Book Title: Vividh Tirthkalpa Sachitra
Author(s): Jinprabhvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 353
________________ ૨૦૨ શ્રી સ્તÇનક કલ્પ શિલોચ્છઃ સ્વસ્થતા થઈ,એથી ધવલક્કપુર (ધોળકા) થી આગળ પગે ચાલીને વિચરતાં સ્તંભનપુ૨ પહોંચ્યા. ગુરુ અને શ્રાવકો સર્વ ઠેકાણે પાર્શ્વનાથને શોધે છે. સૂરિ વડે કહેવાયું : ખાખ૨૫લાસ વૃક્ષની મધ્યે શોધો !' શ્રાવકોએ તેવી રીતે તપાસ કર્યે છતે પાર્શ્વનાથની પ્રતિમાનું મુખ દેખાયું. ત્યાં આગળ દ૨૨ોજ એક ગાય આવીને પ્રતિમાનાં મસ્તક ઉપર દૂધ ઝરાવે છે. તેથી ખુશ થયેલાં શ્રાવકોએ જેવી રીતે પ્રતિમાને દેખી તેવી રીતે ગુરુને નિવેદન કર્યુ. અભયદેવ સૂરિએ પણ ત્યાં જઈને મુખદર્શન માત્રથી ર્હાત કરવાની શરૂઆત કરી. ‘જત્રિભુવન શ્રેષ્ઠ કલ્પવૃક્ષ' ઇત્યાદિ તત્કાલિક શ્લોકો દ્વા૨ા તેવાં ૧૬ શ્લોક કર્યે છતે સર્વ અંગવાળી પ્રતિમા પ્રત્યક્ષ થઈ, એથી ‘જય ! પ્રત્યક્ષ જિનેશ્વર !' એ પ્રમાણે સત્તરમાં શ્લોકમાં કહ્યું. પછી ૩૨ શ્લોકમાં સ્તોત્ર પૂર્ણ થયું.' અંતિમ બે શ્લોક ને ઘણી જ દેવતાની તિ ક૨વા વાળાં જાણીને દેવી વડે વિનંતી કરાઈ. 'હે ભગવન્ ! 30 શ્લોકો વડે તમોને સાન્નિધ્ય હું કરીશ ! અંતિમ બે શ્લોકને દૂ૨ ક૨ી દો. જેથી મારું આગમન કલિયુગમાં દુ:ખકા૨ી ન થાય.' સૂરિ વડે તેવી રીતે કરાયું અને સંઘની સાથે ચૈત્યવંદન કરાયું. ત્યાં આગળ સંઘ વડે ઉંચું દેવાલય કાવાયું. ત્યા૨ પછી ઉપશાંત પામેલા રોગોવાળા સૂરિએ શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને ત્યાં સ્થાપી. તે મહાતીર્થ તરીકે પ્રસિદ્ધ થયું. કાળક્રમે ઠાણાંગાદિની નવાંગી ટીકા કરી. આચારાંગ સૂયગડાંગની ટીકા તો પહેલાં શીલાંકાચાર્યે પણ કરી હતી. ત્યા૨ પછી લાંબાકાળ સુધી વી૨શાસનની પ્રભાવનાં સૂરિએ કરી. ‘ઈતિ શ્રી સ્તંભનપાર્શ્વનાથ કલ્પ:' ઈશ્વર ૧. આ તીર્થ ગુજરાતના ખેડા જિલ્લામાં આણંદ તાલુકામાં આવેલું 'થાંભણા' ગામ છે. પ્રબંધકોશ મુજબ કુમારપાળ (પૃ.૫૨-૫૩) અને વસ્તુપાળ-તેજપાળે (પૃ.૧૦૯) આ તીર્થની યાત્રા કરી છે. ગિ૨ના૨ ઉ૫૨નાં વિ.સં. ૧૨૮૮ ના લેખમાં પણ સ્તંભનતીર્થ (ખંભાત)ની સાથે તમ્ભનકનો પણ ઉલ્લેખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366