________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री व्यवहार
सूत्रम्
14
નિષુત્તિઅણગમ. એટલું જ નહીં પરંતુ નિયુક્તિ રૂપે પ્રસિદ્ધ ગાથાઓ પણ અનુયોગદ્વારમાં આપવામાં આવી છે. પાકિસૂત્રમાં પણ નિમ્નત્તિને એવો પાઠ મળે છે. દ્વિતીય ભદ્રબાહુ પહેલાંની ગોવિન્દવાચકની નિયુક્તિનો ઉલ્લેખ નિશીથભાષ્ય તથા ચૂર્ણિમાં મળે છે. એટલું જ નહિ પરંતુ વૈદિક વામયમાં નિરુક્ત અતિ પ્રાચીન છે. આથી નિશ્ચયપૂર્વક કહી જ શકાય છે કે જૈનાગમની વ્યાખ્યાનો નિર્યુક્તિ નામક પ્રકાર પ્રાચીન છે. એવો સંભવ નથી કે છઠ્ઠી શતાબ્દી સુધી આગમોની કોઈ વ્યાખ્યા નિર્યુક્તિ રૂપે થઈ જ ન હોય. દિગંબરમાન્ય | મૂલાચારમાં પણ આવશ્યકનિર્યુક્તિગત કેટલીય ગાથાઓ છે. આનાથી પણ ખબર પડે છે કે શ્વેતાંબર-દિગંબર સંપ્રદાયનો સ્પષ્ટ ભેદ થયા પહેલાં પણ નિર્યુક્તિની પરંપરા હતી. આવી સ્થિતિમાં શ્રુતકેવલી ભદ્રબાહુએ નિર્યુક્તિઓની રચના કરી છે. આ પરંપરાને નિર્મૂળ માનવાનું કોઈ કારણ નથી. આથી એમ માનવું ઉચિત છે કે શ્રુતકેવલી ભદ્રબાહુએ જ પણ નિર્યુક્તિઓની રચના કરી હતી અને પછીથી ગોવિંદવાચક જેવા અન્ય આચાર્યોએ જ પણ” (હજારીમલ સ્મૃતિ ગ્રંથ પૃ. ૭૧૮-૯).
- એટલે નિયુક્તિની રચના શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામિજીએ કરી છે એ પ્રચલિત માન્યતા ખોટી નથી. માત્ર વર્તમાનકાળમાં જે સ્વરૂપ છે તેમાં પાછળથી ઘણી ગાથાઓ ઉમેરાઈ છે.
સંપાદુकीय
14
For Private And Personal Use Only