Book Title: Yogshatak Author(s): Indukala Hirachand Zaveri Publisher: Gujarat Vidyasabha View full book textPage 7
________________ કરવામાં સરળતા થઈ. પરંતુ જ્યારે એને અર્થ સમજવા. અને લખવાને પ્રસંગ આવ્યો ત્યારે એ મૂળ ગ્રંથના હાર્દમાં પ્રવેશવા વધારે ઊંડાણ કેળવવાની જરૂર લાગી. એ જરૂરિયાતે કેટલેક સ્થળે નવા સુધારા કરાવ્યા. જ્યાં જ્યાં છંદ કે માત્રામાં મેળ ન દેખાય ત્યાં પણ વિચાર કરવો પડ્યો. જ્યાં જ્યાં અર્થની દષ્ટિએ ઉપલબ્ધ પાઠ સંગત ન લાગ્યો ત્યાં પણ ઘટતે. વિચાર કરવો પડ્યો. એમ એ પ્રાપ્ત થયેલી નકલ પર બીજા સુધારાઓ ઉમેરાયા અને છેવટે છાપવા માટે આપી શકાય એવી એક વાચના તૈયાર થઈ. “યોગશતક”ની બીજી પ્રતિ લભ્ય ના હતી એટલે એમાં આવેલા વિષયના અનુસંધાનની દૃષ્ટિએ તેમ જ પ્રાકૃત ભાષા અને આર્યા છંદના સુમેળની દૃષ્ટિએ વાચના તૈયાર કરી. ત્યારબાદ તેનાં અર્થ તથા સમજૂતી ગુજરાતીમાં લખ્યાં. સમજૂતીમાં ગાથાના સ્પષ્ટીકરણ ઉપરાંત જ્યાં જ્યાં સંભવિત હતું ત્યાં ત્યાં તે તે મુદ્દા ઉપર “યોગશતકના વિચારોને ભારતીય ઇતર દર્શનના એ વિષયના વિચારો સાથે સરખાવી તે બધાને કમવિકાસ દર્શાવ્યો છે, જેથી તે તે મુદ્દા પર ભારતીય દર્શનેમાં કેવી રીતે વિકાસ થયો છે અથવા કેવી સમાનતા તથા અસમાનતા છે એ જાણી શકાય.૧ પ્રસ્તાવનામાં ગ્રંથ તથા ગ્રંથકારના પરિચય ઉપરાંત ગ્રંથકારે તત્વચિંતન, આચાર, વેગ આદિ વિષયોમાં કે વિશિષ્ટ ફાળો આપ્યો છે તેનું દિગ્દર્શન કરાવ્યું છે. વળી પ્રસ્તુત ગ્રંથ, ગને લગતે હેઈ, ગ્રંથકારના સમગ્ર યોગગ્રંથને વિગતે તુલનાત્મક પરિચય પણ આપ્યો છે અને એમાં આવતા વિષયને યથાવત સમજી શકાય એ દૃષ્ટિએ, આ. હરિભદ્રના પહેલાંથી ચાલી આવતી ૧. આવા આનુષગિક મુદાઓની ચર્ચાનાં સ્થાન માટે–જ. વિષયાનુક્રમPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 256