________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યવહારसूत्रम्
જણાવે છે. એ માટે નિર્યુક્તિની મનાતી કેટલીક ગાથાઓમાં આવતા ઉલ્લેખોનો નિર્દેશ કરે છે.
આ.પ્ર. મુનિ પુણ્યવિજય મ. એ મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ ગ્રંથ પૃ. જ ૧૮૫માં ઉપલબ્ધનિયુક્તિમાંની ઘણી ગાથાઓમાં પાછળના કાળની વિગતો આવતી હોવાથી ‘ઉપલબ્ધ નિર્યુક્તિઓના કર્તા શ્રુતકેવલી ભદ્રબાહુ નહીં પણ જ્યોતિર્વિદ્ વરાહમિહિરના ભાઈ (વિક્રમની છઠ્ઠી સદીમાં થયેલા) છે' એવું પ્રતિપાદન કરેલું. એ પછી ઘણા ઉહાપોહ પછી તેઓ જે નિષ્કર્ષ પર પહોંચ્યા તેની વિગત આ પ્રમાણે છે.
“જ્યારે હું એમ કહું છું કે ઉપલબ્ધનિર્યુક્તિઓ દ્વિતીય ભદ્રબાહુની છે, શ્રુતકેવલી ભદ્રબાહુની નથી, ત્યારે તેનું તાત્પર્ય એવું નથી કે શ્રુતકેવલી ભદ્રબાહુએ નિર્યુક્તિઓની રચના કરી જ નથી. મારું તાત્પર્ય માત્ર એટલું છે કે જે અંતિમ સંકલન રૂપે આજે આપણી સમક્ષ નિર્યુક્તિઓ ઉપલબ્ધ છે તે શ્રુતકેવલી ભદ્રબાહુની નથી. એનો અર્થ એમ નથી કે દ્વિતીય ભદ્રબાહુની પહેલાં કોઈ નિર્યુક્તિઓ હતી જ નહિ. નિર્યુક્તિ રૂપે આગમવ્યાખ્યાનની પદ્ધતિ ખૂબ જૂની છે. આની જાણ આપણને અનુયોગદ્વારથી થાય છે. ત્યાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અનુગમ બે પ્રકારના હોય છે : સુત્તાણુગમ અને
સંપાદ્ર
कीय
For Private And Personal Use Only