________________
સહન કરવાની શક્તિ : સહન કરવાની કળા
શ્રમ વિના કોઈ કામ થયા નથી, થઈ શકતા નથી. શ્રમ કરો એટલે નક્કી કરેલાં કામ માટે કષ્ટ ઉઠાવો, શરીરને થાક લાગે તેટલી મહેનત લેવી. તમે કામ કરવાની સાથે સાથે સહન કરો છો. તમારી નજર કામ દ્વારા મળી રહેલાં પરિણામ સામે છે માટે તમે કષ્ટ વેઠી લો છો, દુઃખ લાગતું નથી. આ સિવાય કારણ વિના કષ્ટ ઉઠાવવું હોય તો તમને ત્રાસ થાય છે. ન છૂટકે સહન કરવું પડે છે તો તમે બબાલ કરી મૂકો છો. સહન કરી લેવું તે એક વાત છે. સહન કરતી વખતે હસવું તે બીજી વાત છે. તમે સહન કરી લો છો. ઠીક છે. સહન કર્યા પછી તમે તમારી જાતને સંભાળી શકતા નથી. સહન કરવું પડ્યું તેનાં કારણો તમે શોધો છો. વાંક અને ગુનો જેનો હોય તેને પકડો છો. પડકારો છો, તમે. સહન કર્યા બાદ તમે ફરિયાદ કરો છો તેને લીધે ફરીવાર તમારી પર દુઃખ સવાર થઈ જાય છે. દુ:ખ આવે તે સહન થાય તેવું હોતું નથી, વેદના થાય છે. પારાવાર યાતના અનુભવાય છે. ખરેખરી વાત છે. સાધક બનવું હોય તો સહન કરવામાં મનને જોડવું જોઈએ.
તમારે દુઃખથી દૂર ભાગવાની આદત બદલવાની છે. દુઃખ આવ્યું છે ને તમારે તે સહન કરવાનું જ છે. તમે દુઃખને રોકી શકવાના નથી. તમને તકલીફ આમાં જ પડે છે. તમે દુઃખને કાઢી મૂકવા માંગો છો. દુઃખ રવાના થતું નથી. તમે દુઃખને ભૂંસી નાંખવા માંગો છો. દુઃખ ભૂંસાતું નથી તમે ઇચ્છા રાખો છો કે દુઃખ વધારે નહીં ચાલે અને દુઃખ તો લંબાયાં જ કરે છે. તમે અકળાઈને રડી પડો છો. દુઃખની તીખાશ અને દુઃખ જતું નથી તેની કડવાશ, રસોઈનો સ્વાદ બગાડી દે છે. સારી માનસિકતા હોવા છતાં પણ તમારે માથે પડતું દુ:ખ તમને ભીસ્યાં જ કરે છે. તમે તે ન છૂટકે ભોગવી લો છો. આ દુઃખ સહન કરતાં કરતાં તમારે મરવું પડતું નથી. તમે જીવતા તો રહો જ છો. આનો અર્થ સમજાયો ?
આનો અર્થ એ છે કે તમારી પાસે દુઃખ સહન કરતી વખતે જીવી શકવાની
* ૫૫
તાકાત હોય છે. તમારું શરીર દુઃખને લીધે મરી જતું નથી. તમારાં દિમાગને દુઃખને લીધે બ્રૅઇન હૅમરેંજ થતું નથી. અણગમતું હોવા છતાં તમારાં શરીર અને મન તેને ઝીલી શકે છે અને એ તૂટી જતા નથી એટલે તમે સાવ જ સહન કરી શકતા નથી એ વાત સાચી નથી. તમે જીવતા જાગતા બેઠા છો તે જ બતાવે છે કે તમે સહન કરી શકો છો. ફરક કેવળ એટલો પડે છે કે તમને સહન કરવાનું ગમતું નથી.
આ માનસિકતાનો પ્રશ્ન છે. તમારું વલણ તમને વધારે દુઃખી બનાવે છે. મારે દુઃખમાંથી બહાર આવવું છે તે માનસિકતા કુદરતી છે. મારી ઇચ્છા મુજબ દુ:ખ તરત જતું રહેવું જોઈએ આ માનસિકતા તદ્દન ખોટી. દુ:ખ રહેવા આવ્યું છે. તમને પરેશાન કરવા આવ્યું છે. એ જવાનું નથી. દુ:ખ સામે તમારી ઇચ્છાનું કાંઈ ચાલવાનું નથી. તમે વિચાર બદલતા શીખો. દુઃખ ન જાય તો સહન કરી લઈશ એમ વિચારો. દુ:ખની હાજરીમાં તકલીફ છે પણ ભયાનક ઝંઝાવાત હગિઝ નથી.
સહન કરતી વખતે તમે ધીરજ રાખી શકો તો તમારી પાસે સહન કરવાની
કળા છે. તમે સહન તો કરો જ છો, પરંતુ ઢીલા પડીને રડો છો તો તે સહનશક્તિ છે, પરંતુ કળા નથી. તમે દુઃખને જતાં રહેવાનું કહી શકતા નથી. તમે દુ:ખને સામેથી બોલાવતા નથી. એ આવ્યું છે તો ટકી રહેવા આવ્યું છે. એ દુઃખને કમને વેઠવું કે દુઃખની સામે પ્રસન્નતા ઊભી રાખવી તે તમારે નક્કી કરવાનું છે.
૫૬.