________________
પર
કલિકુંડ કુકટેશ્વર કલ્પઃ
બંદી ભગવંતને દેખીને ગુણકીર્તન કરે છે. આ દેવ તો અશ્વસેન રાજાનો પુત્ર જિનેશ્વર છે. તે સાંભળીને ૨ાજા હાથી ઉ૫૨થી ઉતર્યાં. પ્રભુને જોતાં મૂર્રાર્છત થયો. ચેતના પ્રાપ્ત થતા, મંત્રીએ કા૨ણ પુછ્યું ત્યા૨ે ૨ાજા પૂર્વભવ કહે છે કે ‘હું ચારૂદત્ત થઈને પૂર્વજન્મમાં વસંતપુ૨ નગ૨માં પુરોહિતનો પુત્ર દત્ત હતો. કુષ્ઠાદિ રોગથી પીડાયેલો મ૨ણ માટે હું ગંગામાં પડી રહ્યો હતો ત્યારે ચારણ ઋષ એ મને બોધ આપ્યો. તેમના ઉપદેશથી હિંસાદિ પંચવ્રતનું પાલન, ઈંદ્રિયોનું શોષણ, કષાયોનો જપ કરવા લાગ્યો. એક દિવસ ચૈત્યઘ૨ માં આવેલો હું જિનપ્રતિમાને નમસ્કાર કરતો હતો ત્યા૨ે પુષ્કલિ શ્રાવક વડે દેખાયો. તેણે ગુણસાગર મુનિ ને પૂછ્યું : 'હે ભગવાન્ ! આ કોઢીને જિનાલયમાં આવવામાં દોષ ખરો કે નહીં ? મુનિએ કહ્યું, દૂ૨થી દેવને નમસ્કા૨ ક૨વામાં ક્યો દોષ ? હજી પણ આ કુકડો થશે. એ પ્રમાણે તે સાંભળીને હું ખેદ ક૨વા લાગ્યો, ત્યા૨ે ફ૨ીથી મને ગુરૂએ બોધ આપ્યો. મને સમજાવ્યો કે, તું તિસ્મ૨ણ જ્ઞાનવાળો અનસન કરી મ૨ીને રાજગૃહીને અનુક્રમે હવે રાજા થયો છું. પ્રભુને દેખીને જાતિસ્મરણ જ્ઞાન થયું.' એ પ્રમાણે મંત્રીને કહીને ભગવાનને નમસ્કાર કરીને ત્યાં સંગીતનો કાર્યક્રમ કરાવે છે. પ્રભુએ અન્યત્ર વિહાર કર્યો. ત્યાં આગળ ૨ાજાએ જિનાલય બનાવ્યું તેમાં બિંબની પ્રતિષ્ઠા કરાવી. પૂર્વભવમાં કુકડાના રૂપને ધા૨ણ ક૨ના૨ા એવા ઈશ્વ૨ ૨ાજાએ આ બનાવેલ હોવાથી કુકુડેસર'' એ નામથી તીર્થ પ્રિિને પામ્યું.
તે ૨ાજા અનુક્રમે કર્મ ખપાવી સિદ્ધ થશે. આ કુકડેશ્વ૨ તીર્થની ઉત્પત્તિ છે.
કુડેશ્ર્વ૨ અને કલિકુંડ આ બે તીર્થ ના કલ્પને શ્રી જિનપ્રભસૂરી વર્ણવ્યો તે ભવ્યજનોનું કલ્યાણ કરો.
૧.
ઝલ્લરી
મધ્યપ્રદેશમાં મનાઞા પાસે 'કુકડેશ્ર્વ૨' નામનું નગ૨ છે. તે આ તીર્થનું સ્થળ હોવાનું ત્યાંના લોકો
માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org