Book Title: Vividh Tirthkalpa Sachitra
Author(s): Jinprabhvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 325
________________ ૧૮૪) શ્રી કન્યાનયન મહાવીર કલ્પ પરિશેષ: ના દિવસે સકલસંઘનાં મહોત્સવ પૂર્વક શ્રી પર્યુષણા કલ્પ વંચાયો. સ્થાને સ્થાને આગમ પ્રભાવનાનાં લેખો પહોંચાડ્યા. સકલદેશના સંઘો ખુશ થયા. રાજદિમાં બંધાયેલાં અનેક શ્રાવકો લાખો દિનાર આપીને રાજાનાં આદેશ વડે છોડી મૂકાયા. બીજા લોકો પણ કરૂણાથી કારાગૃહમાંથી છોડાયા. અપ્રતિષ્ઠિત માણસોને પ્રતિષ્ઠિત પદ આપ્યું અને અપાવ્યું. અનેક પ્રકારે જિનધર્મની પ્રભાવનાં કરી અને કરાવી. એ પ્રમાણે રાજસભામાં દ૨૨ોજ સૂરિજી આવી પંડિત, વાદિઓનાં સમૂહ ૫૨ વિજય મેળવવા પૂર્વક શાસન પ્રભાવનાં કરાતાં અનુક્રમે ચાતુર્માસ પસા૨ થયું. એક વખત ફાગણ માસમાં દૌલતાબાદથી આવતા 'મગદૂમઈજહાં' નામની પોતાની માતાની સામે ચતુરંગસેનાનાં સમૂહની સાથે જવા સુલતાન તૈયા૨ થયો. અભ્યુત્થાનપૂર્વક ગુરૂને પણ પોતાની સાથે લીધાં. ‘વડભ્રૂણ’ સ્થાનમાં માતાને ભેટી મહા૨ાજા એ બધાને ‘મોટુ દાન આપ્યું. અને શ્રેષ્ઠ ‘કબાહિ' આદિ વસ્ત્રો બધાને પહેરાવ્યા. અનુક્રમે મહોત્સવપૂર્વક ૨ાજધાનીમાં આવ્યા. વસ્ત્ર-કર્પૂદિ વડે ગુરુનું સન્માન કર્યુ. ચૈત્રસુદ ૧૨ નાં દિવસે ૨ાજયોગમાં મહા૨ાજાને પૂછીને સાઈબાણ ની છાયામાં નંદી માંડીને પાંચ શિષ્યોને દીક્ષા આપી. માલારોપણ સમ્યક્ત્વ આોપણ આદિ ધર્મકાર્યો કર્યા. થિદેવનાં પુત્ર મદનવડે દાન ખેંચાયું. અષાઢ સુદ ૧૦ નાં દિવસે નવી કરાવેલી ૧૩ પ્રતિમાઓની મહાવિસ્તાર વડે ઠાઠમાઠથી પ્રતિષ્ઠા કરાવી. બિંબને ક૨ાવાવાળાએ ઘણું ધન હેંચ્યું, વિશેષથી સજ્જન મહા૨ાજનાં પુત્ર અજયદેવ વડે ઘણું દ્રવ્ય અપાયું. એક વખત હંમેશા આવવાથી ગુપ્તે ઘણું કષ્ટ થાય એ પ્રમાણે વિચારી પોતાની મેળેજ ૨ાજાએ મહેલની પાસે નવાં ભવનોથી શોભિત નવી ધર્મશાળા બનાવી અને શ્રાવકસંઘને રહેવા માટે આદેશ કર્યો. ૨ાજા વડે 'ભટ્ટા૨ક સરાઈ' એ પ્રમાણે નામ કરાયું અને બાદશાહે ત્યાં આગળ વી૨ભગવાનનું મંદિર અને પૌષધશાળા બનાવી. સં. ૧૩૮૯ વર્ષે અષાઢ વદ છ નાં દિવસે શુભમુહુતૅ રાજાનાં આદેશથી ગીત-નૃત્ય-જિંત્ર નાટકાદિ સંપદાથી અપ્રકટ મોટા મહોત્સવપૂર્વક સ્વયં રાજા વડે મંગર્લાક્રયા ક૨ાઈ અને ભટ્ટા૨કે પૌષધશાળામાં પ્રવેશ કર્યાં. પ્રીતિદાન વડે વિદ્વાનોને સંતોષ્યા, દીન-અનાથ માણસોનો દાન દ્વા૨ા ઉદ્ધા૨ કર્યો. એક વખત માગશ૨ મહીનાનાં પૂર્વદેશની જય યાત્રા માટે પ્રયાણ ક૨તાં ૨ાજાએ પોતાની સાથે ગુબ્ને લીધા. સ્થાને સ્થાને દિજનોને છોડવાપૂર્વક જિનધર્મની પ્રભાવના કરી. મથુ૨ાતીર્થનો ઉદ્ધા૨ કર્યો. શ્રેષ્ઠ બ્રાહ્માદિ ને દાન વડે સંતોષ્યા. હંમેશા પ્રવાસથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366