Book Title: Yogshatak
Author(s): Indukala Hirachand Zaveri
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 6
________________ સંપાદકીય સને ૧૯૫૩ ના નવેમ્બરમાં શ્રી. ભે. જે. વિદ્યાભવનમાં અધ્યાપક તરીકે મારી નિયુક્તિ થઈ. તે વખતે મારા અધ્યાપક અને ભો. જે. વિદ્યાભવનના અધ્યક્ષ, મુ. શ્રી. રસિકભાઇએ મને સૂચના કરી કે તમે વર્ગો લેવા ઉપરાંત કાંઈક સંશોધન, સંપાદન આદિને લગતું કામ કરે તો સારું, જેથી નવું નવું અધ્યયન કર વાની અને લેખન, સંપાદન આદિ વિશે પ્રત્યક્ષ અનુભવ મેળવવાની પૂરી તક મળે. શરૂઆતમાં એમની સૂચના મુજબ આચાર્ય શ્રીહરિભદ્રના “ષદર્શનસમુચ્ચય” સટીકનું ભાષાંતર આદિ કરવાની ધારણું હતી, પરંતુ તે દરમિયાન તે જ સૂરિને અત્યાર લગી અપ્રાપ્ત એવો “યોગશતક' નામને ગ્રંથ સંશોધક વિદ્વાન મુનિશ્રી પુણ્યવિજયજી દ્વારા ઉપલબ્ધ થશે. એ ગ્રંથ કદમાં નાને હતે. વળી તે યોગવિષયક હેઈ તે નિમિત્તે જૈન, બૌદ્ધ અને પાતંજલ યોગનું તુલનાત્મક અધ્યયન થઈ શકશે એ દૃષ્ટિએ મેં એને પસંદ કર્યો અને શ્રી. ભો. જે. વિધાભવન હસ્તકના શેઠ પૂનમચંદ કટાવાળા-ટ્રસ્ટ તરફથી એનું સંપાદન અને સંપાયું. સંશોધક વિદ્વાન મુનિશ્રી પુણ્યવિજયજીએ ખંભાતના તાડપત્રીય ભંડારમાંથી અત્યારલગી અપ્રાપ્ત એવી “યોગશતક'ની પ્રતિ મેળવી હતી અને તેમણે જ તે એક માત્ર પ્રતિ ઉપરથી કાગળ ઉપર નકલ પણ કરાવી હતી, એટલું જ નહિ પણ તેમણે જ્યાં સૂઝયું ત્યાં સટિત કે અશુદ્ધ દેખાતા પાકના સુધારા પણ સૂચવેલા. પિતાની સહજ ઉદારતાથી તેમણે એ નકલ મને આપી. વળી તેમણે ખંભાતના ભંડારમાંથી મૂળ તાડપત્રીય પ્રતિ પણ, ઉતારેલી નકલ સાથે મેળવવા ખાતર, મને મંગાવી આપી અને એ પ્રાચીન લિપિનો પરિચય પણ મને કરાવ્યો; આથી મૂળ ગ્રંથ તૈયાર

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 256