષ્ય તમે ઘડતા જ નથી. તમે જે સારાં કામો કર્યા છે તે ખરેખર સારા છે. તમે આનાથી વધારે સારાં કામો કરી શકો છો. મોટા ભાઈ, જરા સમજો . હજી ઘણું બાકી છે. ૪૩ ૪૮ - Page #28 -------------------------------------------------------------------------- ________________ પર્વના દિવસો સિઝનમાં ધંધો વધે છે તેમ પર્વમાં ધર્મ વધે છે. દેરાસરો અને ઉપાશ્રયોમાં ભીડ છલકાય છે. તપસ્યા વધે છે. મંદિરોમાં ઘંટનાદની સમયમર્યાદા વધી જાય છે. પર્વના દિવસો મજાના હોય છે. બધા જ લોકો ધર્મમાં તરબોળ હોય ત્યારે આપણે આ પ્રવાહમાં આપોઆપ વહી જઈએ છીએ. પર્વના દિવસો થોડા હોય છે. ભલે. આ દિવસો આખા વરસને ભરપૂર સમૃદ્ધિ બક્ષવા આવે છે. પર્વના દિવસોમાં સુંદર વાતો સાંભળવા મળે છે. ગુરુ ભગવંતો ધર્મશાસ્ત્રની અઢકળ રહસ્યમય બાબતો પર પ્રકાશ પાથરે છે. આખી જિંદગી સુધી ચાલે એટલાં બધાં ઉત્તમ કાર્યો ગુરુભગવંતો ઉપદેશે છે. ધર્મને વિચારી સમજીને જીવનમાં ઉતારવાની તક પ્રવચનવાણી દ્વારા સાંપડે છે. કરવા ખાતર ધર્મ કરી લેવાથી આત્માને ખાસ કશો લાભ થતો નથી. ધર્મ શરીરનાં સ્તરે થનારી પ્રવૃત્તિઓ પૂરતો મર્યાદિત નથી. ધર્મ તો છેક આત્માનાં ઊંડાણ સુધીની હલચલ ઊભી કરે છે. સમજયા વિના કરેલો ધર્મ અધૂરો રહે છે. પર્વના દિવસોની સૌથી મજેદાર ઘટના પ્રવચનવાણી છે. પર્વના દિવસોમાં ચારેકોર ઉતાવળ હોય છે. દિવસ દરમ્યાન ઘણાબધાં અનુષ્ઠાનો સાધવાના છે. દરેકનો લાભ લેવો છે. કાંઈ ચૂકવું નથી. કોઈ વાત ભૂલાઈ નથી. બધી જ ક્રિયાઓમાં જોડાઈ જવું છે. ખાવાપીવાની વાતો ઉપેક્ષાપાત્ર બની જાય છે. ઉપવાસોની હારમાળા સર્જાય છે. રસોઈ ઝટપટ બનાવી લેવાય છે. જમવામાં સમય ઓછો બરબાદ થાય છે. ધંધો ગૌણ બની જાય છે. પરિવાર સાથે બેસવાનો સમય રહેતો નથી. પર્વના દિવસો સખત વ્યસ્તતા લઈને આવે છે. પર્વના દિવસોની સવાર વહેલી ઉગે છે. નહાઈને તરત ભગવાન સમક્ષ જવાનું. નવો તરવરાટ અને નવો ઉત્સાહ હોય છે. ગયાં વરસની તુલનામાં * ૪૯ વિશેષ આરાધના કરવાની જ વાત છે. ઉછામણીઓ બોલાય છે. પ્રભુનાં ચરણે સંપત્તિ અને સર્વસ્વનું સમર્પણ કરી દેવાની મીઠી સ્પર્ધા ઊભી થાય છે. જે છોડે છે તે જીતે છે. જે આપે છે તે પામે છે. જે સમર્પણ કરે છે તે સમજદાર પૂરવાર થાય છે. પર્વના દિવસોમાં થાક નથી. કંટાળો નથી. આળસ નથી. પર્વના દિવસોમાં બધું જ નવુ લાગે છે. મન અને જીવન પણ. પર્વના દિવસોમાં રાજીપો ખૂબ હોય છે. બધાની સાથે મળીને ભરચક આરાધના કરવાની છે તેનો અઢળક આનંદ હોય છે. પર્વના દિવસો સામે કાળદેવતાનું કશું ચાલતું નથી. પર્વના દિવસો તો સદાબહાર સ્મિતમુદ્રા લઈને આવે છે. બાળકો, યુવાનો, બહેનો અને વડીલો સૌ પોતપોતાની શક્તિને લેખે લગાડે છે. પર્વના દિવસોમાં દુનિયાદારીનું બજાર ટાઢું પડે છે. પર્વના દિવસોમાં બજાર અને હાટડીને થાક અડે છે. પર્વના દિવસોમાં આરંભ અને સમારંભ પર અંકુશ આવે છે. ઓટ પછી આવતી ભરતીની જેમ પર્વના દિવસોમાં અસાધારણ ઉલ્લાસ હોય છે. ભરતીનાં પાણી તો ખારાં હોય છે. પર્વના દિવસો મધુરા હોય છે. એની મીઠાશ ગજવે ભરી લઈશું તો આખું વરસ ન્યાલ થઈ જશે. ૫૦. Page #29 -------------------------------------------------------------------------- ________________ આલોચના તટસ્થ બનીને ભૂતકાળને તપાસો. જન્મ થયો તમારો. આજે તમારી ઉંમર ઘણી મોટી છે. જન્મથી માંડીને આજ સુધી તમે સતત શ્વાસ લીધા છે. શ્વાસ ન લીધા હોત તો જીવ્યા જ ન હોત. તમે શ્વાસની જેમ જ જીવનમાં પાપોને અપનાવી લીધાં છે. કેટલીય પ્રવૃત્તિઓ તમે અપનાવી ચૂક્યા છે જે પાપસ્વરૂપ છે અને તમને તેના વગર ચાલતું જ નથી. પાપની પ્રવૃત્તિ કરી લઈએ પછી ભૂલાઈ જતી નથી. પાપનો રસ જીવતો રહે છે. પાપની પ્રવૃત્તિ સફળ બને છે તેને લીધે પાપ કરવાનો વિશ્વાસ મજબૂત થાય છે. પાપ કર્યા પછી તરત તો ફળ મળતું નથી માટે પાપનો ડર રહેતો નથી. પાપ ધીમાં ઝેરની જેમ ધીમે ધીમે તમારી અધ્યાત્મભાવનાને કોરી નાંખે છે. પાપ કોઠે પડી જાય છે. હસતાં રમતાં હોઈએ તે રીતે પાપનો બચાવ કરવામાં આવે છે. પાપ તો આત્માને લાગુ પડેલો ગંભીર રોગ છે. આત્માને આ પાપે કુંઠિત કર્યો છે. આ પાપની પ્રવૃત્તિમાં કોઈ કાંટા વાગતા નથી. પાપ તો પાછળથી ડંખ મારે છે. દેખીતી રીતે પાપ ખરાબ નથી લાગતું. સાપ ગયા પછી લીસોટા રહે તેમ પાપ થયા પછી લીસોટા રહે છે. પાપની પ્રવૃત્તિ આત્મા પર પાપનો સંસ્કાર મૂકે છે. ફરી વાર પાપ કરવાનું યાદ આવે છે, તે આ સંસ્કારને લીધે. પાપનું ફળ તો ખરાબ મળે જ, પાપનો સંસ્કાર પણ ખરાબ પડે છે. પાપને ઢીલું પાડવું હોય તો પાપની આજ્ઞામાં રહેવાનું છોડવું પડે. પાપની આદત પડી છે. પાપ તો છૂટવાના જ નથી. પાપને ઘટાડવા માટે મહેનત કરવાની છે. પાપમાં પડ્યા તે ફસાયા છે એમ સમજવું. બહાર નીકળવા માટે સખત પસીનો પાડવાનો છે. માનસિક ભૂમિકાએ પહેલું કામ એ થાય કે પાપનો પસ્તાવો અંતરમાં જગાડવો જોઈએ. પાપની તાકાત તોડવી હોય તો પાપની ભીતિ ઊભી કરવી પડશે. તમે કરેલું પાપ ચોક્કસ સમયનાં અંતરે પોતાની સજા કરવાનું જ છે. તમે એ સજા ભોગવવાની રાહ જોવા નહીં રહેતા. * ૫૧ પાપ કર્યું તે સામે આલોચનાનું બળ ઊભું કરી લો. તમે પાપ કર્યા છે તેને તમે યાદ કરજો. તે પાપ ન કર્યા હોત તો ચાલી શકવાનું હતું છતાં પાપ તો કર્યા જ છે. હવે એ પાપોને ઠેકાણે પાડવાની જરૂર છે. પાપ કરીએ છીએ તેમાં ભાવનાત્મક જોડાણ હોય છે. પાપના વિરોધમાં ભાવનાત્મક તાકાત ઊભી કરવી જોઈએ. તમે કરેલાં પાપો તે તમારો અપરાધ છે. કર્મસત્તા આ અપરાધની સજા જાતે આપશે. એ સજા કેવી અને કેટલી હશે તે નક્કી કરવું મુશ્કેલ છે. તમે કરેલાં પાપની સજા જાણવા તમે તમારા ગુરુભગવંત પાસે પહોંચીને તમારા મોઢે જ તમારાં પાપોનું આત્મનિવેદન કરો. તમે પાપો સ્વીકારી લો અને કબૂલાત કરી લો તે તમારી સચ્ચાઈ છે. તમારે તમારાં પાપો બદલ તમારી જાતને સજા કરવી છે. તમારી ભીતરમાં વસેલા ઊંચા આત્માની આ જીત છે. ગુરુભગવંત તમને સમજાવશે અને પાપો ફરી ન થાય તેવો ઉપદેશ આપશે. પાપોની સજા તરીકે ગુરુ તમને વિશેષ આરાધના લખી આપશે. ગુરુએ જણાવેલી આરાધના તમે સ્વીકારો. તમે પાપની સજા રૂપે આલોચના કરો એ તમારી ઉત્તમતા છે. ૫૨ Page #30 -------------------------------------------------------------------------- ________________ સાધુજીવનનાં ક્ટો તમારે ચાલવાનું છે. કાંટા અને કાચ પથરાયેલા હોય તો અટકવાનું નથી. તમારે તરસ્યા રહેવાનું છે, લૂ વરસાવતા ઉનાળાની રાત્રે પાણી પીવાનું નથી. તમારે પસીનો લૂછવાનો નથી, બળબળતો તડકો ભલે વરસે, ચાલતા અટકવાનું નથી. તમારાં માથે ઉગેલા વાળ હાથથી ઉખાડી કાઢવાના છે. તમારે નહાવાનું નથી. તમારે અપેક્ષા રાખવાની નથી. તમારે દુ:ખ આવે તો રડવાનું નથી. તમારે અપમાન થાય તો ગુસ્સો કરવાનો નથી. તમારે સતત અભ્યાસ કરવાનો છે, તમારે કાયમ તપ કરવાનું છે. તમારે નિયમો અખંડ રીતે પાળવાના છે. સાધુજીવનનાં કષ્ટોની કલ્પના કરવા જેવી છે. આખી રાત કશું ખાધું પીધું ન હોય. વહેલી સવારે ચાર-પાંચ કલાક ચાલવાનું, મુકામે પહોંચ્યા પછી આવશ્યક ક્રિયાઓ કરવાની, પાણી ઉકાળેલું જ પીવાનું, જે મળે તેમાં ચલાવી લેવાનું. મહેલ જેવું મકાન હોય કે કચરાપટ્ટી જેવી ઝૂંપડી હોય સમાન ભાવે રહેવાનું. રસ્તે ચાલતા લોકો ભીખ માંગે અને પછી ગાળો આપે તેમાં ખોટું નહીં લગાડવાનું. સાધુ થતાં પહેલાં લખલૂટ વૈભવ હતો તે ભૂલી જવાનો, પરિવાર માટે સ્નેહભાવ નહીં રાખવાનો, ભક્તો માટે પક્ષપાત નહીં, પૈસાની બાબતમાં કશી લપ્પન કે છપ્પન નહીં, આવે તેને ધર્મ આપવાનો, ધર્મ પામવા કોઈ આવશે તેવી રાહ પણ નહીં જોવાની. શ્રી આનંદઘનજી મહારાજાનો કિસ્સો ગજબ છે. તે એક ગામમાં ચોમાસું હતાં. રોજ વ્યાખ્યાન આપે. મુખ્ય ટ્રસ્ટી જેવા શેઠ રોજ સમયસર આવે. એમની હાજરીમાં જ વ્યાખ્યાન શરૂ થાય. એક વાર શેઠ આવ્યા નહોતા. વ્યાખ્યાન શરૂ થઈ ગયું, શેઠ આવ્યા. પોતાની હાજરી વિના વ્યાખ્યાન કેમ શરૂ થયું એની ફરિયાદ કરી. શ્રી આનંદઘનજી મ. તો અલખના સાધક. પ્રવચનપીઠ પરથી ઊભા થયા. શેઠને કહ્યું : તારી રાહ જોવા બેસું તો મારું સાધુપદ લજવાય અને તારી વાત સાંભળ્યા પછી આ જગ્યાએ ઊભો રહું તો મારી સાધના લજવાય. હું હવે જઉં છું. ફરી પાછો ક્યારેય આવવાનો નથી. શ્રી આનંદઘનજી મ. નીકળી ગયા ગામ છોડીને. સાધુજીવનનાં કષ્ટો મીઠાં લાગે છે. કેમ કે તેમાં કશો સ્વાર્થ નથી. આપણે સ્વાર્થ માટે બધું ખમીએ છીએ. સ્વાર્થ ના સચવાયો તેની ફરિયાદો લઈને ઝઘડા પણ કરીએ. આ કષ્ટો આપણે ઘણાં બધાં ખમ્યાં છે. નિઃસ્વાર્થ ભાવે સાધના માટે સહન કરવાનું આપણને ફાવતું નથી. સાધુ કષ્ટો પામે છે તેમાં લાચારી નથી, ખુમારી છે. સાધુ કષ્ટ ખમે છે તેમાં પરાધીનતા નથી, સ્વતંત્રતા છે. સાધુજીવનમાં મમતાનો અંશ નથી. સાધુજીવનમાં પ્રભુ સિવાયનું લક્ષ્ય નથી. સાધુજીવનમાં ભિક્ષા છે, ગોચરી છે, સાધુજીવનમાં આવશ્યકતાની પૂર્તિ માટે યાચના કરવાની હોય છે. સાધુ જીવન પરાવલંબી છે, માંગીને મેળવવાનું વ્રત છે સાધુને. અને છતાં કોઈના બાપની સાડાબારી સાધુ રાખતા નથી. સાધુને માનસન્માન જોરદાર મળે છે તેમ કષ્ટો પણ જોરદાર મળે છે. માનસન્માનની પરવા ન કરનારા સાધુ કષ્ટો વેઠવા તત્પર હોય છે. - શરીરને તકલીફ પડે અને મનને ના કહેવી પડે તો સાધુ રાજી થાય છે. કામ કરતાં કરતાં થાક ચડે તેમાં સાધુ સંતોષ પામે છે. પગ છોલાય ને આખો દેહ પરિશ્રાંત થાય તેને સાધુ સ્વર્ગીય સુખ માને છે. - સાધુ થવું તે જીવનનું લક્ષ્ય છે. સાધુ થયા વિના અવતાર લેખે લાગતો નથી. વાત સારી છે. પણ સાધુ થઈ ના શકો તો કમસે કમ સાધુનાં કષ્ટોને તો સમજો. આપણાં જીવનને આળપંપાળમાં બાંધી લીધું છે, સંસારે. સાધુને જોઈશું તો જીવન સાત્ત્વિક બનશે. - ૫૩ પ૪ - Page #31 -------------------------------------------------------------------------- ________________ સહન કરવાની શક્તિ : સહન કરવાની કળા શ્રમ વિના કોઈ કામ થયા નથી, થઈ શકતા નથી. શ્રમ કરો એટલે નક્કી કરેલાં કામ માટે કષ્ટ ઉઠાવો, શરીરને થાક લાગે તેટલી મહેનત લેવી. તમે કામ કરવાની સાથે સાથે સહન કરો છો. તમારી નજર કામ દ્વારા મળી રહેલાં પરિણામ સામે છે માટે તમે કષ્ટ વેઠી લો છો, દુઃખ લાગતું નથી. આ સિવાય કારણ વિના કષ્ટ ઉઠાવવું હોય તો તમને ત્રાસ થાય છે. ન છૂટકે સહન કરવું પડે છે તો તમે બબાલ કરી મૂકો છો. સહન કરી લેવું તે એક વાત છે. સહન કરતી વખતે હસવું તે બીજી વાત છે. તમે સહન કરી લો છો. ઠીક છે. સહન કર્યા પછી તમે તમારી જાતને સંભાળી શકતા નથી. સહન કરવું પડ્યું તેનાં કારણો તમે શોધો છો. વાંક અને ગુનો જેનો હોય તેને પકડો છો. પડકારો છો, તમે. સહન કર્યા બાદ તમે ફરિયાદ કરો છો તેને લીધે ફરીવાર તમારી પર દુઃખ સવાર થઈ જાય છે. દુ:ખ આવે તે સહન થાય તેવું હોતું નથી, વેદના થાય છે. પારાવાર યાતના અનુભવાય છે. ખરેખરી વાત છે. સાધક બનવું હોય તો સહન કરવામાં મનને જોડવું જોઈએ. તમારે દુઃખથી દૂર ભાગવાની આદત બદલવાની છે. દુઃખ આવ્યું છે ને તમારે તે સહન કરવાનું જ છે. તમે દુઃખને રોકી શકવાના નથી. તમને તકલીફ આમાં જ પડે છે. તમે દુઃખને કાઢી મૂકવા માંગો છો. દુઃખ રવાના થતું નથી. તમે દુઃખને ભૂંસી નાંખવા માંગો છો. દુઃખ ભૂંસાતું નથી તમે ઇચ્છા રાખો છો કે દુઃખ વધારે નહીં ચાલે અને દુઃખ તો લંબાયાં જ કરે છે. તમે અકળાઈને રડી પડો છો. દુઃખની તીખાશ અને દુઃખ જતું નથી તેની કડવાશ, રસોઈનો સ્વાદ બગાડી દે છે. સારી માનસિકતા હોવા છતાં પણ તમારે માથે પડતું દુ:ખ તમને ભીસ્યાં જ કરે છે. તમે તે ન છૂટકે ભોગવી લો છો. આ દુઃખ સહન કરતાં કરતાં તમારે મરવું પડતું નથી. તમે જીવતા તો રહો જ છો. આનો અર્થ સમજાયો ? આનો અર્થ એ છે કે તમારી પાસે દુઃખ સહન કરતી વખતે જીવી શકવાની * ૫૫ તાકાત હોય છે. તમારું શરીર દુઃખને લીધે મરી જતું નથી. તમારાં દિમાગને દુઃખને લીધે બ્રૅઇન હૅમરેંજ થતું નથી. અણગમતું હોવા છતાં તમારાં શરીર અને મન તેને ઝીલી શકે છે અને એ તૂટી જતા નથી એટલે તમે સાવ જ સહન કરી શકતા નથી એ વાત સાચી નથી. તમે જીવતા જાગતા બેઠા છો તે જ બતાવે છે કે તમે સહન કરી શકો છો. ફરક કેવળ એટલો પડે છે કે તમને સહન કરવાનું ગમતું નથી. આ માનસિકતાનો પ્રશ્ન છે. તમારું વલણ તમને વધારે દુઃખી બનાવે છે. મારે દુઃખમાંથી બહાર આવવું છે તે માનસિકતા કુદરતી છે. મારી ઇચ્છા મુજબ દુ:ખ તરત જતું રહેવું જોઈએ આ માનસિકતા તદ્દન ખોટી. દુ:ખ રહેવા આવ્યું છે. તમને પરેશાન કરવા આવ્યું છે. એ જવાનું નથી. દુ:ખ સામે તમારી ઇચ્છાનું કાંઈ ચાલવાનું નથી. તમે વિચાર બદલતા શીખો. દુઃખ ન જાય તો સહન કરી લઈશ એમ વિચારો. દુ:ખની હાજરીમાં તકલીફ છે પણ ભયાનક ઝંઝાવાત હગિઝ નથી. સહન કરતી વખતે તમે ધીરજ રાખી શકો તો તમારી પાસે સહન કરવાની કળા છે. તમે સહન તો કરો જ છો, પરંતુ ઢીલા પડીને રડો છો તો તે સહનશક્તિ છે, પરંતુ કળા નથી. તમે દુઃખને જતાં રહેવાનું કહી શકતા નથી. તમે દુ:ખને સામેથી બોલાવતા નથી. એ આવ્યું છે તો ટકી રહેવા આવ્યું છે. એ દુઃખને કમને વેઠવું કે દુઃખની સામે પ્રસન્નતા ઊભી રાખવી તે તમારે નક્કી કરવાનું છે. ૫૬. Page #32 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા શરીર અને પૈસાની સરખામણી શકય નથી. શરીર જન્મજાત મળે છે. પૈસા વારસામાં મળે છે. શરીરની કમાણી નથી અને પૈસાને નહાવા ધોવાનું નથી. છતાં શરીર અને પૈસાની તુલના થવી જોઈએ. પૈસા દ્વારા ખરાબ કામ થાય તો પૈસા વેડફાયો કહેવાય. શરીર દ્વારા ખરાબ કામ થયું તો શરીર વેડફાયું તેમ કહેવાય. પૈસા દ્વારા સારું કામ થયું તો પૈસો લેખે લાગ્યો તેમ કહેવાય. શરીર દ્વારા સારું કામ થયું તો શરીર લેખે લાગ્યું તેમ કહેવાય. તપસ્યા એ શરીરનો સર્વશ્રેષ્ઠ સદ્ ઉપયોગ છે. શરીરનું નિર્માણ કરનારી પ્રથમ ક્ષણ અપવિત્ર હોય છે. શરીરની ભીતરમાં દિવસરાત ગંદકી ખદબદે છે. આ શરીર માંદુ પડે છે તો દવાઓ ખાવી પડે છે. આ શરીર પસીને ખરડાય છે. સાબુ ઘસીને કપડાની જેમ તેને ધોવું પડે છે. આ શરીરમાં પેટ્રોલ પૂરો નહીં તો પગ ઢીલા પડી જાય છે. શરીર, સતત પાપ કરાવે છે. આ શરીર દ્વારા થનારાં પાપોની સામે પુણ્યનું બળ ઊભું કરવાનું છે. મજાની વાત છે. શરીર પુણ્ય બંધાવી શકે છે. શરીર પાપ બંધાવી શકે છે. વધારે પડતું ખાધુ અને પેટ તંગ થઈ ગયું તો ઊંઘ ચડી છે. સામે પક્ષે કશું ન ખાધું તો પેટ ખાલી થયું છે અને થાક લાગ્યો છે, ઊંઘ ચડી છે. શરીર તો ખાઈને પણ થાકે છે. શરીરને પંપાળશું તો તે વધારે થાકશે. શરીરને દાદાગીરીપૂર્વક કામે લગાડવું જોઈએ. આશ્ચર્યની વાત એ છે કે શરીરને તમે કેળવો તો તે ઘણાં કષ્ટો ખમી શકે છે. શરીર હંમેશા મનના આદેશ પ્રમાણે જ વર્તે છે. મનને મજબૂત રાખશો તો શરીર ધીમે ધીમે સહયોગ આપવા લાગશે. શ્રી મહાવીર સ્વામી ભગવાને દીક્ષા લીધા પછી 100 થી વધુ દિવસો સુધી સાધના કરી તેમાં ઉપવાસના દિવસો ૩૬00 થી વધુ હતા. ભગવાને બાર વરસ સુધી તપસ્યા કરી. ઉપવાસ પર કેન્દ્રિત થઈને સાધના કરી. આપણે ધર્મ કર્યો હશે. આપણે ઉપવાસ પર કેન્દ્રિત થયા નથી. આપણે તો સંસાર અને શરીર પર કેન્દ્રિત રહીએ છીએ. આપણું શરીર આપણા સંસારનું પ્રતિનિધિ છે. જે શરીરને મહત્ત્વ આપે છે તે સંસારનાં પરિભ્રમણને જ મહત્ત્વ આપે છે. ખાવા પીવાના વિચારો, ખાવાપીવાની તૈયારી અને ખાવાપીવાનો આનંદ આપણા આત્માના મૂળ સ્વભાવને ઢાંકી રાખે છે. ખાવાપીવાની વિચારણાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનું તો શક્ય નથી. તમે જેટલે અંશે આ વિચારણાઓને રોકી શકશો એટલે અંશે આત્મચેતનાનો ઉઘાડ થશે. તપસ્યા દ્વારા આહારનું આકર્ષણ ઘટે તે ભાવના રાખવાની છે. તમારો આહાર તમારાં શરીરને ચલાવતો હશે, તમારો આહારપરિહાર પણ શરીરને ચલાવે છે. પાચનતંત્રને આરામની જરૂર હોય છે. તપસ્યા આરામ આપે છે. સ્કૂલોમાં વિકૅશન પડે છે તે જરૂરી હોય છે એમ તપસ્યા દ્વારા શરીરને વૈકૅશન મળે તે જરૂરી હોય છે. ઉપવાસ અને બીજી તપસ્યાઓ આહાર અને શરીરને ભૂલવાનું લક્ષ્ય રાખીને કરીએ તો, ભૂલાયેલો આત્મા યાદ આવે છે. પ૮ Page #33 -------------------------------------------------------------------------- ________________ આજકાલ શું વાંચો છો ? તમારા ધંધાપાણીની ખબર પૂછનારા મિત્રો તમારા વાંચનપાણીની બાબતમાં માથું મારતા નથી. તમે પૈસા ન કમાઓ એ ખોટું. ઓછું કમાઓ એ પણ ખોટું. તમે વાંચન ન કરો એ ખોટું નથી ? તમે ઓછું વાંચન કરો તે ખોટું નથી ? તમારા વિચારો સાથે ગોઠવાઈ શકે તેવા ઢગલાબંધ મુદ્દા વાંચનના અભાવે તમે ગુમાવો છો. તમને નવું વાંચતા રહેવાની ગંભીરતા નથી મળી. તમે ચવાયેલું ચવાણું થઈ ગયેલી વાતોને વાગોળો છો અને એનું વતેસર કરતા રહો છો. તમારી પાસે આવીને બેસે તેને નવીનક્કોર વાતો સાંભળવા મળે તેવું બને છે ? તમને જ નવી વાતો મેળવવાનું ગમતું નથી તો બીજાને ચાંથી આપવાના હતા તમે ? તમે એવા લોકોને મળો છો જેમને ધંધા સિવાય કશું સૂઝતું નથી. તમારી બુદ્ધિમત્તાની પરીક્ષા થાય એવા પ્રશ્નો પર ચર્ચા કરવાનું તમને ફાવતું નથી. ગામગપાટા અને ચોવટ કરવામાં જીભ જ ચાલતી હોય છે, દિમાગ નહીં. તમારે વાંચન કરતા રહેવાનું છે. મહિનાની એક નવી ચોપડી તો વાંચવી જ જોઈએ. તમારા ખિસ્સામાં પૈસાની રેલમછેલ હોય છે તેમ તમારા દિમાગમાં વિચારોની રેલમછેલ હોવી જોઈએ. તમારું મન ત્રણ કામ કરે છે. સ્મૃતિ, વિચારણા અને કલ્પના. મનને પીરસો તે જ મન યાદ રાખે. મનને મળશે તેનો જ મન વિચાર કરશે અને મનને મળ્યું હશે તેના સહારે મનમાં કલ્પનાઓ જાગશે. તમારું મન સતત રિસીવ કરતું રહે છે. મનને યાદ રાખવાની ટેવ છે. મનને યાદ કર્યા કરવામાં મજા આવે છે. મનની સાથે આંખોએ દોસ્તી કરી હોય તો જ વાંચનમાં રસ પડે. હજારો દુકાનો ખૂલે છે. બધામાંથી ખરીદી થતી નથી. એકાદ બે દુકાનનું કાઉન્ટર તમને પરવડે છે. ચોપડીઓ સેંકડો બહાર પડે છે. તમારા ભાગે તો એક કે બે ચોપડી જ આવવાની છે. તમે બધી ચોપડી નથી વાંચી શકવાના. તમે કેટલી ચોપડી નવી વાંચો છો તે અગત્યનું છે તેથી વિશેષ તમે ચોપડી કેવી રીતે વાંચો છો તે અગત્યનું છે. Who will cry when you die ના લેખક રાહુલ શર્મા કહે છે * ૫ કે તમારાં જીવનમાં દશ શ્રેષ્ઠ પુસ્તકો હોવા જોઈએ. તમને તે પુસ્તકો પર રીતસરનો પ્રેમ હોય. એ પુસ્તકને વાંચ્યા કરવાની તમને ઘેલછા હોય. તમારા તંદુરસ્ત સ્વભાવ માટે આ ઉપયોગી છે. તમારાં મિત્રોની યાદી તમારી પાસે છે એમ તમને ગમતાં પુસ્તકોની યાદી તમારી પાસે હોવી જોઈએ. મિત્રો વિનાનું જીવન જો અધૂરું છે તો પુસ્તકોની પ્રીત વિનાનું મન અધૂરું છે. તમારી ભાષા અને તમારી વિચારશૈલી વાંચન દ્વારા ઘડાય છે. તમારી મૂર્ખતાઓને વાંચન દ્વારા ભૂંસી શકાય. વાંચન તમને તમારી ભૂલો સમજાવી દે. વાંચન તમારા સમયનો વેડફાટ બચાવે. વાંચન તમને લડવાના વ્યાજબી મુદ્દા આપે. વાંચન તમને તમારી બીબાઢાળ દુનિયાથી અલગ પાડે. વાંચન તમારી પરીક્ષા કરે. વાંચન દ્વારા તમે પાસ કે નાપાસ થયા તેની ખબર પડે. વાંચન એ માથે પડેલું ભણતર નથી. વાંચન તો વધાવવા જેવું વહેણ છે. વાંચન મગજને અગણિત દિશાઓ આપે છે. વાંચન દ્વારા તમારું મન શિસ્તબદ્ધ બને છે. વાંચન કર્યા પછીના કલાકોના કલાકો સુધી વાંચન મનમાં ઘોળાતું રહે છે. વાંચન માટેનું પુસ્તક પૂરું થાય તે પછી વંચાઈ ગયેલાં પાનાઓ પર નજર ફેરવીને બધું જ સહીસલામત મનોબદ્ધ કરવાની આત્મવિશ્વાસુ મજા તમારે મેળવવી જ જોઈએ. વાંચન કરીને નવું નવું શીખતા રહેવાની પ્રેરણા આપવા સુરેશ દલાલે સરસ ગીત લખ્યું છે. ક્યારનો હું તો સાદ દઉં છું બંધ બારીઓ ખોલો આજકાલ ? બહાર ઊભો રાહ જુએ છે એક હવાનો ઓળો. આ કવિ પુસ્તકોને વિશ્વ તરફ ઉઘડતી ક્ષિતિજ કહે છે. શું વાંચો છો, ૬. Page #34 -------------------------------------------------------------------------- ________________ વીતેલાં વરસનું સરવૈયું મને નવા વરસની પહેલી તિથિ સુધી પહોંચાડનારી છેલ્લી તિથિઓ ચાલી રહી છે. બે દિવસ પછી ચાલુ વરસ ગયા વરસમાં ફેરવાઈ જશે. ગયા વરસની સાડાત્રણસોથી વધુ તિથિઓ સાથે મારો વહેવાર કેવો રહ્યો છે ? રોજ સવારનો સૂરજ ૨૪ કલાક લઈને આવ્યો. મેં કેટલા કલાકો લેખે લખાડ્યા અને કેટલા કલાકો બગાડ્યા તે પૂછવા જેવું નથી. મારા કલાકોની મેં ભરપૂર બરબાદી કરી છે. આ કલાકો ઘણું આપી શકતા હતા તે મેં મેળવ્યું નથી. કલાકોની જેમ કેટલાય દિવસો મેં બગાડ્યા છે. આખો દિવસ પાણીના રેલાની જેમ બેકાર વહી ગયો છે. વારંવાર આવું બન્યું છે. વીતેલું વરસ મેં લગભગ બરબાદ કર્યું છે. 100 ટકાને બદલે માંડ ૪૦ ટકા રિઝલ્ટ આવ્યું છે, વીતેલા આ વરસનું. મારે આ વિફળતાનું મૂળ આજે શોધવું છે. હું વીતેલાં વરસ દરમ્યાન ઝડપથી નિર્ણયો લઈ નથી શક્યો. વધુ પડતું વિચારવાનું વળગણ મને નડ્યું છે. મેં આત્મવિશ્વાસથી કામ કરવાનું રાખ્યું હોત તો કામ સહેલું હતું. હું તો બીજાની સ્પર્ધામાં રહીને કામ કરતો હતો. બીજાને જોઈને પોતાનું મૂલ્યાંકન કરનારો પોતાની તાકાત પ્રમાણે કામ નથી કરી શકતો. મને મારી તાકાતનું આજ સુધી ભાન નથી. બધા કરે તે જ હું કરું છું. મારાથી ન થાય તેવા કામ ઉપાડી લઉં છું. મારાથી થઈ શકે તેવા કામ છોડી દઉં છું. મારી બાબતમાં વિચારું છું. મને અવશ્ય એવું લાગે છે કે હું મારી જાતને અન્યાય કરતો રહ્યો છું. વીતેલાં વરસ દરમ્યાન મારા હાથે સારાં કામો ઓછા થયા છે. મેં એ કામો કરવાની ભાવના રાખી હોત તો કામ થઈ જાત. મને સારાં કામમાં રસ પડ્યો નહીં. મેં જાણી જોઈને ટાળી દીધેલાં સારાં કામોની સંખ્યા મોટી છે. મારો સ્વભાવ જ વિચિત્ર છે. મને સાચી રીતે વિચારતાં આવડતું જ નથી. હું ભૂલી રહ્યો છું, મારા સ્વત્વને. હું ભૂલી ચૂક્યો છું. મારી આત્મચેતનાને. મારા કામકાજ બધા પાર પડે છે. મારાં સારાં કામો હું નથી કરી શકતો. મારા બૂરાં કામો હું રોકતો નથી. મેં કદી તાળો મેળવ્યો નથી. હું ગૂંચવાયેલો રહ્યો છું. મારા વીતેલાં વરસ પાસેથી મને હિતશિક્ષા મળી છે કે સારાં કામની પૂર્વતૈયારી નહીં કરો તો સારાં કામ તમારા હાથે થઈ શકશે નહીં. વીતેલાં વરસ પાસેથી મને થોડું આશ્વાસન પણ મળે છે. અમારા જીવનમાં ધર્મ થોડો તો છે જ. વિશ્વાસ, હૂંફ આપવાનું કર્તવ્ય ચૂક્યો નથી. પૈસા મળ્યા પણ છે અને વાપર્યા પણ છે. મારી સમજ મુજબની આત્માથી કાળજી રાખી છે. મારું અજ્ઞાન અને બાંધી રાખે તેમાં હું શું કરું? મેં તો મારી પહોંચ અનુસાર આત્મામાં રસ લીધો છે. મારા ફાળે આવેલું દુ:ખ વધાવીને હું બીજાનાં દુઃખ ઘટાડી શક્યો છું. હું સ્વાર્થી છું પણ લુચ્ચો નથી. હું જૂઠ અને પ્રપંચમાં રાચું છું પણ મોટા દંભ નથી કરતો. મારી વ્યક્તિમત્તામાં જમાપાસું પણ છે અને ઉધારપાસું પણ છે. ગયા વરસે જમાપાસું જરા જરા જામ્યું છે તેની ખુશી. ગયા વરસે ઉધાર પાસે માથે ચડ્યું છે તેનો અફસોસ. ૬૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ નવાં વરસે નવી વાતો નવું વરસ સત્તાવાર રીતે શરૂ થાય છે. તમે નવાં કપડા અને મહેમાનો અને શુભેચ્છા મુલાકાતો અને બજારભ્રમણમાં આખો દિવસ વીતાવી દો છો. નવાં વરસથી તમારા હાથમાં નવાનક્કોર દિવસોની મોટી ફૅક્ટરી મૂકાય છે. તમે ઉજવણીની ધૂનમાં ૩૬૦ દિવસ માટેનું કશું જ પ્લાનીંગ કરતા નથી. બેસતા વરસની સાંજ પડે છે અને રાતે આવી પહોંચે છે. તમને આખા દિવસનો થાક લાગ્યો હોય છે. તમે ખુશખુશાલ ચહેરે ઊંધી જવાના છો. તમને આજના દિવસે આખા વરસ માટેની પૂર્વતૈયારી કરવાની ફુરસદ ના મળી. તમે વરસભરનું થીંકીગ બજેટ નક્કી ના કર્યું. પહેલો દિવસ ફ્લોપ ગયો અને નૂતનવર્ષાભિનંદનનો ફુગ્ગો ફૂટી ગયો. આવું બધું નથી થવા દેવું. નવાં વરસે નવી વાતો શરૂ કરવાની છે. આજે થોડીક મસ્તમજાની વાતોની રંગોળી નવાં વરસના દરવાજે પૂરવાની છે. એક, તમારી પાસે વિચારો સમજવાની અને શીખવાની પ્રચંડ બૌદ્ધિક ક્ષમતા છે. તમારા મનમાં તમારી શૈલી મુજબ નવા વિચારો ઉમેરી આપે એવો મિત્ર આ વરસે શોધી લેવો છે. દુ:ખને શોધીને દૂર કરે તેવા મિત્ર મળવા મુશ્કેલ છે. મળી જાય. નબળા વિચારને શોધી દૂર કરે તેવા મિત્રની શોધ કરવાની છે. નવું વરસ આ નવા મિત્ર પાછળ કુરબાન છે. નવો મિત્ર પણ તમારાં નવાં વરસની આ તરોતાજા મૈત્રી પર કુરબાન હશે. બે, તમારા જીવનમાં તમે સંબંધોની માનજત કરવામાં સફળ રહ્યાં નથી. તમારે તમારા તમામ સ્વજનોનો એક એક સુપર સ્પેશ્યલ સદ્ગુણ શોધી કાઢવાનો છે. એ સદ્દગુણને લીધે એ સ્વજનને જે કાંઈ લાભ થયા છે તે બિલકુલ પ્રામાણિક્તાપૂર્વક જોવાના. તેમના સગુણની બાબતમાં સ્પષ્ટ થઈ ગયા બાદ તેમની પાસે જઈને તેમના એ સદ્ગુણ બદલ તેમને ધન્યવાદ આપજો. ઠાલા વખાણ કરવાના નથી. તેમના એ સદગુણની કદર કરવાની છે. એકથી વધારે સ્વજનો છે. એકથી વધારે સગુણો છે. પ્રશંસા કરો અને સદગુણો જીતો. ત્રણ, જૂની વાતોને યાદ કરીને જાતને ક્યાર સુધી કોસ્યા કરશો ? વપરાઈ ચૂકેલા પૈસા પાછા આવતા નથી. નવી કમાણી જ કરવી પડે. વીતી ચૂકેલા પ્રસંગો બદલાતા નથી. નવી દુનિયા અને નવા પ્રસંગો જ શોધવા પડે. આમાં કશી લાચારી નથી. તમારી મરજીના તમે રાજા છો. તમે નવા અને તંદુરસ્ત પ્રયત્નો કરો. જૂની વાતો ગયાં વરસના વરતારાની જેમ જ ભૂલી જાઓ. જિંદગી બહુ મજાની છે. ચાર, આ વરસે ચારથી પાંચ નવી સાત્ત્વિક કિતાબો વાંચવી છે. એ કિતાબની લીટીએ લીટીએ મોઢે થઈ જાય છે એ રીતે વારંવાર વાંચવાની. સારી મૅચ જોયા પછી એક્શન રિપ્લેમાં મજા આવ્યા જ કરે છે તેમ સારું પુસ્તક વાંચ્યા પછી તેનું રિપિટેશન મજા કરાવે છે. તમારા ચીલાચાલુ વિચારોમાંથી બહાર નીકળીને તાજગીસભર હવાથી શ્વાસો ભરી લેવાની મારી તમને અંગત ભલામણ છે. નવા પુસ્તકો. નવો રોમાંચ. નવાં વરસે આ ચાર વિચાર કરજો. Page #36 -------------------------------------------------------------------------- ________________ મિત્રની મુલાકાત મિત્રતામાં સથવારો અને સધિયારો હોય. મિત્રતામાં વજન વિનાનું વળતર હોય. મિત્રતામાં કાર્ય હોય પણ સ્વાર્થ કશે ના હોય છે. ચાર, મિત્ર ક્યારેય તમારા કુટુંબનો દુશ્મન હોઈ શકે નહીં. મિત્રને તમારાં ઘરની વાતો ખબર હોય. મિત્ર તમારો બચાવ કરે તેમ તમારા પરિવારની એકતાનો પણ ખ્યાલ રાખે. મિત્ર ભંગાણું પાડે નહીં. મિત્ર ભાગલા રોકે. મિત્રને કારણે ભંગાણ પડતું હોય તો મિત્રને છોડી પરિવારને સાચવવો. પરિવારમાં ભંગાણ પડતું હશે ત્યારે મિત્રની હૂંફ પામીને કોઈ સાચો નિર્ણય લેવાનું ફાવશે. પાંચ, મિત્રની સાથે બેસો અને વાત કરો. તમારી અને મિત્રની ભૂલો અરસપરસ જાણવા મળે તેવી નિખાલસતા કેળવો. તમને મિત્ર પાસેથી કશુંક સારું મળે અને મિત્રને તમારી પાસેથી કશુંક સરસ મળે તો મિત્રની મુલાકાત સાચી છે. જન્મતાવેત મળેલા સંબંધો જનમભર નીભાવી શકાય છે. તેમાં સ્નેહ હોય તો પણ જન્મજાત. સમજદારી આવ્યા પછી સંબંધો બને છે તેમાં સ્વીકૃતિ અને સ્પષ્ટતા હોય છે. પરિવારિક સંબંધો કરતાં અલગ હોય છે અને પારિવારિક સંબંધ કરતા વિશેષ હોય છે મિત્રતાનો સંબંધ. પરિવારના સંબંધોમાં પૂર્વગ્રહ હશે. મિત્ર સાથે પૂર્વગ્રહ ના હોય. પરિવારના સંબંધોમાં નાનામોટાનો ભેદભાવ હશે. મિત્રનો સંબંધ નાનામોટાનો નથી હોતો. મિત્રને મળવામાં ઉપચાર કે વહેવાર નથી હોતો. આ જન્મમાં જન્મેલો અને આ જન્મને અજવાળે તેવો સંબંધ તે મિત્રતાનો સંબંધ. આમ તો આ સંબંધમાં સમીકરણ કે શરતને સ્થાન નથી. મિત્ર માટે મહત્ત્વની અને મહત્ત્વના મિત્ર માટેની થોડી ટિપ્સ સાથે બેસીને વાંચીએ. એક, મિત્રતાની મુખ્ય કડી છે સમાન ઉદ્દેશ, બે મિત્રો પોતાનાં જીવન માટે એક સરખો ઉદ્દેશ રાખતા નહીં હોય તો દોસ્તી લાંબો વખત ચાલી શકશે નહીં. ઉદ્દેશ કે હેતુ કે લક્ષ્યની એકતા જ મિત્રતાને ચિરંજીવ બનાવે છે. જો કે, કશા જ ઉદ્દેશ, હેતુ કે લક્ષ્ય વિનાની નિસર્ગદત્ત મૈત્રી પણ લાંબો વખત ચાલે છે. જો ઉદ્દેશ સમાન હોય તો આ વાત મૈત્રી માટે મહત્ત્વની છે. બે, મિત્રતા જેમ જૂની બને તેમ મજબૂત બને છે. મિત્રતામાં જાનનું બલિદાન દેવાનો મામલો લગભગ આવતો નથી. મિત્રતા માંગે છે વિશ્વાસ, તમે કહો તે સાંભળીને તમને સંભાળવામાં આવશે આ મિત્રતાનું પ્રથમ સૂત્ર છે. તમને મળતું સન્માન એ તમારી લાગણીની સ્વીકૃતિ છે. તમારી ભાવનાઓને ઠેસ નહીં પહોંચે તેની ખાતરી મિત્રતા આપે છે. મિત્રતામાં વિચાર કરતા સંભાવનું સ્થાન વિશેષ છે. ત્રણ, મિત્રતામાં લેવડદેવડનો વહેવાર હોતો નથી, મિત્રતાને ધંધાની ભાગીદારીમાં બદલી શકાય નહીં. મિત્રતામાં ચાંદલાનો વહેવાર ના હોય. ૬૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ સારા મિત્રો : ખરાબ મિત્રો તમારી સાથે બેસનારો તમારો મિત્ર છે. તમે તેને તમારા મનની વાત કરી શકો છો. એ પોતાની વાત તમને કરે છે. અરસપરસનો મેળ છે. તમારી લાગણી માટે તમારી પાસે સ્પષ્ટતા નથી હોતી. તમારો મિત્ર તમારી લાગણી સ્પષ્ટ કરી આપે છે. તમારા મુદા અધૂરા હોય તો મિત્ર પૂરા કરી આપે છે. તમારી રજૂઆત કાચી હોય તો મિત્ર સુધારી આપે છે. તાળીમિત્રો હસાહસમાં કામ લાગે છે. એ મુશ્કેલીમાં હાથતાળી આપી દે છે. થાળીમિત્રો આનંદપ્રમોદમાં કામ લાગે છે. તકલીફમાં હોઈએ ત્યારે એ બીજે જમવા જતા રહે છે. તમારા મિત્રો તમારી ઓળખાણ છતી કરે છે. તમને મળેલા મિત્રોમાં તેમને બગાડે તેવા મિત્રો હશે. તમારે તેનાં લક્ષણો શોધી કાઢવાના છે. તમે ખોટી શરમમાં રહેશો તો મિત્રો તમને ખરાબ કામમાં ફસાવી દેશે. તમે સારા મિત્રને શોધજો . તમે સમજીને વહેવારમાં વર્તજો . સ્વાર્થની બાદબાકી વિના મૈત્રી પાંગરતી નથી. અહંને બાજુ પર મૂકી ન શકો તો મૈત્રી જામી ન શકે. તમારો દોસ્ત, તમારો દુશ્મન બની શકે છે માટે વરસી પડો નહીં. તમારો દોસ્ત તમારો પરિવારજન નથી માટે ઘરની બધી વાતો તેની સમક્ષ જાહેર મત કરો. તમારો મિત્ર તમારી કમજોરીને પંપાળતો હોય તે તમને ના ગમવું જોઈએ. તમારા મિત્રને તમારી કમજોરી ગમે છે તેનો અર્થ એ છે કે તે સારો માણસ નથી. તમારો મિત્ર તમારી ભૂલ માટે તમને સમજાવશે. તમારો મિત્ર તમને રોકશે અને ટોકશે. સાચો મિત્ર પરિવારની વિરોધમાં લઈ ન જાય. સાચો મિત્ર ખોટા ધંધામાં સહકાર ન આપે. મુદ્દે, મિત્રતા વસ્તુલક્ષી નથી. મિત્રતા તો હૃદયની ભાષા છે. તમારી સમજણને સ્પર્શે તેવી વાતો કરનારો સાથીદાર તમારો મિત્ર હોઈ શકે છે. તમારી લાગણીને વાળી શકે તે ખરો મિત્ર છે. મિત્રો હા પાડવા માટે છે. મિત્ર ના પાડવા માટે છે. મિત્ર માંગતો નથી. મિત્ર આપે છે. મિત્ર મુશ્કેલીમાં સોબત આપે છે. મિત્ર માયાજાળથી દૂર રહે છે. મિત્ર માટે ઉપચાર કે વહેવાર ગૌણ બાબત છે. મિત્ર ક્યારેય ખોટું લગાડતો નથી. મિત્ર તમારી આંખો જોઈને તમારી વેદના વાંચી શકે છે. મિત્ર પાસે રડવું પડતું નથી. મિત્ર તમારાં આંસુને પહેલેથી ઓળખી લે છે. મિત્ર ગુસ્સો કરે છે તો ગમે છે. મિત્ર ગુસ્સો કરતી વખતે ભીતરમાં વલોવાય છે. મિત્રો નારાજગી બતાવીને તમને સમજાવે છે. મિત્ર પાસે માતાની મમતા નથી હોતી. બબ્બે માતાનું મન હોય છે. મિત્ર આરપાર સમજી શકે છે. બધું જ, મિત્ર વિના ચાલી શકે છે. અને છતાં મિત્ર વિના બધું જ અધૂરું લાગે છે. મિત્ર સમજદાર હોય. મિત્ર માહિતગાર હોય, મિત્ર ઉદાર હોય. મિત્ર તમે છો તો તમારે સારા માણસ બનવું. મિત્ર તમારો છે તો તેને સારો માણસ બનાવવો. મિત્રને સારો બનાવીને જંપે તે મિત્ર. મિત્રને ખરાબ બનાવીને જંપે તે દુમન. તમારે મિત્ર બનવાનું છે, દુશ્મન નહીં. તમારે મિત્ર રાખવાના છે, દુશ્મન નહીં. ૬૮ • Page #38 -------------------------------------------------------------------------- ________________ હું ક્ષમા માંગું છું પ્રિય સ્વજન, તને પત્ર લખતી વખતે મારી આંખો ભીની છે. આખું વરસ આપણે સાથે રહ્યા. તારી માટે મેં મહેનત કરી. મારી માટે તે મહેનત કરી, સાથે રહીને નિર્ણયો લીધા છે. છૂટા પડવા માટે ઝઘડ્યા નથી. નારાજગી વહોરવાનો પ્રશ્ન આવ્યો નથી. સંબંધોના પાયામાં રહેલા વિશ્વાસને જીવતો રાખ્યો છે. ખૂબ સભાન રહ્યા છીએ પરસ્પર, તારું દુ:ખ સમજીને તને સાચવ્યો છે. મારું દુઃખ તું સમજે છે તેમ માની તારા ખભે માથું મૂકી આંસુ સાર્યા છે. જિંદગીના નાનાં મોટાં તુફાન વચ્ચે અરસપરસનો સથવારો અખંડ રાખવાની જીદ રાખી છે. લોકોના કહેવાથી તેને અન્યાય નથી કર્યો. તને ખુશ રાખવા લોકોને નારાજ કરવાની હિંમત રાખી છે. નાનપણની નિર્દોષ મૈત્રી જેવી પવિત્ર એકતા જીવંત રાખવાની છે આપણે. જોકે, માણસ માત્ર પોતાની લાગણીથી જીવે છે. તારી દરેક લાગણીને હું સમજી શકું તેવું કેમ કરીને બને ? ઘણી વખત મને મારી જ લાગણી સમજાઈ નથી. હું તારી માટે જીવું છું અને તારી લાગણી સમજયા વિના ગમે તેવા આક્ષેપો કરી બેસું છું. તને સમજાતું નથી આ બધું. તને મારી માટે સ્નેહ છે. તું મારો રોષ જોઈને સ્તબ્ધ બની જાય છે. તને મારી પર અઢળક પ્રેમ છે. તું મારો ગુસ્સો જોઈને નિરાશ બની જાય છે. મને ગુસ્સો આવ્યો તેને લીધે તને પસ્તાવો થાય છે. તારા પર આવો માનસિક અત્યાચાર મેં સતત કર્યો છે. મારે તારી લાગણીની માવજત કરવી જોઈએ. જિંદગીના છેવાડે મોત રાહ જોઈને ઊભું છે એની સાથે મુલાકાત થશે ત્યારે આપણો સંબંધ પૂરો થઈ જવાનો છે. ત્રીસ કે ચાલીસ વરસનો જ આ સથવારો છે. આ વરસોને બગાડવા નથી. તારામાં અને મારામાં વસેલો સ્નેહસંબંધ મોતને લીધે તૂટી જવાનો છે. પછી કયારે મળીશું તેની ખબર નથી, ખાતરી નથી, અત્યારે તારી મારી દુનિયા નજીક છે. મારી વાતો તને દુ:ખી કરે તે મને મંજૂર નથી. મારો સ્વભાવ સારો નથી. તું મને સંભાળી લે છે માટે આપણો નાતો અતૂટ છે. મારી હરદમ ઇચ્છા રહી છે કે આપણો એ સંગાથ સદાબહાર રહે. મારો અહં, મારી અપેક્ષાઓ મને સતાવે છે. તમે પણ મારા સ્વભાવનો કાળો પડછાયો પરેશાન કરે છે. તું ખમી ખાય છે, તું મારી ભૂલો માફ કરી દે છે. તારી આ ઉદારતા જોઈને મને મારા સ્વભાવ અંગે વિશેષ દુ:ખ થાય છે. મને સમજનાર જો કોઈ હોય તો કેવળ તું જ છે. તારી સમક્ષ મેં કાંઈ કપટ કર્યું નથી. કોઈ જૂઠ ચલાવ્યું નથી. મારી તારી વચ્ચે દંભનો પડદો નથી. આપણે જયાર સુધી જીવીશું, આ દંભ વિના જ જીવીશું. - તારી લાગણીને મારા તરફથી ખલેલ પડ્યા કરી છે. મારા તરફથી તારી સરળતાને દુ:ખ પહોંચ્યું છે. મેં તને નિરાશ કર્યો. નારાજ કર્યો. એક વાત તું લખી રાખજે તારી ડાયરીમાં. મને તારી પર ગુસ્સો આવ્યો હશે પરંતુ ગુસ્સાનાં મૂળમાં કોઈ દ્વેષ નથી. મારા ગુસ્સામાં પ્રેમને પડઘો પડે છે. તું મારા ગુસ્સાને યાદ રાખીને દુ:ખી રહીશ મા. મારા મનમાં કોઈ ડંખ કે અસંતોષ નથી. હું અધૂરો આદમી છું. તારા સથવારે મારે આગળ વધવાનું છે. તારા સહારે મારે સારા માણસ બનવાનું છે. મારા વિચિત્ર સ્વભાવને બદલે મારા સ્નેહભાવને જોઈને તું મારી પર ખુશ રહેજે. તને મારો આત્મા માનું છું હું, તારી માફી માંગવી તે આપણા સંબંધનું અપમાન છે અને મારી લાગણી કરતાં તારી લાગણીને વધુ મહત્ત્વ આપવું તે આપણા સંબંધનું સાચું સન્માન છે. આજના મંગલ દિવસે તારી લાગણીને સન્માનવા હું ક્ષમાયાચના કરું છું. તારો અને મારો સંબંધ નિઃસ્વાર્થ અને નિર્દોષ અને નિર્દભ બની રહે તે માટે હું ક્ષમા માંગુ છું. Page #39 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના એમણે મને દુઃખ આપ્યું છે. મને નારાજ કરીને તેમણે પોતાનું જ ધાર્યું કર્યું છે. મારી ફરિયાદ તેમને કેમ સમજાય? મારા મનમાં તેમની માટે લાગણી છે, સભાવ છે. મને કોઈ જ બાબતમાં તેમણે સન્માન આપ્યું નથી. મારે તો તેમની પાસેથી તકલીફો જ ભોગવવાની આવી છે. મેં કયારેય જાણી જોઈને તેમને તકલીફ આપી નથી. મેં એમને દુઃખ આપવાનું લક્ષ્ય રાખીને કદી ઉગ્રતા દાખવી નથી. મને તેમનાં દુ:ખનો વિચાર પહેલો આવે છે. એમને મારાં દુ:ખની વિચાર પહેલો આવે છે? એમને મારાં દુ:ખની ફિકર છે? એ તો પોતાની ધૂનમાં જીવે છે. મારા મનમાં બળાપો છે. મારું મન રોઈ રહ્યું છે. મારે માફી માંગવી પડે તેવું કાંઈ જ બન્યું નથી. તેમણે જે કર્યું છે તે બધું જ માફ ન કરી શકાય એવું ઉગ્ર અને તીવ્ર છે. મારો સ્વભાવ સારો છે. એમનો સ્વભાવ વિચિત્ર છે. મારે તેમને કંઈ રીતે સમજાવવા તે જ સમજાતું નથી. હું એમની દૃષ્ટિએ તેમના વિચાર કરી શકું. મારી વાતને મારી દૃષ્ટિએ વિચારું તો ચિત્ર અલગ હોય. મારી વાતને એમની દૃષ્ટિએ વિચારું તો ચિત્ર અલગ બને. મને દેખાય છે તે મારી દૃષ્ટિ છે. મારી દષ્ટિમાં ન આવ્યું હોય તેવું ઘણું બની શકે છે. મારી વેદનાને મેં મારી જ દૃષ્ટિએ મૂલવી છે. મારી ફરિયાદની પાછળ કેવળ મારો જ દૃષ્ટિકોણ છે. મારે દરેક ઘટનાને એમની દૃષ્ટિએ ચકાસવી જોઈએ. એમને જે સમજાતું હોય તે મને ન સમજાયું હોય. એમને ન દેખાતું હોય તે મને દેખાયું હોય, મારે વિચારવું જોઈએ. મેં એમને દોષ આપ્યો છે. એમને સમજવાનો પ્રયાસ નથી કર્યો. મેં આરોપ કર્યો તે સાચો હોવાનું મેં માની લીધું છે. કદાચ મારી જ ભૂલ હોય ને મને ખબર ના હોય, મારી અપેક્ષાઓ વધારે પડતી હોય એટલે મને દુઃખ થતું હોય. મારી ફરિયાદ સ્વાર્થમાંથી નીપજી હોય તેવું પણ બની શકે છે. મારે સમજવાનું છે. હું સમજવાનો પ્રયાસ ન કરું તે ખોટું છે. મારે ધ્યાનપૂર્વક સમજવાનું છે બધું. મારી સાથે રહેનારો આદમી, મારી સામે પડે તેમાં મારી કચાશ જ કારણ બને છે. મારી આવડત ઓછી છે માટે સંબંધોમાં તનાવ આવે છે. મારે કેમ સુધારો મેળવવો તેની આત્મચિંતા હું કરું એ વ્યાજબી રહેશે. મારે તેમની સાથે લડાય નહીં, ઝઘડાય નહીં. મારે તેમને દોષિત ઠેરવવાની વૃત્તિ રાખવાની ના હોય. મારે તો અરસપરસ સંબંધ મજબૂત રહે તેમ જ વિચારવાનું હોય, નાની નાની વાતો મનમાં નોંધાય તેની અસર મનમાં હલચલ મચાવે. મનમાં જ હું હતાશા પામું કે લડાઈ કરું. સામા માણસને પ્રતિપક્ષ માનવાને બદલે પોતાનો આદમી માનું તો ફરિયાદ ના ઊભી થાય. એમના તરફથી પડતાં દુ:ખોનું કારણ શોધવું. એ દુ:ખો આપે છે તેના વ્યાજબી કારણો છે તેમ વિચારી તેમનો મનોમન બચાવ કરવો. એમને દુ:ખ આપવાનું મન થયું તે મારી લાગણીની નિષ્ફળતા છે તેમ જાતે કબૂલવું. મારે મારા મનમાં તેમની માટે કોઈ જ કચવાટે જીવતો રાખવો નથી. હું તેમને સદ્ભાવ જ આપીશ. એમણે માફી માંગવી જોઈએ તેવો વિચાર કરીને હું તેમને ગુનેગાર બનાવું તો મારો પ્રેમ સ્વાર્થી બની જાય. મારે જ તેમને માફ કરી દેવા છે, તેમ વિચારું એ સમર્પણ છે. એમણે દુ:ખ આપ્યાં તે ભલે. એમણે તકલીફ આપી તે ભલે. એમની ભૂલો પર મારી નજર નથી. મારી નજર કેવળ લાગણી તરફ છે. મારા મનમાં એમની માટે સંવેદના હોય તો મારે તેમને દોષ આપવાનો હોય જ નહીં. મારી લાગણી સાચી છે. મારો પ્રેમ સાચો છે. મારું મન પ્રામાણિક છે. હું તેમને કોઈ જ દોષ આપતો નથી. મારી કચાશને સુધારવાનો મારો સંકલ્પ છે. ક્ષમાપના. - ૧ ૭૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ ગરીબોં કી સુનો દિવાળીના દિવસો આવે છે, મીઠાઈ અને ફટાકડાનું બજાર ઉધડે છે. ગરીબોની ઝૂંપડીમાં દિવાળીનો ઝગમગાટ નથી હોતો. એ આકાશમાં ઝબકતા ફટાકડાની સેરો જોઈને દિવાળી માનવી લે છે. ભીખ માંગીને વાસી મીઠાઈ ચાખે છે ને દિવાળી ઉજવે છે. તમારા ગામમાં ગરીબો વસતા હોય તેમની દિવાળીનો વિચાર તમે કરજો . તમારા કુટુંબના દરેક સભ્યો દિવાળીની સિઝનમાં ઘણી જાતની મીઠાઈઓ ચાખશે. તમારા ગામના રહેવાસીઓ તમારા પાડોશી છે, તેમનાં ખોરડે આખો પરિવાર વસે છે. નાના છે અને મોટા છે. પૈસાની ખોટ તીવ્ર છે. ગરીબીનો ઓછાયો એમનાં મનને નિરાશ રાખે છે. એમનો હરખ નકલી અને નાનો હોય છે. એમના ઇચ્છાઓ સંતોષાતી નથી એટલે એમનો આનંદ પણ ખાબોચિયા જેવો સસ્તો અને ખોબા જેવડો સીમિત હોય છે. હવેલી, બંગલા, ટૅનામેન્ટ અને ફલૅટ્સ એમનાં જીવનમાં નથી. મેલાં કપડાં, છાપરામાં બાકોરું. ભીંતોમાં તિરાડો અને તાળા વગરના દરવાજા. આ એમની ઓળખ છે. દિવાળીના દિવસોમાં એમને રાજીપો આપવા તમે શું કરી શકો ? એ વાત પછી છે. એ લોકોના ચહેરા પર તમારાં નિમિત્તે હાસ્યની રેખા ફૂટી નીકળે તે તમને ગમે તેવું નથી ? તેમને મીઠાઈ આપો. એ લોકોની ગરીબ આંખોમાં તમારી મીઠાઈને લીધે ચમકારો આવશે. તમે મીઠું મોટું કરાવ્યું તેને લીધે તેમનું આખું નવું વરસ તરવરાટ સાથે વીતશે. એમની સૂમસામ જિંદગીમાં તમારી રોનકદાર ભેટથી ખુશનુમા વાતાવરણ ઊભું થશે. એમને માંગતા આવડે છે. એમને મેળવતાં નથી આવડતું. એમને ભીખ માંગવાનું ગમે છે. એમની માટે બીજો કોઈ માર્ગ નથી જીવનમાં. એમનું કમનસીબ જ એમને પીડા આપી રહ્યું છે. ગયા જન્મનાં અપરંપાર પાપોની સજા એમને ભોગવવાની આવી છે. તમે એમને જીવનભર સાચવી લો તેવું તેમનું પુણ્ય પણ નથી અને તમારી તૈયારી પણ નથી. તમારે એમની દિવાળીને મીઠાઈથી ભરવાની છે. તમારા પૈસા, તમારા સગાઓને મીઠાઈ વહેંચવામાં વપરાય તે નગદ સ્વાર્થ છે. તમને 93 કોઈ મીઠાઈ આપે છે તે સામે તમે મીઠાઈ આપો છો. આ લેતીદેતીમાં લાગણી છે, અહંની પરિતૃપ્તિ છે, મમતાનો સ્વાર્થ છે. ગરીબને તમે મીઠાઈ આપો છો ત્યારે તમે વળતરની અપેક્ષા નથી રાખતા, નામનાની ઇચ્છા નથી, પ્રશંસાની ભૂખ નથી. એ ગરીબ લોકોને રાજીપો મળે તેટલી જ એક તમન્ના હોય છે. દુઃખી લોકોનું દુ:ખ થોડુંક ઓછું થાય, તમારા હાથે ઓછું થાય, તે મીઠાઈ કરતાં મોંઘી અને મીઠી ઘટના છે. તમારાં દુ:ખને દૂર કરવાની તાકાત તમારામાં છે. તેમનામાં પોતાનાં દુઃખ દૂર કરવાની તાકાત નથી. બીજાનાં દુ:ખને દૂર કરવાની તાકાત તમારામાં છે. તેમનામાં બીજાનાં દુ:ખ સુધી પહોંચવાની દષ્ટિ જ નથી. પોતાનાં દુ:ખમાં સરિયામ ડૂબેલા છે એ લોકો બીજાનાં દુ:ખને જોવાની જ હામ નથી તો દુ:ખ દૂર શું કરે ? આવા માણસોને દયાની નજરે જોઈએ ત્યાં સુધી ચાલે. તુચ્છ અને હીન માનીને એમનાથી દૂર ભાગી શકાય નહીં. એમને લાગણીથી જોવાના. એમનાં દર્દની સહાનુભૂતિ જાગે તે તમારી સજ્જનતા. એમનાં દુ:ખથી તમે ગળગળા બનો તો તમારી સજ્જનતા. એમનું દુ:ખ તમને પોતાનું દુઃખ લાગે તે તમારી મોટાઈ. પરિવારમાં માંદા માણસનું જે લાગણીથી જતન થાય એવી રીતે જ તમારા હાથે તમે એમને મીઠાઈ આપો એ તમારું કર્તવ્ય દિવાળીના ગિફ્ટ બૉક્સ શ્રીમંતો એકબીજાને મોકલે છે અને એકબીજાના ડાયાબીટીસમાં વધારો કરે છે. આ મીઠાઈના ગિફ્ટ બૉક્સ ગરીબોને મોકલવા જોઈએ. ગરીબોને પ્રૉટીન પણ પૂરતું નથી મળતું. ગરીબો બોલી નથી શકતા કે અમારે દિવાળીની તાજી મીઠાઈ ખાવી છે. તમે તો સાંભળી શકો છો ને ? તમે દિવાળીને દમદાર બનાવો. મીઠાઈ ખાવાથી મીઠી લાગે, વહેંચવાથી વધારે મીઠી લાગે. ૭૪ - Page #41 -------------------------------------------------------------------------- ________________ દ્રૌપદી અને સીતા આપદાઓને હસતા મોઢે વેઠી લેવાની વાતો કરવી સહેલી છે. ખરેખર આપદા આવે ત્યારે ભલભલા માણસોના પગ ઢીલા પડી જાય છે. આપદા કહેતાં તકલીફ આવે તે વખતે મનમાં તકલીફ આપનાર માટે ફરિયાદ જાગે છે. પોતાના હાથે એ તકલીફ સામે લડત શરૂ થાય છે. એ તકલીફમાંથી બચાવનારો કોઈ મળી જાય તો એ ભગવાન જેવો લાગે છે. વ્યાસજીનાં મહાભારતમાં દ્રૌપદીની કથા છે. વાલ્મિકીનાં રામાયણમાં સીતાની કથા છે. આ મહાસતીઓ અભૂતપૂર્વ કટોકટીમાં મૂકાય છે. દ્રૌપદીને હેરાન કરનારા છે કૌરવો. સીતાને હેરાન કરે છે રાવણ. બંને પોતપોતાની રીતે સહીસલામત બહાર આવી ગઈ તે બધા જાણે છે. આ બે મહાસતીને અબળા માનીને ભૂલી શકાય નહીં. એમણે કટોકટીનો સામનો કર્યો તેમાંથી કોઈક મૅસૅજ મળે છે. આપણને તકલીફ આપનાર પોતાની સજ્જનતા ચૂકી રહ્યો છે તે નક્કી છે. આપણું અપમાન થાય કે આપણને અન્યાય થાય તેમાં ચોક્કસ વ્યક્તિની તુચ્છ ચાલાકી કામ કરે છે. આપણે વિટંબણામાં પડ્યા. આપણને તકલીફમાં મૂકનાર એ વ્યક્તિ નજર સમક્ષ આવી. કુદરતી પ્રતિભાવ એ જ છે કે આપણે તે વ્યક્તિ પર ઝનૂનથી તૂટી પડીએ. દ્રૌપદીએ વસ્ત્રાહરણ વખતે કૌરવોને ટનબંધ ગાળો આપી છે, કૌરવો, ભીષ્મ, દ્રૌણ અને કર્ણ તો ઠીક, પાંચ પાંડવો પણ દ્રૌપદીના આક્રોશનો ભોગ બન્યા. સીતાના કિસ્સામાં આવું રાવણ સામે થયું. રાવણ અને અશોકવનની રાક્ષસીઓ સામે સીતાએ તીવ્ર અણગમો વ્યક્ત કર્યો હતો. બંનેએ આપદા લાવનારાને વખોડ્યા. બંનેએ આપદામાંથી બહાર નીકળવા મથામણ કરી. બંને પોતપોતાના દુશ્મનોને સતત ધુત્કારતા રહ્યા. પરિણામની દૃષ્ટિએ વિચારીએ તો દ્રૌપદી કે સીતાનો આક્રોશ વિપરીત પરિસ્થિતિને બદલી ના શક્યો. કૃષ્ણ આવ્યા પછી દ્રૌપદીજી બચ્યા. રામ આવ્યા પછી જ સીતાજી મુક્ત થયા. 94 દ્રૌપદી અને સીતા તકલીફમાં મૂકાયા. પોતે કશું ના કરી શક્યા. એમને બચાવનાર કોઈક હતું તે આવ્યા પછી જ બચ્યા. દ્રૌપદી કે સીતાનો સ્વતંત્ર પ્રતિકાર કામ લાગ્યો નથી. આજની દ્રૌપદીઓ અને સીતાઓ સ્વતંત્ર પ્રતિકાર કરે છે. સાસુ સાથે ઝઘડે છે, સસરા સામે તુમાખી રાખે છે, પોતાના પતિદેવ પર વર્ચસ્વ જમાવે છે, ઘરમાં એકહથ્થુ સત્તા રાખે છે, પોતાને દુઃખ ન પડે, પોતાને પરાધીન થવું ના પડે તેની માટે આવો સ્વતંત્ર પ્રતિકાર થાય છે. પરિણામ શું આવે છે ? ઘરમાં સંબંધો વિક્ષિપ્ત થાય છે. મા અને દીકરો-દ્રૌપદી કે સીતાના મુદ્દે ઝઘડે છે. જૂના જમાનામાં રામે, સીતા માટે રાવણ સાથે લડાઈ કરી. આજનો રામ સીતા માટે સગી મા સાથે લડે છે. આખું ચક્કર ફેરવાઈ ગયું છે. દરેક નારી પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. એની ભાવના અને એની ઇચ્છા મહત્ત્વની પણ હોય છે. સવાલ કેવળ પ્રતિકારનો છે. આજની નારી પરિવારના સભ્યો સાથે સ્વતંત્ર પ્રતિકારની ભાષામાં વાત કરે તે ઠીક નથી. થોડી મોટાઈ મળતી હશે, થોડો દમામ જળવાતો હશે, પણ એ તુમાખી એક પરિવારનાં શાંત વાતાવરણને ડહોળી નાખે છે. દ્રૌપદી થાકીને ઢગલો થઈ ગઈ પછી કૃષ્ણ દ્વારા બચી. સીતાજી લંકાનાં વનમાં લાંબો વખત રહ્યા પછી રામ દ્વારા મુક્ત થયા. આપણને જે બાબત તકલીફ લાગે છે તે ઉકેલવા આપણે એકલા જ લડવા લાગીએ તેનો કશો અર્થ નથી. વાણીમાં મીઠાશ અને હૈયામાં વિશ્વાસ જીવતો રાખો. તકલીફને વ્યક્તિગત સંદર્ભથી નહીં પરંતુ કૌટુંબિક વ્યાપથી તપાસો. થોડો સમય વીતાવવો જ પડશે. થોડી ધીરજ રાખવી જ પડશે. એકલા હાથે નિર્ણય કરી શકાશે નહીં. ૬. Page #42 -------------------------------------------------------------------------- ________________ દીવડો ધરો દીવડો ધરો ઝૂપડપટ્ટીમાં એકલા ડોસીમા રહે છે. એક ભાઈ એ ડોસીમાનાં ઝૂંપડે ગયા. ડોસીમાને એક નવી સાડી આપીને કહ્યું “મા, બીજું કાંઈ જોઈએ ?' એ ડોસીમાએ ઝાંખી આંખે એ ભાઈને જોયા. બોલ્યા, “બેટા તું શું બોલ્યો, ફરીવાર બોલ.' એ ભાઈ કહે : ““મા, બીજું કાંઈ જોઈએ ?' ડોસીમા રડી પડ્યા. એ ભાઈએ રડવાનું કારણ પૂછ્યું. ડોસીમા કહે : “બેટા, આઠ વરસથી આ ઝૂંપડીમાં એકલી રહું છું. મને મા કહેનારી તું આઠ વરસમાં પહેલો મળ્યો. મારો દીકરો આવ્યો હોય એવો આનંદ મને થયો.’ એ ભાઈ આ સાંભળીને ગળગળા થઈ ગયા. એમણે ડોસીમાને બીજી સાડી આપી. ડોસીમાએ એ સાડી ના લીધી. ભાઈએ આગ્રહ કર્યો તો ડોસીમાએ બમણા જોશથી ના પાડી. ભાઈએ નારાજગી સાથે કહ્યું કે “તમે ના પાડો છો તો મને દુઃખ થાય છે.' ડોસીમાએ સામો જવાબ આપ્યો. એ જવાબમાં ગરીબી ન હોતી. એ જવાબમાં અબજોપતિ મહિલાનો રણકાર હતો. ડોસીમાએ કહ્યું : “મને આપેલી સાડી પાંચ વરસ ચાલશે. આ બીજી સાડી પેલી ઝૂંપડીમાં રહે છે તે કાકીને આપો. એમને મારા કરતાં વધારે તકલીફ છે. મારી પાસે સાડી પડી રહેશે. એમને એ સાડી મળશે તો એ સુખી થશે.' પોતાને મળી રહેલી મફતની સાડી ન લેનારા ડોસીમાં મહાનું કે મફતના ભાવે સેલમાં મળતી સાડી લેવા પડાપડી કરનારા શ્રીમતીજીઓ મહાનું? (૨) રેલ્વે સ્ટેશન પર ટ્રેઈન ઊભી રહી. બારી પાસે નાનો છોકરો ભીખ માંગવા લાગ્યો. બારી પાસે બેસેલા અંકલે છોકરાને ચાર પાંચ સફરજન આપ્યા. છોકરો તો રાજી રાજી થઈ ગયો. એ ભાગતો ભાગતો સ્ટેશનના છેવાડે બેસેલા ભીખારી પાસે ગયો. સફરજન એને આપી દીધા. અંકલે જોયું. એ છોકરો બીજા ડબ્બા પાસે ભીખ માંગતો હતો. અંકલે એને બોલાવીને પૂછ્યું ‘સફરજન પેલા ભીખારીને કેમ આપી દીધા. તારે નથી ખાવા ?' છોકરો ચબરાક હતો. તે તરત બોલ્યો “એ ભાઈને મેં સફરજન આપી દીધા. મારે નથી ખાવા.' એ ભાઈ આંધળા છે. તેમને દેખાતું નથી. એમને કોઈ સફરજન આપતું નથી. મેં મારા સફરજન એમને આપી દીધા. એ ખુશ થશે.” અંકલે પૂછ્યું “એ આંધળાભાઈ તારા શું થાય ?” છોકરાએ કહ્યું “એ મારા સગા નથી. અમે સાથે ભીખ માંગીએ છીએ એટલું જ.' સાથે ભીખ માંગનારા ભીખારીને એકબીજાનાં દુ:ખની સમજ પડે છે અને સાથે ઘરમાં રહેનારા કુટુંબના સભ્યોને એકબીજાના દુઃખની કશી ખબર પડતી નથી. ગરીબ કોણ ? ભીખારી કે કહેવાતા શ્રીમંતો ? (૩). રોજ ચાની કૅન્ટિન પાસે ગાડી ઊભી રહે. શેઠ ઉતરે. ચા પીએ. પૈસા ચૂકવી સામેની હૉટેલમાં જતા રહે. એક દિવસ શેઠનું પૈસાનું પાકીટ ખોવાઈ ગયું. શેઠ યાદ કરે છે કે પાકીટ ક્યાં પડ્યું હશે ? તે જ વખતે રૂમના દરવાજે ટકોરા વાગ્યા. શેઠે દરવાજો ખોલ્યો. કેન્ટિનવાળો નાનો છોકરો પાકીટ લઈને આવેલો. એ છોકરો કહે, ‘તમે ગાડીમાંથી ઉતર્યા ત્યારે પાકીટ પડી ગયેલું. મારા શેઠ જોઈ લે તો રાખી લે. તમે મારા શેઠને કહેતા નહીં. તમારું પાકીટ તમે રાખી લો. મારે જવું છે.” શેઠે એ છોકરાને ૫૦ રૂા. ની નોટ આપી, છોકરાએ લેવાની ના પાડી. શેઠે પૂછ્યું, ‘કેમ નથી લેતો ?’ એ નાનકડો છોકરો કહે : “મારા દાદીમાએ કહ્યું છે કે પસીનો પાડ્યા વિનાના પૈસા લઈએ તો પાપ લાગે.’ આ પૈસા માટે મેં પસીનો નથી પાડ્યો. તમારા પસીનાના પૈસા તમે રાખો. મારાથી એ લેવાય નહીં.' નાની ઉંમરે મોટી મજાની વાત કરનારા આ છોટે બહાદુરની સામે આજના અનીતિખોર રાજકારણીઓ કેટલા વામણા લાગે છે ? ૩૮ છે Page #43 -------------------------------------------------------------------------- ________________ રાજા અને ભગવાન રાજાને ચાર રાણી હતી. યુદ્ધ કરવા જતી વખતે રાજા ત્રણ રાણીને મળ્યો હતો. ચોથી રાણી અણમાનીતી હતી. તેને મળ્યો નહીં. રાજા યુદ્ધક્ષેત્રમાં પહોંચ્યો. લાંબી લડાઈ ચાલી. રાજા ભારે સંઘર્ષ બાદ જીત પામ્યો. ચારેય રાણીને રાજાએ સંદેશો મોકલ્યો, જે જોઈએ તે મંગાવવા કહ્યું. થોડા દિવસો પછી રાજાએ નગરપ્રવેશ કર્યો. પહેલી રાણીને સોનાના દાગીના આપ્યા. બીજી રાણીને મોંઘાં વસ્ત્રો આપ્યાં. ત્રીજી રાણીને સોનાનાં વાસણો આપ્યા. ત્રણે રાણી બેઠી બેઠી હસી રહી હતી કેમકે ચોથી રાણીને રાજાએ કાંઈ જ આપ્યું નહોતું, ત્રણેય રાણીએ આ ચોથી રાણીની મશ્કરી કરી, બપોર પછી સાંજ ઊગી. ત્રણ રાણીઓ રાજાની પ્રતીક્ષા કરી રહી હતી. રાજા સાંજે ચોથી રાણીના મહેલમાં ગયો. રાજાએ ચોથી રાણીને કહ્યું કે ‘હું હવે તારા જ મહેલમાં રહેવાનો છું.' ત્રણ રાણીને બદલે આ ચોથી રાણીને રાજાએ વિશેષ મહત્ત્વ આપ્યું તેનું કારણ અજબ હતું. રાણીએ ચારેય રાણીને માંગવા કહ્યું હતું. ત્રણ રાણીએ જુદી જુદી વસ્તુઓ મંગાવી હતી. ચોથી રાણીએ રાજાનો પ્રેમ માંગ્યો હતો. રાજાને ચોથી રાણીની ભાવના સ્પર્શી ગઈ. રાજા પાસે જે માંગો તે રાજા આપે. રાજા પાસે કાંઈ જ ન માંગો તો રાજા જાતે આવીને મળે. ભગવાન અને રાજામાં આ દૃષ્ટિએ કાંઈ ફરક નથી. ભગવાન પાસે તમે કોઈ વસ્તુ માંગો છો તો એ વસ્તુ મળે છે પણ ભગવાન દૂર રહી જાય છે. ભગવાન પાસે તમે વસ્તુ નથી માંગતા તો તમે સાક્ષાતું ભગવાનને પામી શકો છો. ભગવાનને મળો તે વખતે તમે તમારા અંગત સ્વાર્થને ગૌણ કરી શકો તો તમારી જીત થાય. તમે ભગવાન પાસે પણ પોતાની જ કહાની રટ્યા કરો છો. તમને ભગવાનમાં ભગવાન નથી દેખાતા. તમને ભગવાનમાં તમારા ઐહિક સ્વાર્થો દેખાય છે. તમે ખૂબ કમજોર છો. તમને આવડતું કશું નથી. તમે કેવળ પોતાની ધૂનમાં વિચારો છો. તમારી ભૂલોને લીધે તમને દુઃખ મળે છે. તમને દુઃખ જોઈતાં નથી અને ભૂલ તમારે સુધારવી નથી. તમે ભૂલોની થાળી ભરીને ભગવાન પાસે આવો છો. ભૂલની - ૯ બાબતમાં તમારે ફેરવિચારણા કરવી નથી. ભગવાન પાસે ભૂલનો બચાવ કરીને દુઃખથી છટકવાની વાતો તમે કરો છો. તમને ભગવાન પાસે બેસતા નથી આવડતું. માંગતા નથી આવડતું અને ભગવાનને સમજવાનું પણ તમે શીખ્યા નથી. તમારી માટે ભગવાન રાજા જેવા છે. તમે પ્રસન્ન રહેનારા ભગવાન સમક્ષ હાથ લંબાવો છો. તમે હારો છો. તમે પ્રસન્ન રહેનારા ભગવાનનો હાથ પોતાનાં માથે મૂકાવો છો. તમે જીતો છો. તમે જીતવા કે હારવા માટે ભગવાન સમક્ષ જતા નથી. તમે ભગવાનને મળવા માટે જાઓ છો. ભગવાન પાસેથી કશુંક મેળવવાની વૃત્તિ તમારે રાખવી જોઈએ નહીં, ભગવાનને પામવાનું લક્ષ્ય તમારે રાખવું ઘટે, ભગવાન પાસે બીજું કાંઈ પામવાનો વિચાર તમારે કરવાનો. નથી. ભગવાન તમને જાણે છે. તમારા કર્મો તમારું ભવિષ્ય ઘડે છે. તમે કરેલાં સારાં અને નરસાં કામ તમને જીવનભર જવાબ આપે છે. તમે ભગવાનનાં માથે જવાબદારી ઢોળી દો તે વ્યાજબી નથી. તમે તમારી જાતે જ તમારી પાત્રતાની પરખ રાખો. તમારે ભગવાન પાસે કેવળ કરણી માંગવાની છે. ભગવાનની સેવા કરવાની શક્તિ અને પાત્રતા મળે એ સિવાય બીજું કાંઈ માંગવાની જરૂર નથી. ૮o Page #44 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુ નિશ્ચિત છે એક રાજકુમાર હતો. એને હજારો વરસ જીવવું હતું. પોતાના પરિવાર વચ્ચે સો વરસ જ જીવાશે એમ વિચારીને તે ઘેરથી ભાગી નીકળ્યો. લાંબી વાટ પસાર કરી. જમીનનો છેડો આવ્યો. દરિયાકાંઠે એ પહોંચ્યો. ઉછળતાં મોજા જોઈને તે પોતાનું સપનું યાદ કરતો રહ્યો. તેણે દરિયાકિનારે ચાલવા માંડ્યું. એને એક માણસ મળ્યો. એ દરિયાને ચમચીથી ઉલેચી રહ્યો હતો. રાજકુમારે પૂછ્યું, ‘તું દરિયો ખાલી કરવા માગે છે ?’ પેલાએ હા પાડી. રાજકુમારે પૂછ્યું કે ‘તું આ રીતે દરિયો ખાલી કરવા માંગે છે તો કેટલા વરસે દરિયો ખાલી થશે ?’ પેલો કહે, ‘મને તો એક હજાર વરસ જીવવાનું વરદાન છે. તું મારી સાથે રહીશ તો આ વરદાન તને પણ મળશે.' રાજકુમાર રાજી થયો. એક હજાર વર્ષ જીવવાનો જાદુ જોઈને રાજકુમાર ત્યાં જ રોકાઈ ગયો. થોડા સમયમાં રાજકુમારને થયું કે હજાર વરસ પછી તો મરવું જ પડશે. સો વરસ પછી મરો કે હજાર વરસ પછી મરો. સરખું જ છે બધું. મારે તો વધારે જીવવું છે. રાજકુમાર ત્યાંથી નીકળી ગયો. દૂર દૂર એક જંગલ આવ્યું. ઊંચાં ઊંચાં ઝાડ હતાં. અડાબીડ અટવી હતી. વૃક્ષોનો પાર નહોતો. રાજકુમારે જંગલમાં એક માણસને જોયો. એ કુહાડીથી ઝાડ તોડી રહ્યો હતો. રાજકુમારે તેને પૂછ્યું તો તે કહે કે ‘મને દસ હજાર વરસ જીવવાનું વરદાન છે. આખુ જંગલ કાપી નાંખીશ. પછી જ મરીશ. તું મારી સાથે રહે તો તને પણ દસ હજાર વરસનું જીવન મળશે.’ રાજકુમાર તેની સાથે રોકાઈ ગયો. થોડાં સમયમાં જ તેને સમજાઈ ગયું કે હજાર વરસે મરો કે દસ હજાર વરસે મરો, ફરક નથી પડતો. રાજકુમાર ચાલી નીકળ્યો. આગળ ઉત્તુંગ પહાડ આવ્યો. એક માણસ હથોડા મારીને પહાડના પથ્થરો તોડી રહ્યો હતો. એને એક લાખ વરસ જીવવાનું વરદાન હતું અને એ પહાડ તોડીને પછી જ મરવા માંગતો હતો. રાજકુમાર તેની સાથે રોકાયો. એક લાખ વરસ પછી પણ મરવું જ પડશે તેમ વિચારી એ ત્યાંથી પણ નીકળી ગયો. ખૂબ ફર્યો. એક નદીકિનારે તેને એક વયોવૃદ્ધ કાકા મળ્યા. કાકાએ કહ્યું કે ‘મારી સાથે રહેનાર ક્યારેય નથી મરતો. • ૮૧ શરત એટલી જ કે તારે હું કહું તે પ્રમાણે જ કરવું પડશે.' રાજકુમાર ત્યાં રોકાઈ ગયો. લાખો વરસ વીત્યાં રાજકુમારને મરવાની ચિંતા જ નહોતી. એ સદાકાળ જીવવાની સિદ્ધિ મેળવી ચૂક્યો હતો. પણ આખરે એ માણસ હતો. એક દિવસ તેને પોતાનો દેશ અને પોતાનું ઘર યાદ આવ્યું. એને પોતાનો મુલક જોવાની ઇચ્છા કાકાને જણાવી. કાકાએ કહ્યું કે ‘તું ન જાય તો સારું છે. પરંતુ તારે જવું જ હોય તો આ સફેદ ઘોડા પર બેસીને જા.' આ ઘોડા પરથી નીચે ઉતરવાનું નહીં. રાજકુમાર ઘોડા પર બેસીને નીકળ્યો. પહાડના ટુકડા જોયા. કપાયેલા લાકડા જોયાં. સૂકાઈ ગયેલો દરિયો જોયો. સફેદ ઘોડો તેને તેનાં ગામે લઈ આવ્યો. બધું બદલાઈ ગયું હતું. હજારોની વસતિ જ્યાં આરામ કરતી હતી ત્યાં બાવળનાં ઝૂંડ સિવાય કાંઈ જ બચ્યું નહોતું. રાજકુમાર હતાશ થયો. પોતે ચિરંજીવ છે તેનો સંતોષ લઈને પાછો નીકળ્યો. રસ્તામાં સામેથી એક ગાડું આવી રહ્યું હતું. બે બળદ એ ગાડાને ખેંચતા હતા. એક ઘરડો ડોસો એને ચલાવી રહ્યો હતો. ઘોડાની બરોબર સામે આવીને એ ગાડું અટક્યું. બળદ જમીન પર બેસી ગયા. ડોસાએ રાશ ખેંચી, ચાબૂકો મારી, પણ બળદ ઊભા જ ન થયા. ડોસાએ રાજકુમારને કહ્યું કે ‘મારા બળદને ઊભા કરો તો મને સહાય મળશે.' રાજકુમારે સફેદ ઘોડાને નહીં છોડવાની સૂચના યાદ કરી. એકદમ સાવચેતી રાખીને ઘોડા પર જ ઊભો થયો. એક પગ ઘોડાના પેંગડા પર રાખીને બીજો પગ જમીનને અડાડ્યો. બળદ તો ઊભા ન થયા. પણ પેલો ડોસો ચપળતાથી રાજકુમાર પર કૂદ્યો. રાજકુમાર જમીન પર પટકાયો. ડોસાએ રાજકુમારનું ગળું દબાવતા કહ્યું. ‘હું કેટલા વરસથી તારી પાછળ ફરી રહ્યો છું. આ ગાડામાં ચપ્પલની સેંકડો જોડ પડી છે તે તારી પાછળ ચાલતા ચાલતા ઘસાઈ ગઈ છે. આજે તું મારા હાથમાં આવ્યો છે. હવે તું છટકી શકવાનો નથી.” રાજકુમારે પૂછ્યું. ‘તમે કોણ છો ?’ ડોસાએ કહ્યું. ‘મારું નામ છે મૃત્યુ. તું લાખો વરસથી મને મૂરખ બનાવતો રહ્યો. આજે મેં તને મૂરખ બનાવ્યો છે.’ ઈટાલીની આ લોકકથા એમ કહે છે. ન ગાતી હૈ, ન ગુનગુનાતી હૈ, મૌત આતી હૈ, તો ચૂપચાપ આતી હૈ ર. Page #45 -------------------------------------------------------------------------- ________________ ક્યાંક જવાનું છે એક જંગલમાં રાતવાસો કરવા ચાર પુરુષો ભેગા થઈ ગયા. પહેલો સુથાર હતો. બીજો દરજી હતો. ત્રીજો સોની હતો. ચોથો તાંત્રિક સાધુ હતો. વાર્તા ધારણા પ્રમાણે જ ચાલે છે. રાત્રિના સમયે ચારે જણાએ એક એક પહોર જાગવાના વારા નક્કી કર્યા. પહેલા પહોરે સુથાર જાગ્યો. ટાઈમ પાસ કરવા માટે તેણે લાકડું હાથમાં લીધું. નાનકડી ઢીંગલી જેવી મૂર્તિ બનાવી. બીજા પહોરે દરજીએ એ મૂર્તિનાં કપડાં સીવ્યાં. ત્રીજા પહોરે સોનીએ દાગીના પહેરાવ્યા. હવે આ રીતે દરજી કપડાં સીવી લે અને સોની દાગીના બનાવી લે તે તો શક્ય જ નથી. વાર્તામાં તો આવું જ બને. ચોથો તાંત્રિક, આ સુંદર મૂર્તિને જોઈને રાજી થયો. તેણે મૂર્તિને જીવંત બનાવી. સવાર પડી. અજવાળું થયું. ચારે જણાની વચ્ચે એક જીવંત વ્યક્તિ હાજર હતી. એની પર હક કોનો તે પ્રશ્ન ઊભો થયો. ખૂબ ચર્ચા થઈ. આખરે નક્કી થયું કે બાજુનાં ગામમાં જઈને ન્યાયાધીશને પૂછવું. ન્યાયાધીશે ધ્યાનથી એ પાંચમી વ્યક્તિને જોઈને જાહેર કર્યું કે આ તો મારાં ઘરેથી ચોરી કરીને ભાગી ગયેલી નોકરાણી છે.' હવે ચાર વચ્ચેનો ઝઘડો ચાર વિરુદ્ધ એકનો ઝઘડો થઈ ગયો. અત્યાર સુધી ચૂપ રહેલીએ જીવંત સ્ત્રીએ પાંચેયને વિનંતી કરી. ગામ બહાર મોટા ચમત્કારી ઝાડને સવાલ પૂછવાનો સૌએ નિર્ણય લીધો. વરઘોડો વાજયા વગર અને ગાજયા વગર ગામ બહારનાં વૃક્ષ નીચે આવ્યો. એ સ્ત્રીએ ઝાડની સામે જોઈને પ્રાર્થના કરી. ઝાડનું થડ દરવાજાની જેમ ખૂલી ગયું. સ્ત્રી દરવાજામાં પેસી ગઈ. દરવાજો બંધ થઈ ગયો. ઝાડનું થડ હતું એમનું એમ ઊભું રહ્યું. પાંચેય જણા ચિલ્લાયા. આકાશવાણી થઈ. “આ સ્ત્રી ઝાડનાં લાકડામાંથી આવી હતી. એ પાછી ઝાડનાં લાકડામાં સમાઈ ગઈ છે. એની માટે તમારે ઝઘડવાનું નથી. તમે જ્યાંથી આવ્યા છો ત્યાં તમારે પાછા રહેવાનું છે. આ સ્ત્રીની જેમ તમારે પણ એક દિવસ સ્મશાનનાં લાકડામાં ખોવાઈ જવાનું છે તે યાદ રાખજો.’ ચમત્કાર હતો. દેવવાણી હતી. પાંચે પાંચની મતિ સુધરી ગઈ. એક અજાણી સ્ત્રી પાંચ સમજદાર માણસો વચ્ચે ઝઘડો લગાવી રહી હતી. પાંચમાંથી કોઈ સમજી શક્યું નહીં. તમારી જિંદગીમાં કોઈ ઝઘડો આવે ત્યારે તમે કોના લીધે ઝઘડો છો અને કોની સાથે ઝઘડો છો તેની સરખામણી કરજો . તમે જેની સાથે ઝઘડતા હશો તે વ્યક્તિ નજીકની હશે. તમે જેના લીધે ઝઘડતા હશો તે વ્યક્તિ દૂરની હશે. તમે જેની સાથે ઝઘડતા હશો તે વ્યક્તિ દૂરની હશે. તમે જેના લીધે ઝઘડતા હશો તે નજીકની વ્યક્તિ હશે. તમે જેના લીધે, જેની માટે ઝઘડો વહો તે વ્યક્તિ જ છે. તમે જેની સાથે, જેની સામે ઝઘડો ચાલુ કર્યો તે વ્યક્તિ જ છે. આ બધી વ્યક્તિઓ તમારી સાથે રહી છે. એ તમારી સાથે જનમી નથી. એ તમારી સાથે મરી નથી. એ વ્યક્તિઓ એક દિવસ આ દુનિયા છોડી દેવાની છે. તમારે એક દિવસ આ સંબંધો છોડી દેવાના છે. આ ભાવનાઓ અને ફરિયાદો અને અપેક્ષાઓ અને મથામણો એક દિવસ હંમેશ માટે ખતમ થઈ જવાના છે. તમે અને એ બધા બીજી દુનિયામાંથી આવ્યા છે અને બીજી દુનિયામાં પહોંચી જવાના છે. તમે તમારી જાતને સંભાળી લો. તમે બીજા કોઈની સાથે જરા પણ બગાડશો નહીં. તમારે સારા બની રહેવાનું છે. તમારે બીજા કોઈને ખરાબ પૂરવાર કરવાના નથી. થોડા વરસો માટે આટાપાટા અને સંઘર્ષો બંધ કરો. બધું પૂરું થઈ જવાનું છે. તમારે તો બીજે ક્યાંક જવાનું છે. ૮૩ ૮૪ ) Page #46 -------------------------------------------------------------------------- ________________ પાણીનો ગ્લાસ શું કહે છે ? એક રાજા છે, તેને ત્રણ દીકરા છે, રાજાએ નિવૃત્તિ લેવાનું વિચાર્યું. સવાલ એ હતો કે રાજય કોને સોંપવું ? ખૂબ મહેનત કરીને રાજય જમાવ્યું હતું. નાનકડી રિયાસત હતી, તેમાંથી વિશાળ સામ્રાજય ખડું કર્યું હતું. રાજકુમાર ત્રણ છે, રાજય એક છે, જે સૌથી વધુ તેજસ્વી હોય તેને જ રાજય આપવાનું રાજા વિચારે છે. ત્રણ રાજકુમારોને બોલાવ્યા, ત્રણેયને પાણી ભરેલા કાચના ગ્લાસ આપ્યા. કહ્યું : તમારે આ ગ્લાસ લઈને બજારમાં ફરવાનું છે. એક પછી એક નીકળજો. જુદા જુદા રસ્તેથી ફરીને એક કલાકમાં પાછા આવજો, જે રાજકુમારનો ગ્લાસ પાણીથી ભરેલો હશે તેને રાજય મળશે, જેણે પાણી ઢોળ્યું તે નાપાસ. જૂના જમાનાની કથા છે. પહેલો રાજકુમાર આખો ગ્લાસ ભરેલો રાખીને પાછો આવી જાય છે. બીજો રાજકુમાર આવે છે પણ તેના ગ્લાસમાંથી થોડું પાણી ઢોળાઈ ગયું છે. ઠેસ વાગી અને ગ્લાસ છલકાઈ પડ્યો. ત્રીજો રાજકુમાર આવી રહ્યો છે. આવી રાજાની અને ત્રણ રાજકુમારની વાર્તાઓ ઘણી છે. દરેક વાર્તામાં ત્રીજો રાજકુમાર જ મજા લાવે છે. ત્રીજો આવ્યો. તેનો ગ્લાસ સાવ ખાલી છે. રાજાએ એને પૂછ્યું, તેણે સરસ જવાબ આપ્યો. એ કહે છે : “પિતાજી ! આપે મને ગ્લાસ આપ્યો તે કાચનો હતો, સાવ સસ્તો, આપે મને પાણી આપ્યું તે તો મફતમાં મળે. આવી મામૂલી ચીજને સાચવવાના બદલામાં સામ્રાજ્ય ભેટ આપવાની આપે વાત કરી. મને વિચાર આવ્યો, આમાં વસ્તુનું મહત્ત્વ નથી. વસ્તુના વિનિયોગનું જ મહત્ત્વ છે. તમને મળેલી વસ્તુ તમારા હાથમાં રહે તે કેવળ સલામતી છે, માત્ર ડિફેન્સીવ રોલ. તમારી વસ્તુ ખોટી રીતે વપરાય તો વેડફાટ છે. મારા બે ભાઈઓના કિસ્સામાં આમ બન્યું છે. મારે તો પરીક્ષા આપવાની હતી. હું તક શોધતો બહાર નીકળ્યો. સદ્નસીબે મને તક મળી ગઈ. રસ્તાની ધારે જ એક માંદો માણસ ચત્તોપાટ પડ્યો હતો. એટલો ગંદો હતો કે એની સામે કોઈ જોઈ શક્યું નહોતું. બધા મોટું બગાડીને નીકળી જતા હતા. હું એની પાસે ગયો, બેઠો. એનાં શરીર પર બેસેલી અસંખ્ય માખીઓ મેં ઉડાડી. એણે આંખ ખોલીને મારી સામે જોયું. તેનામાં બોલવાના હોંશ નહોતા. તેને તરસ લાગી હતી. તેણે ઇશારાથી પાણી માગ્યું. મારી હાલત વિચિત્ર થઈ ગઈ. મારે પાણી આપને પરત આપવાનું હતું. પાણી ન રહે તો મારા હાથમાંથી સામ્રાજય છીનવાઈ જતું હતું. પછી મને તરત વિચાર આવ્યો, આ ભીખારીને પાણી ન મળે તો તે મરી જશે. મને રાજય નહીં મળે તો હું મરી જવાનો નથી. મને રાજય મળે તે કરતાં વધુ મહત્ત્વનું એ છે કે આને પાણી મળે, બસ મેં તેને પાણી પાઈ દીધું.” રાજા ત્રીજા રાજકુમારને ભેટી પડ્યો. કહેવાની જરૂર નથી કે એને રાજય મળ્યું. કથાનો સંદેશ સરસ છે. તમારા હાથમાં રહેલી દરેક તક ત્રણ રીતે પસાર થાય છે, એક, તે તક વપરાતી નથી. બે, એક તક વેડફાઈ જાય છે, ત્રણ, એ તકનો બુદ્ધિપૂર્વકનો ઉપયોગ થાય છે. તમારી સમક્ષ જિંદગીનાં ચાલીસ-પચાસ વરસો છે. તમે આ વરસોને કંઈ રીતે વાપરો છો તે તમારા જ હાથમાં છે. કાચનો ગ્લાસ છે, પાણી ભરેલું છે, વપરાશે નહીં તો મતલબ નથી. ઢોળાશે તો વેડફાશે. બીજાને પીવા મળશે તો તમને રાજય મળશે. શાંતિ અને પ્રસન્નતાનું સામ્રાજય. રાજા તો પરીક્ષા લેવા ગમે તે શરત મૂકશે. વિચાર તમારે કરવાનો છે. માનવનો અવતાર અમૂલ્ય છે. જે સાધના આ જન્મમાં થઈ શકે તે બીજા જન્મમાં થઈ શકવાની નથી. તમારા હાથે તમારા હાથમાં રહેલી તકનો સારામાં સારો ઉપયોગ થવો જોઈએ. ત્રીજો દીકરો રાજા બન્યો. તમે પણ રાજા બનો, તમારી જિંદગીના અને તમારાં પ્રસન્ન ભવિષ્યના રાજા. ૮૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ વિચાર : આચાર સત માંદા પડ્યા. એક યુવાને સેવા કરી તો સંત સાજા થઈ ગયા. સંતે પ્રસન્ન થઈને યુવાનને પારસમણિ ભેટમાં આપી કહ્યું, ‘આ રત્ન લોખંડને અડશે તો લોખંડનું સોનું થઈ જશે.” યુવાન ગરીબ હતો. પારસમણિ લઈને પોતાનાં ઘરે પહોચ્યો. સંત તીર્થયાત્રાએ નીકળ્યા. બે પાંચ વરસે ફરતાં ફરતાં પેલા યુવાનનાં ઘરે આવ્યા. એ યુવાન હજી પણ ગરીબ હતો. પારસમણિનો ચમત્કાર દેખાતો નહોતો. સંતે યુવાનને પૂછયું, તારી પાસે પારસમણિ છે તો સોનું બનાવીને શ્રીમંત કેમ બનતો નથી ? યુવાને જવાબ આપ્યો, હમણાં બજારમાં લોખંડના ભાવ વધારે છે, લોખંડના ભાવ ઘટશે પછી લોખંડ ખરીદીને સોનું બનાવીશ, મહાત્માજી તો અવાચક થઈ ગયા. લોખંડનું સોનું બની શકે છે તો મોંઘા ભાવે લીધેલું લોખંહ પણ મફતના ભાવે પડે છે. એ યુવાનને લોખંડ મોધું છે એટલું જ યાદ રહ્યું. ગરીબ હતો. ગરીબ જ રહ્યો. તમારી પાસે આવનારી સારી વાતો પારસમણિ જેવી છે. તમે સદ્દગુરુ પાસેથી સરસ વાતો સાંભળો છો. તમને મજા આવે છે. તમે તે યાદ રાખી લો છો. પારસમણિ તમારા હાથમાં આવે છે. તમે એ સારી વાતોનો ઉપયોગ કરતા નથી. એ વાતો દ્વારા જીવનમાં સુધારો નથી લાવતા. એ વાતો દ્વારા ભૂલ સુધારતા નથી. એ વાતો દ્વારા તમે નવી શરૂઆત નથી કરતા. જેવા છો તેવા જ રહો છો. એ વાતો તમારી પાસે આવી હોવા છતાં નિષ્ફળ જાય છે. તમે સારી વાતનો સંગ્રહ કરો છો. તેને વાપરતા નથી તમે કંજૂસ છો. તમે સારી વાતો સાંભળી લો છો. સુધરતા નથી. તમે જડતાના પૂજારી રહો છો. બીજા લોકોને સારી વાતો સાંભળવા નથી મળતી. તમારી પાસે તો સારી વાતો છે તો પણ તમે સુધરતા નથી. તમે છતે પૈસે ગરીબ છો. તમે થાળીમાં રોટલી હોવા છતાં ભૂખ્યા છો. તમે વરસાદની વચ્ચે કોરાધાકોર છો. તમે કેવળ વાતબહાદુર છો. તમારે કરવું કાંઈ નથી, તમારે ફક્ત મોટી મોટી વાતો જ કરવી છે. તમે દંભી બની રહ્યા છો, સારી વાતો તમારા જીવનને સ્પર્શે છે. સારી વાતો તમારા હૃદયને ઢંઢોળે છે, તમે એ સારી વાતોને અસરકારક બનવા દેતા નથી. તમે એ વાતો સાંભળો છો. એનો સ્વીકાર કરવાનું ટાળો છો. કેવી વિચિત્ર વાત ? તમે સાંભળ્યું કે જૂઠું ના બોલાય. તમે એ યાદ રાખ્યું પણ તમે એનો સ્વીકાર નથી કર્યો. તમે જૂઠું બોલવાનું બંધ કર્યું નથી. જે વાત તમે સ્વીકારી શકતા નથી તે વાત અધરી હશે, અશક્ય નથી. તમે એનો અમલ કરવાની હિંમત કરતા નથી. આ તકલીફ છે. તમે સાંભળો છો કે અનીતિ ના કરાય. ધંધામાં અનીતિ બંધ થતી નથી, તમે સાંભળો છો કે કે ઝઘડો ના કરાય, ઘરે ઝઘડો થાય જ છે. તમે સારી વાત સાંભળો તે પૂરતું નથી. તમારે એ સારી વાતને જીવનમાં ઉતારવાનું લક્ષ્ય રાખવાનું છે. તમે સાંભળેલી વાતને જીવનમાં ઉતારવા માટે તમે સ્વતંત્ર છો. તમને કોઈ રોકતું નથી. તમને કોઈનો ડર નથી. તમે ફક્ત દેખાવ કરો છો. તમે તમારી જાત માટે ખોટો સંતોષ બાંધી લીધો છે. તમારામાં સુધારાનો અવકાશ છે. તમારામાં ઘણું બધું ખૂટે છે. તમે સારી વાતો સાંભળીને સુધારો અને ઉમેરો કરો તો સારું છે. કેવળ સાંભળી લેશો તો તમારામાં અને રેકૉર્ડિંગ મશીનમાં કોઈ જ ફરક નહીં રહે. ( ૮૩ ૮૮ - Page #48 -------------------------------------------------------------------------- ________________ સાચું કારણ : ખોટું કારણ કેનેડાની કંપનીનો એક અધિકારી દિલ્હીના રૉડ પર ગાડી ચલાવી રહ્યો છે. રાત ઢળી ચૂકી છે. હાઈવે પર સરકતી ગાડીની હેડલાઈમાં તેણે જોયું. એક આદમી આરામથી રોડ પર ચાલી રહ્યો હતો. રૉડ ક્રૉસ કરવાને બદલે બગીચામાં ફરતો હોય એવી નિરાંતે એ ચાલતો હતો. એ વિચારે છે : ‘આવા માણસોને સીધા કરવા જોઈએ.' ગાડીનો ધક્કો તેને લાગી જાય તે પૂર્વે મહામહેનતે બ્રેક મારીને ગાડી અટકાવે છે. એ રખડેલ માણસ પાસે જઈને અધિકારી ઝઘડો જ માંડે છે. પેલો બાઘાની જેમ જોયા કરે છે. અધિકારીને વધારે ગુસ્સો આવે છે. એ પેલાને પૂછે છે જવાબ કેમ આપતો નથી. પેલો માણસ જવાબ આપે છે તો વિસ્ફોટ થાય છે. અધિકારી સ્તબ્ધ બની જાય છે. પેલો માણસ એક જ વાક્ય બોલે છે : ‘હું અંધ છું.’ અધિકારીના શબ્દો થીજી જાય છે. ચૂપચાપ એ અધિકારી પેલા અંધને તેના ઘર સુધી પહોંચાડી દે છે. અધિકારીની ઊંઘ હરામ થઈ જાય છે. તેને પોતે કરેલા ગુસ્સાનો પસ્તાવો થાય છે. તેને પેલા અંધની દયાના વિચારો આવ્યા કરે છે. એ મોટી કંપનીનો મૅનેજર છે. એને એક નવો જ વિચાર આવે છે. રાત્રે હાઈવે પર ટ્રાફિક મૅગ્નેજમૅન્ટનાં જે નાનાં નાનાં બૉર્ડ મૂકેલાં હોય છે તેની પર લાલ રંગ ચમકતો હોય છે. એ અધિકારી વિચારે છે અંધારામાં ચમકે તેવા લાલ રંગના ટીશર્ટ બને, તે અંધ માણસોને પહેરવા મળે તો રાતે અકસ્માતનો ડર નડે નહીં. દૂરથી આવતી ગાડી એના ટીશર્ટ પર ચમકતા લાલરંગને જોઈને અટકી જાય અથવા સાઈડ બદલી લે. અધિકારીએ પોતાનો વિચાર લાંબી મહેનત પછી પૂરો કર્યો. લાલરંગના ટીશર્ટ બન્યા. પાણી કે પસીનાથી ઉખડે નહીં તેવા લાલ રંગના ટીશર્ટ દિલ્હીમાં રહેતા પચીસહજાર અંધજનોને તે ટીશર્ટ અપાયા. અધિકારીને સંતોષ થયો. એક અંધ પર ખોટો ગુસ્સો કરેલો તેનો સાચો પશ્ચાત્તાપ આ રીતે કર્યો. પ્રસંગ સાચો છે. બોધ જરા જુદો છે. આપણી સમક્ષ જે પરિસ્થિતિ આવે છે તેને આપણે કેવળ આપણી પોતાની જ નજરે મૂલવીએ છીએ. જે કાંઈ બને છે તેનાં કારણ શું હોઈ શકે તે આપણે નક્કી કરીએ છીએ. એ કારણ સાચું છે તેમ માનીને જ ચાલીએ છીએ. એ પરિસ્થિતિનું સાચું કારણકોઈ જુદું છે તે આપણે વિચારી શકતા નથી. આપણી માન્યતા અને આપણા પૂર્વગ્રહને લીધે આપણે જે વિચાર્યું છે તે આપણને ખોટું નહીં લાગે. હકીકત જુદી હશે. આપણે ખોટાં કારણો વિચારતા હોઈશું. સાચાં કારણો શોધવાનું આપણે વિચારી નહીં શકીએ કેમ કે ખોટાં કારણોએ મન ઉપર પકડ જમાવી લીધી હશે. સાચાં કારણ સુધી પહોંચવા માટે વિચારશક્તિને ધીરગંભીર રીતે કામે લગાડવી પડે છે. તરત જ ઉછળી પડવાની મનોવૃત્તિ હશે તો સાચાં કારણો જડશે નહીં. આપણી સમક્ષ બની રહેલો પ્રસંગ, આપણી પાસે આવેલી વાત કેવી છે તે વિચારવું. આ પ્રસંગ અને આ વાત કેમ આવ્યા તેનું કારણ શોધવું. સાચા કારણો મેળવીશું તો ખોટા પગલાં નહીં લઈ શકાય. પગ અટકી જશે. અધિકારીએ અંધને પહેલી વાર જોયો તો છંછેડાયો. ખોટું કારણ હતું, મનમાં. પછી એને સાચું કારણ જાણવા મળ્યું. વાત બદલાઈ ગઈ. એણે પચીસ હજાર અંધજનોની જિંદગી સલામત બનાવતો નિર્ણય લીધો. આપણે જે પ્રતિભાવ આપીએ છીએ તે કોઈ કારણસર જ આપીએ છીએ. આપણે નક્કી કરેલાં કારણો જુદા હોય છે અને હકીકતમાં હોનારાં કારણો જુદાં હોય છે. આપણાં કારણો હંમેશા વ્યાજબી હોવા જોઈએ. ખોટા કારણસર કરેલું સારું કામ પણ લાંબો ફાયદો આપી શકતું નથી. વ્યાજબી કારણસર કરેલું નાનું કામ પણ ફાયદો આપે છે. આપણાં કારણો અને વાસ્તવિક કારણો વચ્ચે ભેદ હોય છે તે શોધીએ. બચી જઈશું. • ૮૯ CO Page #49 -------------------------------------------------------------------------- ________________ સુખ અને શાંતિની વાર્તા મરાઠી ભાષાના લબ્ધપ્રતિષ્ઠિત લેખક ખાંડેકર સાહેબની વાર્તા છે. એક રાજા છે. તેને શાંતિ મેળવવી છે. ઘણા પ્રયત્ન કર્યા. મનને શાંતિ મળતી નથી. રાજા વિચારે છે : મારે સારા માણસોની સલાહ લેવી જોઈએ. મળ્યો ઘણા લોકોને. એક વૃદ્ધ માણસે સલાહ આપી : ‘તું આજે બહાર ફરવા નીકળે ત્યારે પહેલો જે મળે તેની પાસે ભિક્ષા માંગજે.' રાજાએ સલાહ માની. લીધી. રાજા વાજતે ગાજતે મહેલની બહાર નીકળ્યો. સવારી રસ્તા પર આવી. રાજાની નજર ફરી રહી છે કે પહેલો સામે કોણ આવે છે. રાજાએ જોયું કે સૌથી પહેલો એક ભિખારી આવી રહ્યો છે. રાજા ઉતર્યો. ભિખારીની પાસે દોડી ગયો. ભિખારીના પગમાં પડ્યો. ભિક્ષા માંગી. ભિખારીની હાલત સારી નહોતી. એને કેટલાક દિવસથી રસોઈ ખાવા મળી ન હતી. એની પત્નીએ આજે એની ધોલાઈ કરી હતી, ઝોળીમાં ચોખાના સો-દોઢસો દાણા ભરીને એ નીકળ્યો હતો, એણે રાજાને પોતાની પાસે આવતો જોયો. ભિખારીને મનમાં હતું કે પોતે રાજા પાસે ભિક્ષા માંગશે. બન્યું ઊંધું. રાજાએ ભિખારીની પાસે ભિક્ષા માંગી. ભિખારીએ કોઈ દિવસ દાન આપ્યું નહોતું. રાજાએ કોઈ દિવસ ભીખ માંગી નહોતી. બંનેના અનુભવ નવા હતા. બંને ગૂંચવાયા હતા. ભિખારીએ વિચારીને રાજાને પૂછ્યું : ‘હું તને શું આપું ?” રાજાએ કહ્યું : ‘તારે જે આપવું હોય તે આપી દે.' ભિખારી પાસે થોડા ચોખા હતા. ભિખારીને લાગ્યું કે આજે મારો ફેરો નિષ્ફળ છે. મારે જ રાજા પાસે માંગવું જોઈએ તેને બદલે આ રાજા મારી પાસે માંગે છે. હું તો પૂરો ફસાયો છું. ભિખારીએ ઝોળીમાં હાથ નાંખી ચોખાનો એક દાણો રાજાને આપ્યો. રાજા દાન માથે ચડાવીને નીકળી ગયો. ભિખારી થોડું રખડીને ઘેર આવ્યો. પત્નીને ચોખા પાછા આપીને રાજાની ભિક્ષા માંગવાની કથા સંભળાવી. પત્ની મોટું ચડાવીને ચોખા વીણવા બેઠી. પત્નીની નજર ચમકી. પત્નીએ પતિને રાજાની વાત ફરી પૂછી. ભિખારી ફરીવાર આખી વાત જણાવે તે પહેલા જ પત્નીએ પૂછ્યું કે ‘તમે રાજાને કશું આપ્યું હતું.' ભિખારી કહે છે : ‘મારે તો લેવાનું હતું. એ મારી પાસે માંગે તો હું તો શું આપી શકવાનો. મેં તો ઝોળીમાંથી એક ચોખાનો દાણો આપી દીધો.’ પત્ની માથું પટકીને રોવા લાગી. ભિખારી પૂછે છે “શું થયું?' પત્ની કહે છે : ‘હું ચોખા વીણવા બેઠી તેમાંથી એક દાણો સોનાનો નીકળ્યો છે. તમે બધા ચોખા આપી દીધા હોત તો બધા જ દાણા સોનાના બનીને પાછા મળત. તમે એક દાણો મળ્યો. હાય રે ! હાય, તમને ભીખ માંગતા પણ ન આવડી. દાન દેતા પણ ન આવડ્યું.' ભિખારીએ કપાળ કૂટ્યું. હવે રાજા ભિક્ષા માંગવાનો નહોતો. આ વાર્તા એમ કહે છે કે - તમારા જીવનમાં જે પ્રસંગો બને છે તેને સારા બનવા દેવા કે ખરાબ બનાવવા તે તમારા હાથમાં છે. પ્રસંગ જે બને છે. એ પ્રસંગમાં તમારો ફાળો પ્રશસ્ય હોવો જોઈએ. તમારી સાથેનો વહેવાર સારો ભલે ના હોય. તમારો વહેવાર સારો જ હોવો ઘટે. તમારી પાસે બીજું કાંઈ હોય કે ન હોય, તમારી ભાવના તો સારી જ હોવી જોઈએ. ભિખારી ગરીબ હતો. ગૌણ વાત છે. ભિખારીએ દાન આપવામાં કચાશ રાખી તે મુખ્ય વાત છે. તે ચૂકી ગયો. તમે સજજનતાની બાબતમાં થોડી પણ કચાશ રાખી તો ચૂકશો. ૧ Page #50 -------------------------------------------------------------------------- ________________ ખોટો સિક્કો શીકબજારમાં એક કાકા કોથમીર વેચે છે. સારી અને તાજી કોથમીર લેવા નિયમિત ઘરાકો આવે છે. એક ઘરાક વિચિત્ર છે. થોડા થોડા દિવસે એ ખોટો પૈસો આપીને કોથમીર લઈ જાય છે. આઠ દસ ખોટા સિક્કા તે કાકાએ ભેગા કરીને રાખ્યા છે. એમના મિત્રને ખબર પડી. પૂછ્યું : ‘આવા ખોટા સિક્કા કેમ ભેગા કરો છો ?’ કાકાએ સરસ જવાબ આપ્યો. કહ્યું : ‘થોડા વરસો પછી મારું મરણ આવશે. મારે ભગવાન પાસે જવાનું છે. મારા જીવનમાં તો મેં ખાસ કોઈ ધર્મ કર્યો નથી. ભગવાન સામે જઉં તો ભગવાન મારો સ્વીકાર ન કરી શકે કેમ કે હું બહુ પાપી છું. એટલે મેં આ સિક્કા ભેગા કરી રાખ્યા છે.’ મિત્ર પૂછે છે : ‘ખોટા સિક્કાને અને ભગવાનને શું લેવા દેવા ?’ કાકા કહે છે : ‘મર્યા પછી હું ભગવાન સામે ઊભો રહીશ. ભગવાન મારાં પાપોને જોઈને મારો અસ્વીકાર જ કરવાના છે. હું એ વખતે મારા ભગવાનને કહીશ. મારા દુકાને આવનારા ધરાકના ખોટા સિક્કા મેં રાખી લીધા હતા. પાછા આપ્યા નહોતા. આજે હું તમારી સામે ખોટો સિક્કો બનીને આવ્યો છું. હું તો નાનો માણસ છું. મેં કોઈનો ખોટો સિક્કો રાખી લીધો હોય તો તમે તો ભગવાન છો. તમે મારા જેવા ખોટા સિક્કાને પાછો કાઢશો નહીં. તમે મને ખોટો સિક્કો માનતા હો તો પણ તમારી પાસે રાખી લેજો. મારે ભગવાન પાસે રહેવું છે એટલે આ ખોટા સિક્કા સાચવી રાખું છું.' કાકાની વાત અજબની છે. જીવન જીવો તો મૃત્યુને યાદ રાખીને જીવો. મૃત્યુને યાદ કરો તો ભગવાનને કેન્દ્રમાં રાખીને કરો. ભગવાનને કેન્દ્રમાં રાખો તો ભગવાન માટે તમે સ્વીકાર્ય છો કે નહીં તેની કલ્પના કરતા રહો. તમે કહો તે પ્રમાણે ચાલનારા તમને સ્વીકાર્ય હોય છે. તેમ ભગવાન કહે તે મુજબ ચાલનારા ભગવાનને સ્વીકાર્ય હોય છે. તમે કહ્યું તેનાથી ઊંધુ કરે તે તમારા માટે સ્વીકાર્ય નથી હોતા એમ ભગવાન કહે તેનાથી ઊંધુ કરે તે ભગવાન માટે અસ્વીકાર્ય હોય *૯૩ છે. તમારે ભગવાનને સ્વીકાર્ય બનવાનું છે. તમારા હાથમાં કશું નક્કર આવ્યું નથી. તમે જન્મ્યા ત્યારે નિર્દોષ હતા. આજે નથી. તમે જન્મ્યા ત્યારે સાત્ત્વિક હતા. આજે નથી. તમે આજસુધી જિંદગીનાં નામે કેવળ ગુમાવ્યું છે. તમે માનો છો કે તમને ઘણું મળ્યું છે. હકીકતમાં તમને મળેલું બધું જ ખોટા સિક્કા જેવું છે. તમારા પૈસા પણ ખોટા સિક્કા જેવા છે. તમારે તમામ વહેવારને ભગવાનની નજરે જોવાનો છે. મર્યા પછી જે કામ નથી લાગતું તે ખોટા સિક્કા જેવું છે. મર્યા પછી કામ લાગે તેવું તમારી પાસે કશું જ નથી. ભગવાનની સામે તમે ખોટો સિક્કો પૂરવાર થઈ રહ્યા છો. ભગવાન ખોટા સિક્કાને સ્વીકારે તે ભગવાનની કરુણા છે. તમે ભગવાન સામે ખોટો સિક્કો બનીને જાઓ તે તમારી કરુણતા છે. તમે ભગવાન સામે ઊભા રહો. અને ભગવાન તમારી પાસે જવાબ માંગે આ વિભાવનામાં કલ્પના તત્ત્વ રહેલું છે. એમ છતાં આ મુદ્દો વિચારવા જેવો છે. ભગવાનની અપેક્ષાથી વિરુદ્ધ હોય તેવું તમારા દ્વારા થયા કરે તેમાં તમારો સિક્કો ખોટો પડે છે. તમે ભગવાનના શબ્દો મુજબ વર્તી શકતા ન હો તો તમારા સિક્કાની ચમક નકલી છે. તમે જે કરો છો તે દેખાવ છે, સ્વભાવ નથી. તમારે સહજ રીતે સારા અને સમજદાર બનવાનું છે. પોતાની નજરે જગતને નિહાળશો તો પામર રહેશો. ભગવાનની નજરે જગતને નિહાળશો તો સશક્ત પૂરવાર થશો. તમારી પાસે સિક્કા ઓછા હશે તો ચાલશે. તમારા સિક્કા ખોટા હશે તે નહીં જ ચાલે. ૯૪. Page #51 -------------------------------------------------------------------------- ________________ કાલે પાછા મળજો તમે રોજના જોડીદાર નથી. તમારી સાથે થોડા દિવસો માટે દોસ્તી બંધાઈ છે. એક સભામાં સાથે પ્રવચનો સાંભળ્યા. એક ઉપાશ્રયમાં સાથે રહીને ધર્મસાધના કરી. વિધિ અને અવિધિનો ભેદ સાથે બેસીને સમજયા. હવે છૂટા પડવાના દિવસો આવી પહોંચ્યા છે. તમે અને અમે હવે છેક આવતાં વરસે ભેગા થઈશું. તમે મને ઓળખી નહીં શકો. હું તમને નહીં ઓળખી શકું. દર વરસે સાથે બેસવાનું નક્કી છે તો થોડા દિવસો પછી આખું વરસ જુદા રહેવાનું નક્કી છે. પળ બે પળનો સંગ છે. નિરંજન ભગત કહે છે તેમ આપણો ઘડીક સંગ. તમારી સાથે બહુ વાતો થઈ નથી. દૂર બેઠા તમારો અવાજ સાંભળ્યો છે. મારો અવાજ તમારા કાને પડ્યો હશે. એકબીજાને મળવાની જરૂર પડી નથી અને મળ્યા પણ નથી, એક છત અને એક મકાનનો પડછાયો આપણને એક બનાવી રાખતો હતો. હવે આપણે પોતપોતાની છત અને પોતપોતાના મકાનમાં બંધાઈ જવાના છીએ. તમારી અને મારી ઓળખાણ નથી માટે ન ફરિયાદ છે, ન આકર્ષણ છે. સંબંધ કે પરિચય નથી તો દુશ્મની કે સ્પર્ધા પણ નથી. ફક્ત અને ફક્ત પહેચાન છે. મરાઠી ભાષામાં એક શબ્દ છે. તોંડઓળખે. એનો અર્થ થાય છે કે હું તમને જોઈને ઓળખું છું. જોવા સિવાયની ઓળખ નથી. તો સાવ અજાણ્યા નથી આપણે. જોયા છે તેની ઉપલક ઓળખ છે. શાયદ એક તક હતી. એક કલ્યાણમૈત્રી શરૂ થવાની હતી. મેં તમને નામ પૂછીને શરૂઆત કરી હોત તો એક આખુ ધર્માત્માનું સંસ્કારજગત મારી સમક્ષ ઉઘડી આવવાનું હતું. તમે મને નામ પૂછીને શરૂઆત કરી હોત તો મારા મનની વાતો તમને જાણવા મળવાની હતી. એક નજદીકીનો અવસર હતો. ન તમે વાત શરૂ કરી. ન મેં વાત શરૂ કરી. સાથે હતા. વિખૂટા હતા. સાથે હતા નહીં. માટે વિખૂટા પડ્યા નહીં. હવે આવતાં વરસે ભેગા થવાનું છે. અત્યારે તો લાંબા સમયનો અલ્પવિરામ આવ્યો છે. તમે તમારા રસ્તે નીકળી રહ્યા છો. હું મારા રસ્તે નીકળી રહ્યો છું. કોઈ દિવસ બજારમાં ભેગા થઈ જઈશું તો આમને સામને હસી લઈશું. રસ્તા વચ્ચે મળીશું તો કેમ છો કે કેમ નહીં તો નહીં બોલીએ, આંખોની ઓળખાણ હશે જ. સંદાના સંગાથી વિખૂટા પડ્યા પછી પાછા મળે છે ત્યારે ભૂતકાળ અને વેદના નવજીવિત થાય છે. આપણે ભેગા મળીશું ત્યારે થોડીક ક્ષણો તાજી બનશે. થોડો સમય, થોડીક સેકંડો એકબીજાની નોંધ લેવાશે. નાની અને નોંધપાત્રતા વિનાની એ પળો હશે. એ પળો મને ગમશે. કેમકે મને તમારી માટે ન રોષ છે, ન દુઃખ. મને તમારા તરફથી ન ડર છે, ન ચિંતા. તમને મારા તરફથી કશી ભીતિ હોય એવું પણ નથી. વાસ્તે આ મોકળાશ મને ગમે છે. આપણે એક બીજાને સ્વાર્થ વિના ઓળખીએ છીએ. તેનો રાજીપો ખૂબ છે, મારા મનમાં એવું પણ બનત કે વાતો ચાલુ કરી હોત તો પછી સ્વાર્થવાળી લેવડદેવડ શરૂ થઈ જાત. પછી આપણી વચ્ચે કડવાશ આવી જાત, દ્વેષ અને દોષારોપણનો સિલસિલો શરૂ થઈ જાત. ઓળખાણમાં ગજગ્રાહ આવી ગયો હોત. આપણે દૂરના દૂર છીએ. સારું છે. એકબીજા માટે પૂર્ણ આદર છે. એક બીજાને સારા અને ઉત્તમ માણસ માનીએ છીએ. આપણે બહુ નજીક નથી આવ્યા. સારું છે. આપણી ઓળખાણ ઓછી છે. આપણો કહેવા પૂરતો સંબંધ છે. તમે મને જોયા બાદ આગળ ન વધ્યા. હું તમને જોયા બાદ આગળ ન વધ્યો, સંબંધો વિકસાવ્યા નહીં. વાતચીતનો દોર બંધાયો જ નહીં. સારું જ છે. આજથી હવે છૂટા પડીએ છે. આ તંદુરસ્તી સાથે કાલે પાછા મળજો. - 95. CE .