________________
(0)
સંપાદકીય પ્રાકૃતબુકનો અભ્યાસ કર્યા પછી વિચાર આવ્યો કે કોઈક પ્રાચીન અને ઐતિહાસિક પ્રાકૃતગ્રંથનો અનુવાદ કરીએ. તે વિચારતા ભટ્ટારક આચાર્યશ્રી જિનપ્રભસૂરિજી કૃત વિવિધતીર્થકલ્પ ગ્રંથ હાથમાં આવ્યો. જે આચાર્ય ભગવંતે આ ગ્રંથની રચના કરેલ તે આચાર્ય ભગવંત આજથી લગભગ ૬૫૦ વર્ષ પૂર્વે થયેલા છે.
આ આચાર્ય ખરતરગચ્છનાં હોવા છતાં તપાગચ્છ સંપ્રદાય ઉપર એમણે વિશેષ લાગણી | હતી જેથી જ એમને રચેલા ૭૦૦ સ્તોત્રો તપાગચ્છીય આચાર્ય સોમતિલકસૂરિજીને ભેટ કરેલા.
- સાધુ-સાધ્વીજી ભગવંતો પ્રાકૃત ગ્રંથને વાંચતા આ ભાષાંતર વધારે ઉપયોગી બને તે માટે ભાષાંતર રૂપે એનો અનુવાદ કરેલ.
સામાન્ય જ્ઞાનવાળા ને ઈતિહાસની જાણકારી વ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે આ છે અનુવાદમાં ઈતિહાસ પ્રમાણે ચિત્રો મુકવામાં આવ્યા.
ચિત્રો માટે જય પંચોલીએ બીજું કામ છોડી માત્ર એક મહીનામાં ૬૦ જેટલા ચિત્રો મહેનતપૂર્વક ઈતિહાસ પ્રમાણે તૈયાર કરેલ.
ઘણાં સમયથી ચિત્રો સાથે પુસ્તક પ્રકાશિત કરવાની ભાવના હતી તે વાત ગુરૂદેવ ને કરતા ગુરૂદેવે તરત સહર્ષ સ્વીકારી લીધી. જે આજે મારી ભાવના પરિપૂર્ણ બની.
આ વિવિધ તીર્થકલ્પનો અનુવાદ સુઘોષામાં નિયમિત આવે છે. | ગુજરાતી અનુવાદમાં અથવા ચિત્રોમાં કાંઈપણ જિનાજ્ઞા વિરૂદ્ધ લખાયુ હોય. શબ્દશ્લોકનો અનુવાદ રહી ગયો હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ (વાચકે સુધારી લેવું).
આ પુસ્તકનાં સંપાદન કાર્યમાં વિશેષ સહયોગી બનનાર આચાર્યદેવશ્રી મુનિચંદ્રસૂરિજી મ.સા. છે જેમનો ઉપકાર કયારેય ભૂલી શકાય તેમ નથી.
આશા રાખું છું કે આ ગ્રંથને વાંચી ભવ્ય જીવો તીર્થનાં ઈતિહાસની જાણકારી પ્રાપ્ત કરી શિવગતિનાં ગામી બને.
... મુનિરત્નત્રય વિજય નારાણપુરા ચાર રસ્તા, અમદાવાદ-૧૩.
આસો સુદ-પૂનમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org