________________
રાજા અને ભગવાન
રાજાને ચાર રાણી હતી. યુદ્ધ કરવા જતી વખતે રાજા ત્રણ રાણીને મળ્યો હતો. ચોથી રાણી અણમાનીતી હતી. તેને મળ્યો નહીં. રાજા યુદ્ધક્ષેત્રમાં પહોંચ્યો. લાંબી લડાઈ ચાલી. રાજા ભારે સંઘર્ષ બાદ જીત પામ્યો. ચારેય રાણીને રાજાએ સંદેશો મોકલ્યો, જે જોઈએ તે મંગાવવા કહ્યું. થોડા દિવસો પછી રાજાએ નગરપ્રવેશ કર્યો. પહેલી રાણીને સોનાના દાગીના આપ્યા. બીજી રાણીને મોંઘાં વસ્ત્રો આપ્યાં. ત્રીજી રાણીને સોનાનાં વાસણો આપ્યા. ત્રણે રાણી બેઠી બેઠી હસી રહી હતી કેમકે ચોથી રાણીને રાજાએ કાંઈ જ આપ્યું નહોતું, ત્રણેય રાણીએ આ ચોથી રાણીની મશ્કરી કરી, બપોર પછી સાંજ ઊગી. ત્રણ રાણીઓ રાજાની પ્રતીક્ષા કરી રહી હતી. રાજા સાંજે ચોથી રાણીના મહેલમાં ગયો. રાજાએ ચોથી રાણીને કહ્યું કે ‘હું હવે તારા જ મહેલમાં રહેવાનો છું.' ત્રણ રાણીને બદલે આ ચોથી રાણીને રાજાએ વિશેષ મહત્ત્વ આપ્યું તેનું કારણ અજબ હતું. રાણીએ ચારેય રાણીને માંગવા કહ્યું હતું. ત્રણ રાણીએ જુદી જુદી વસ્તુઓ મંગાવી હતી. ચોથી રાણીએ રાજાનો પ્રેમ માંગ્યો હતો. રાજાને ચોથી રાણીની ભાવના સ્પર્શી ગઈ. રાજા પાસે જે માંગો તે રાજા આપે. રાજા પાસે કાંઈ જ ન માંગો તો રાજા જાતે આવીને મળે. ભગવાન અને રાજામાં આ દૃષ્ટિએ કાંઈ ફરક નથી. ભગવાન પાસે તમે કોઈ વસ્તુ માંગો છો તો એ વસ્તુ મળે છે પણ ભગવાન દૂર રહી જાય છે. ભગવાન પાસે તમે વસ્તુ નથી માંગતા તો તમે સાક્ષાતું ભગવાનને પામી શકો છો. ભગવાનને મળો તે વખતે તમે તમારા અંગત સ્વાર્થને ગૌણ કરી શકો તો તમારી જીત થાય. તમે ભગવાન પાસે પણ પોતાની જ કહાની રટ્યા કરો છો. તમને ભગવાનમાં ભગવાન નથી દેખાતા. તમને ભગવાનમાં તમારા ઐહિક સ્વાર્થો દેખાય છે. તમે ખૂબ કમજોર છો. તમને આવડતું કશું નથી. તમે કેવળ પોતાની ધૂનમાં વિચારો છો. તમારી ભૂલોને લીધે તમને દુઃખ મળે છે. તમને દુઃખ જોઈતાં નથી અને ભૂલ તમારે સુધારવી નથી. તમે ભૂલોની થાળી ભરીને ભગવાન પાસે આવો છો. ભૂલની
- ૯
બાબતમાં તમારે ફેરવિચારણા કરવી નથી. ભગવાન પાસે ભૂલનો બચાવ કરીને દુઃખથી છટકવાની વાતો તમે કરો છો. તમને ભગવાન પાસે બેસતા નથી આવડતું. માંગતા નથી આવડતું અને ભગવાનને સમજવાનું પણ તમે શીખ્યા નથી. તમારી માટે ભગવાન રાજા જેવા છે. તમે પ્રસન્ન રહેનારા ભગવાન સમક્ષ હાથ લંબાવો છો. તમે હારો છો. તમે પ્રસન્ન રહેનારા ભગવાનનો હાથ પોતાનાં માથે મૂકાવો છો. તમે જીતો છો. તમે જીતવા કે હારવા માટે ભગવાન સમક્ષ જતા નથી. તમે ભગવાનને મળવા માટે જાઓ છો. ભગવાન પાસેથી કશુંક મેળવવાની વૃત્તિ તમારે રાખવી જોઈએ નહીં, ભગવાનને પામવાનું લક્ષ્ય તમારે રાખવું ઘટે, ભગવાન પાસે બીજું કાંઈ પામવાનો વિચાર તમારે કરવાનો. નથી. ભગવાન તમને જાણે છે. તમારા કર્મો તમારું ભવિષ્ય ઘડે છે. તમે કરેલાં સારાં અને નરસાં કામ તમને જીવનભર જવાબ આપે છે. તમે ભગવાનનાં માથે જવાબદારી ઢોળી દો તે વ્યાજબી નથી. તમે તમારી જાતે જ તમારી પાત્રતાની પરખ રાખો. તમારે ભગવાન પાસે કેવળ કરણી માંગવાની છે. ભગવાનની સેવા કરવાની શક્તિ અને પાત્રતા મળે એ સિવાય બીજું કાંઈ માંગવાની જરૂર નથી.
૮o