________________
વિચાર : આચાર
સત માંદા પડ્યા. એક યુવાને સેવા કરી તો સંત સાજા થઈ ગયા. સંતે પ્રસન્ન થઈને યુવાનને પારસમણિ ભેટમાં આપી કહ્યું, ‘આ રત્ન લોખંડને અડશે તો લોખંડનું સોનું થઈ જશે.” યુવાન ગરીબ હતો. પારસમણિ લઈને પોતાનાં ઘરે પહોચ્યો. સંત તીર્થયાત્રાએ નીકળ્યા. બે પાંચ વરસે ફરતાં ફરતાં પેલા યુવાનનાં ઘરે આવ્યા. એ યુવાન હજી પણ ગરીબ હતો. પારસમણિનો ચમત્કાર દેખાતો નહોતો. સંતે યુવાનને પૂછયું, તારી પાસે પારસમણિ છે તો સોનું બનાવીને શ્રીમંત કેમ બનતો નથી ? યુવાને જવાબ આપ્યો, હમણાં બજારમાં લોખંડના ભાવ વધારે છે, લોખંડના ભાવ ઘટશે પછી લોખંડ ખરીદીને સોનું બનાવીશ, મહાત્માજી તો અવાચક થઈ ગયા. લોખંડનું સોનું બની શકે છે તો મોંઘા ભાવે લીધેલું લોખંહ પણ મફતના ભાવે પડે છે. એ યુવાનને લોખંડ મોધું છે એટલું જ યાદ રહ્યું. ગરીબ હતો. ગરીબ જ રહ્યો.
તમારી પાસે આવનારી સારી વાતો પારસમણિ જેવી છે. તમે સદ્દગુરુ પાસેથી સરસ વાતો સાંભળો છો. તમને મજા આવે છે. તમે તે યાદ રાખી લો છો. પારસમણિ તમારા હાથમાં આવે છે. તમે એ સારી વાતોનો ઉપયોગ કરતા નથી. એ વાતો દ્વારા જીવનમાં સુધારો નથી લાવતા. એ વાતો દ્વારા ભૂલ સુધારતા નથી. એ વાતો દ્વારા તમે નવી શરૂઆત નથી કરતા. જેવા છો તેવા જ રહો છો. એ વાતો તમારી પાસે આવી હોવા છતાં નિષ્ફળ જાય છે. તમે સારી વાતનો સંગ્રહ કરો છો. તેને વાપરતા નથી તમે કંજૂસ છો. તમે સારી વાતો સાંભળી લો છો. સુધરતા નથી. તમે જડતાના પૂજારી રહો છો. બીજા લોકોને સારી વાતો સાંભળવા નથી મળતી. તમારી પાસે તો સારી વાતો છે તો પણ તમે સુધરતા નથી. તમે છતે પૈસે ગરીબ છો. તમે થાળીમાં રોટલી હોવા છતાં ભૂખ્યા છો. તમે વરસાદની વચ્ચે કોરાધાકોર છો. તમે કેવળ વાતબહાદુર છો. તમારે કરવું કાંઈ નથી, તમારે ફક્ત મોટી મોટી વાતો જ કરવી છે. તમે દંભી બની
રહ્યા છો, સારી વાતો તમારા જીવનને સ્પર્શે છે. સારી વાતો તમારા હૃદયને ઢંઢોળે છે, તમે એ સારી વાતોને અસરકારક બનવા દેતા નથી. તમે એ વાતો સાંભળો છો. એનો સ્વીકાર કરવાનું ટાળો છો. કેવી વિચિત્ર વાત ?
તમે સાંભળ્યું કે જૂઠું ના બોલાય. તમે એ યાદ રાખ્યું પણ તમે એનો સ્વીકાર નથી કર્યો. તમે જૂઠું બોલવાનું બંધ કર્યું નથી. જે વાત તમે સ્વીકારી શકતા નથી તે વાત અધરી હશે, અશક્ય નથી. તમે એનો અમલ કરવાની હિંમત કરતા નથી. આ તકલીફ છે. તમે સાંભળો છો કે અનીતિ ના કરાય. ધંધામાં અનીતિ બંધ થતી નથી, તમે સાંભળો છો કે કે ઝઘડો ના કરાય, ઘરે ઝઘડો થાય જ છે. તમે સારી વાત સાંભળો તે પૂરતું નથી. તમારે એ સારી વાતને જીવનમાં ઉતારવાનું લક્ષ્ય રાખવાનું છે. તમે સાંભળેલી વાતને જીવનમાં ઉતારવા માટે તમે સ્વતંત્ર છો. તમને કોઈ રોકતું નથી. તમને કોઈનો ડર નથી. તમે ફક્ત દેખાવ કરો છો. તમે તમારી જાત માટે ખોટો સંતોષ બાંધી લીધો છે. તમારામાં સુધારાનો અવકાશ છે. તમારામાં ઘણું બધું ખૂટે છે. તમે સારી વાતો સાંભળીને સુધારો અને ઉમેરો કરો તો સારું છે. કેવળ સાંભળી લેશો તો તમારામાં અને રેકૉર્ડિંગ મશીનમાં કોઈ જ ફરક નહીં રહે.
( ૮૩
૮૮ -