________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
શ્રી व्यवहारसूत्रम्
11
પ્રાયશ્ચિત્તોનું પણ વર્ણન આમાં આવે છે પણ એમાં તરતમતા ન હોવાથી એમાં વિસ્તૃત વર્ણન હોતું નથી,
પાંચ ચારિત્રમાંથી વર્તમાનમાં સામાયિક અને છેદોપસ્થાપનીય બે નો જ સદ્ભાવ છે. એમાં પણ સામાયિક અલ્પકાલીન અને છેદોપસ્થાપનીય આજીવન હોય છે. પ્રાયશ્ચિત્તનો સંબંધ આ છેદોપસ્થાપનીય જોડે છે, છેદત્ર'નામકરણ માટે આ કારણ પણ કેટલાક વિદ્વાનો આપે છે. આગમોનું દિગ્દર્શન (પૃ.૧૧)માં હીરાલાલ કાપડિયા જણાવે છે કે -
અભિધાનરાજેન્દ્ર (ભા.૩. પૃ. ૧૩૬૧)માં પંચકમ્પ્રભાસની એક ગાથા અપાઇ છે.. | પરિણત, અપરિણત, અતિપિરિણત એમ ત્રણ પ્રકારના શિષ્યો પૈકી પરિણત શિષ્યને જે આગમ ભણાવાય તે છેયસુત્ત એવું લક્ષણ પંચકપ્પની ઉપર્યુક્ત ગાથાને આધારે મેં Hc L. (પૃ. ૩૬)માં યોજ્યું છે.” - નિશીથચૂર્ણિકાર છેદસૂત્ર શા માટે ઉત્તમ શ્રત છે ? એ પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કે-“છેદસૂત્ર ઉત્તમકૃત છે. કેમકે આમાં પ્રાયશ્ચિત્તપૂર્વકની વિધિ હોવાથી તે ચારિત્રની શુદ્ધિ કરે છે.” ગા. ૬૧૮૪ ૧. દિગમ્બર જૈન સાહિત્યમાં “છેદપિંડ' ગ્રંથ છે. આમાં છેદનો અર્થ પ્રાયશ્ચિત્ત કરવામાં આવ્યો છે.
संपादकीय
For Private And Personal Use Only