Book Title: Vividh Tirthkalpa Sachitra
Author(s): Jinprabhvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 338
________________ શ્રી પંચકલ્યાણક સ્તવનમ્ જિનેશ્વરને નમસ્કાર કરીને તેઓનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલ અને નિર્વાણ એ પાંચ કલ્યાણકોને હું કહીશ. કા૨તક વદ ૫ નાં દિવસે સંભવનાથ ભગવાનનું કેવલજ્ઞાન થયેલ અને બા૨સનાં દિવસે નેમિનાથ ભગવાનનું ચ્યવન અને પદ્મપ્રભ સ્વામીનો જન્મ થયેલ. ||૧|| કારતક વદ ૧૩ ના દિવસે પદ્મપ્રભ સ્વામીએ દીક્ષા લીધેલ. અને અમાવસનાં દિવસે વી૨પ્રભુ નિર્વાણ પામેલ. કારતક સુદ ૩ નાં દિવસે સુવિધીનાથ ભગવાનને અને બારસ નાં દિવસે અરનાથ ભગવાનને કેવલજ્ઞાન થયેલ. માગશ૨ વદ ૫ ના દિવસે સુવિધીનાથ ભગવાનનો જન્મ માગશ૨વદ છઠ નાં દિવસે સુવિધીનાથ ભગવાન અને દશમનાં દિવસે વી૨ પ્રભુની દીક્ષા થયેલ. ॥ચા માગશ૨ વદ ૧૧ ના દિવસે પદ્મપ્રભસ્વામીનો મોક્ષ માગશ૨સુદ ૧૦ ના દિવસે અરનાથ સ્વામીનો મોક્ષ અને જન્મ મહોત્સવ થયેલ. માગશ૨સુદ ૧૧ નાં દિવસે અરનાથ ભગવાનની દીક્ષા મલ્લીનાથ ભગવાનનો જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન અને નમનાથ ભગવાનને કેવલજ્ઞાન થયેલ. ||૩|| (૫૬ માગશ૨ સુદ ૧૪ નાં દિવસે સંભવનાથ ભગવાનનો જન્મ પૂનમનાં દિવસે દીક્ષા અને પોષવદ દશમનાં પાર્શ્વનાથ ભગવાનનો જન્મ થયેલ અને પોષવદ ૧૧ નાં દિવસે દીક્ષા પાર્શ્વનાથની થયેલ. ચંદ્રપ્રભ૨વામીની પોષવદ ૧૨ ના દિવસે જન્મ અને તેરસનાં દિવસે દીક્ષા થયેલ. ||૪|| પોષ વદ ૧૪ ના દિવસે શીતલનાથ ભગવાનને કેવલજ્ઞાન થયેલ. પોષસુદ ૬ ના દિવસે વિમલનાથ ભગવાનને અને પોષસુદ ૯ નાં દિવસે શાંતિનાથ ભગવાનને કેવલજ્ઞાન થયેલ. પોષસુદ ૧૪ નાં દિવસે અભિનંદન સ્વામીને અને પૂનમ ના દિવસે માણસોને આનંદ ઉત્પન્ન કરનારાં ધર્મનાથ ભગવાનને કેવલજ્ઞાન થયેલ. ||૫|| મહાવદ ૬ ના દિવસે પદ્મપ્રભસ્વામીનું ચ્યવન અને મહાવદ ૧૨ ના દિવસે શીતલનાથ ભગવાનનો જન્મ અને દીક્ષા થયેલ. મહાવદ ૧૩ ઋષભ જિનેશ્વરનો મોક્ષ અને અમાવસ્યાનાં દિવસે શ્રેયાંસનાથ જિનને કેવલજ્ઞાન થયેલ. |||| મહાસુદ બીજનાં દિવસે અભિનંદન સ્વામીનો જન્મ અને વાસુપૂજ્ય સ્વામીનો કેવલજ્ઞાન એ પ્રમાણે બે કલ્યાણક થયેલ. મહાસુદ ૩ નાં દિવસે ધર્મનાથ અને વિમલનાથનો જન્મ થયેલ. મહાસુદ ૪ નાં દિવસે વિમલનાથ ભગવાનની દીક્ષા અને મહાસુદ ૮ નાં દિવસે અજીતનાથ ભગવાનનો જન્મ થયેલ. IIણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366