Book Title: Vividh Tirthkalpa Sachitra
Author(s): Jinprabhvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 318
________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) ૧૭૯) અષ્ટાપદ પર્વત ઉપર પ્રવચનદેવતા વડે લવાયેલી વીમતી વડે ચોવીસ જિનેશ્વ૨ની પ્રતિમાના કપાળમાં સુવર્ણમય ૨ાથી યુક્ત તિલકો કરાયા. ત્યાર પછી તેણી ધુરારીના ભવને યુદ્ગલિક ભવને તથા દેવભવને પ્રાપ્ત કરીને દમયંતીનો ભવ પ્રાપ્ત થયે છતે અંધકારને (દૂર કરીને) પ્રભા વડે શોભતા કપાળ પ્રદેશમાં ૨સ્વાભાવિક તિલક થયું. તેનું વર્ણન કર્યું. આજ પર્વત ઉપ૨ વાલિ મહાઋષિ કાઉસગ્ગમાં સ્થિત ૨હેલાં ત્યારે વિમાનને અટકવાથી ક્રોધિત થયેલાં રાવણે પૂર્વ4૨ને યાદ કરી તલભૂમિને (નીચેની ભૂમિને) ખોદીને ત્યાં પ્રવેશ કરીને પોતાનાં વૈરીને વાલમુનિ અષ્ટાપદ પર્વતની સાથે ઉપાડીને લવણસમુદ્રમાં નાંખું એ બુદ્ધિથી હજા૨ વિદ્યાને યાદ કરીને ગિરિને ઉપાડ્યો. તે હકીકતને અર્વાધિજ્ઞાન વડે જાણીને ચૈત્ય૨ક્ષા નિમિત્તે પગના અંગુઠા વડે ગિરિનાં મસ્તકને તે વાલિઋષિએ દબાવ્યું. તેથી શંકુચિત ગાત્રવાળા રાવણે મુખથી લોહીને વમતાં મોટો અવાજ કર્યો. તે દિવસથી દશાનનનું 'રાવણ’ એ પ્રમાણે નામ પ્રશિદ્ધ થયું. પછી દયાળુ મહર્ષિ વડે મુકાયેલા તે રાવણે પગમાં પડીને ખમાવ્યા અને પોતાનાં સ્થાને ગયો. આજ લંકાધિÍતિ જિનેશ્વ૨ની આગળ નાટકો કરતાં દૈવ યોગે વીણાનો તા૨ તુટતાં નાટકનો ભંગ ના થાઓ તે હેતુથી પોતાની ભુજાથી નરાને ખેંચીને વીણામાં લગાડી. આવા પ્રકારનાં વીણાવાદનથી ભકિતની શાહરકતાથી ખુશ થયેલાં વંદના માટે આવેલાં ધરણેન્દ્ર રાવણને અમોઘ વિજયા નામની વિદ્યા શક્તિ આપી. તે જ પર્વત ઉપર ગૌતમસ્વામી વડે સિંહોનષઘા નામનાં ચૈત્યનાં ઈક્ષણ દ્વારમાં પ્રવેશ કરતાં સંભવ આંદે પ્રથમ ચા૨ પ્રતિમાઓને ત્યા૨ પછી પ્રક્ષણા આપતાં પશ્ચિમદ્વા૨માં સુપાર્શ્વનાથ આદિ આઠ પ્રતિમાને ઉત્ત૨દ્વા૨માં ધર્મ નાથાદ દશ પ્રતિમાને તથા પૂર્વદ્વા૨માં ૨હેલી ઋષભ-અજીત આદિ બે પ્રતિમાને વાંદી. આ તીર્થ અગમ્ય છે તો પણ પાણીમાં પ્રતિબિંબ પડતાં ધજા, કળશાદ ને દેખે તે ભવ્ય જીવ વિશુદ્ધ ભાવના વાળો, પૂજાન્કવણાદે ત્યાં આગળ કરે તે જાત્રાદિ કુળને પ્રાપ્ત કરે છે કારણ કે ભાવ જ ફળને આપે છે. ભરતેશ્વરે નિર્માણ કરેલાં ચૈત્ય૨તૂપમાં પ્રતિમાને જે પ્રણામ કરે છે. તે ધન્ય છે. તે પુણ્યનાં ભંડાર છે. આ અષ્ટાપદનાં કલ્પને જિનપ્રભસૂ૨ વડે નિર્માણ ક૨ાયેલ, જે ભવ્ય જીવો પોતાનાં મનમાં ધારણ કરે તે કલ્યાણને પ્રાપ્ત કરે છે. પહેલાં અષ્ટાપદમાં જે અર્થ સંક્ષેપથી કરાયો તે આ કલ્પમાં અમારા વડે વિસ્તારથી કહેવાયો. “ઈતિ અષ્ટાપદ કલ્પઃ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366