________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી व्यवहारसूत्रम्
કરો.” ત્યારે અમને થયું કે ચાલુ સંપાદન કાર્યો પૂર્ણ થયે આ ગ્રંથનું સંપાદન હાથ ધરવું.
એ પછી વ્યવહારસૂત્ર સટીકના સંપાદન માટે જરૂરી સામગ્રીઓની તપાસ અને પ્રાપ્તિ માટે પ્રયત્નો શરૂ થયા.
ખંભાતના ભંડારની પ્રત સર્થી પ્રાચીન છે એ જાણ્યા પછી એ માટે પ્રયત્ન થયો.
શ્રી શાંતિનાથ ભંડાર ખંભાતના કાર્યવાહકો અને શ્રી દિનેશભાઈ ઝવેરીના સૌજન્યથી અમને માઇક્રો ફીલ્મ મળી. એના ઉપરથી ઝેરોક્ષ નકલ કઢાવવામાં આવી. (પાછળથી અમને આ જ પ્રતની ફોટોકોપીઓ પૂ.આ.ભ.શ્રી શીલચન્દ્રસૂરિ મ.સા.એ મોકલી આપી છે.) ભાંડારકર ઇન્સ્ટીટ્યૂટ પૂનામાં ત્રણ તાડપત્રીય ગ્રંથો છે. એની ઝેરોક્ષ પૂ. મુનિરાજ શ્રીજંબૂવિજય મ.સા.ના પ્રયત્નોથી થયેલ તે પણ મેળવી.
આ સામગ્રીના આધારે અમે પાઠભેદો નોંધવા વગેરે કાર્યમાં આગળ વધ્યા.
જેમ જેમ વિદ્વાન મહાત્માઓને અમારા કાર્ય વિશે જાણકારી મળતી ગઈ તેમ તેમ મહાત્માઓ અમારા કાર્ય માટે આનંદ વ્યક્ત કરવા લાગ્યા. આ ગ્રંથને લગતી સામગ્રીઓ પણ અમને હર્ષપૂર્વક આપવા માંડ્યા.
–આ.ભ. શીલચન્દ્રસૂરિ મ.સા.એ અમને પૂ. પુણ્યવિજયજી મ.સા.એ તૈયાર કરાવેલી પ્રેસકોપી આપી. આ અમને બહુ ઉપયોગી બની છે. ખંભાતની પ્રતિની
संपादकीय
For Private And Personal Use Only