Book Title: Yogshatak
Author(s): Indukala Hirachand Zaveri
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 8
________________ આધ્યાત્મિક સાધનાની પરંપરાઓને તથા તેને લગતા સાહિત્યના પૂર્વભૂમિકારૂપે સંક્ષિપ્ત પરિચય આપ્યા છે. છેવટે કેટલીક પારિભાષિક તેમજ સાંપ્રદાયિક ખાખતેને સમજવા માટે ઉપયાગી થઈ શકે એવાં છ પરિશિષ્ટો તૈયાર કર્યા છે. સને ૧૯૫૦ માં પીએચ. ડી. ના નિબંધ નિમિત્તે હું મુંબઇથી આવી ત્યારથી અત્યારલગી પૂ. પં. સુખલાલજીના સહવાસમાં રહી છું. પીએચ. ડી. ના નિબંધ તૈયાર કરવામાં તેમજ પ્રસ્તુત પુસ્તકના સંપાદનમાં એમનાં પ્રત્યક્ષ સહકાર તેમ જ ઢારવણીના બધા જ લાભ મને મળ્યા છે. એટલું જ નહિ, પરંતુ ભારતીય દનાના અધ્યયન-મનનમાં પણ તેમણે પેાતાનાં કીમતી સહાય અને માદન આપ્યાં છે. એમના પ્રત્યેના મારા કૃતજ્ઞભાવ આભારપ્રદનની વિધિમાં સમાપ્ત થતે નથી. સહૃદય મુનિશ્રી પુણ્યવિજયજીએ માત્ર પ્રતિ અને નકલ જ નથી આપી પણ મને જયારે જયારે જરૂર પડી ત્યારે તેમણે છૂટથી સમય આપ્યા અને ખીજા કેટલાંક પુસ્તકા પશુ પૂરાં પાડયાં. પુરાતત્ત્વવિદ્ આ. શ્રી. જિનવિજયજીએ મારી પ્રેસકાપી મૂળ તાડપત્ર સાથે સાંભળી લીધી અને લિપિવાચનમાં થયેલી ભૂલેાનું નિવારણ પણ કર્યું. મુ. શ્રી. રસિકભાઈ એ સમગ્ર લખાણુ ધ્યાનથી સાંભળી લીધુ અને અનેક મહત્ત્વની સૂચનાએ પણ કરી. પં. શ્રી. દલસુખભાઈ માલવિયાએ બધું જ લખાણુ અથતિ જોઈ તેમાં ઘણા સુધારા સૂચવ્યા. એટલું જ નહિ, પણ તેમણે બનારસ રહ્યાં રહ્યાં અહીંથી મેાકલવામાં આવતાં બધાં જ પ્રૂફા જોઈ આપ્યાં. ટિબેટન ભાષામાં અનુવાદિત થયેલ બૌદ્ધ ગ્રંથાની યાદી ઉપરથી તેમાં એક યેાગશતક' નામના ગ્રંથ છે એવી સૂચના ટિબેટન જાણનાર મુનિશ્રી જવિજયજીએ કરી અને તે પરથી તે ગ્રંથ કયા વિષયને અને કેવા છે એ માહિતી મેળવવાના પ્રયત્નમાં નાલદા પાલિ ઇન્સ્ટિટયૂટના પ્રાધ્યાપક ડૉ. નથમલજી ટાટિયાએ મદદ કરી છે. પ્રફે। તપાસવાના કાર્ટીમાં

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 256