________________
ગરીબોં કી સુનો
દિવાળીના દિવસો આવે છે, મીઠાઈ અને ફટાકડાનું બજાર ઉધડે છે. ગરીબોની ઝૂંપડીમાં દિવાળીનો ઝગમગાટ નથી હોતો. એ આકાશમાં ઝબકતા ફટાકડાની સેરો જોઈને દિવાળી માનવી લે છે. ભીખ માંગીને વાસી મીઠાઈ ચાખે છે ને દિવાળી ઉજવે છે. તમારા ગામમાં ગરીબો વસતા હોય તેમની દિવાળીનો વિચાર તમે કરજો . તમારા કુટુંબના દરેક સભ્યો દિવાળીની સિઝનમાં ઘણી જાતની મીઠાઈઓ ચાખશે. તમારા ગામના રહેવાસીઓ તમારા પાડોશી છે, તેમનાં ખોરડે આખો પરિવાર વસે છે. નાના છે અને મોટા છે. પૈસાની ખોટ તીવ્ર છે. ગરીબીનો ઓછાયો એમનાં મનને નિરાશ રાખે છે. એમનો હરખ નકલી અને નાનો હોય છે. એમના ઇચ્છાઓ સંતોષાતી નથી એટલે એમનો આનંદ પણ ખાબોચિયા જેવો સસ્તો અને ખોબા જેવડો સીમિત હોય છે. હવેલી, બંગલા, ટૅનામેન્ટ અને ફલૅટ્સ એમનાં જીવનમાં નથી. મેલાં કપડાં, છાપરામાં બાકોરું. ભીંતોમાં તિરાડો અને તાળા વગરના દરવાજા. આ એમની ઓળખ છે. દિવાળીના દિવસોમાં એમને રાજીપો આપવા તમે શું કરી શકો ? એ વાત પછી છે. એ લોકોના ચહેરા પર તમારાં નિમિત્તે હાસ્યની રેખા ફૂટી નીકળે તે તમને ગમે તેવું નથી ? તેમને મીઠાઈ આપો. એ લોકોની ગરીબ આંખોમાં તમારી મીઠાઈને લીધે ચમકારો આવશે. તમે મીઠું મોટું કરાવ્યું તેને લીધે તેમનું આખું નવું વરસ તરવરાટ સાથે વીતશે. એમની સૂમસામ જિંદગીમાં તમારી રોનકદાર ભેટથી ખુશનુમા વાતાવરણ ઊભું થશે. એમને માંગતા આવડે છે. એમને મેળવતાં નથી આવડતું. એમને ભીખ માંગવાનું ગમે છે. એમની માટે બીજો કોઈ માર્ગ નથી જીવનમાં. એમનું કમનસીબ જ એમને પીડા આપી રહ્યું છે. ગયા જન્મનાં અપરંપાર પાપોની સજા એમને ભોગવવાની આવી છે. તમે એમને જીવનભર સાચવી લો તેવું તેમનું પુણ્ય પણ નથી અને તમારી તૈયારી પણ નથી. તમારે એમની દિવાળીને મીઠાઈથી ભરવાની છે. તમારા પૈસા, તમારા સગાઓને મીઠાઈ વહેંચવામાં વપરાય તે નગદ સ્વાર્થ છે. તમને
93
કોઈ મીઠાઈ આપે છે તે સામે તમે મીઠાઈ આપો છો. આ લેતીદેતીમાં લાગણી છે, અહંની પરિતૃપ્તિ છે, મમતાનો સ્વાર્થ છે. ગરીબને તમે મીઠાઈ આપો છો ત્યારે તમે વળતરની અપેક્ષા નથી રાખતા, નામનાની ઇચ્છા નથી, પ્રશંસાની ભૂખ નથી. એ ગરીબ લોકોને રાજીપો મળે તેટલી જ એક તમન્ના હોય છે. દુઃખી લોકોનું દુ:ખ થોડુંક ઓછું થાય, તમારા હાથે ઓછું થાય, તે મીઠાઈ કરતાં મોંઘી અને મીઠી ઘટના છે. તમારાં દુ:ખને દૂર કરવાની તાકાત તમારામાં છે. તેમનામાં પોતાનાં દુઃખ દૂર કરવાની તાકાત નથી. બીજાનાં દુ:ખને દૂર કરવાની તાકાત તમારામાં છે. તેમનામાં બીજાનાં દુ:ખ સુધી પહોંચવાની દષ્ટિ જ નથી. પોતાનાં દુ:ખમાં સરિયામ ડૂબેલા છે એ લોકો બીજાનાં દુ:ખને જોવાની જ હામ નથી તો દુ:ખ દૂર શું કરે ? આવા માણસોને દયાની નજરે જોઈએ ત્યાં સુધી ચાલે. તુચ્છ અને હીન માનીને એમનાથી દૂર ભાગી શકાય નહીં. એમને લાગણીથી જોવાના. એમનાં દર્દની સહાનુભૂતિ જાગે તે તમારી સજ્જનતા. એમનાં દુ:ખથી તમે ગળગળા બનો તો તમારી સજ્જનતા. એમનું દુ:ખ તમને પોતાનું દુઃખ લાગે તે તમારી મોટાઈ. પરિવારમાં માંદા માણસનું જે લાગણીથી જતન થાય એવી રીતે જ તમારા હાથે તમે એમને મીઠાઈ આપો એ તમારું કર્તવ્ય દિવાળીના ગિફ્ટ બૉક્સ શ્રીમંતો એકબીજાને મોકલે છે અને એકબીજાના ડાયાબીટીસમાં વધારો કરે છે. આ મીઠાઈના ગિફ્ટ બૉક્સ ગરીબોને મોકલવા જોઈએ. ગરીબોને પ્રૉટીન પણ પૂરતું નથી મળતું. ગરીબો બોલી નથી શકતા કે અમારે દિવાળીની તાજી મીઠાઈ ખાવી છે. તમે તો સાંભળી શકો છો ને ? તમે દિવાળીને દમદાર બનાવો. મીઠાઈ ખાવાથી મીઠી લાગે, વહેંચવાથી વધારે મીઠી લાગે.
૭૪ -