________________
(10)
અશ્વાવબોધ તીર્થ કલ્પ તે સાંભળી ને સુદર્શના મૂચ્છ પામી. તેથી વેપારીને કુટવામાં આવ્યો. સુદર્શના ભાનમાં આવી. તેણીને તિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે વેપારીને દેખી "આ તો મારો ધર્મ બંધુ છે." એમ કહી મુક્ત કરાવ્યો. રાજા એ મુચ્છ નું કારણ પૂછ્યું ? તેણી બોલી,
જ્યારે હું પૂર્વભવમાં ભરૂચના નર્મદાના કાંઠા ઉપ૨ કોરિંટ વનમાં વડવૃક્ષમાં શકુનિકા (સમળી) હતી. વર્ષાકાળમાં શત શત-દિવશ સુધી સતત મહાવૃષ્ટિ થઈ. આઠમાં દિવસે ભૂખથી પીડાયેલી હું નગ૨માં ભમતી હતી. ત્યારે શિકારીના ઘ૨ આંગણથી માંસને ગ્રહણ કરીને ઉડી, અને વડની શાખા ઉપ૨ બેઠી ત્યારે મારો પીછો કરતાં શિકારીએ તીર વડે વિંધી નાંખી. મારા મુખથી પડતાં માંસ અને બાણને ગ્રહણ કરીને તે શિકારી પોતાનાં
સ્થાને ગયો. ત્યાં કરૂણ ચીસ પાડતી ઉચી નીચી થતાં હું એક આચાર્ય વડે દેખાઈ. તેઓએ પાત્રમાં ૨હેલું પાણી મારા ઉપ૨ છાંટ્યુ. પંચ પરમેષ્ઠિ નમસ્કાર આપ્યો. નવકાર મંત્ર સંભળાવ્યો. મેં તે મંત્ર ઉપર શ્રદ્ધા કરી. મરીને હું આપની પુત્રી પણે ઉત્પન્ન થઈ.
હવે વિષયમાં વિરક્ત થયેલી તે રાજકુમારીએ ઘણાં આગ્રહથી પિતાને પૂછી રામજાવીને ૨જા લઈ તે વ્યાપારીની સાથે સાતસો વાહનોની સાથે ભરૂચ તરફ પ્રયાણ કર્યું.
તેમાં સો વાહનો વ૨સ્ત્રોના, શો વાહનો દ્રવ્યના, બાકીના ચા૨શો વાહનોમાં ચંદન અને અગૐ નું લાકડું, ધાન્ય, જલ, ઈધણ વિ. તથા ઘણા પ્રકારનાં પકવાનો, ફળો, શસ્ત્રોના એ પ્રમાણે છે શો વાહનો સાથે સમુદ્ર કાંઠે પહોંચી.
હવે ભરૂચના રાજાએ તે વાહનોના સમૂહને દેખીને સિંહલેશ્વ૨ આક્રમણ કરવા આવી રહ્યો છે, એવી શંકા વડે સૈન્યને તૈયાર કર્યું. નગરના ક્ષોભ ને નિવારવા માટે જઈને ભેટયું ધર્યું. સુદર્શના આગમનની સાગર મુસાફર તે વ્યાપારી એ રાજાને વિનંતી કરી.
તેથી તે સામે ગયો. ભટણું આપીને કન્યાને પ્રણામ કર્યો. પ્રવેશ મહો૨ાવ કર્યો. તેણીએ તે ચૈત્યને જોયું. વિધિપૂર્વક વંદન પૂજન કર્યું. તીર્થ આશ્રયીને ઉપવાસ કર્યો. રાજાએ આપેલા મહેલમાં સુદર્શના ૨હી, રાજાએ આઠ બંદરો, આઠસો ગામો, આઠસો કિલ્લાઓ અને આઠસો નગરો સુદર્શનાએ આપ્યા. એક દિવસમાં ઘોડો જેટલી ભૂમિ ચાલે તેટલી પૂર્વદિશામાં એકૃદિવસમાં જેટલી હાથી ભૂમિ ચાલે તેટલી Íશ્ચમ દિશાની. જગ્યા આપી, રાજાના આગ્રહથી બધું સ્વીકાર્યું.
એક દિવસ તે જ આચાર્ય પાસે પોતાના પૂર્વભવને પૂછે છે : 'હે ભગવંત ! કયા કર્મથી હું સમળી બની ? તે શિકારીએ મને કેમ હણી ?'
આચાર્યે ભગવાન એ કહ્યું : 'હે ભદ્રે વૈતાઢ્ય પર્વતની ઉત્તરશ્રેણીમાં સુરમ્યા નામની નગરી આવી છે. ત્યાં વિદ્યાધ૨સ્પતિ શંખ નામનો રાજા છે. તેની તું વિજયા નામની પુત્રી હતી. એક દિવસ દક્ષિણ શ્રેણીમાં આવેલા મહિષ નામના ગામમાં જતી એવી તાશ વડે નદીના તટ ઉપ૨ કુટ સર્પને દેખ્યો. તેને તે રોષથી મરાવી નંખાવ્યો. પછી નદીના કાંઠે જિનમંદિર જોયું. પ૨મભુતિને વશ થયેલી તેં પ્રભુ પ્રતિમાને વાંદી. ઘણો જ આનંદ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org