________________
મિત્રની મુલાકાત
મિત્રતામાં સથવારો અને સધિયારો હોય. મિત્રતામાં વજન વિનાનું વળતર હોય. મિત્રતામાં કાર્ય હોય પણ સ્વાર્થ કશે ના હોય છે.
ચાર, મિત્ર ક્યારેય તમારા કુટુંબનો દુશ્મન હોઈ શકે નહીં. મિત્રને તમારાં ઘરની વાતો ખબર હોય. મિત્ર તમારો બચાવ કરે તેમ તમારા પરિવારની એકતાનો પણ ખ્યાલ રાખે. મિત્ર ભંગાણું પાડે નહીં. મિત્ર ભાગલા રોકે. મિત્રને કારણે ભંગાણ પડતું હોય તો મિત્રને છોડી પરિવારને સાચવવો. પરિવારમાં ભંગાણ પડતું હશે ત્યારે મિત્રની હૂંફ પામીને કોઈ સાચો નિર્ણય લેવાનું ફાવશે.
પાંચ, મિત્રની સાથે બેસો અને વાત કરો. તમારી અને મિત્રની ભૂલો અરસપરસ જાણવા મળે તેવી નિખાલસતા કેળવો. તમને મિત્ર પાસેથી કશુંક સારું મળે અને મિત્રને તમારી પાસેથી કશુંક સરસ મળે તો મિત્રની મુલાકાત સાચી છે.
જન્મતાવેત મળેલા સંબંધો જનમભર નીભાવી શકાય છે. તેમાં સ્નેહ હોય તો પણ જન્મજાત. સમજદારી આવ્યા પછી સંબંધો બને છે તેમાં સ્વીકૃતિ અને સ્પષ્ટતા હોય છે. પરિવારિક સંબંધો કરતાં અલગ હોય છે અને પારિવારિક સંબંધ કરતા વિશેષ હોય છે મિત્રતાનો સંબંધ. પરિવારના સંબંધોમાં પૂર્વગ્રહ હશે. મિત્ર સાથે પૂર્વગ્રહ ના હોય. પરિવારના સંબંધોમાં નાનામોટાનો ભેદભાવ હશે. મિત્રનો સંબંધ નાનામોટાનો નથી હોતો. મિત્રને મળવામાં ઉપચાર કે વહેવાર નથી હોતો. આ જન્મમાં જન્મેલો અને આ જન્મને અજવાળે તેવો સંબંધ તે મિત્રતાનો સંબંધ. આમ તો આ સંબંધમાં સમીકરણ કે શરતને સ્થાન નથી. મિત્ર માટે મહત્ત્વની અને મહત્ત્વના મિત્ર માટેની થોડી ટિપ્સ સાથે બેસીને વાંચીએ.
એક, મિત્રતાની મુખ્ય કડી છે સમાન ઉદ્દેશ, બે મિત્રો પોતાનાં જીવન માટે એક સરખો ઉદ્દેશ રાખતા નહીં હોય તો દોસ્તી લાંબો વખત ચાલી શકશે નહીં. ઉદ્દેશ કે હેતુ કે લક્ષ્યની એકતા જ મિત્રતાને ચિરંજીવ બનાવે છે. જો કે, કશા જ ઉદ્દેશ, હેતુ કે લક્ષ્ય વિનાની નિસર્ગદત્ત મૈત્રી પણ લાંબો વખત ચાલે છે. જો ઉદ્દેશ સમાન હોય તો આ વાત મૈત્રી માટે મહત્ત્વની છે.
બે, મિત્રતા જેમ જૂની બને તેમ મજબૂત બને છે. મિત્રતામાં જાનનું બલિદાન દેવાનો મામલો લગભગ આવતો નથી. મિત્રતા માંગે છે વિશ્વાસ, તમે કહો તે સાંભળીને તમને સંભાળવામાં આવશે આ મિત્રતાનું પ્રથમ સૂત્ર છે. તમને મળતું સન્માન એ તમારી લાગણીની સ્વીકૃતિ છે. તમારી ભાવનાઓને ઠેસ નહીં પહોંચે તેની ખાતરી મિત્રતા આપે છે. મિત્રતામાં વિચાર કરતા સંભાવનું સ્થાન વિશેષ છે.
ત્રણ, મિત્રતામાં લેવડદેવડનો વહેવાર હોતો નથી, મિત્રતાને ધંધાની ભાગીદારીમાં બદલી શકાય નહીં. મિત્રતામાં ચાંદલાનો વહેવાર ના હોય.
૬૫