________________
લાભાર્થી પેજ
પ્રાશકીય
વિ. સં. ૨૦૬૨. ડીસા શહેરમાં ચાતુર્માસ. તપાગચ્છાધિરાજ પૂજયપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના તેજસ્વી શિષ્યરત્નો પ્રવચનકાર બંધુબેલડી પૂ. મુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજી મ., પૂ. મુનિરાજશ્રી પ્રશમરતિવિજયજી મ. ની નિશ્રામાં સકલશ્રીસંઘ ઉલ્લાસઉમંગથી આરાધનામાં જોડાયો હતો. ડીસાનું “રખેવાળ' દૈનિક પણ ચાતુર્માસથી બાકાત નહોતું. બનાસકાંઠાના તળવિસ્તારો સુધી ફેલાવો ધરાવતાં આ દૈનિકનાં પાને રોજ ચાતુર્માસચિંતનનાં મથાળાતળે એક લેખ છપાતો. ડૉક્ટરો, પ્રૉફેસરોથી માંડીને ગામડાના પૂજારીઓ સુધી આ લેખોએ વર્ચસ્વ જમાવ્યું હતું. ખાસ આ લેખો વાંચવા માટે ‘રખેવાળ' ખરીદનારા હતા. આ લેખો માટે જ રખેવાળ-ને પાડોશીના ઘેરથી ચોરી જનારા પણ હતા. આ લેખો માટે રખેવાળને પહેલું વાંચવાનો મીઠો ઝઘડો કરનારા પણ હતા. આ લેખોની કાપલીઓ ભેગી કરીને ફાઈલ બનાવનારા પણ હતા.
આ લેખો આજે પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહ્યા છે તેનો અમને અઢળક આનંદ છે.
- પ્રવચન પ્રકાશન