________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
૨૯
અર્બુર્દારિ ઉ૫૨ ઝાડની શાખાઓ ઉ૫૨ ફરતી હતી, ત્યારે કોઇના વડે તાળવામાં વીંધાવાથી મૃત્યુ પામી. મારૂં ધડ ઝાડની નીચે રહેલા કુંડમાં પડ્યું ||૧૪]]
તે કામિત તીર્થકુંડના માહાત્મ્યથી મારું શરી૨ મનુષ્ય જેવું થયું. અને મસ્તક તો કુંડની બહા૨ પડ્યું હોવાથી તેજ પ્રમાણે રહ્યું. તેથી હું વાંદરા જેવા મુખવાળી થઈ. ||૧૫।। શ્રીપુંજે પોતાના માણસોને મોકલ્યા. માણસોએ કુંડમાં મસ્તક નાખ્યું તેથી રાજકન્યા શ્રીમાતા મનુષ્ય જેવા મુખવાળી થઈ. પછી તેણી અર્બુદ્ઘરે ઉ૫૨ તપશ્ચર્યા ક૨વા લાગી. ||૧||
એક વખત આકાશમાં ફરતા એવા યોગીએ તે શ્રીમાતાને જોઈ અને તેના રૂપથી મોહિત બન્યો. આકાશમાંથી ઉતરીને પ્રેમથી બોલ્યો કે
'હે શુભે ! મને કેવી રીતે
વીશ.' ||૧||
તેણી બોલી : 'ત્રિનો પ્રથમ પહોર વીતી ચૂક્યો છે. અત્યા૨થી કુકડાનો અવાજ થાય તે પહેલાં કોઈક વિદ્યા વડે જો આ પર્વત ઉ૫૨ સુંદ૨ એવા બા૨ ૨સ્તાઓ કશો તો વ૨ીશ. તે યોગીએ પોતાના સેવકો દ્વા૨ા બે પ્રહરમાં ૨૨સ્તાઓ કર્યા. ||૧૮-૧૯]]
-
શ્રીમાતા એ પોતાની ર્સાક્ત વડે બનાવટી કુકડાનો અવાજ કર્યો. અને ૫૨ણવા નિષેધ કર્યો. છતાં પણ, તેની માયાને ન જાણતો યોગી પ૨ણવા માટે ત્યાં આવ્યો. ||૨|| નદીના તટ ઉપ૨ તેની બહેને વિવાહની સામગ્રી તૈયા૨ કરી. ત્યારે તે શ્રીમાતા બોલી કે ત્રિશૂલ ને છોડીને ૫૨ણવા માટે મારી પાસે આવો. ||૨૧ાા
તે પ્રમાણે કરીને તેની પાસે આવેલા તે યોગીના પગવચ્ચે તોફાની કૂતરાઓને છોડ્યા અને શ્રીમાતા એ યોગીનાજ ત્રિશૂલ વડે હૃદયમાં ઘા કરી તેનો વધ કર્યો. IIA
એ પ્રમાણે આજન્મસુધી અખંડ શીલવાળી, તે આવીને સ્વર્ગમાં ગઈ. તે શિખર ઉ૫૨ શ્રીપુંજે શિખ૨ વિનાનો ત્યાં શ્રીમાતાનો પ્રાસાદ કરાવ્યો.૧ [[૨૩]]
છ માસના અંતે આ પર્વતના નીચેના ભાગમાં અર્બુદ નામનો સાપ ચાલે છે તેથી
પર્વત કંપવા લાગે છે. માટે સર્વ પ્રાસાદો શિખર વિનાના છે. ||૨૪][
લૌકિકો આમ કહે છે કે પહેલાં હિમાલયનો પુત્ર આ નંદિવર્ધન નામનો પર્વત હતો. કાલક્રમે અર્બુદ નાગથી ષ્ઠિત થવાના કા૨ણે ‘અર્બુદ' નામ પડ્યું.૧ [૨૫]
આ પર્વત ઉ૫૨ ધનથી ભ૨પૂ૨ બા૨ ગામો ૨હેલાં છે. અને ગોલિકા રાષ્ટ્રિકા વિ. હજારો તપસ્વીઓ અહીં હતા. ||૨||
એવું કોઈ વૃક્ષ નથી, એવી કોઈ વેલડી નથી, એવું કોઇ ફૂલ નથી, એવું કોઈ ફળ નથી, એવો કોઈ કન્દ નથી, એવી કોઈ ખાણ નથી, કે જે અહીં આગળ ન દેખાય. Iાિ ૧. આજે ‘કુંવારી કન્યા' નું મંદિ૨ દેલવાડાના જિનાલયો પાછળ છે. તે આ શ્રી માતાનું હોવાનું મનાય છે. (આબુ ભા.૧ પૃ.૨૦૫, લે. મુનિ જયંત વિજય)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org