Book Title: Vividh Tirthkalpa Sachitra
Author(s): Jinprabhvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 344
________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) (૧૯૭) પીડાયો. તે રાજાને દુ:ખી જાણીને દેવી પદ્માવતી ત્રિમાં સ્વપ્નમાં કહે છે “જો મહારાજા ! સમુદ્રથી માણક્યદેવને પોતાનાં નગ૨માં લાવીને પૂજીશ તો કલ્યાણ થશે. તેથી રાજા સાગર પાસે જઈ ઉપવાસ કરે છે. લવણાધિપતિ સંતુષ્ટ થઈ પ્રગટ થઈને રાજાને કહે છે : 'તારી ઈચ્છા મુજબ ૨ત્નોને ગ્રહણ ક૨.” રાજા કહે : 'મારે રત્નોથી કામ નથી, મંદોદરીએ ૨સ્થાપેલા બિંબને આપ.' તેથી દેવે બિંબ કાઢીને રાજાને આપ્યું. અને કહ્યું : 'તારા દેશમાં લોકો સુખી થશે. પરંતુ માર્ગમાં જતાં ક્યાં આગળ તને સંશય થાય ત્યાં આગળ બિંબને સ્થાપવું.' ત્યા૨ પછી રાજાએ સૈન્ય સઁહેત પ્રયાણ કર્યું. દેવતાનાં પ્રભાવ વડે વાછ૨ડાના યુગલનાં ખંધે જોડેલા ગાડા ઉપ૨ બિંબને આરોપણ કરીને માર્ગથી આવે છે. દુર્ગ માર્ગને ઓળંગતા રાજા મનમાં સંશય ધારણ કરે છે. શું આવે છે કે નહિં. તેથી જ્યાં શાસન દેવીએ તેલંગ દેશનાં કુલપાક નગર કે જે દક્ષિણ વારાણસી છે એ પ્રમાણે પંડિતો વડે વખણાય છે. તે કુલપાક નગરમાં પ્રતિમા સ્થાપન કરાઈ. પહેલાં આ બિંબ ઘણું જ નિર્મલ અને મરકત ર્માણમય હતું. લાંબા સમય સુધી સમુદ્રનાં પાણીનાં સંગ વડે કઠિન અંગવાળું થયું. ૧૧,૦૮,૯૭૫ વર્ષ સ્વર્ગથી લાવ્યાને ભગવાન માણિજ્યદેવને થયાં. ત્યાં આગળ રાજાએ મોટું ચૈત્ય કરાવ્યું. અને દેવપૂજા માટે બાગામ આપ્યા. વિક્રમ સંવત ૧૮૦ વર્ષ સુધી ભગવાન આકાશમાં ૨સ્થત રહ્યા હતા. ત્યાર પછી મિથ્યાદષ્ટિનો પ્રવેશ જાણીને રિસંહાસન ઉપ૨ સ્થાપ્યા. પોતાની કાંતિથી ભવ્યજનોનાં લોચનમાં અમૃત૨સને વ૨સાવે છે. શું આ પ્રતિમા ટાંકણા વડે ઘડેલી છે. અથવા શું ખાણમાંથી લાવેલી છે ? શું નાગકુમાર વડે ઘડેલી છે ! વજમય છે ! અથવા નીલમણીમય છે. એ પ્રમાણે નિશ્ચય થયો Íહ. કદલીનાં તંભ જેવી દેખાય છે. આજે પણ ખરેખ૨ ભગવાનનાં જ્વણ જલથી દીવો પ્રજ્વલિત થાય છે. આજે પણ આંઘળા માણસો હવણની માટી આંખે બાંધવાથી દેખતાં થાય છે. આજે પણ તીર્થનાં અનુભાવથી ચૈત્યમંડપથી ઝરતી જíબંદુઓ જાત્રા માટે આવેલાં માણસોનાં વસ્ત્રને પખાલે છે. આજે પણ ભગવાનની આગળ સર્પથી દેશેલા માણસો (સાજો થઈ ઉઠી જાય છે. એ પ્રમાણે અનેક પ્રકારનાં પ્રભાવથી શોભતાં મહાતીર્થનાં માણક્યદેવની જે જાત્રા મહોત્સવ, પૂજા કરે છે. અને કાવે છે અને અનુમોદે છે. તે આલોક અને પરલોકની સુખલક્ષ્મીને પાપ્ત કરે છે. ૧માણિક્યદેવનો આ કલ્પ, શ્રી જિનપ્રભસૂરિ વડે સંક્ષેપથી કહેવાયો તે ભવ્યજનોનાં કલ્યાણને કશે. ઈતિ શ્રી માણક્ય દેવ કલ્પ: ૧. કલ્પાકજીના જનાલયમાં આજે વિ.સં. ૧333થી વિ.સં. ૧૭૬૭ સુધીના લેખો જોવા મળે છે. (જૈન સત્યપ્રકાશ વર્ષ ૬ જ્ઞાનવિજયજીનો લેખ - શ્રી કુલ્પાકતીર્થ) કુલ્પાકછતીર્થ આશ્વપ્રદેશમાં હૈદ્રાબાદમાં ૪૫ માઈલ ઈશાન ખૂણામાં આવેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366